Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય Textbook Questions and Answers

જીવનપાથેય અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના માં લખો :

પ્રશ્ન 1.
પિતાશ્રી દત્તને કૉલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે –
(ક) દસ્તુ હોંશિયાર ન હતો.
(ખ) કૉલેજની ફી વધુ (મોંઘી) હતી.
(ગ) દત્તને કમાતો કરી દેવો હતો.
(૧) દત્તના બધા ભાઈઓ કૉલેજમાં નિષ્ફળ રહ્યા હતા.
ઉત્તરઃ
(ઘ) દસ્તુના બધા ભાઈઓ કૉલેજમાં નિષ્ફળ રહ્યા હતા.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 2.
“જીવનપાથેય’ પાઠમાંના ‘વિચારશૃંખલા’ શબ્દનો અર્થ છે
(ક) વિચારોની ક્રમિકતા
(ખ) પ્રવાસ
(ગ) ધ્યેય
(ઘ) માન્યતા
ઉત્તરઃ
(ક) વિચારોની ક્રમિકતા

પ્રશ્ન 3.
કાકાસાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા?
(ક) સજી
(ખ) દg
(ગ) કક્કુ
(ઘ) કાકુ
ઉત્તરઃ
(ખ) દા

પ્રશ્ન 4.
લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કર્યું હતું?
(ક) પસ્તાવો થતો હતો.
(ખ) યોજના બંધ રહી હતી.
(ગ) પિતાજી માન્યા નહીં.
(ઘ) હવે હું કઈ રીતે ભણીશ?
ઉત્તરઃ
(ક) લેખકને પસ્તાવો થતો હતો.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.

પ્રશ્ન 1.
લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા?
ઉત્તર:
લેખકના પિતાશ્રીએ પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખૂબ ખર્ચ કર્યો, પણ તેમની આશા ફળી નહિ. તેથી તે ખૂબ હતાશ થયા હતા.

પ્રશ્ન 2.
લેખકની શાખ ક્યારે જામી?
ઉત્તરઃ
લેખકે પહેલે વર્ષે જ મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે એમની શાખ જામી.

પ્રશ્ન 3.
‘વાંક બીજાનો ને સજા મને થાય છે?” એમ કોણ વિચારતું?
ઉત્તરઃ
‘વાંક બીજાનો ને સજા મને થાય છે?’ – એમ કાકાસાહેબ (લેખક) વિચારતા હતા.

પ્રશ્ન 4.
લેખકને સાચી કેળવણી ક્યાં મળી?
ઉત્તર :
લેખકને સાચી કેળવળી સાંગલી અને પૂણે વચ્ચે ટ્રેનમાં મળી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

પ્રશ્ન 1.
પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી?
ઉત્તરઃ
પૈસાદાર થવા બાબતે લેખક માનતા હતા કે વેપારી થવા માટે મોટી મૂડી જોઈએ અને મૂડી હોય તો પૈસાદાર થવાય, પણ એમાં પ્રતિષ્ઠા નથી. તેથી નોકરિયાતનો ભલે પગાર ઓછો હોય પણ લાંચ લઈને પૈસાદાર થઈ શકાય છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 2.
લેખકના પિતાશ્રી પૂણે શા માટે જાય છે?
ઉત્તરઃ
લેખકના પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઑફિસર હતા. તેથી તેઓ સાંગલી રાજ્ય માટે પ્રૉમિસરી નોટો ખરીદવા માટે ત્રણેક લાખ રૂપિયા લઈને પૂણે જાય છે.

પ્રશ્ન 3.
લેખકને સાચી કેળવણી ક્યારે મળી?
ઉત્તરઃ
લેખકના પિતાશ્રી સાંગલી રાજ્ય માટે પ્રૉમિસરી નોટો ખરીદવા પૂણે જતા હતા. લેખક લાંચ લઈ પૈસાદાર થવામાં માનતા હતા. તેમણે એમના પિતાજીને સસ્તે ભાવે નોટો ખરીદીને રાજ્યને બજાર ભાવે આપવાની સલાહ આપી.

પિતાજીએ એ વાતમાં દીકરાની હીનતા જોઈને કહ્યું કે તારી કેળવણી પર ધૂળ છે. મહેનતના રોટલામાં સંતોષ માનવો. અન્નદાતાને છેતરવો નહિ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી.

આબરૂથી રહેવું. લેખકે પિતાજીની વાતને અનુસરવાનું નક્કી કર્યું. આમ લેખકને સાંગલી અને પૂણે વચ્ચે ટ્રેનમાં સાચી કેળવણી મળી.

જીવનપાથેય સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કાકાસાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કૉલેજમાં મોકલવા કેમ ઇચ્છતા ન હતા? એમનો વિચાર સાથી બદલાયો?
ઉત્તરઃ
કાકાસાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કૉલેજમાં મોકલવા ઇચ્છતા ન હતા, કારણ કે કાકાસાહેબ સિવાયના અન્ય ભાઈઓની કેળવણી પાછળ ખર્ચ કરવા છતાં એમની આશા ફળી નહોતી.

કાકાસાહેબે પિતાશ્રી આગળ દલીલ કરીને કહ્યું કે મારાં અંગ્રેજી – ગણિત સારાં છે ને હવે ઇજનેરી લાઈનમાં જવાની મારી ઇચ્છા છે. પિતાશ્રી એમની દલીલથી પીગળ્યા ને તેઓ કાકાસાહેબને કૉલેજમાં ભણાવવા તૈયાર થયા.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 2.
કાકાસાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શો હતો?
ઉત્તરઃ
વકીલ થવામાં લાંચ લેવાનું થાય, પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે, જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય. વળી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય.

વકીલને બદલે એન્જિનિયર થવા પાછળનો લેખકનો આ હેતુ હતો.

પ્રશ્ન 3.
લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો?
ઉત્તરઃ
લેખકે એમના પિતાશ્રીને કહ્યું, “પ્રોમિસરી નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકીશું, રાજ્યને તો બજારભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું.

કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે.” – લેખકના આ સૂચનથી પિતાશ્રીને ભારે આઘાત લાગ્યો.

પ્રશ્ન 4.
કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો?
ઉત્તરઃ
કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ કહ્યું, “દતુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા! તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો.

લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? તું કૉલેજમાં ભણીને એવું જ કરવાનો ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું?”

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 5.
પિતાશ્રીનો ઉત્તર સાંભળતાં કાકાસાહેબની શી સ્થિતિ થઈ? એમણે શો નિશ્ચય કર્યો?
ઉત્તરઃ
પિતાશ્રીનો ઉત્તર સાંભળતાં કાકાસાહેબ સડક થઈ ગયા. ગાડીમાં આખી રાત તેમને ઊંઘ ન આવી. એમણે હરામના ધનનો કોઈ કાળે લોભ ન કરવાનો ને પિતાજીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો.

પ્રશ્ન 6.
કાકાસાહેબ ‘અધર્મમાં પણ ધર્મબુદ્ધિ’ કઈ રીતે સાચવવા ઇચ્છે છે?
ઉત્તર :
લોકો લાંચ લઈને પૈસાદાર થાય છે. તેમને થયું કે મામલતદાર કે મુનસફની લાઈનમાં લાંચ મળે પણ પ્રજાને કનડવી પડે. પ્રજાને અન્યાય થાય એ ઠીક નહિ. એના કરતાં એલ.સી.ઈ. થઈને એન્જિનિયર થવું.

એમાં કૉન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવામાં વાંધો નહિ, કારણ કે એમાં સરકાર છેતરાય, પ્રજાને કનડવાનું એમાં ન હોય. આ રીતે લેખક “અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવા ઇચ્છે છે.

2. નીચેનાં વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો.

પ્રશ્ન 1.
‘નોટોના ભાવ રોજ બદલાય છે.”
ઉત્તરઃ
આ વિધાન કાકાસાહેબ બોલે છે ને એમના પિતાશ્રીને કહે છે.

પ્રશ્ન 2.

“મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે.”
ઉત્તરઃ
આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ (પુત્ર) ને કહે છે.

પ્રશ્ન 3.
‘તું કૉલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને?”
ઉત્તરઃ
આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

3. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.

(1) ઉમેદ બર ન આવવી
(2) શાખ જામવી
(3) એકના બે ન થવું
(4) ગળગળા થવું
(5) સડક થઈ જવું
ઉત્તરઃ
(1) ઉમેદ બર ન આવવી – આશા ન ફળવી
વાક્યઃ નાપાસ થતાં, નિખિલની એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી.

(2) શાખ જામવી – પ્રતિષ્ઠા ઊભી થવી
વાક્યઃ પૌત્રે પેઢી પર બેસીને, દાદાની શાખ ફરી જમાવી.

(3) એકના બે ન થવું – પોતાની વાત પર મક્કમ રહેવું
વાક્યઃ પુજાલાલ ક્યારેય કોઈ વાતે એકના બે થતા નહિ, એવા સિદ્ધાંતનિષ્ઠ હતા.

(4) ગળગળા થવું – ભાવુક થઈ ઊઠવું
વાક્ય : મોરારીબાપુની કથા સાંભળીને ઘણા ભાવિકો ગળગળા થઈ જાય છે.

(5) સડક થઈ જવું આશ્ચર્યમૂઢ થઈ જવું
વાક્યઃ નિર્દોષ માણસને ફાંસીની સજા થતાં ગામનાં સૌ લોકો સડક થઈ ગયાં.

4. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો.

(1) પિતાશ્રી પીગળ્યા ……………………………… એમણે મને કૉલેજમાં જવાની રજા આપી. (પણ, કારણ કે, અને)
(2) આ વિચાર અનેકવાર મનમાં આવતા, ……………………………… કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. (અને, પણ, કારણ કે)
(3) આપણી પાસે કંઈ એવી મૂડી નથી ……………………………… આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. (અને, કે, પણ)
ઉત્તરઃ
(1) અને
(2) પણ
(3) કે

5. યોગ્ય વિરામચિહ્નો મૂકો.

પ્રશ્ન 1.
મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે.
ઉત્તરઃ
મેં એમને કહ્યું, “તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે.”

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 2.
ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું.
ઉત્તર:
“ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને! એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું?”

6. જોડણી ધ્યાનમાં રાખો અને લખો.

ધર્મબુદ્ધિ, વિચારશૃંખલા, નિશ્ચય, પિતાશ્રી
ઉત્તર:

  • ધર્મબુદ્ધિ
  • વિચારશૃંખલા
  • નિશ્ચય
  • પિતાશ્રી

7. નીચેના વાક્યો વાંચી એની સામે એનો કાળ લખો.

(1) વાંક બીજાનો ને સજા મને થાય છે !
(2) હું આર્ટ્સ કૉલેજમાં જઈશ.
(3) મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે.
(4) મેં મનમાં વિચાર કરેલો.
(5) એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા.
(6) તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો.
ઉત્તરઃ
(1) વર્તમાનકાળ
(2) ભવિષ્યકાળ
(3) વર્તમાનકાળ
(4) ભૂતકાળ
(5) ભૂતકાળ
(6) ભૂતકાળ

પ્રવૃત્તિઓ
‘સત્યના પ્રયોગો’ પુસ્તકમાંથી ‘ચોરી અને પ્રાયશ્ચિત’ પ્રકરણ મેળવી પ્રાર્થનાસભામાં નાટ્યસ્વરૂપે રજૂ કરો.
આ પાઠનું નાટયરૂપાંતર કરી વર્ગમાં ભજવો.
શિક્ષકની મદદથી ‘રામહાટ’ અને ‘ખોયા-પાયા’ જેવા પ્રયોગો કરો.

Std 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય Additional Important Questions and Answers

પ્રશ્ન 1.
નીચેનું દરેક વાક્ય વાંચો અને તે કયા કાળનું છે તે સામેના ખાનામાં લખો:

વાક્ય કાળ
(1) પ્રજ્ઞા પ્રાર્થના કરે છે. વર્તમાનકાળ
(2) સિંહ ભૂખ્યો હતો.
(3) તે વર્ગમાં હાજર છે.
(4) ચોર ચોરી કરીને ભાગી ગયો.
(5) કાલે સુખનો સૂરજ ઊગશે.
(6) રાત્રે તમારા ઘરની લાઇટ ચાલુ હતી.
(7) શનિવારે મારી શાળા બંધ રહેશે.
(8) અમે તારી રાહ જોઈશું નહિ.
(9) શિક્ષક સારું ભણાવે છે.
(10) તેણે અમને સારી રીતે સાંભળ્યા.

ઉત્તરઃ

વાક્ય કાળ
(1) પ્રજ્ઞા પ્રાર્થના કરે છે. વર્તમાનકાળ
(2) સિંહ ભૂખ્યો હતો. ભૂતકાળ
(3) તે વર્ગમાં હાજર છે. વર્તમાનકાળ
(4) ચોર ચોરી કરીને ભાગી ગયો. ભૂતકાળ
(5) કાલે સુખનો સૂરજ ઊગશે. ભવિષ્યકાળ
(6) રાત્રે તમારા ઘરની લાઇટ ચાલુ હતી. ભૂતકાળ
(7) શનિવારે મારી શાળા બંધ રહેશે. ભવિષ્યકાળ
(8) અમે તારી રાહ જોઈશું નહિ. ભવિષ્યકાળ
(9) શિક્ષક સારું ભણાવે છે. વર્તમાનકાળ
(10) તેણે અમને સારી રીતે સાંભળ્યા. ભૂતકાળ

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 2.
નીચેના દરેક વાક્યનું ક્રિયાપદ શોધો ને તે કયા કાળનું છે તે લખોઃ

વાક્ય ક્રિયાપદ કાળ
(1) અમે ગુલાબજાંબુ ખાધાં. ખાધાં ભૂતકાળ
(2) પછી હું એ વાત તને કહીશ.
(3) અમે દરરોજ ફરવા જઈએ છીએ.
(4) વરસાદ પડ્યો.
(5) તે કચરો વાળે છે.
(6) મેં આકાશમાં મેઘધનુષ જોયું.
(7) હંસ પાણીમાં તરે છે.
(8) બાળક રડતું હતું.’

ઉત્તરઃ

(2) કહીશ ભવિષ્યકાળ
(3) જઈએ છીએ વર્તમાનકાળ
(4) પડ્યો ભૂતકાળ
(5) વાળે છે વર્તમાનકાળ
(6) જોયું ભૂતકાળ
(7) તરે છે વર્તમાનકાળ
(8) રડતું હતું ભૂતકાળ

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

જીવનપાથેય વિશેષ પ્રસ્નોત્તર

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:

પ્રશ્ન 1.
“જીવનપાથેય’ પાઠ લેખકના ક્યા પુસ્તકમાંથી લીધો છે?
A. સ્મરણયાત્રા
B. જીવનનો આનંદ
C. જીવનલીલા
D. હિમાલયનો પ્રવાસ
ઉત્તરઃ
A. સ્મરણયાત્રા

પ્રશ્ન 2.
દતુને કૉલેજમાં નથી જ મોકલવો’ એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું?
A. પિતાજીએ
B. માતાએ
C. ભાઈએ
D. મામાએ
ઉત્તરઃ
A. પિતાજીએ

પ્રશ્ન 3.
એ વખતે એન્જિનિયરિંગમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી?
A. એસએસસી
B. એચએસસી
C. પ્રીવિયસ
D. પ્રવેશ પરીક્ષા
ઉત્તરઃ
C. પ્રીવિયસ

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 4.
લેખક કયા ખ્યાલથી મગરૂર રહેતા?
A. અધર્મમાં ધર્મબુદ્ધિ સાચવવાના
B. ધર્મમાં અધર્મ બુદ્ધિ સાચવવાના
C. ભ્રષ્ટાચારમાં સદાચાર સાચવવાના
D. સદ્ભાવના રાખવાના
ઉત્તરઃ
A. અધર્મમાં ધર્મબુદ્ધિ સાચવવાના

પ્રશ્ન 5.
લેખકના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઑફિસર હતા?
A. પૂણે
B. સાંગલી
C. વર્ધા
D. નાશિક
ઉત્તરઃ
B. સાંગલી

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
લેખક શા માટે મનમાં ચિડાતા હતા?
ઉત્તરઃ
વાંક બીજાનો ને સજા પોતાને થાય છે, એવું લાગતાં લેખક મનમાં ચિડાતા હતા.

પ્રશ્ન 2.
લેખક કઈ મજા આખો જન્મારો લેવા ઇચ્છતા હતા?
ઉત્તરઃ
લેખક આખો જન્મારો મોટાં મોટાં આલશાન મકાનો બાંધવાની, જંગલમાંથી રસ્તા કાઢવાની અને પુલો બાંધવાની મજા લેવા ઇચ્છતા હતા.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

પ્રશ્ન 3.
પૂણે પહોંચતાં પહેલાં લેખકે શો નિશ્ચય કર્યો?
ઉત્તરઃ
પૂણે પહોંચતાં પહેલાં લેખકે નિશ્ચય કર્યો કે, હરામના ધનનો લોભ કોઈ કાળે ન કરવો તેમજ પિતાજીનું નામ લજવાય એવું કામ નહીં કરવું.

પ્રશ્ન 4.
કાકાસાહેબ કાલેલકરને ગાંધીજીએ કહ્યું બિરુદ આપ્યું હતું?
ઉત્તર :
કાકાસાહેબ કાલેલકરને ગાંધીજીએ ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપ્યું હતું.

પ્રશ્ન 5.
“જીવનપાથેય’ શબ્દનો અર્થ લખો.
ઉત્તરઃ
“જીવનપાથેય’ એટલે જીવનને ઉપયોગી એવું ભાથું.

જીવનપાથેય વ્યાકરણ

1. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ

  1. આબરુ
  2. યુનીવર્સિટિ
  3. પરિક્ષા
  4. એજીનીયરિંગ
  5. વીચારશૃંખલા
  6. કંત્રાટર
  7. ધરમબુધ્ધિ
  8. ઓફીસર
  9. રૂપીયા

ઉત્તર :

  1. આબરૂ
  2. યુનિવર્સિટી
  3. પરીક્ષા
  4. એન્જિનિયરિંગ
  5. વિચારશૃંખલા
  6. કૉન્ટ્રાક્ટર
  7. ધર્મબુદ્ધિ
  8. ઑફિસર
  9. રૂપિયા

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

2. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો:

  • અટકવું = થોભવું, રોકાવું
  • ઉમેદ = આશા, અભિલાષા
  • શાખ = આબરૂ, પ્રતિષ્ઠા
  • માગણી = માગ, અપેક્ષા
  • આલેશાન = વિશાળ, ભવ્ય
  • નિશ્ચય = સંકલ્પ, નિર્ણય
  • નફો = લાભ, ફાયદો
  • સૂચના = ઇશારો, ચેતવણી

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો

  • આશા ✗ નિરાશા
  • ન્યાય ✗ અન્યાય
  • આબરૂ ✗ બેઆબરૂ
  • સાંજ ✗ સવાર
  • સ્મરણ ✗ વિસ્મરણ
  • સવાલ ✗ જવાબ
  • સંતોષ ✗ અસંતોષ
  • હિંમત ✗ નાહિંમત
  • નફો ✗ ખોટ

4. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખોઃ

  • જીવનને ઉપયોગી ભાથું – જીવનપાથેય
  • વિચારોની પરંપરા – વિચારશૃંખલા
  • તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર – મામલતદાર
  • અમલદારને છૂપી રીતે અપાતી રકમ – લાંચ
  • સરકારને રાજ્યના કામ અંગે નાણાંની લેવડદેવડ અંગે અપાતું બાંયધરીપત્ર – પ્રૉમિસરી નોટ

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

5. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો

(1) પરીક્ષાનું એ છેલ્લું વર્ષ હતું.
(2) મને કલ્પના સરખી ન આવી.
(3) આખી રાત મને ઊંઘ ન આવી.
ઉત્તરઃ
(1) પરીક્ષા, વર્ષ
(2) કલ્પના
(3) રાત, ઊંઘ

6. નીચેનાં વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો:

(1) ત્રણેક લાખ રૂપિયા પૂણે લઈ જવાના હતા.
(2) આબરૂથી રહેવું એ જ મોટી વાત છે.
(3) ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી.
ઉત્તર :
(1) ત્રણેક લાખ
(2) મોટી
(3) આખી

7. નીચેનાં વાક્યો છુટાં પાડી, સાદાં વાક્યો બનાવો અને સંયોજકો દર્શાવોઃ

પ્રશ્ન 1.
એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દતુને કૉલેજમાં નથી જ મોકલવો.
ઉત્તરઃ

  • એમણે પહેલેથી જ નક્કી કરેલું.
  • દસ્તુને કૉલેજમાં નથી જ મોકલવો. સંયોજકઃ કે

પ્રશ્ન 2.
તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે.
ઉત્તરઃ

  • તમે જાણો છો.
  • મારું અંગ્રેજી સારું છે.
  • મારું ગણિત સારું છે. સંયોજકઃ કે, અને

પ્રશ્ન 3.
આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું.
ઉત્તરઃ

  • આપણે કંઈક મહેનત કરીશું.
  • જાહેર ભાવો કરતાં સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. સંયોજકઃ (જો) …. તો

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

8. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો :
ઉત્તર :

  • આશા,
  • ઇજનેરી,
  • ઉમેદ,
  • ઊપજવું,
  • પુલ,
  • પ્રજા,
  • સૂચના

જીવનપાથેય Summary in Gujarati

Class 7 Gujarati Textbook Solutions Chapter 1 મેળામાં 1
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ‘કાકાસાહેબ (જન્મ ઈ. સ. 1885, મૃત્યુઃ ઈ. સ. 1981].

ભાષાસજ્જતા
કાળ
નીચેનાં વાક્યો વાંચોઃ

  • રાધા રસોઈ કરે છે.
  • કનુ ચોપડી વાંચે છે.
  • પંખી ઊડે છે.

જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાનકાળ સૂચવે છે.

નીચેનાં વાક્યો વાંચોઃ

  • રાધાએ રસોઈ કરી.
  • કનુએ ચોપડી વાંચી.
  • પંખી ઊડ્યું.

જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય ભૂતકાળ સૂચવે છે.

નીચેનાં વાક્યો વાંચોઃ

  • રાધા રસોઈ કરશે.
  • કનુ ચોપડી વાંચશે.
  • પંખી ઊડશે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય

જે વાક્યમાં ક્રિયા હવે પછી થવાની હોય તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે.

અઘરા શબ્દોના અર્થ

  • જીવનપાથેય – જીવનને ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન
  • ઉમેદ – ઇચ્છા, આશા
  • હતાશ – નિરાશ
  • દg – દત્તાત્રેય કાલેલકર (લેખક પોતે)
  • વાંક – ગુનો
  • શાખ – આબરૂ, પ્રતિષ્ઠા
  • જોરે – (અહીં) આધારે
  • એલ.એલ.બી. – કાયદાની પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી
  • પીવિયસ – અગાઉની
  • એલ.સી.ઈ. – ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી
  • વિચારશૃંખલા – વિચારોની પરંપરા
  • મૂડી – ધન, પૈસા
  • લાંચ – અમલદાર કે સત્તાધારીને છૂપી રીતે અપાતી અઘટિત રકમ
  • મામલતદાર – તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર
  • મુનસફ – દીવાની ન્યાયાધીશ
  • લાઇન – (અહીં) ક્ષેત્ર
  • કનડવી – હેરાન કરવી
  • આલેશાન – વિશાળ જનમારો જિંદગી
  • લહાવો – આનંદ
  • છેતરવું – ફસાવવું
  • ધર્મબુદ્ધિ – સારાસારનો વિવેક
  • મગરૂર – અભિમાની, (અહીં) ગૌરવશાળી ટ્રેઝરી
  • ઑફિસર – તિજોરી અધિકારી પ્રૉમિસરી
  • નોટ – સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવાં પડે ત્યારે નાણાને બદલે લખી અપાતું બાંયધરીપત્ર એ
  • ક્ષણે – એ ઘડીએ, વખતે Class 7 Gujarati Textbook Solutions Chapter 7 જીવનપાથેય
  • હીનતા – અધમતા, હલકાપણું કેળવણી પર
  • ધૂળ છે – શિક્ષણને ધિક્કાર છે અન્નદાતા ખાવાનું આપનાર, (અહીં) સરકાર
  • કુળદેવતા – કુળના ઈષ્ટ દેવ
  • હરામનું – હક કે મહેનત વગરનું
  • કાળે – સમયે, વખતે.

રૂઢિપ્રયોગ

  • ઉમેદ બર ન આવવી – આશા ન ફળવી શાખ
  • જામવી – પ્રતિષ્ઠા ઊભી થવી એકના બે ન
  • થવું – પોતાની વાત પર મક્કમ રહેવું શરમ
  • ઊપજવી – માનસિક સંકોચ થવો, શરમ આવવી ગળગળા
  • થવું – ભાવુક થવું સડક થઈ
  • જવું – આશ્ચર્યમૂઢ થઈ જવું નામ
  • લજવવું – અપકીર્તિ અપાવવી

Leave a Comment

Your email address will not be published.