Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ Textbook Questions and Answers

બે ખાનાંનો પરિગ્રહ અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.

(1) ગાંધીજીને કયા વાઇસરૉયને મળવા દિલ્લી જવાનું હતું?
(ક) લોર્ડ ક્લાઇવ
(ખ) લોર્ડ ડેલહાઉસી
(ગ) લોર્ડ મિન્ટો
(ઘ) લોર્ડ માઉન્ટ બેટન
ઉત્તરઃ
(ઘ) લૉર્ડ માઉન્ટ બેટન

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(2) મનુબહેન ગાંધીજીને શું થતાં હતાં?
(ક) પુત્રી
(ખ) પૌત્રી
(ગ) દોહિત્રી
(ઘ) ભત્રીજી
ઉત્તરઃ
(ખ) પૌત્રી

(3) ‘બે ખાનાંનો પરિગ્રહ’ પાઠથી તમે શીખશો કે.
(ક) વણખપનું ન વાપરવું
(ખ) સંગ્રહ કરવો
(ગ) સગવડોનો ઉપયોગ કરવો
(ઘ) મનુબહેન સાચાં હતાં
ઉત્તરઃ
(ક) વણખાનું ન વાપરવું.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો.

(1) ગાંધીજીને શામાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા?
ઉત્તરઃ
ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરૉયે મળવા બોલાવ્યા હતા.

(2) લેખિકાએ ‘હિન્દુસ્તાનના પિતા’ કોને કહ્યા છે?
ઉત્તરઃ
લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા’ કહ્યા છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(3) ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું?
ઉત્તરઃ
ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું.

(4) સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી?
ઉત્તરઃ
સ્ટેશન માસ્તરે ગાંધીજીને, રેલવેના ડબાનાં બંને ખાનાં વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

(1) બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી?
ઉત્તરઃ
વાઇસરૉયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાઇસરૉયને ના પાડી, જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહિ, એમ ગાંધીજી માનતા હતા.

(2) લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાંનો ડબ્બો શા માટે પસંદ કર્યો?
ઉત્તરઃ
લેખિકાને થયું કે સ્ટેશને – સ્ટેશને બાપુનાં દર્શન કરવા માટે લોકોની ભીડ જામશે. ફંડ એકઠું કરતાં અવાજ થશે. તેથી બાપુને સહેજ પણ આરામ મળશે નહિ. જો એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સૂઈ – બેસી શકે તો બાપુજીની સગવડ સચવાય. આથી લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબો પસંદ કર્યો.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(3) બાપુએ લેખિકાને શાનો ઠપકો આપ્યો?
ઉત્તરઃ
પટનાથી દિલ્લીની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબો પસંદ કર્યો. બાપુ પોતાના ખપ કરતાં વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો.

(4) લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું?
ઉત્તર :
લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબાનું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાનાં જે પેસેન્જરો લટકતાં હતાં તેમને માટે કરવા સ્ટેશન માસ્તરને સૂચવ્યું.

બે ખાનાંનો પરિગ્રહ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી?
ઉત્તરઃ
ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાનાં બે ખાનાં રાખી લે છે. ગાંધીજી ખપ પૂરતો એક ડબો જ રાખવા માગતા હતા. આથી ગાંધીજી મનુબહેનને બે ખાનાં રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાનું તેમને પાછું સોંપે છે.

આ પ્રસંગમાંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વધારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.

(2) ગાંધીજી વિશે દસ વાક્યો લખો.
ઉત્તર :
મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનો જન્મ ઈ. સ. 1869ના ઑક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું. શ્રવણની વાર્તા વાંચી. તેની ગાંધીજી પર ઊંડી અસર થઈ. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા ને બૅરિસ્ટર થયા.

ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને રંગભેદનો કડવો અનુભવ થયો. આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી. તેમાં તેઓ સફળ થયા.

ત્યાંથી ભારત આવ્યા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો. તેઓ સફળ થયા. ઈ. સ. 1947માં ભારતને આઝાદી મળી.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(3) બચાવને ‘ભૂલો” ને બદલે ‘આંધળો’ કહીએ તો? અને પ્રેમને “આંધળો” ને બદલે ‘લૂલો” કહીએ તો?
ઉત્તરઃ
“લૂલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દપ્રયોગ છે. લૂલો’ એટલે નિરાધાર કે પુરાવા વિનાનો. જેના બચાવમાં કશો પુરાવો કે આધાર ન હોય તેને “આંધળો બચાવ’ કહી શકાય નહિ.

“આંધળો પ્રેમ’ (બ્લાઇન્ડ લવ) એ પણ રૂઢ થયેલો શબ્દપ્રયોગ છે. “આંધળો’ એટલે જેમાં પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શકતી નથી તેવો પ્રેમ.

આમ લૂલો બચાવ” તેમજ “આંધળો પ્રેમ’નાં વિશેષણો બદલવાથી અર્થ અસ્પષ્ટ બને છે.

2. નીચના શબ્દોના અર્થ જાણો અને તેના વાક્યપ્રયોગ કરો.

(1) ખેવના
(2) હુન્નર
(3) ભીડ
(4) સલૂન
(5) પ્રાયશ્ચિત
ઉત્તરઃ
(1) ખેવના – સંભાળ, કાળજી
વાક્ય : માના આકસ્મિક મૃત્યુ પછી છોકરાંની ખેવના રાખનાર કોઈ ન રહ્યું.

(2) હુનર – કારીગરી, કસબ
વાક્ય : હુનર શીખનાર ક્યારેય ભૂખે મરતો નથી.

(3) ભીડ – ગિરદી
વાક્ય : ભીડમાં ખિસ્સાકાતરુંથી સાવધ રહેવું જોઈએ.

(4) સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્યઃ મહારાજાઓ અને અંગ્રેજ અમલદારો સલૂનમાં જ મુસાફરી કરતા.

(5) પ્રાયશ્ચિત્ત – પાપના નિવારણ માટેનું તપ
વાક્ય : કોઈ ખોટું કામ થઈ જાય તો આપણે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

3. કસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. (કે, અને, એટલે, તો)

(1) એકમાં સામાન રખાવ્યો ………………………………. બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
(2) ઇન્સ્પેક્ટરે જોયું ………………………………. મહાદેવની આંખમાં આંસુ હતાં.
(3) ડૉક્ટરે કહ્યું ………………………………. એણે કસરત કરવી જોઈએ.
(4) મહાદેવ ગાયને હાંકવા રોકાયો ………………………………. એને પરીક્ષામાં મોડું થયું.
ઉત્તરઃ
(1) એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
(2) ઈન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ હતાં.
(3) ડૉક્ટરે કહ્યું કે એણે કસરત કરવી જોઈએ.
(4) મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે એને પરીક્ષામાં મોડું થયું.

બે ખાનાંનો પરિગ્રહ પ્રવૃત્તિઓ

  1. શિક્ષકની મદદથી નજીકના રેલવે-સ્ટેશનની મુલાકાત ગોઠવો.
  2. તમારા પરિચિત કોઈ વડીલની ગાંધીબાપુ જેવી સારી બાબતની વાત પ્રાર્થનાસભામાં રજૂ કરો.

Std 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ Additional Important Questions and Answers

પ્રશ્ન 1.
“અને’, “એટલે, “પણ” તેમજ “છતાં સંયોજકોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરોઃ

  1. મહાદેવની આંખમાં આંસુ નહોતાં ……………………….. માનવતાની સરવાણી હતી.
  2. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા ……………………….. પોતાની ઇચ્છા પૂરી ન થઈ.
  3. જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો ……………………….. દિલ્લીમાં હું પહેલવહેલો જાઉં છું.
  4. બાનું જીવન ……………………….. મુક્તિ – જે ગણો એ વાડો રહ્યો છે.

ઉત્તરઃ

  1. પણ
  2. છતાં
  3. એટલે
  4. અને

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

પ્રશ્ન 2.
“અને” અથવા “પણ” સંયોજક વાપરી ખાલી જગ્યા પૂરોઃ

  1. જિરાફ મોટું છે. કાચબો નાનો છે.
    વાક્ય : જિરાફ મોટું છે ……………………….. કાચબો નાનો છે.
  2. જોકર નાચે છે. લોકો તાળીઓ પાડે છે.
    વાક્યઃ જોકર નાચે છે ……………………….. લોકો તાળીઓ પાડે છે.
  3. મને ગાજર ભાવે છે. મને બીટ ભાવતું નથી.
    વાક્ય : મને ગાજર ભાવે છે જ ભાવે છે. ……………………….. બીટ ભાવતું નથી.
  4. ચોપડીઓ ટેબલ ઉપર છે. પેન્સિલો ટેબલના ખાનામાં છે.
    વાક્ય: ચોપડીઓ ટેબલ ઉપર છે ……………………….. પેન્સિલો ટેબલના ખાનામાં છે.
  5. દીપાને રસ્તા પરથી પાકીટ મળ્યું. તેમાં પૈસા નહોતા.
    વાક્યઃ દીપાને રસ્તા પરથી પાકીટ મળ્યું ……………………….. તેમાં પૈસા નહોતા.

ઉત્તર :

  1. પણ
  2. અને
  3. પણ
  4. અને
  5. પણ

બે ખાનાંનો પરિગ્રહ પ્રવૃત્તિઓ

  1. તમારા શિક્ષકની મદદથી નજીકના રેલવે સ્ટેશનની મુલાકાત ગોઠવો.
  2. તમારા પરિચિત કોઈ વડીલની ગાંધીબાપુ જેવી સારી બાબતની વાત પ્રાર્થનાસભામાં રજૂ કરો.

બે ખાનાંનો પરિગ્રહ વિશેષ પ્રસ્નોત્તર

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
ગાંધીજીએ મુસાફરી માટે કયા વાહનનો ઇનકાર કર્યો?
A. મોટરગાડીનો
B. આગગાડીનો
C. વિમાનનો
D. સલૂનનો
ઉત્તર :
C. વિમાનનો

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(2) સ્ટેશને – સ્ટેશને કોનાં દર્શન કરવા હજારોની મેદની જામતી હતી?
A. સરદાર પટેલનાં
B. જવાહરલાલ નેહરુનાં
C. ગાંધીજીનાં
ઉત્તર :
C. ગાંધીજીનાં

(3) મુસાફરીનો સામાન તેમજ રેલવેના ડબાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી?
A. મૃદુલાબહેનને
B. મનુબહેનને
C. સરદાર પટેલને
D. સ્ટેશન માસ્તરને
ઉત્તર :
B. મનુબહેનને

(4) ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા?
ઉત્તર :
10 વાગ્યે

(5) મનુબહેન બાપુજીના ખાનામાં આવ્યાં ત્યારે બાપુજી શું કરતા હતા?
A. લખતા હતા.
B. જમતા હતા.
C. ઊંઘતા હતા.
D. કસરત કરતા હતા.
ઉત્તર :
લખતા હતા.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(6) ગાંધીજી મનુબહેનને રેલવેના ડબાની બારીની બહાર શું બતાવવા માગતા હતા?
A. મેદની
B. વૃક્ષો
C. લટકતા લોકો
D. ખેતરો
ઉત્તર :
લટકતા લોકો

(7) “જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું – તેમાં ગાંધીજી શું જોતા હતા?
A. અહિંસા
B. હિંસા
C. અપરિગ્રહ
D. કસોટી
ઉત્તરઃ
B. હિંસા

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
દિલ્લી જતી વખતે ગાંધીજીની સેવામાં કોણ હતું?
ઉત્તર :
દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં એમનાં પૌત્રી મનુબહેન હતાં.

પ્રશ્ન 2.
વિમાનની સગવડનો ઇનકાર કરતાં ગાંધીજીએ શો નિશ્ચય કર્યો?
ઉત્તર :
વિમાનની સગવડનો ઇનકાર કરતાં ગાંધીજીએ આગગાડીમાં દિલ્લી જવાનો નિશ્ચય કર્યો.

પ્રશ્ન 3.
ગાંધીજીને કેવા પ્રકારની તકલીફની ખેવના નહોતી?
ઉત્તર :
હજારોની મેદનીને લીધે પડતી તકલીફની ખેવના નહોતી.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

પ્રશ્ન 4.
મનુબહેને કેટલાં ખાનાંવાળો ડબો પસંદ કર્યો?
ઉત્તરઃ
મનુબહેને બે ખાનાંવાળો ડબો પસંદ કર્યો.

પ્રશ્ન 5.
ગાંધીજીએ નોઆખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા કોને રજા આપી?
ઉત્તરઃ
ગાંધીજીએ નોઆખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા મનુબહેનને રજા આપી.

પ્રશ્ન 6.
મનુબહેને બે ખાનાવાળા રેલવેના ડબાનો શો ઉપયોગ કર્યો?
ઉત્તરઃ
મનુબહેને રેલવેના ડબાના એક ખાનાનો ઉપયોગ સામાન રાખવા માટે અને બીજા ખાનાનો ઉપયોગ ગાંધીજીને સૂવા – બેસવા માટે કર્યો.

પ્રશ્ન 7.
બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી શું પ્રાયશ્ચિત્ત કરતા?
ઉત્તરઃ
બીજાએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટંક ખાવાનું છોડી દેતા.

પ્રશ્ન 8.
સ્ટેશન માસ્તર કેમ ઝંખવાણા પડી ગયા?
ઉત્તરઃ
ગાંધીજીએ કહ્યું, “મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને (મનુબહેનને) તમે બગાડવા માગો છો?” – આ સાંભળીને સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

પ્રશ્ન 9.
બે ખાનાંનો પરિગ્રહ’ પ્રસંગથી મનુબહેનને જીવનનો કયો અમૂલ્ય પાઠ મળ્યો?
ઉત્તર :
“બે ખાનાંનો પરિગ્રહ’ પ્રસંગથી મનુબહેનને જીવનનો એ અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ – ચાર વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
ગાંધીજીએ પટનાથી દિલ્લી જતાં મનુબહેનને શી જવાબદારી સોંપી?
ઉત્તરઃ
પટનાથી દિલ્લી જતાં ગાંધીજીએ મનુબહેનને ટ્રેનમાં ડબાની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી. ગાંધીજીએ કહ્યું કે ઓછામાં ઓછો સામાન લેવો અને ટ્રેનમાં નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવો.

પ્રશ્ન 2.
મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત્ત કરતાં ગાંધીજીએ સ્ટેશન માસ્તરને શું કહ્યું?
ઉત્તરઃ
મનુબહેને બે ખાનાંવાળા ડબાની પસંદગી કરીને જે ભૂલ કરી હતી તેને પોતાની ભૂલ ગણીને ગાંધીજીએ પ્રાયશ્ચિત્ત કર્યું. ડબાનું એક ખાનું ખાલી કરી નાખ્યું અને તેનો ઉપયોગ રેલવેના ડબાઓની બહાર લટકતા પેસેન્જરો માટે કરવા સ્ટેશન માસ્તરને જણાવ્યું.

4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરોઃ

  • ભાન આવી જવું – સમજ આવી જવી
    વાક્ય : જીવનમાં અનેક આઘાતો લાગવાથી મિહિરને ભાન આવી ગયું છે.
  • ઝંખવાણા પડવું – શરમિંદા થઈ જવું
    વાક્યઃ શેઠનો પાખંડ ખુલ્લો પડી જતાં એ ઝંખવાણા પડી ગયા.

5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો :

  • સંઘરો કરવાનું માનસિક વલણ – પરિગ્રહ
  • સહન ન થઈ શકે તેવું – અસહ્ય
  • ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો – સલૂન
  • પાપના નિવારણ માટેનું તપ – પ્રાયશ્ચિત્ત
  • જેનું મૂલ્ય ન થઈ શકે તેવું – અમૂલ્ય

6. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:

  1. અંતે સ્ટેશન આવ્યું.
  2. સ્ટવ પર (હું) દૂધ ગરમ કરું છું.
  3. તમે વાસણો સાફ કરી નાખો.

ઉત્તરઃ

  1. સ્ટેશન
  2. સ્ટવ, દૂધ
  3. વાસણો

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

7. નીચેનાં વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો:

  1. મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો.
  2. લોકોની ભીડ અસહ્ય હતી.
  3. મેં ગાડીનાં બે ખાનાં પસંદ કર્યા.
  4. આંધળો પ્રેમ તે આનું નામ.

ઉત્તરઃ

  1. અમૂલ્ય
  2. અસહ્ય
  3. ગાડી, બે
  4. આંધળો, પ્રેમ

8. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ

ઉપયોગ, અમૂલ્ય, અહિંસા, અત્યંત, ઇનકાર
ઉત્તરઃ
અત્યંત, અમૂલ્ય, અહિંસા, ઇનકાર, ઉપયોગ

બે ખાનાંનો પરિગ્રહ Summary in Gujarati

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ 1
મનુબહેન ગાંધી

ભાષાસજ્જતા
સંયોજક નીચેનાં વાક્યો વાંચોઃ

(1) એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. લાંચ માટે પ્રજાને કનડવી પડે છે.

  • એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

(2) મેં કૉલેજમાં જવાનો આગ્રહ રાખ્યો. પિતાશ્રી એકના બે ન થયા.

  • મેં કૉલેજમાં જવાનો આગ્રહ રાખ્યો છતાં પિતાશ્રી એકના બે ન થયા.

(3) ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું. હું તો આગગાડીમાં જ આવીશ.

  • ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આગગાડીમાં જ આવીશ.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ 2

(4) વિસ્મય સમજી ગયો. વલય સમજી ગયો.

  • વિસ્મય અને વલય સમજી ગયા.

ઉપરનાં વાક્યોમાં પણ’, ‘છતાં’, ‘એટલે’, “અને જેવા શબ્દોથી જોડાતાં બે વાક્યોનું એક વાક્ય બને છે.

બે કે તેથી વધારે પદો, વાક્યખંડો કે વાક્યોને જોડે તે પદને “સંયોજક’ કહે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ

અઘરા શબ્દોના અર્થ

  • પરિગ્રહ – સંગ્રહ કરવાનું માનસિક વલણ, (અહીં)
  • ખપ કરતાં વધુ વાપરવું યજ્ઞ – (અહીં)
  • લોકસેવાનું કાર્ય ઝંપલાવવું – સાહસપૂર્ણ કામ કરવું
  • વાઈસરૉય – અંગ્રેજોના સમયનો ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી
  • ઇનકાર – અસ્વીકાર
  • અસહ્ય – સહન ન થઈ શકે તેવું
  • પરમ પિતા – (અહીં) મહાત્મા ગાંધી
  • મેદની – ભીડ
  • ખેવના – સંભાળ, કાળજી
  • ફંડ – વિકાસ અર્થે ઉઘરાવેલો ફાળો
  • ભીડ – ગિરદી
  • ભૂલો – પાંગળો
  • પોસાવું – પરવડવું
  • સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબો
  • અત્યંત – વધારે પડતા Class 7 Gujarati Textbook Solutions Chapter 4 બે ખાનાંનો પરિગ્રહ
  • પ્રાયશ્ચિત્ત – પાપના નિવારણ માટે કરવાનું
  • તપ ટંક – નક્કી વખત (વેળા) (દા. ત., ખાવાનો સમય)
  • પેસેન્જર – મુસાફર
  • પૌત્રી – પુત્રની પુત્રી
  • ખમાય – સહન થાય
  • અમૂલ્ય – જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, અનન્ય
  • અહિંસા – મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી
  • વસમો – અસહ્ય
  • લહાવો – અવસર
  • જીવનપર્યત – જીવનના અંત સુધી

રૂઢિપ્રયોગ

  • ભાન આવી જવું – સમજ આવી જવી ઝંખવાણા
  • પડવું – શરમિંદા થવું આંધળો
  • પ્રેમ કરવો – અવિચારી પ્રેમ કરવો આજીજી
  • કરવી – વિનંતી કરવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *