Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 3 પરીક્ષા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions Chapter 3 પરીક્ષા
Class 7 Gujarati Textbook Solutions Chapter 3 પરીક્ષા Textbook Questions and Answers
પરીક્ષા અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :
પ્રશ્ન 1.
અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે…
(ક) શિક્ષણના અધિકારી
(ખ) વિદ્યાના અધિકારી
(ગ) પંડિત
(ઘ) સરકારી અધિકારી
ઉત્તરઃ
(ક) શિક્ષણના અધિકારી
પ્રશ્ન 2.
અહીં પાઠમાં ‘તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી’ એટલે…
(ક) સૂરજ શાળા તરફ જતો હતો.
(ખ) શાળાનો સમય થતો જતો હતો.
(ગ) સૂરજ શાળાએ જવા દોડતો હતો.
(ઘ) સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો.
ઉત્તરઃ
(ખ) શાળાનો સમય થતો જતો હતો.
પ્રશ્ન 3.
“પેપર લઈને મંડી પડ્યો” આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો?
(ક) ગપ્પા મારવા લાગ્યો.
(ખ) કોઈકનામાંથી જોઈને લખવા જ લાગ્યો.
(ગ) તેને ઘણું આવડતું હશે.
(ઘ) ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો.
ઉત્તરઃ
(ગ) તેને ઘણું આવડતું હશે.
પ્રશ્ન 4.
‘પરીક્ષા’ વાર્તાના લેખકનું નામ જણાવો.
(ક) પ્રવીણ દરજી
(ખ) પન્નાલાલ પટેલ
(ગ) ધૂમકેતુ
(ઘ) કાકા કાલેલકર
ઉત્તરઃ
(ખ) પન્નાલાલ પટેલ
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
શાળાએ જતા છોકરાઓ શાળા વિશે વાત કરતા જતા હતા?
ઉત્તર :
શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા.
પ્રશ્ન 2.
પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો?
ઉત્તરઃ
પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પ્રથમ નંબરે આવશે તેમજ તેને પંદર રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે.
પ્રશ્ન 3.
મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા?
ઉત્તરઃ
મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં લચી રહેલા ઘઉંના મોલમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા.
પ્રશ્ન 4.
ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું?
ઉત્તર :
ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી વહેતી દેખાઈ.
3. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
મહાદેવે નારજીકાકા તથા ખુશાલમાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી?
ઉત્તરઃ
નારજીકાકા ખૂબ ગરીબ હતા અને આ ખેતર જ એમનો એક માત્ર આધાર હતો. ખુશાલમાને હળ હાંકનાર કોઈ નહોતું, બીજાનું હળ માગી લાવીને તેમણે ખેતર વવરાવ્યું હતું. ગાય એમનાં ખેતરોનો પાક ખાઈ જાય તો એમને ખૂબ નુકસાન થાય તેમ હતું. એવો વિચાર કરીને મહાદેવે એમના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી.
પ્રશ્ન 2.
“ઘઉં-ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો.” વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.
ઉત્તર :
ઘઉં – ચણાનો મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે. ઊગતા સૂર્યનાં કિરણો પર સોનેરી હોય છે, એટલે સૂર્ય ઊગતાં એનાં સોનેરી કિરણો ઘઉં – ચણાના મોલ પર પડે છે તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઊઠે છે.
જાણે ખુદ સૂર્ય ખેતર પર સોનું છાંટી રહ્યો હોય! આમ, મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય તેવું દશ્ય ઊભું થાય છે.
પ્રશ્ન 3.
ગાય કોના-કોના ખેતરમાંથી પસાર થઈ?
ઉત્તરઃ
ગાય સૌથી પહેલાં મહાદેવનાં માસીના ખેતરમાં પેઠી. પછી કાકાના ખેતરમાં, નારજીકાકાના ખેતરમાં, શંકાના ખેતરમાં, મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાંથી પસાર થઈ.
પ્રશ્ન 4.
ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો?
ઉત્તર :
મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો, પણ ઇમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો. મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઈન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો.
પરીક્ષા સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
પ્રશ્ન 1.
તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો?
ઉત્તર :
હું પરીક્ષા આપવા જતો હોઉં ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જોઉં તો એને પહેલાં તો સલામત જગ્યાએ લઈ જઉં. મદદ માટે બીજા લોકોને બોલાવું. તાત્કાલિક સારવાર મળે તે માટે 108 ઍબ્યુલન્સને બોલાવું. એની પાસેથી એના ઘરનો નંબર મળે, તો એના ઘરના માણસને ઘટનાસ્થળે બોલાવું.
પ્રશ્ન 2.
ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત? તમને પણ મહાદેવનો નિર્ણય સાચો લાગે છે? શા માટે?
ઉત્તર :
મહાદેવ મોડો પડ્યો હતો, છતાં માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો. જો ઇન્સ્પેક્ટરે મહાદેવ પ્રત્યે માનવતા બતાવી ન હોત અને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત; તોપણ એને હરાઈ ગાયને પાકથી ઉભરાતા ખેતરમાંથી હાંકી કાઢ્યાનો સંતોષ થાત.
મહાદેવે પરીક્ષામાં મોડો પડવાની ચિંતા છોડીને ગાયને ખેતરમાંથી કાઢવાનો જે નિર્ણય લીધો તે મને સાચો લાગે છે, કારણ કે મહાદેવમાં બીજાને થતું નુકસાન રોકવાનો, પરોપકારનો ગુણ છે. એના સદ્ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો છે.
પ્રશ્ન 3.
પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક શબ્દો છે. જે તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગો હોય છે. તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી કાઢો અને લખો.
ઉત્તર:
મારા વિસ્તારની કાઠિયાવાડી બોલીના કેટલાક શબ્દો :
‘અટાણે – અત્યારે કેદૂનાં’ – ક્યારનાય; “ગગા’ – દીકરા; નકરું – માત્ર; ઓરો’ – પાસે; મોર્ય’ – પહેલાં; “ભેળો – સાથે; વીવા” – લગ્ન; “કળશો’ – લોટો; “કઈરું’ – કર્યું; “વયો ગિયો’ – જતો રહ્યો
પ્રશ્ન 4.
નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા, પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરી લખો.
પણ પોતાનો શેઢો … ત્યાં જ એનો … જીવ રડી ઊઠ્યો : ‘આ તો પેલાં ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાંકનાર તો છે નહિ ને ગામમાંથી લોકોનાં હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી.. લાવી… ખુશાલમાના ખેતરમાં જ…? ને… મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવવા કરતા… સામે જોતો ગયો ને… ગાયને… ગયો.
પ્રશ્ન 5.
આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે? કે પાઠમાં વપરાયેલા શબ્દોવાળો..? શા માટે? સરખામણી કરો.
સરખામણીઃ આમ કરવાથી ભાષાની સુંદરતા ઓછી થઈ જાય છે. પાઠમાં વપરાયેલા શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરીને લખેલો ફકરો મને નથી ગમતો. મને પાઠમાં વપરાયેલા શબ્દોવાળો ફકરો ગમે છે, કારણ કે પાઠમાં વપરાયેલા શબ્દો અર્થ અને ભાવને સરળ, સચોટ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે.
ઉત્તરઃ
પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ એનો ભીરુ જીવ રડી ઊઠ્યો: “આ તો પેલાં ખુશાલમાનું ખેતર આવ્યું! એમને કોઈ હળ હાંકનાર તો છે નહિ ને ગામમાંથી લોકોનાં હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી નસાડી લાવી. કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી? ને દયાળુ મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો.
પ્રશ્ન 6.
નીચેનો ફકરો વાંચો. વિરામચિહ્નો વિના તમને તે અધૂરી લાગે છે? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરી વાંચો.
ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડી કહેવા ગયો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે ને ક્યારે હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે ને
પ્રશ્ન 7.
મહાદેવે શંકા સામે દફતર ધર્યું લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે ત્યા પરીક્ષા છે ને
ઉત્તરઃ
વિરામચિહ્નો વિના ફકરો વાંચવાથી, વાક્યના અર્થ કે ભાવ સમજવામાં તકલીફ પડે છે. ઉચિત વિરામચિહ્નોવાળો ફકરો નીચે પ્રમાણે છે :
ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો : “એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય – ‘ વળી થયું: “ક્યારે આવશે ને ક્યારે હાંકશે? એટલામાં તો કાપલો કાઢી નાખશે ને !’
મહાદેવે શંકા સામે દફતર ધર્યું, ‘લે ને શંકા. ગાયને હું હાંકતો આવું.’ શંકાએ દફતર લીધું. યાદ આપ્યું: ‘તારે ત્યા પરીક્ષા છે ને.
પ્રશ્ન 8.
આ પાઠમાં મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું? શા માટે?
ઉત્તરઃ
મહાદેવ ગાયને છેક ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું, કારણ કે મહાદેવે ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી હોત, તો તે ફરીથી કોઈના ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરત. મહાદેવે માનવતાભર્યું કામ કર્યું તેથી મને એનું કામ ગમ્યું.
પ્રશ્ન 9.
ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો? શા માટે?
ઉત્તર :
ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષાના સમય કરતાં, મહાદેવે જે માનવતાનું કામ કર્યું એને વિશેષ મહત્ત્વ આપ્યું. મને ઇસ્પેક્ટર સાહેબનો માનવતાનો ગુણ ગમ્યો, કારણ કે જો અમલદારો ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ સારા બનશે.
પ્રશ્ન 10.
નીચેના વાક્યોને બદલે પાઠમાં વપરાયેલાં વાક્યો લખો.
- દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય.
- જોઈએ છીએ, પરિણામ બહુ દૂર નથી.
- ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.
- ગામની આબરૂ સચવાશે.
ઉત્તર :
- દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય. પાઠઃ આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ન દોડે !
- જોઈએ છીએ, પરિણામ બહુ દૂર નથી. પાઠઃ જોઈએ છીએ, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે.
- ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે. પાઠઃ ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની !
- ગામની આબરૂ સચવાશે. પાઠ આપણા ગામનું નાક રહેશે.
2. નીચેના શબ્દો મોટેથી વાંચો.
છઠું, ઘોડું, ઇન્સ્પેક્ટર, ઉંબી, શિષ્યવૃત્તિ, ઘઉં
પરીક્ષા પ્રવૃત્તિઓ
- તમારી શાળાના પુસ્તકાલયમાંથી પન્નાલાલ પટેલનાં તથા અન્ય વાર્તાનાં પુસ્તકો મેળવીને વાંચો અને તમે વાંચેલી વાર્તા પ્રાર્થનાસભામાં રજૂ કરો.
- મહાદેવે કર્યું એવું સેવાર્થે તમે કરેલું કાર્ય વર્ગ સમક્ષ કહો.
Std 7 Gujarati Textbook Solutions Chapter 3 પરીક્ષા Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
પરીક્ષા’ પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે?
A. શરદ
B. વસંત
C. પાનખર
D. વર્ષા
ઉત્તરઃ
B. વસંત
પ્રશ્ન 2.
મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું?
A. વસંતનો પવન
B. શરદનો પવન
C. પાનખરનો પવન
D. સોની
ઉત્તરઃ
A. વસંતનો પવન
પ્રશ્ન 3.
મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ?
A. મોલ જોઈને
B. ઝાડનાં ઝુંડ જોઈને
C. ઉંબીઓ જોઈને
D. મોલ ખાતી ગાયને જોઈને
ઉત્તરઃ
D. મોલ ખાતી ગાયને જોઈને
પ્રશ્ન 4.
મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું?
A. શંકરને
B. નારજીકાકાને
C. ખુશાલમાને
D. માસીને
ઉત્તરઃ
A. શંકરને
પ્રશ્ન 5.
ગામમાંથી લોકોનાં હળ માગીને કોણે ખેતર વવરાવ્યું હતું?
A. મહાદેવે
B. ખુશાલમાએ
C. કાકાએ
D. નારજીકાકાએ
ઉત્તરઃ
B. ખુશાલમાએ
પ્રશ્ન 6.
અહીં છીંડામાં મરને – એવું મહાદેવ કોને કહે છે?
A. ગાયને
B. શંકરને
C. બકરીને
D. બળદને
ઉત્તરઃ
A. ગાયને
પ્રશ્ન 7.
મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ?
A. ઇન્સ્પેક્ટરે
B. માસીએ
C. શંકરે
D. નારજીકાકાએ
ઉત્તરઃ
A. ઇન્સ્પેક્ટરે
પ્રશ્ન 8.
મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો?
A. માનવતાવાદી
B. ખારીલો
C. ક્રૂર
D. દયાળુ
ઉત્તરઃ
B. ખારીલો
પ્રશ્ન 9.
મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો?
A. ધૂળથી
B. આંસુથી
C. કીચડથી
D. પાપથી
ઉત્તરઃ
B. આંસુથી
પ્રશ્ન 10.
ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ કર્યો?
A. આચાર્યને
B. પટાવાળાને
C. શિક્ષકને
D. સુપરવાઇઝરને
ઉત્તરઃ
C. શિક્ષકને
પ્રશ્ન 11.
શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા?
A. આઠ
B. દસ
C. બાર
D. છ
ઉત્તરઃ
B. દસ
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
ઇસ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને કોણે આપ્યા?
ઉત્તરઃ
ઇન્સ્પેક્ટર આવ્યા છે એવા સમાચાર છોકરાઓને મહાદેવે આપ્યા.
પ્રશ્ન 2.
નટુના બાપા શું હતા?
ઉત્તરઃ
નટુના બાપા હેડમાસ્તર હતા.
પ્રશ્ન 3.
કોના મામા મામલતદાર હતા?
ઉત્તર :
બચુડાના મામા મામલતદાર હતા.
પ્રશ્ન 4.
વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા?
ઉત્તરઃ
વિદ્યાધિકારીના હેડક્લાર્ક ધનશંકરના માસા હતા.
પ્રશ્ન 5.
મહાદેવે મિત્રોની કઈ વાત મંજૂર રાખી?
ઉત્તરઃ
મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજૂર રાખી.
પ્રશ્ન 6.
મહાદેવ ખાઈ જવાની’ એવું કોને જોઈને બોલી ઊઠે છે?
ઉત્તરઃ
મહાદેવ “ખાઈ જવાની’ એવું ગાયને જોઈને બોલી ઊઠે છે.
પ્રશ્ન 7.
મહાદેવના પગ જમીન સાથે કેમ જડાઈ ગયા?
ઉત્તરઃ
ગાય ખેતરનો પાક ખાઈ જશે, એવું લાગતાં મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા.
પ્રશ્ન 8.
ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે શું કર્યું?
ઉત્તરઃ
ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે આકડાનો ડોરો ભાંગ્યો.
પ્રશ્ન 9.
મહાદેવ સામે જોઈને ગાયે એને મારવાનો ઇરાદો કેમ છોડી દીધો?
ઉત્તરઃ
મહાદેવ સામે જોઈને ગાયે એને મારવાનો ઇરાદો છોડી દીધો, કારણ કે છોકરો એને મારવા સરખો ન લાગ્યો.
પ્રશ્ન 10.
મહાદેવે ક્યારે મુક્તિનો અનુભવ કર્યો?
ઉત્તરઃ
મહાદેવે ગાયને છીંડા વાટે ખેતરની બહાર કાઢી ત્યારે મુક્તિનો અનુભવ કર્યો.
પ્રશ્ન 11.
ખેતરના શેઢેથી પસાર થતા છોકરા શું કરતા જતા હતા?
ઉત્તરઃ
ખેતરના શેઢેથી પસાર થતા છોકરા મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા જતા હતા.’
પ્રશ્ન 12.
પાણી સરખા મોલમાં ગાય કેવી રીતે ચાલતી હતી?
ઉત્તરઃ
પાણી સરખા મોલમાં ગાય સારસ પક્ષી તરતું હોય એમ ચાલતી હતી.
પ્રશ્ન 13.
મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું?
ઉત્તરઃ
મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું, “હું ગાયને હાંકીને હમણાં જ પાછો આવું છે.’
પ્રશ્ન 14.
મહાદેવ ઈન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેની હાલત કેવી હતી?
ઉત્તરઃ
મહાદેવ ઈન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અને તેનું શરીર પરેસવાથી રેબઝેબ હતું.
પ્રશ્ન 15.
શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકમાં આવનાર વિદ્યાર્થીઓને કેટલી કેટલી શિષ્યવૃત્તિ મળવાની હતી?
ઉત્તરઃ
શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પંદર રૂપિયા, બીજા આવનાર વિદ્યાર્થીને દસ રૂપિયા અને ત્રીજા આવનાર વિદ્યાર્થીને પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની હતી.
પ્રશ્ન 16.
પોતાની માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી કયા ઉદ્ગાર સરી પડ્યા?
ઉત્તરઃ
પોતાની માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા : “કાપલો કાઢી નાખવાની.”
પ્રશ્ન 17.
મહાદેવના કયા પ્રશ્નનો પડઘો ઇન્સ્પેક્ટર સાહેબના મનમાં પડ્યો?
ઉત્તરઃ
ઈન્સ્પેક્ટર સાહેબના મનમાં મહાદેવના આ પ્રશ્નનો પડઘો પડ્યો, કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી? સાહેબ, આપ જ કહો !’
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ – ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા તે દિવસના કુદરતી વાતાવરણનું વર્ણન કરો.
ઉત્તરઃ
વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા ત્યારે સવાર હતી. સૂર્યનો સોના જેવો કોમળ તડકો ખેતરોના મોલ પર પડતો હતો. વસંતનો વાયરો વાતો હતો. પક્ષીઓનું ટોળું પાંખોથી વીંજણો વીંઝતું હોય તેમ ઊડતું હતું. ગામમાંથી છૂટેલું ગાય – ભેંસનું ધણ જમીન પર વેરાયેલું ઘાસ ફંફોળતું ચાલ્યું જતું હતું.
પ્રશ્ન 2.
ખેતર પાસેની પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓનું વર્ણન કરો.
ઉત્તરઃ
ખેતર પાસેની પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓ વાતોના સપાટા મારતા ચાલી રહ્યા છે. તેમની આજુબાજુ લળી રહેલી ઉંબીઓને તેઓ પસવારતા જાય છે અને મોલ પર બેસવા જતાં પક્ષીઓને ઉડાડતા જાય છે.
વચ્ચે વચ્ચે તેઓ દૂર દેખાતા ઝાડના ઝુંડમાં આવેલી નિશાળ સામે જોઈ લે છે. એમની નજર ચારેય દિશામાં પથરાઈ રહેલા મોલની ઉપર ફરતી રહે છે.
પ્રશ્ન 3.
માસીને ત્યાં સંદેશો પહોંચાડવાને બદલે મહાદેવે જાતે ગાયને હાંકવા જવાનું કેમ પસંદ કર્યું?
ઉત્તરઃ
માસીને ત્યાં સંદેશો પહોંચે અને માસી આવે ત્યાં સુધીમાં તો ખેતરમાં પ્રવેશેલી ગાય કુણા કુણા ઘઉંના મોલને સફાચટ કરી નાખે એમ હતું. તેથી માસીને ત્યાં સંદેશો પહોંચાડવાને બદલે મહાદેવે જાતે ગાયને હાંકવાનું પસંદ કર્યું.
પ્રશ્ન 4.
મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો?
ઉત્તરઃ
મહાદેવે મોલથી લચી પડેલા માસીના ખેતરમાં ગાયને જોઈ. એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે. તેથી ગાયને હાંકી કાઢવા મહાદેવ તેના મિત્રોથી છૂટો પડી ગયો.
પ્રશ્ન 5.
મહાદેવે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું કયું કારણ બતાવ્યું?
ઉત્તરઃ
મહાદેવે ઇન્સ્પેક્ટર સાહેબને કહ્યું કે તે ખેતરમાં ઊગેલા ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો હતો. એ ગાયને કોના ખેતરમાં છોડવી એની મૂંઝવણમાં તે પડી ગયો હતો. ગાયને એક પછી એક ખેતરમાંથી કાઢવા રહ્યો એટલે શિષ્યવૃત્તિની પરીક્ષામાં પહોંચવામાં મોડું થયું.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો?
પ્રશ્ન 1.
મહાદેવ પરીક્ષામાં પ્રથમ નહિ આવે તે માટે તેના મિત્રોએ કઈ કઈ શક્યતાઓ રજૂ કરી?
ઉત્તરઃ
મહાદેવ પરીક્ષામાં પ્રથમ નહિ આવે તે માટે તેના મિત્રોએ નીચે પ્રમાણેની શક્યતાઓ રજૂ કરી :
- આડે દિવસે દોડે અને દશેરાના દિવસે ઘોડું ન દોડે. એટલે કે ખરા સમયે જ નિષ્ફળતા મળે એવું બની શકે.
- મણિયાને પણ કમ ન ગણી શકાય; કારણ કે છઠ્ઠા ધોરણમાં તે પહેલો આવ્યો હતો.
- નટુડો પણ ઓછો નહોતો. એના બાપા હેડમાસ્તર છે.
- બચુડાના મામા મામલતદાર છે, માટે તેને તો શિષ્યવૃત્તિ ચોક્કસ મળવાની.
- ધનશંકરના માસા વિદ્યાધિકારીના હેડક્લાર્ક છે. શિષ્યવૃત્તિ કોને આપવી તે તેમના હાથમાં જ છે.
પ્રશ્ન 2.
હરાયી ગાયને હાંકી કાઢવામાં મહાદેવને શી મુશ્કેલી પડી?
ઉત્તર:
હરાયી ગાયને હાંકવા મહાદેવે તેને માટીનાં ઢેફાં માર્યા પણ ચરબીથી ભરેલી ગાયને કોઈ અસર થઈ નહિ. ગાયને હાંકવા માટે મહાદેવને કોઈ સોટું પણ ન મળ્યું. શેઢા પર આકડાનો એક ડોરો ભાંગ્યો પણ ગાયને તો ચમરી જાણે શરીર પરની માખી ઉડાડતી હોય એવું લાગ્યું.
એટલામાં એક લાકડું મહાદેવના હાથમાં આવ્યું. તેના વડે તે ગાયને જેમ જેમ હાંકતો ગયો તેમ તેમ ગાય એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા લાગી અને મોલ ખાવા લાગી. વળી પાછી વાડ નડી. અંતે મહાદેવે વાડમાં છીંડું પાડીને ગાયને બહાર કાઢી.
5. “અ” વિભાગમાં મહાદેવે ગાય કાઢતી વખતે કરેલા વિચાર છે, “બ” વિભાગમાં એ વિચાર સાથે લાગુ પડતી વ્યક્તિઓ છે. બંધબેસતાં જોડકાં ગોઠ્ઠો:
“અ” | “બ” |
(1) સંદેશો મળે એ પહેલાં ગાય કાપલો કાઢી નાખે. | (1) ખુશાલમા |
(2) સ્વભાવે ખારીલા હતા. | (2) નારજીકાકા |
(3) નાનકડું ખેતર જ તેમની આજીવિકાનો માત્ર આધાર હતો. | (3) મહાદેવના કાકા |
(4) કદાચ એ મિત્ર વિચારે કે મારા જ ખેતરમાં ગાય મૂકી આવ્યો?’ | (4) માસી |
(5) હળ માગીને ખેતર વવરાવ્યું હતું. | (5) શકો |
ઉત્તરઃ
“અ” | “બ” |
(1) સંદેશો મળે એ પહેલાં ગાય કાપલો કાઢી નાખે. | (4) માસી |
(2) સ્વભાવે ખારીલા હતા. | (3) મહાદેવના કાકા |
(3) નાનકડું ખેતર જ તેમની આજીવિકાનો માત્ર આધાર હતો. | (2) નારજીકાકા |
(4) કદાચ એ મિત્ર વિચારે કે મારા જ ખેતરમાં ગાય મૂકી આવ્યો?’ | (5) શકો |
(5) હળ માગીને ખેતર વવરાવ્યું હતું. | (1) ખુશાલમા |
6. નીચેના શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો:
(1) ધણ
(2) મોલ
(3) છીંડું
(4) ઇરાદો
ઉત્તરઃ
(1) ધણ – ગાયોનું (ચરાવવા લઈ જવાતું) ટોળું
(2) મોલ – પાક
(3) છીંડું – (વાડમાં પાડેલો) રસ્તો
(4) ઇરાદો – હેતુ
પરીક્ષા વ્યાકરણ
1. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ
- વિંઝણો
- રુપેરી
- શિસ્યવૃતિ
- વિધ્યાધીકારિ
- દિવો
- મૂઝવણ
- પરિક્ષા
- વિધાર્થી વિધ્યાર્થી
- ઈનસ્પેક્ટર
ઉત્તર :
- વીંજણો
- રૂપેરી
- શિષ્યવૃત્તિ
- વિદ્યાધિકારી
- દીવો
- મૂંઝવણ મુઝવણ
- પરીક્ષા
- વિદ્યાર્થી
- ઇન્સ્પેક્ટર
2. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો :
- સૂર્ય = રવિ, ભાનુ
- ધરતી = જમીન, પૃથ્વી
- ઉંબી = કણસલું,
- ગાય = ધેનુ, સુરભિ
- હાથ = કર, બાહુ
- પક્ષી = પંખી, વિહગ
- શાળા = વિદ્યાલય, નિશાળ
- વાયરો = પવન, સમીર
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- ગરીબ ✗ શ્રીમંત
- પહેલો ✗ છેલ્લો
- પોતીકા ✗ પારકા
- મંજૂર ✗ નામંજૂર
- દૂર ✗ નજીક
- જાણે ✗ અજાણે
- આનંદ ✗ શોક
- ડાહ્યું ✗ ગાંડું
- શક્તિ ✗ અશક્તિ
4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો:
(1) પગ ઉપાડવા – ઝડપથી ચાલવું
વાક્ય : નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા.
(2) ટાપસી પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો
વાક્ય: મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી.
(3) પાટી મેલાવવી – દોટ મુકાવવી
વાક્ય: દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાટી મેલાવી.
(4) હાથમાં હોવું – કબજામાં હોવું, પોતાના આધીન હોવું
વાક્ય: દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી.
(5) તાનમાં હોવું – આનંદમાં હોવું
વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિજય આજે તાનમાં હતો.
(6) નાક રહેવું – આબરૂ જળવાવી
વાક્ય : સચીન તેંદુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું.
(7) કાપલો કાઢી નાખવો – બધું જ ખાઈ જવું, સફાયો કરવો
વાક્યઃ ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મોલનો કાપલો કાઢી નાખે.
(8) માઝા મૂકવી – મર્યાદા બહાર જવું
વાક્ય : દરિયો ક્યારેય પણ પોતાની માઝા મૂકતો નથી.
(9) મૂઠીઓ વાળવી – દોટ મૂકવી
વાક્ય : કૂતરું પાછળ પડતાં છોકરાએ મૂઠીઓ વાળી.
5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો :
- ગાયોનું ટોળું – ધણ
- ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની જમીન – શેઢો
- પગથી ચાલવાનો સાંકડો રસ્તો – પગદંડી, કેડી
- તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય – શિષ્યવૃત્તિ
- સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો – ઢેકું
6. નીચેનાં વાક્યો કયા કાળનાં છે તે લખો:
- સૂર્ય ઊગ્યો.
- પરીક્ષામાં હું પહેલો આવીશ.
- ચારેય છોકરા પગદંડી પર ચાલી રહ્યા છે.
ઉત્તરઃ
- ભૂતકાળ
- ભવિષ્યકાળ
- વર્તમાનકાળ
7. પાંચ દ્વિરુક્ત શબ્દો પાઠમાંથી શોધીને લખો:
- મોઢમોઢે
- ધીમેધીમે
- એટએટલું
- અજબગજબ
- આડાઅવળા
8. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો
- મહાદેવનાં આંસુ આનંદમાં ફેરવાઈ ગયાં.
- સારસ પક્ષી તરતું હોય એવી ગાય મોલ ચરતી હતી.
ઉત્તરઃ
- મહાદેવ, આંસુ, આનંદ
- સારસ, પક્ષી, ગાય, મોલ
9. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરોઃ
- પરીક્ષામાં ………………………….. ચકથી તેનો એક પ્રશ્ન રહી ગયો. (શરત, સુરત)
- વર્ગમાં પ્રથમ પાંચમાં મારો ………………………….. નહોતો. (સમાવેશ, શમાવેશ)
- ધનપાલની ………………………….. ગામમાં ખૂબ સારી છે. (શાખ, સાખ)
- લગ્ન પાછળ ધૂમ ખર્ચ તો ………………………….. ને જ પોષાય. (સીમંત, શ્રીમંત)
- રણમાં જીતે તે ………………………….. (સૂર, શૂર)
ઉત્તરઃ
- સરત
- સમાવેશ
- શાખ
- શ્રીમંત
- શૂર
10. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો
પક્ષી, પાંખ, પરીક્ષા, પાંચ, પસીનો
ઉત્તર :
પક્ષી, પરીક્ષા, પસીનો, પાંખ, પાંચ
પરીક્ષા Summary in Gujarati
પન્નાલાલ પટેલ [જન્મ ઈ. સ. 1912, મૃત્યુ ઈ. સ. 1988]
ભાષાસજ્જતા.
ઉચ્ચારણ અને ભાષા
શ – સ
શ” બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપરના તાળવાને અડાડીને બોલાય છે.
દા. ત.,
શઠ, શપથ, શામળ, શિકાયત, શીશી, શોર, શૌર્ય
“સ” બોલતી વખતે જીભનું ટેરવું, દાંત અને પેઢાં જોડાય ત્યાં અડાડીને બોલાય છે,
દા. ત.,
સઢ, સદેહ, સાકાર, સિલસિલો, સીસી, સોમ, સી
શ અને સઃ કેટલાક જોડાક્ષરો
- શું + ૨ = શ્ન
- શું + ન = શ્ન
- શું + વ = શ્વ
- સ્ + ચ = રચ, શ્ચ
- સ્ + લ = ગ્લ
- સ્ + ૨ = સ્ત્ર
- સ્ + ૮ + ૨ = સ્ત્ર
1. નીચેના વર્ણ મોટેથી વાંચો:
શ, સ, છ
2. નીચેના શબ્દો મોટેથી વાંચોઃ
- શતક,
- શરણ,
- અશોક,
- શારદા,
- શિયાળ,
- શ્રમ,
- શ્રાવણ,
- શ્રેષ્ઠ,
- શ્લોક,
- સજીવ,
- સતત,
- સાવવું,
- સોડમ,
- સિલાઈ,
- સ્નેહ,
- સ્પર્ધા,
- સ્રાવ,
- અષ્ટા.
3. નીચેનાં શબ્દજોડકાં મોટેથી વાંચો. (નોંધઃ બંને જોડણી સાચી)
- અગાશી – અગાસી;
- અગિયારશ – અગિયારસ;
- એંશી – એસી;
- ખુરશી – ખુરસી;
- છાશ – છાસ;
- ભેંશ – ભેંસ;
- માશી – માસી
4. નીચે આપેલા વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ, વાક્યરચના પરથી સમજો:
(1) શાળા – સાળા
વાક્યો : મારા ગામની શાળા સુંદર છે.
મારા સાળા અમેરિકામાં રહે છે.
(2) શાપ – સાપ
વાક્યો : શ્રવણનાં માતાપિતાએ રાજા દશરથને શાપ આપ્યો.
બધા સાપ ઝેરી હોતા નથી.
(3) શાલ – સાલ
વાક્યો : પપ્પા, મુન્ની માટે શાલ લાવ્યા.
આ સાલ વરસાદ સારો થયો છે.
(4) હશે – હસે
વાક્યોઃ તે અત્યારે મેદાનમાં હશે.
હસે તેનું ઘર વસે.
(5) શંકર – સંકર
વાક્યોઃ ભગવાન શંકરને ભોળા શંભુ કહે છે.
સંકરનો અર્થ મિશ્રણ કે ભેળસેળ થાય છે.
પરીક્ષા અઘરા શબ્દોના અર્થ
- મોલ / મૉલ – પાક સોનું
- છાંટવું – (અહીં) સોના જેવો રંગ પાથરવો
- વાયરો – પવન સાંભરવા
- માંડ્યો – એકઠું કરવા લાગ્યો
- વીંજણો – પંખો
- વીંજવું – (હવામાં) જોરથી ઘુમાવવું
- ધણ – ગાયોનું ટોળું
- ફંફોળતું – શોધવા માટે ફાંફાં મારતું
- હાલ્યાં – ચાલ્યાં
- શેઢો – ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની જમીન
- રૂપેરી – રૂપાના રંગ જેવી
- પગદંડી – પગરસ્તો
- સોનેરી – સોનાના રંગ જેવાં
- ઈન્સ્પેક્ટર – શાળાનું નિરીક્ષણ કરનાર સરકારી અધિકારી, શિક્ષણના અધિકારી
- શિષ્યવૃત્તિ – તેજસ્વી વિદ્યાર્થીને મળતી આર્થિક સહાય
- સગર્વ – અભિમાન
- સાથે કમ – ઓછો
- પાછા – વળી
- વિદ્યાધિકારી – કેળવણી ખાતાના મુખ્ય અધિકારી, શિક્ષણના અધિકારી
- હેડક્લાર્ક – મુખ્ય કારકુન
- તાનમાં – મસ્તીમાં
- લાગ – તક
- લળવું – ઝૂકવું
- ઉંબીઓ – ઘઉં, ચણા ઇત્યાદિ ધાન્યનાં કૂંડાં
- પસવારવું – પંપાળવું
- ઝુંડ – સમૂહ પાણી
- સરખો – તરલ, નાજુક
- અટકળ – અનુમાન
- આ પા – આ બાજુ
- તમ – તમે
- હેડતા – ચાલતા
- આવ્યો આમ – ઝડપથી આવ્યો
- હરાયું – રખડતું, છૂટું ફરતું
- મસ્તાન – મદભર્યું
- ઢેકું – સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો લાડનાં
- લટકાં – ગમતી બાબત
- સોટું – સોટી, લાકડી
- ડોરો – સોટી, ડાળખી
- ચમરી – મચ્છર ઉડાડવાની છડી
- ખારીલા – ઇર્ષાળુ
- અધીરાઈ – ધીરજનો અભાવ
- અકળામણ – વ્યાકુળતા ખેતર
- કાઢીને – ખેતર પસાર કરીને
- ગભરુ જીવ – ડરપોક મન, ભોળો જીવ
- અલમસ્ત – તંદુરસ્ત, હૃષ્ટપુષ્ટ છીંડામાં
- મર ને… – છીંડામાં થઈને બહાર નીકળ કથની
- વાત જમ – યમ, મૃત્યુના દેવ
- સરવાણી – ઝરણું, (અહીં) આંસુ
રૂઢિપ્રયોગ
- પગ ઉપાડવા – ઝડપથી ચાલવું ટાપસી
- પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો વાતમાં
- પડવું – વાતમાં રસ લેવો, વાતે વળગવું પાટી
- મેલવી – (અહીં) દોટ મૂકવી ઓછા
- ઊતરવું – (કસોટીમાં) કાચા પડવું હાથમાં
- હોવું – કબજામાં હોવું, પોતાના આધીન હોવું ઘોડાં
- દોડાવવાં – તર્ક – વિતર્ક કરવા લાંબી
- નજર નાખવી – દૂર સુધી જોઈ લેવું નજર
- થંભી જવી – આંખો સ્થિર થઈ જવી નજર ભેગી નજરને
- ગૂંથવી – જે જોતાં હોઈએ ત્યાં આંખો સ્થિર કરવી નાક
- રહેવું – આબરૂ જળવાવી પાકું
- કરવું – ચોક્કસ કરવું જીભના ઝપાટા
- મારવા – ફાવે તેમ બોલીને આનંદ લેવો ટેકો
- માગવો – સમર્થન મેળવવું કાપલો કાઢી
- નાખવો – બધું ખાઈ જવું, સફાયો
- કરવો પગ જમીન સાથે જડાઈ જવા – સ્તબ્ધ થઈ જવું, અવઢવ
- અનુભવવી મન કરીને – ધારીને, ગુસ્સામાં
- ચરબી ભરેલું – મદમાં આવી ગયેલું ઢીલા
- પડવું – નરમ થવું મનને મજબૂત
- કરવું – (અહીં) નિર્ધાર કરવો, નક્કી કરવું માઝા
- મૂકવી – મર્યાદા બહાર જવું માથા પર સૂરજ
- આવવો – મધ્યાહ્ન થવો મૂઠીઓ
- વાળવી – દોટ મૂકવી પસીનામાં રેબઝેબ
- થઈ જવું – પરસેવે લથપથ થઈ જવું મંડી
- પડવું – કશો વિચાર કર્યા વિના કામે લાગવું
- કહેવત દશેરાએ ઘોડું ન
- દોડવું – ખરે સમયે ઉપયોગમાં ન આવવું મામાનું ઘર કેટલે તો દીવો બળે
- એટલે – થોડા વખતમાં જ ખબર પડી જવી