Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
‘કપાળમાં’ ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ – આ પંક્તિને શું કહેશો ? [ ]
(ક) રૂઢિપ્રયોગ
(ખ) કહેવત
(ગ) વિચારવિસ્તાર
(ઘ) કવિતા
ઉત્તર :
(ખ) કહેવત

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 2.
કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા ? [ ]
(ક) હટાણું
(ખ) ફરવા
(ગ) ગામ જોવા
(ઘ) ગોળ લેવા
ઉત્તર :
(ક) હટાણું

પ્રશ્ન 3.
‘લેખણ ઝાલી નો રહી’ પાઠના લેખકનું નામ જણાવો. [ ]
(ક) જોરાવરસિંહ જાદવ
(ખ) સંતબાલ
(ગ) નાથાલાલ દવે
(ઘ) કિશોરસિંહ સોલંકી
ઉત્તર :
(ક) જોરાવરસિંહ જાદવ

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
પાઘડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે ?
ઉત્તર :
પાધડીપને ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પથરાયેલા છે.

પ્રશ્ન 2.
હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા ?
ઉત્તર :
હરખચંદ શેઠના ઘેર ગાય વિયાય એવી હોવાથી તેના માટે હરખચંદે માણેક કપાસિયા ખરીદ્યા હતા.

પ્રશ્ન 3.
કહળસંગને કોણે ઠપકો આપ્યો ?
ઉત્તર :
કહળસંગને અનુભવી પરિવારજનોએ ઠપકો આપ્યો.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
ગામના લોકો ખેતી અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી એકસામટી કેમ કરતા ?
ઉત્તર :
ચોમાસામાં ભારે વરસાદ અને પવનના વાવાઝોડાથી ગામનો ગાડામારગ બંધ થઈ જતો, તેથી ઉનાળો પૂરો થાય અને ચોમાસાની શરૂઆત થાય તેના પહેલાં જ ગામલો કે, ખેતી અને ઘરવપરાશાની વસ્તુઓની ખરીદી એ કસામટી કરતા અને ત્રણ ચાર મહિના ચાલે ઍટલી જીવનજરૂરિયાતની અને ઘરવપરાશની ચીજો સંઘરી રાખતા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 2.
કહળસંગે કઈ-કઈ વસ્તુઓની ખરીદી કરી ?
ઉત્તર :
કહળસંગ ધંધુકા ખરીદી કરવા ગયા હતા, ત્યાંથી તેમણે બે-ત્રણ ડબા તલનું તેલ, દેશી ગૉળની ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા વગેરે વસ્તુઓની ખરીદી.

પ્રશ્ન 3.
હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ ?
ઉત્તર :
ધંધુકા હટાણું કરવા ગયેલા કહળસંગે ગાડામાં હરખચંદનું બે મણના વજનનું કપાસિયાનું બાચકે મૂકવા દેવાની ના પાડેલી. આથી કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદને બજારમાં પાછા જવું પડ્યું હતું. આ વાતને એક વરસ કરતાં પણ વધુ સમય થઈ ગયો હતો. છતાં મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વાળીને પડ્યો રહે એમ આ વાત હરખચંદના લમણામાં રહી ગઈ.

પ્રશ્ન 4.
હરખચંદને શા માટે શરમાવું પડ્યું ?
ઉત્તર :
હરખચંદે કહળસંગ સાથે ‘જેવા સાથે તેવા’નું વર્તન કર્યું હતું. તેના લીધે કહળસંગના બાપુના કારજનો પ્રસંગ બગડ્યો હતો, હરખચંદે મોતનો મલાજો પણ જાળવ્યો નહિ. કહળસંગ તો અભણ હતા. જયારે હરખચંદ ભણેલા હતા, ક્યાં તેમણે વેર વાળવાની વૃત્તિમાં ન કરવા જેવું કામ કર્યું. હરખચંદને પોતાની ભૂલ સમજાઈ તેથી હરખચંદને શરમાવું પડ્યું.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે ? શા માટે ?
ઉત્તર :
ભાલ અને કનેર પંથક માટે જૂના કાળથી આ કહેવત કહેવાતી આવી છે : ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ.’ આ પંથકમાં કુદરતની કૃપા ઓછી હોવાને કારણે એકેય ઝાડ-પાન થતાં નથી. ઝાડ-પાન વિનાની વેરાન ધરતીને કારણે ઉપરોક્ત કહેવત આ પંથક માટે કહેવાતી આવી છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 2.
કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?
ઉત્તર :
કહળસંગ જયારે શેઠની હાટડીએ (દુકાને કોઈ દિવસ) ઉધાર લેવા જતા ત્યારે હરખચંદ શેઠ તેમને હાટડીએથી હેઠા (નીચે) ઉતારી દેતા. આ વાત મનમાં રાખી, ‘બળદ ઝાલ્યા નથી રહેતા !’ એવા બહાના હેઠળ કહળસંગ હરખચંદ શેઠનું બચકું પોતાના ગાડામાં મૂકવા દેવાની ના પાડે છે.

પ્રશ્ન 3.
હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા ? કેમ ?
ઉત્તર :
ગામમાં કોઈને દસ્તાવેજ લખવો હોય, ખાતું પાડવું હોય, સારા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવો હોય તો હરખચંદ શેઠ લખી આપતા. કેમ કે, ગામમાં કોઈ ભણેલું ન હોવાથી હરખચંદ શેઠને સૌ બોલાવતા.

પ્રશ્ન 4.
અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો ?
ઉત્તર :
હરખચંદ શેઠે કહળસંગ સાથેનું વેર વાળવા તેમના પિતાજીના કારજ પ્રસંગના કાગળો એવા લખ્યા કે કહળસંગ હેરાન થઈ ગયા. બધાં જ કુટુંબીજનોએ કહળસંગને બોલાવ્યા અને આ બાબતે ખુલાસો માગ્યો ત્યારે હરખચંદે ધંધુકાની બજારમાં બનેલો પ્રસંગ કહ્યો. કહળસંગને ખબર પાડી દેવા માટે શેઠે આવા કાગળો લખ્યા હતા તે કબૂલ્યું. ત્યારે પરિવારજનોએ કહળસંગને ઠપકો આપતાં કહ્યું કે, તમે શેઠને હેરાન કર્યા તેનું ફળ તમારે ભોગવવું પડયું.

2. નીચેનાં વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :

પ્રશ્ન 1.
નીચેનાં વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :
1. અર્ધવિરામ
2. ગુરુવિરામ
3. અવતરણચિહ્ન
ઉત્તર :
1. અર્ધવિરામ  ( ; )
વાક્ય : માને જોઈને રાજી રાજી થઈ જવાયું; ણે સઘળું જ મળી ગયું !

2. ગુરુવિરામ ( : )
વાક્ય એમનાથી બબડી જવાયું: ‘માળા રજપૂતે કરી છે ને કાંઈ !’

3. અવતરણચિહ્ન (‘ ‘) અથવા (” “)
વાક્ય : “એ..ઈ કહળસંગભાઈ ! ઘડી સાત બળદિયાને તાણીને ઝાલો ને !”

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

3. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :

પ્રશ્ન 1.
નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :

  1. પાઘડીના જેવો વિસ્તાર
  2. મૃત્યુ સમયે લખાતો પત્ર
  3. મરણ પછી બારમા દિવસે થતો વિધિ
  4. માટીની ભીંતનું નાનું ઘર

ઉત્તર :

  1. પાઘડીના જેવો વિસ્તાર – પાઘડીપનો
  2. મૃત્યુ સમયે લખાતો પત્ર – કાળોત્રી
  3. મરણ પછી બારમા દિવસે થતો વિધિ – કારજ
  4. માટીની ભીંતનું નાનું ઘર – ખોરડું

4. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.

પ્રશ્ન 1.
તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
ઉત્તર :
અમારા વિસ્તારમાં બોલાતી કહેવતો :

  • નર્મ તે સૌને ગમે.
  • ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે.
  • ખાડો ખોદે તે પડે.
  • પારકી આશ સદા નિરાશ.
  • ચેતતો નર સદા સુખી.
  • જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ
  • ઝાઝા હાથ રળિયામણા.
  • મન હોય તો માળવે જવાય.
  • કાંકરે કાંકરે પાળ બંધાય.
  • માણસ માત્ર ભૂલને પાત્ર,
  • બોલે તેના બોર વેચાય.
  • વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
  • દગો કોઈનો સગો નહિ.
  • આપ ભલા તો જગ ભલા.
  • મેથ્ય પણે ગણ્યો નહિ.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

Std 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી Additional Important Questions and Answers

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપોઃ

  • મહેનત – પરિશ્રમ
  • મારગ – રસ્તો
  • પવન-વાયુ, સમીર
  • સાદ – અવાજ, સૂર
  • ધર – મકાન, ગૃહ
  • ભાર- વજુન
  • નાણું – ધન, પૈસો
  • શરમ – લજજા
  • ચતુર – ચાલાક, હોશિયાર
  • સાપ – સર્પ, ભુજંગ
  • કુદરત-નિસર્ગ, પ્રકૃતિ
  • અવસર-પ્રસંગ
  • કુટુંબ – પરિવાર
  • મૃત્યુ – મરણ, મોત
  • અક્કલ – બુદ્ધિ
  • વેરાન – ઉજ્જડ

વિરુદ્ધાર્થી શબ્દો આપો :

  • ધરતી × આકાશ
  • ગામ × શહેર
  • ભારે × હલકું
  • બંધ × ખુલ્લું
  • આજ × કાલ
  • થોડું × વધારે
  • દિવસ × રાત
  • ડાહ્યું × ગાંડું
  • વેચવું × ખરીદવું
  • લાંબી × ટૂંકી
  • મૃત્યુ × જીવન
  • વહેલું × મોડું

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

  • નાની ગાંસડી – બાચકું
  • નાની દુકાન – હાટડી
  • જીવનજરૂરિયાતની વસ્તુની ખરીદી – હટાણું
  • ગામને પાદર – ભાગોળ, ગદરું

નીચેના શબ્દો માટે પાઠમાં વપરાયેલા શબ્દો લખો :

  • સંગ્રહ કરવો – સંઘરવું
  • થોડીવારે-ઘડી
  • ચાલશે – હાલશે
  • ભાઈસાહેબ – ભેશાબ
  • ભાઈ – ભઈલા
  • વરસ – વરહ
  • ચાલતું – હાલતું :
  • નજીક – ટૂંકવું
  • આગળ – મોર્ય
  • પાછળ – વાંહે
  • ચાલતો થવું – વહેતા થવું
  • બધાં – સંધાંય
  • કેમ – રમ
  • માણસ – મનેખ
  • સમય – વારો
  • કલમ – લેખણ
  • અવસરે, પ્રસંગ – ટાણું
  • રહ્યા – રિયા
  • મર્યાદા – મલાજો
  • નીચે – હેઠા

નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો :

પ્રશ્ન 1.
ભેંશાબ કપાસિયા ભર્યે કોઠી થોડી જ ફાટી જાય. ભલા
થઈને આઢેલું બાચકું લેતા જાવ
ઉત્તર :
“ભૈશાબ, કપાસિયા ભર્યે કોઠી થોડી જ ફાટી જાય ?
ભલા થઈને આટલું બચકું લેતા જાવ.”

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 2.
એ…ઈ કહળસંગભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલોને
ઉત્તર :
“એ…ઈ કહળસંગભાઈ ! ઘડી સાત બળદિયાને તાણી ઝાલોને !”

પ્રશ્ન 3.
કહળસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે
મહાલું આ એમનું વેતરાણું છે
ઉત્તર :
કહળસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે :
‘મહા, આ યમનું વેતરાણું છે ?’

પ્રશ્ન 4.
સાંભળી ભાઈઓ… વરહ દિ મોર્યની વાત છે
ઉત્તર :
“સાંભળો ભાઈઓ… વરહ દિ’ મોર્યની વાત છે.”

નીચેનાં વાક્યોમાં વપરાયેલાં વિરામચિહ્નો ઓળખી તેનું નામ જણાવો :

પ્રશ્ન 1.
ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણનાં પાંચસો એક ખોરડાં છે.
ઉત્તર :
વિરામચિહ્નો – અલ્પવિરામ, પૂર્ણવિરામ

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 2.
‘હરખચંદભાઈ, આ એમનું બફાણું છે ?’
ઉત્તર :
વિરામચિહ્નો – અલ્પવિરામ, પ્રશ્નાર્થચિન, અવતરણચિહન

પ્રશ્ન 3.
વાતડાહ્યા અનુભવીએ કહ્યું : ‘હરખચંદ શેઠ’ ! મૃત્યુ તો.
વહેલું મોટું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે.”
ઉત્તર :
વિરામચિહ્નો – ગુરુવિરામ, ઉદ્ગારચિહ્ન, પૂર્ણ વિરામ, અવતરણચિન

નીચેના તળપદા શબ્દો માટે શિષ્ટભાષાના શબ્દો આપો :

  • લગી – સુધી
  • ઈમ – એમ
  • ભલા – સારા
  • મું – થયું
  • ઓલ્ય – પેલું
  • ઈને – તેને
  • નઈ – નહિ
  • બઉ – બહુ
  • પાંહે – પાસે
  • મૈં – ભાઈ
  • રઈ – રહી

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નનો ઉત્તર આપો : હરખચંદ શેઠનો પહેરવેશ વર્ણવો.
ઉત્તર :
હરખચંદ શેઠ તે વાણિયા હતા. તેઓ ધોતી, પહેરણ અને માથે રાતી પાંચાળી પાઘડી પહેરતા. તેઓ પગમાં મોજડી પહેરતા. હરખચંદ શેઠ કાન પર લાંબી લેખણ ખોસી રાખતા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
‘લેખણ’ એટલે શું?
ઉત્તર :
‘લેખણ’ એટલે ક્લમ અથવા પેન.

પ્રશ્ન 2.
‘ઝાલ્યા ન રહેવું’નો શો અર્થ થાય છે?
ઉત્તર :
‘ઝાલ્યા ન રહેવું’નો અર્થ ‘કાબૂમાં ન રહેવું’ એવો થાય છે.

પ્રશ્ન 3.
‘લેખણ ઝાલી નો રહી’ પાઠમાં કયા પ્રદેશની વાત કરવામાં આવી છે?
ઉત્તર :
‘લેખણ ઝાલી ન રહી’ પાઠમાં ભાલપ્રદેશની વાત કરવામાં આવી છે.

પ્રશ્ન 4.
ગામમાં આશરે કેટલાં ખોરડાં હતાં ?
ઉત્તર :
ગામમાં આશરે પાંચ સો જેટલાં ખોરડાં (ધર) હતાં.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 5.
ગામમાં કઈ કઈ જ્ઞાતિના લોકો રહેતા હતા?
ઉત્તર :
ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ, વાણિયા, બ્રાહ્મણ અને અન્ય વસવાયા વરણની જ્ઞાતિના લોકો રહેતા હતા.

પ્રશ્ન 6.
ગામની ગાડામારગ ક્યારે અને શાના કારણે બંધ થઈ જતો હતો ?
ઉત્તર :
ગામની ગાડામારગ ચોમાસામાં ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે બંધ થઈ જતો હતો.

પ્રશ્ન 7.
કહળસંગ ધંધુકા કયા કામે ગયા હતા ?
ઉત્તર :
કહળસંગ ધંધુકા ખરીદી કરવા ગયા હતા.

પ્રશ્ન 8.
હરખચંદ શેઠે કહળસંગને ગાડામાં શું મૂકવા દેવાનું કહ્યું?
ઉત્તર :
હરખચંદ શેઠ કહળસંગને ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા દેવાનું કહ્યું.

પ્રશ્ન 9.
હરખચંદ શેઠ કપાસિયાનું બાચકે કોના માટે લઈ જતા હતા ?
ઉત્તર :
હરખચંદ શેઠ કપાસિયાનું બચકું પોતાની ગાય માટે લઈ જતા હતા,

પ્રશ્ન 10.
કહળસંગે કયું બહાનું કાઢી ગાડું ગામ તરફ હાંકી મૂક્યું?
ઉત્તર :
કહળસંગે ‘બળદિયા ઝાલ્યાં રહેતા નથી” એવું બહાનું કાઢી ગાડું ગામ તરફ હાંકી મૂક્યું.

પ્રશ્ન 11.
ગામમાં કોઈનો કાગળ આવે તો તે કોની પાસે વંચાવા જવું પડતું હતું?
ઉત્તર :
ગામમાં કોઈનો કાગળ આવે તો તે હરખચંદ શેઠની પાસે વંચાવા જવું પડતું હતું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 12.
કહળસંગે હરખચંદ શેઠને શું લખવા બોલાવ્યા?
ઉત્તર :
કહળસંગે હરખચંદ રોહને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા.

પ્રશ્ન 13.
કહળસંગના ઘરમાં કોનું કારજ હતું?
ઉત્તર :
કહળસંગના ઘરમાં તેમના બાપુનું કારજ હતું.

પ્રશ્ન 14.
કહળસંગના બાપુનું કારજ કઈ તિથિએ હતું ?
ઉત્તર :
કહળસંગનો બાપુનું કારજ પોચમનું હતું.

પ્રશ્ન 15.
હરખચંદ શેઠની અવળચંડાઈને કારણે કહળસંગના બાપુનું કારજ કેટલા દિવસ સુધી ચાલ્યું?
ઉત્તર :
હરખચંદ શેઠની અવળચંડાઈને કારણે કહળસંગના બાપુનું કારજ સાત દિવસ સુધી ચાલ્યું.

નીચેનાં સુવાક્યો કહેવતોનો વિચાર-વિસ્તાર કરો :

પ્રશ્ન 1.
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
ઉત્તર :
જયાં કોઈ ખાસ વસ્તી ન હોય, ગામના ડાહ્યા અને પ્રબુદ્ધ માણસો શહેર કે વિદેશમાં વસવાટ કરતા હોય ત્યાં જે બાકી રહ્યા હોય તે મુખ્ય વ્યક્તિ બની જાય છે. એ કહે તેમ લોકો કરે છે. ઓછી બુદ્ધિ હોવા છતાં એ બુદ્ધિશાળી’ ગણાય છે.

એરંડો ખોછી માવજત વગર જયાં વાવો ત્યાં ઊગે, એનું મૂલ્ય અન્ય છોડ અથવા વૃક્ષ કરતાં ઓછું અંકાય. આખું ગામ ઉજ્જડ હોય ત્યાં એરંડો પ્રધાન બને.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 2.
આપણે વૈત નમીએ તો કોક હાથ નમે
ઉત્તર :
આપણે જેવું વર્તન કરીએ તેવું જ વર્તન સામેવાળા આપણી સાથે પણ કરે, આપણે અભિમાન અને જિદીપણામાં સહેજ પણ ન નમીએ તો સામે પક્ષે નમ્રતાની અપેક્ષા ન રાખવી જોઈએ. કહ્યું છે ને : ‘નમે તે સૌને ગમે.’ નમ્રતા એ મહાન ગુણ છે, આપણે વૈત નમીએ તો સામેવાળા હાથે નર્મ છે. સૂક્તિમાં નમ્રતાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.

નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :

પ્રશ્ન 1.
“ભઈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત.”
ઉત્તર :
આ વાક્ય હરખચંદ શેઠ બોલે છે અને કહળસંગને કહે છે.

પ્રશ્ન 2.
‘શેઠિયા ! તમે નેવાંનાં પાણીએ હાથ ધોવો છો ને?”
ઉત્તર :
આ વાક્ય કહળસંગ બોલે છે અને હરખચંદ શેઠને કહે છે.

પ્રશ્ન 3.
“અલ્યા, મેલાના કાગળ કોની પાંહે લખાવ્યા’તા ?”
ઉત્તર :
આ વાક્ય કહળસંગના એક કુટુંબી બોલે છે અને કહળસંગને કહે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 4.
“મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે; પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે.”
ઉત્તર :
આ વાક્ય એક સમજદાર અનુભવી બોલે છે અને હરખચંદ શેઠને કહે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

પ્રશ્ન 1.
કહળસંગ ઇટાણું કરવા ક્યાં ગયા હતા ?
A. ધંધુકા
B. ધોળકા
C. સરસવણી
D. છિપિયલ
ઉત્તર :
A. ધંધુકા

પ્રશ્ન 2.
‘હટાણું’ શબ્દનો શો અર્થ થાય છે ?
A. કરિયાણું
B. હાટડી
C. બાચકું
D. ખરીદી
ઉત્તર :
D. ખરીદી

પ્રશ્ન 3.
ચોમાસામાં ભારે વરસાદ તથા વાવાઝોડાથી શું બંધ થઈ જતું ?
A. શાળામારગ
B. ગાડામારગ
C. ડેરી
D. મંડળી
ઉત્તર :
B. ગાડામારગ

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 4.
કહળસંગે સુલેમાન ઘાંચીની ધાણીએથી શું ખરીદ્યું?
A. મગફળીનું તેલ
B, કપાસનું તેલ
C. તલનું તેલ
D. સૂરજમુખીનું તેલ
ઉત્તર :
C. તલનું તેલ

પ્રશ્ન 5.
હરખચંદ શેઠ ગાય માટે શું લઈ જતા હતા ?
A. ઘાસ.
B. લચકો.
C. પૂળા
D. કપાસિયા
ઉત્તર :
D. કપાસિયા

પ્રશ્ન 6.
કહળસંગના ઘરમાં કોનું મૃત્યુ થયું ?
A. તેમના પિતાનું કે
B. તેમની માતાનું
C. તેમના દાદાનું
D. તેમની દાદીનું
ઉત્તર :
A. તેમના પિતાનું કે

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

પ્રશ્ન 7.
ગામલોકો વિવિધ પ્રસંગે કાગળ લખાવવા કોની પાસે જતા ?
A. કહળસંગ પાસે
B. હરખચંદ શેઠ પાસે
C. મુખી પાસે
D. શિક્ષક પાસે
ઉત્તર :
B. હરખચંદ શેઠ પાસે

પ્રશ્ન 8.
કહળસંગે હરખચંદ શેઠને શાના માટે બોલાવ્યા ?
A. જનોઈ પ્રસંગે
B. લગ્નપ્રસંગે
C. કંકોત્રી લખવા
D. કાળોત્રી લખવા
ઉત્તર :
D. કાળોત્રી લખવા

પ્રશ્ન 9.
કહળસંગના બાપુનું કારજ કઈ તિથિએ હતું ?
A. પાંચમે
B. છઠું
C. સાતમે
D. આઠમે
ઉત્તર :
A. પાંચમે

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

લેખણ ઝાલી નો રહી Summary in Gujarati

લેખણ ઝાલી નો રહી પાઠ-પરિચય :

ભાલપંથકની આ લોકકથામાં કહળસંગે કરેલી ડાંડાઈનો બદલ હરખચંદ શેઠ કેવી યુક્તિથી વાળે છે તે દર્શાવ્યું છે. એકવાર કહળસંગ પોતાના ગાડામાં હરખચંદ શેઠનો કપાસિયાનો કોથળો મૂકવા દેતા નથી. હરખચંદ શેઠ આ વાતનો બદલો કહળસંગના બાપુના કારજ સમયે કાળોત્રીના કાગળ લખવામાં ગોટાળા કરીને લે છે. આમ, આ લોકકથામાં માનવ સ્વભાવની બદલાની ભાવનાનો પરિચય મળે છે. પાઠમાં ભાલપંથકના તળપદા શબ્દો તેમજ વિવિધ રૂઢિપ્રયોગો અને કહેવતોનો સુંદર ઉપયોગ થયેલો જોવા મળે છે.

રૂઢિપ્રયોગો – અર્થ અને વાક્યપ્રયોગ

ઉચાળા ભરવા – ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું
વાક્ય : દુષ્કાળની પરિસ્થિતિ પેદા થવાથી આખું ગામ ઉચાળા ભરી ગયું.

પગરણ માંડવા – શરૂઆત કરવી
વાક્ય : વીસ વર્ષની ઉંમરે જ સમીરે ધંધાકીય ક્ષેત્રે પગરણ માંડી દીધા હતા.

બે પાંદડે થવું – સુખી-સંપન્ન થવું
વાક્ય : બે પાંદડે થયા પછી શેઠને ખૂબ અભિમાન આવી ગયું હતું.

નેવાંનાં પાણીએ હાથ ધોવા – કંજૂસાઈ કરવી, કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો
વાક્ય : ગામના મુખી નેવાંનાં પાણીએ હાથ ધુએ એવા છે.

આંખો કાઢવી – ડરાવવું, ધમકી આપવી
વાક્ય : માતાએ આંખો કાઢતાં તોફાન કરતું બાળક શાંત થઈ ગયું.

મનમાં ગાંઠ વાળવી – નક્કી કરવું
વાક્ય : મેહુલે રોજ સવારે વહેલા ઊઠવાની મનમાં ગાંઠ વાળી.

શરમ ભરવી – માન-મર્યાદા જાળવવી
વાક્ય : શાળામાં કેટલાક તોફાની છોકરાઓ શિક્ષકની શરમ ભરતા નથી.

ધોળે દા’ડે તારા બતાવવા – પાઠ ભણાવવો
વાક્ય : પોલીસે ગુનેગારને ધોળે દા’ડે તારા બતાવી દીધા.

ભીંત સોંસરવું સૂઝવું – અગમર્દષ્ટિ વાપરવી
વાક્ય : રાત્રે મુસાફરી ન કરવાનું ભીત સોંસરવું સૂઝતા મુલત્વી રાખ્યું.

ડાંડાઈ કરવી – ચાલાકી કરવી, કપટ કરવું, કામચોરી કરવી
વાક્ય : વિદ્યાર્થીઓએ લીધેલી વસ્તુ પાછી આપવામાં ડાંડાઈ કરવી જોઈએ નહિ.

વાત લમણામાં રહી જવી – યાદ રહી જવું
વાક્ય : દસ વર્ષ પછી પણ પોતાના અપમાનની વાત રાકેશના લમણામાં રહી ગઈ છે.

વહાણાં વાઈ જવાં – સમય જતો રહેવો
વાક્ય : દસ વર્ષનાં વહાણાં વાઈ જવા છતાં એ ભયંકર અકસ્માતને હું ભૂલી શક્યો નથી.

ગુજરી જવું – મૃત્યુ પામવું
વાક્ય : બાપુના ગુજરી ગયા પછી ઘરની જવાબદારી મોટા દીકરા પર આવી પડી.

ભાવ પૂછાવ – માન મળવું
વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતાં સિદ્ધાર્થને ભાવ પૂછાવા લાગ્યો,

લાગમાં આવવું – તક મળવી, બરાબર કબજામાં આવવું
વાક્ય : ઘણી ચોરીઓ કર્યા પછી ચોર છેવટે પોલીસના ભાગમાં આવ્યો હતો.

તેડું મોકલવું – નોંતરું મોકલવું, બોલાવવું
વાક્ય : મારી બહેનના લગ્નમાં મેં મારા બધા જ મિત્રોને તેડું મોહ્યું હતું.

માંડીને વાત કરવી – વિસ્તારપૂર્વક રજૂઆત કરવી
વાક્ય : સરિતાએ તેની સાથે બનેલ દુ:ખેદ પટનાની માંડીને વાત કરી.

ભોં ખોતરવા માંડવું – શરમિંદા થવું, નીચું જોઈને ઊભા ૨હી જવું
વાક્ય : પરીક્ષામાં નાપાસ થતાં કેતન ભોં ખોતરવા માંડ્યો.

અક્કલનું તાળું ઊઘડવું – બુદ્ધિ આવવી
વાક્ય : પરીક્ષામાં નાપાસ થયા પછી વિનોદની અક્કલનું તાળું ઊઘડ્યું.

પગ ઢીલા પડવા – હિંમત હારવી
વાક્ય : બહુ ચાલવા છતાં કોઈ ગામ ન આવતાં વટેમાર્ગુના પગ ઢીલા પડવા લાગ્યા,

ઝાલ્યા ન રહેવું – કાબૂમાં ન રહેવું
વાક્ય : ઘણા પ્રયાસો પછી પણ દોડતો ઘોડો ઝાલ્યો ન રહ્યો.

વાણિયાવિદ્યા વાપરવી – ચતુરાઈ કરવી
વાક્ય : શિક્ષક વાણિયાવિદ્યા વાપરી બે વિદ્યાર્થીઓના ઝધડાનો અંત લાવ્યા.

ફાટીને ધૂવાડે વઈ જવું – વંઠી જવું, અભિમાની બની જવું, છકી જવું
વાક્ય : પૈસાદાર બનતાં જ કેટલાક લોકો ફાટીને ધૂવાડે વઈ જાય છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

કહેવતો

  1. કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે પ્રડ – સાવ ઉજ્જડ, જયાં ઝાડ પાન જોવા ન મળે.
  2. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે – થીય માન આપીએ તો સામેથી વધુ માન મળે.
  3. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન – બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય.
  4. વાઢ કાન ને આવ્ય સાન – અનુભવે બધું સમજીય.

લેખણ ઝાલી નો રહી શબ્દાર્થ :

  • સીમાડો – ગામની હદ
  • પંથક – પ્રદેશ
  • પાઘડીપનો – પાઘડીના જેવો વિસ્તાર (લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો)
  • અમદૃષ્ટિ – મહેરબાની, મીઠી,
  • નર આદિકાળ – જૂનો જમાનો,
  • આરંભકાળ વેરાન – ઉજ્જડ વસવાયા
  • વરણ – ગામ તરફથી પસાયતા (બક્ષિસ) આપી વસાવેલી જાતિ
  • ખોરડું – ઝૂંપડું, માટીની ભીંતનું નાનું ઘર
  • વાઝડી – પવનનું તોફાન, વાવાઝોડું
  • હટાણું – ખરીદી
  • જણસ – વસ્તુ, ચીજ, માલ
  • સંઘરવું – એકઠું કરવું, જતન કરીને રાખી મૂકવું
  • રાંઢવાનો ભરડો દેવો – રાંઢવાથી (જડા દોરડાથી) બાંધવું
  • બે મણ – 40 કિગ્રા
  • વંટોળિયો – જોરથી વાતો પવન
  • બાચકું – નાની ગાંસડી
  • હાટડી – દુકાન, ગુજરી
  • આગવું – પોતા માટેનું અલગ
  • હરિનો લાલ – ભગવાનનો માણસ
  • કાયમ – હંમેશાં
  • નાણાંભીડ – પૈસાની તંગી
  • વખતસર – સમયસર
  • ચોપડા ચોખ્ખા કરવા – હિસાબ બરાબર કરવો
  • વરહ – વરસ
  • ઉઘરાણી – લેણાંની વસૂલાત, માગણી
  • હિંગતેલ – (અહીં) વાણિયો
  • ફાટીને ધૂવાડે વઈ જવું – વંઠી જવું
  • ડચકારો – ‘ડચ’ એવો અવાજ (હાંકવાનો)
  • મોર્ય – આગળ, પહેલાં
  • વાંહે – પાછળ
  • સોંસરવા – આરપાર
  • સંધિયા – (અહીં) બળદની એક જાત.
  • પાણિયાળા – બળવાન
  • કરામતી – કરામતવાળું
  • નરાકાર – નર્યું
  • વેણ – વચન
  • અંગૂઠાછાપ – અભણ
  • દસ્તાવેજ – મહત્ત્વનું લખાણ
  • ખાતું પાડવું – ચોપડામાં કોઈના નામનો હિસાબ લખવો
  • કંકોત્રી – લગ્નાદિ પ્રસંગની આમંત્રણ પત્રિકા
  • માઠો પ્રસંગ – અશુભ પ્રસંગ
  • કાળોત્રી – મરણના સમાચારની ચિઠ્ઠી
  • મેલાનો કાગળ – અશુભ સમાચારનો કાગળ
  • કારજ – મરણ પછી બારમાં દિવસે થતો વિધિ
  • લગાતાર – સતત, લાગલગાટ
  • સંધાય – બધા જ, સૌ, તમામ
  • વેતરાણું – બગાડવું, ઊંધું મારવું
  • મનેખ – માણસ
  • ખમતીધર – સધ્ધર, પૈસાદાર
  • ફળિયું – મહોલ્લો
  • ઠાવકું – ગંભીર, ડાહ્યું, વિવેકી.
  • ટાણું – અવસર, પ્રસંગ
  • બફાવું – કંઈ ને બદલે કંઈ કહેવાઈ કે લખાઈ જવું
  • ખમ માનવી – ચૂપ રહેવું, (અહીં) અટકવું
  • વાતડાહ્યા – ચતુર કે કુશળ
  • મલાજો – મર્યાદા, અદબ
  • માણસાઈ – માણસપણું
  • ભો – જમીન
  • અક્કલ – બુદ્ધિ

Class 6 Gujarati Textbook Solutions Chapter 6 લેખણ ઝાલી નો રહી

Leave a Comment

Your email address will not be published.