Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

ભાષાસજજતા

સમાનાર્થી શબ્દો આપો:

  • સુડોળ – ઘાટીલું
  • સંકલ્પ – નિશ્ચય, મનસૂબો
  • બહિષ્કાર – અસ્વીકાર
  • કપરું – મુશ્કેલ
  • શ્રેય – કલ્યાણ
  • પરવા – દરકાર, કાળજી
  • લડવૈયો – યોદ્ધો
  • સ્વતંત્રતા – આઝાદી
  • ધ્યેય – લક્ષ્ય
  • ઇલકાબ – ખિતાબ
  • સુવાસ – સુગંધ

વિરુદ્ધાર્થી શબ્દો આપો:

  • ગુણ × અવગુણ
  • હોશિયાર × ઠોઠ
  • સુડોળ × બેડોળ
  • આકર્ષક × અનાકર્ષક
  • બાહ્ય × આંતરિક
  • આઝાદી × ગુલામી
  • ધર્મ × અધર્મ
  • શિક્ષિત × અશિક્ષિત
  • તડકો × છાંયો
  • ન્યાય × અન્યાય
  • સ્પૃશ્ય × અસ્પૃશ્ય
  • સ્વતંત્રતા × પરતંત્રતા

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :

  • હોસીયાર – હોશિયાર
  • નીષ્ઠા – નિષ્ઠા
  • શુધ્ધ – શુદ્ધ
  • બહીષ્કાર – બહિષ્કાર
  • વિધ્યાપિઠ – વિદ્યાપીઠ
  • શીક્ષિત – શિક્ષિત
  • વીધ્યાર્થીની – વિદ્યાર્થિની
  • ભ્રમચારી – બ્રહ્મચારી

નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો :

પ્રશ્ન 1.
પરીતિલાલ મજમુદારે સેવાને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.
ઉત્તર :
નામપદ : પરીષિતલાલ મજમુદાર,
ક્રિયાપદ : બનાવ્યો હતો.

પ્રશ્ન 2.
ગાંધીજી આઝાદીની લડત લડતા હતા.
ઉત્તર :
નામપદ : ગાંધીજી
ક્રિયાપદ : લડતા હતા

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

પ્રશ્ન 3.
શ્રી ગિદવાણીનું માર્ગદર્શન મળ્યું.
ઉત્તર :
નામપદ : શ્રી ગિદવાણી ક્રિયાપદ મળ્યું

પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો

પ્રશ્ન 1.
પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ક્યાં થયો હતો?
ઉત્તર :
પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામમાં થયો હતો.

પ્રશ્ન 2.
પરીક્ષિતલાલ મજમુદારે ગાંધીજીની હાકલથી કેવા શિક્ષણનો બહિષ્કાર કર્યો?
ઉત્તર :
પરીક્ષિતલાલ મજમુદારે ગાંધીજીની હાકલથી અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કર્યો.

પ્રશ્ન 3.
પરીક્ષિતલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ત્યાંના આચાર્ય કોણ હતા ?
ઉત્તર :
પરીક્ષિતલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ત્યાંના આચાર્ય સુદમલ ગિદેવાણી હતી.

પ્રશ્ન 4.
પરીક્ષિતલાલ કયા વિષય સાથે સ્નાતક થયા હતા ?
ઉત્તર :
પરીક્ષિતલાલ અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા હતા.

પ્રશ્ન 5.
પરીક્ષિતલાલ આશ્રમમાં પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા?
ઉત્તર :
પરીક્ષિતલાલ આશ્રમમાં રૂ પીજી, પૂણી બનાવી, જે દસપંદર રૂપિયા કમાતા હતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

પ્રશ્ન 6.
પરીક્ષિતલાલ કયા માસિકનું પ્રૂફ જોવામાં આચાર્યશ્રી ગિજવાણીને મદદ કરતા?
ઉત્તર :
પરીક્ષિતલાલ આચાર્યશ્રી ગિજવાણીના ‘મોરો’ નામના માસિનું પ્રફ જોવામાં તેમને મદદ કરતા.

પ્રશ્ન 7.
પરીક્ષિતલાલે કોની પાસેથી સેવાની દીક્ષા લીધી ?
ઉત્તર :
પરીક્ષિતલાલે મામાસાહેબ ફડકે પાસેથી સેવાની દીક્ષા લીધી.

પ્રશ્ન 8.
પરીક્ષિતલાલ માટે ગાંધીજીએ શું કહેલું?
ઉત્તર :
પરીક્ષિતલાલ માટે ગાંધીજીએ કહ્યું હતું કે, ‘પરીક્ષિતલાલ માણસ નથી પણ દેવ છે…’

પ્રશ્ન 9.
પાઠના આધારે ‘પરીક્ષિતલાલ મજમુદાર’ વિશે પાંચસાત વાક્યો લખો :
ઉત્તર :
પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામમાં થયો હતો. નાનપણથી જ એમનામાં બીજને મદદરૂપ થવાનો ગુણ વિકસ્યો હતો. એમનું બાહ્ય રૂપ જેટલું ઓકર્ષક હતું એટલું જ કામ કરવાની નિષ્ઠા, શુધ્ધ ચારિત્ર્ય અને દઢ સંકલ્પથી એમનું અંતરનું રૂપ પણ દીપી ઊઠતું હતું. કર્મયોગી પરીક્ષિતલાલે દેશમાં ચાલી રહેલ આઝાદીની લડતમાં જોરશોરથી ભાગ લીધો હતો.

તેમણે અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશમાં પ્રાણ ફૂંક્યા હતા. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે અને સ્વમાનથી જીવન જીવે, તેવું તેમનું ધ્યેય હતું. તેમણે સફાઈ-કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. એમની આવી અમૂલ્ય અને અવિસ્મરણીય સમાજસેવાની કદરરૂપે ભારત સરકારે ઈ.સ. 1959માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો..

નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પરીક્ષિતલાલનું બાહ્ય રૂ૫ અને આંતરિક રૂપ કેવું હતું ?
ઉત્તર :
પરીક્ષિતલાલનું બાહ્ય રૂપ દિખાવ) આકર્ષક હતું. તેમનું શરીર ગોરું, સ્વસ્થ અને સુડોળ હતું. તેમનો ચહેરો હસમુખો હતો. તેમનું અંતરનું રૂપ તેમના બાહા રૂપ કરતાં પણ વધારે આકર્ષક હતું. કામ કરવાની નિષ્ઠા, શુદ્ધ ચારિત્ર્ય અને દેઢ સંકલ્પથી એમના અંતરનું રૂપ દીપી ઊઠતું હતું.

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

પ્રશ્ન 2.
ગામડાના પ્રવાસેથી થાકીને આવ્યા પછી પણ પરીક્ષિતલાલ કયાં કામ કરતા?
ઉત્તર :
ગામડાના પ્રવાસેથી થાકીને આવ્યા પછી પણ પરીક્ષિતલાલ બાળકોને નવડાવતા, કપડાંને સાબુ ઘસતા શીખવતા, શાક સમારતા, ચોખાને મોણ દેતા, ગીતો ગવડાવી બાળકોને આનંદ આપતા અને બાળકોને માની મમતાથી જમાડતા હતા.

પ્રશ્ન 3.
દલિત બાળકો અને લોકો માટે પરીક્ષિતલાલે કયાં કાર્યો કરેલાં ?
ઉત્તર :
પરીક્ષિતલાલે દલિત બાળકો અને લોકો માટે શાળા પ્રવેશ, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ, મંદિર પ્રવેશ, શિક્ષિતોને ટકાવારી મુજબ નોકરી અપાવવી વગેરે જેવાં કાર્યો કરેલાં.

પ્રશ્ન 4.
પરીક્ષિતલાલે દીકરીઓ માટે કયાં કાર્યો કરેલાં ?
ઉત્તર :
દીકરીઓ માટે પરીક્ષિતલાલે વિનયમંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના કરી. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે, સ્વમાનથી જીવન જીવે, તેવું તેમનું ધ્યેય હતું. આથી વિદ્યાર્થિની પી.ટી.સી. પાસ કરે કે તુરંત તેને નોકરી મળે તેવા નિષ્ઠાભર્યા પ્રયત્નો તેઓ કરતા. ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી, તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તેઓની તકલીફ દૂર કરવા પ્રયત્ન કરતા.

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

પ્રશ્ન 1.
‘સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર’ જીવનચરિત્રના લેખક કોણ છે?
A. રતિલાલ બોરીસાગર
B. રઘુવીર ચૌધરી
C. હરીશ મંગલમ્
D. જયંતીલાલ માલધારી
ઉત્તર :
C. હરીશ મંગલમ્

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

પ્રશ્ન 2.
નાનપણથી જ પરીક્ષિતલાલ મજમુદારમાં કયો ગુણ વિકસ્યો – તો?
A. તોફાન-મસ્તી કરવાનો
B. શાંત રહેવાનો
C. સહન કરવાનો
D. બીજાને મદદરૂપ થવાનો
ઉત્તર :
D. બીજાને મદદરૂપ થવાનો

પ્રશ્ન 3.
પરીક્ષિતલાલ મજમુદારે કયો ગુણ મૃત્યુ સુધી જાળવી રાખેલો?
A. મૌનવ્રત ધારણ કરવાનો
B. કોઈની સાથે ક્યારેય લડાઈ-ઝઘડો ન કરવાનો
C. પછાત વર્ગના લોકોને પોસ્ટ-ઑફિસમાંથી પોસ્ટકાર્ડ લાવી લખી આપવાનો
D. અનાથ બાળકોને દત્તક લેવાનો
ઉત્તર :
C. પછાત વર્ગના લોકોને પોસ્ટ-ઑફિસમાંથી પોસ્ટકાર્ડ લાવી લખી આપવાનો

પ્રશ્ન 4.
પરીક્ષિતલાલ મજમુદારને શું બનવાની ઇચ્છા હતી ?
A. ડૉક્ટર
B. એન્જિનિયર
C. વકીલ
D. શિક્ષક
ઉત્તર :
A. ડૉક્ટર

પ્રશ્ન 5.
કયું કાર્ય પરીક્ષિતલાલ મજમુદારનું જીવનકાર્ય બની ગયું હતું?
A. દલિતજન સેવાનું કાર્ય
B. આંદોલનોનું કાર્ય
C. બાળકોના ઉછેરનું કાર્ય
D. લોકોમાં ક્રાંતિ જગાવવાનું કાર્ય
ઉત્તર :
A. દલિતજન સેવાનું કાર્ય

પ્રશ્ન 6.
પરીક્ષિતલાલ મજમુઘરનું હૃદય ક્યારે દ્રવી ઊતું?
A. બાળકોને ૨તાં જઈને
B. દલિતજનને અન્યાય થતો જોઈને
C. ઠેર-ઠેર ગંદકી જોઈન
D. ગરીબાઈ જોઈને
ઉત્તર :
B. દલિતજનને અન્યાય થતો જોઈને

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

પ્રશ્ન 7.
સાર્વજનિક પરબેથી પ્યાલામાં પાણી પીતા મજમુદારને ગાલે તમાચો કોણે માર્યો ?
A. ગાંધીબાપુએ
B. જવાહરલાલ નહેરુએ
C. અંગ્રેજ અમલદારે
D. એક અબુધ (અજાણ્યા) માણસે
ઉત્તર :
D. એક અબુધ (અજાણ્યા) માણસે

પ્રશ્ન 8.
પરીક્ષિતલાલ મજમુદારે પોતાનું સમગ્ર જીવન કોની સેવામાં સમર્પિત કર્યું હતું?
A. ગાંધીબાપુની
B. દલિતજનની
C. અંગ્રેજોની
D. માતા-પિતાની
ઉત્તર :
A. ગાંધીબાપુની

પ્રશ્ન 9.
ઈ. સ. 1959માં ભારત સરકારે પરીક્ષિતલાલ મજમુદારને ક્યા ઈલકાબથી નવાજ્યા હતા?
A. પદ્મશ્રી
B. પદ્મવિભૂષણ
C. ભારતરત્ન
D. નોબલ પારિતોષિક
ઉત્તર :
A. પદ્મશ્રી

સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર Summary in Gujarati

સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર પાઠ-પરિચય :

કર્મયોગી પરીક્ષિતલાલનાં સેવાકાર્યોની અહીં પ્રેરક નોંધ છે. સમાજસેવા ક્ષેત્રે તેમણે આપેલ યોગઇનની આ લેખમાં વાત કરવામાં આવી છે. દેર૪માં અwદીના ખાંદોલનોનો માહોલ હતો. પરીક્ષિતલાલે જોરશોરથી આ લડતોમાં ભાગ વધો. પૂશ્વતttવારની ઝુંબેશમાં પ્રાણ ફૂંક્યા. તેમણે સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં જીવન સમર્પિત કર્યું

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર

સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર શબ્દાર્થ :

  • સેવામૂર્તિ – નિષ્કામભાવથી લોકોનું કામ કરનાર
  • શિરસ્તેદાર – અમલદારનો મુખ્ય કારકુન
  • મેટ્રિક – મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર, વિનીત
  • માર્ક – ગુણ
  • બોર્ડિંગ – છાત્રાલય
  • ફર્સ્ટક્લાસ – પ્રથમ વર્ગ
  • ગોરું – સફેદ, ઊજળા રંગનું
  • સુડોળ – પાટીલું, રૂપાળું
  • ચારિત્ર્ય – શીલ, આચરણ
  • સંકલ્પ – નિશ્ચય
  • હાકલ – હાક
  • બહિષ્કાર – અસ્વીકાર, ત્યાગ
  • માર્ગદર્શન – સલાહ, માર્ગ બતાવવો તે
  • સ્નાતક – ગ્રેજયુએટ, વિદ્યાપીઠની પદવીવાળો
  • દલિત – દબાયેલું, પીડિત
  • ગુજરાન – નિર્વાહ, ગુજારો
  • માનસ – મન
  • કપરું – મુશ્કેલ, અધરું
  • શ્રેય – કલ્યાણ, સિત
  • પ્રેય – ઐહિક – પાર્થિવ સુખ
  • દીક્ષા લેવી – ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે
  • મોણ – મોવણ માટે વપરાતું ચીકટ
  • અસ્પૃશ્ય – ન અડકાયા એવું
  • ઝુંબેશ – જોશપૂર્વકની
  • ચળવળ – હિલચાલ કે આંદોલન
  • પહોર – (પ્રહર) – ત્રણ કલાકનો સમય
  • સાર્વજનિક – સર્વ લોકોનું
  • અબુધ – અણસમજુ નરક – દોજખ
  • લડવૈયો – યોદ્ધો
  • કારાવાસ – કેદખાનામાં રહેવું તે
  • સ્વમાન – પોતાનું માન
  • સમર્પિત – સમર્પાયેલું, સમર્પણ કરેલું

Leave a Comment

Your email address will not be published.