Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર
Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર Textbook Questions and Answers
માલમ હલેસાં માર અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.
પ્રશ્ન 1.
“માલમ મોટાં હલેસાં તું માર…’ આ વાક્ય કોણ બોલે છે ?
(ક) કવિ
(ખ) દિયર
(ગ) ભાભી
(ઘ) નાવિક
ઉત્તરઃ
(ખ) દિયર
પ્રશ્ન 2.
દિયરને દરિયાપાર શા માટે જવાની ઈચ્છા છે ?
(ક) રહેવા
(ખ) કમાવા
(ગ) ફરવા
(ઘ) પરણવા
ઉત્તરઃ
(ખ) કમાવા
પ્રશ્ન 3.
મેણાં મારીને મારી મતિ સુધારી’ – અહીં ‘મતિ સુધારી’ એટલે
(ક) બુદ્ધિ આવી
(ખ) સાચું જ્ઞાન થયું
(ગ) કમાતો થયો
(ઘ) પરણવા તૈયાર થયો
ઉત્તરઃ
(ખ) સાચું જ્ઞાન થયું
પ્રશ્ન 4.
દિયરે ભાભીને કેવાં કહ્યાં છે ?
(ક) સમજદાર
(ખ) જ્ઞાની
(ગ) સ્નેહભીનાં
(ઘ) કેસરભીનાં
ઉત્તરઃ
(ઘ) કેસરભીનાં
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો.
પ્રશ્ન 1.
માલમને “મોટાં હલેસાં માર’ આવું શા માટે કહ્યું છે ?
ઉત્તર :
માલમને મોટાં હલેસાં મારવાનું કહ્યું છે, કારણ કે દિયરને દરિયાની પેલે પાર (કિનારે) જવું છે.
પ્રશ્ન 2.
ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે ?
ઉત્તર :
ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને તમારો અવતાર નકામો છે, કારણ કે તમે ભાઈની કમાણી પર જલસા કરો છો.
પ્રશ્ન 3.
દિયરને જાવા બંદરે શા માટે જવું છે ?
ઉત્તરઃ
દિયરને જાવા બંદરે પૈસા કમાવા માટે જવું છે.
પ્રશ્ન 4.
દિયરને સિંહલદ્વીપ શા માટે જવું છે ?
ઉત્તર :
દિયરને સિંહલદ્વીપ પદમણી નાર(સુંદર સ્ત્રીઓને પરણવા માટે જવું છે.
પ્રશ્ન 5.
દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે ?
ઉત્તરઃ
દિયરને પૈસા કમાઈને તેમજ પદમણી નારને પરણીને ઘેર પાછો આવે ત્યારે ભાભી તેને મોતીથી પોંખે તો જ જીવવામાં સાર લાગે છે.
પ્રશ્ન 6.
ભાભીએ આળસુ દિયરની મતિ કેવી રીતે સુધારી ?
ઉત્તર :
ભાભીએ મહેણું માર્યું, ‘તું આળસનો સરદાર છે, ભાઈની કમાણી ઉપર જલસા કરે છે,’ – આ મહેણાથી આળસુ દિયરની મતિ સુધરી ગઈ.
3. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. દિયર ભાભી વિશે શું કહે છે ? શા માટે
ઉત્તરઃ
ભાભીએ દિયરને મહેણું માર્યું. આથી દિયરની આળસ દૂર થઈ. એના મનનાં દ્વાર ખૂલ્યાં. એની બુદ્ધિ અને જિંદગી સુધરી ગઈ તેથી દિયરે ભાભીને જીભની ધારે જીવવા કહ્યું.
માલમ હલેસાં માર સ્વાધ્યાય
1. સૂચવ્યા મુજબ ઉત્તર લખો.
પ્રશ્ન 1.
આળસથી થતું નુકસાન ચાર – પાંચ વાક્યોમાં લખો.
ઉત્તરઃ
આળસથી શરીર અને મન બગડે છે. આળસ સર્વ પ્રકારના દુરાચારની જનેતા છે. આળસુ માણસ દેવાદાર રહે છે ને બીજાને ભારરૂપ બને છે. આળસ આપણી “આજ લઈને “આવતી કાલ’ ઊધઈની જેમ ખાઈ જાય છે. આળસ શાંતિ અને સુખને હરનાર છે.
આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
પ્રશ્ન 2.
મે કોઈ પાસેથી કાંઈ સારું શીખ્યાં હો તો તે પ્રસંગ લખો.
ઉત્તરઃ
સમયપાલન હું શંકરકાકા પાસેથી શીખ્યો. શંકરકાકા અમારી સોસાયટીમાં રહે છે. સવારે અગિયાર વાગ્યે પોતાની પેઢી પર જવા નીકળે ત્યારે સૌ એમનાં ઘડિયાળ મેળવે. એક વાર સોસાયટીના સભ્યોની મીટિંગ અમારે ઘેર હતી. સમય રવિવારની સાંજે આઠ વાગ્યાનો હતો.
પોતે આઠ વાગ્યે આવી ગયા. સભ્યો નવ વાગ્યે આવ્યા. મને ખબર છે કે મારા પિતાજીએ શંકરકાકાના સમયપાલનના અનેક પ્રસંગો એ વખતે કહેલા. પછી તો શંકરકાકા જ્યાં હોય ત્યાં સૌ સમય સાચવતા. તેઓ કહેતા કે તમે સમય સાચવશો તો સમય તમને સાચવશે.
શંકરકાકાના જીવન પરથી હું પણ સમયપાલનનું મહત્ત્વ સમજ્યો.
પ્રશ્ન 3.
તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવાં બે લોકગીતો મેળવીને એનું વર્ગસમક્ષ ગાન કરો.
2. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો.
(1) ભાભી –
(2) લક્ષ્મી –
(3) દિયર –
(4) ગયા –
(6) નારી –
(7) ઘોડા –
(8) જીભ –
ઉત્તરઃ
(1) ભાભી – ભાભલડી
(2) લક્ષ્મી – લખમી
(3) દિયર – દેર
(4) ગયા – ગિયા
(5) આળસ – આળહ
(6) નારી – નાર
(7) ઘોડા – ઘોડલાં
(8) જીભ – જીભલડી
3. નીચની ખાલી જગ્યામાં જરૂરી શબ્દો મૂકી પંક્તિનું ગાન કરો.
કેસરભીનાં તમે જીવો …………………………… મારાં
જીવો …………………………… ની ધાર;
હે …………………………… મેણાં મારીને મારી …………………………… સુધારી
ખોલ્યાં તે …………………………… નાં દ્વાર રે… માલમ.
ઉત્તરઃ
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
હે.. મેણાં મારીને મારી મતિ સુધારી
ખોલ્યાં તે મનનાં દ્વાર રે… માલમ.
4. તમારી સ્થાનિક બોલીના દસ શબ્દો લખો.
ઉત્તરઃ
મારું ગામ ઉત્તર ગુજરાતમાં છે. મારા ગામની બોલી “ઉત્તર ગુજરાતની બોલી’ (પટણી) તરીકે જાણીતી છે.
5. નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો.
(1) જાવું છે મારે …………………………… પદમણી નાર;
(2) છે. મોતીડે …………………………… જો ભાભલડી મારી
તો તો …………………………… સાર રે… માલમ
(3) કેસરભીનાં તમે …………………………… ભાભલડી મારાં
જીવો …………………………… ની ધાર;
(4) હે …………………………… મારીને મારી મતિ સુધારી
…………………………… મનનાં દ્વાર રે… માલમ
ઉત્તરઃ
(1) જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
(2) હે. મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે.. માલમ
(3) કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
(4) હે.. મેણાં મારીને મારી મતિ સુધારી
ખોલ્યાં તે મનનાં દ્વાર રે… માલમ
6. આ કાવ્ય મુખપાઠ કરો.
માલમ હલેસાં માર પ્રવૃત્તિઓ
પ્રશ્ન 1.
પ્રૉજેક્ટ : તમારા વિસ્તારનાં લોકગીતો એકઠાં કરી તેના હસ્તલિખિત અંક તૈયાર કરો.
પ્રશ્ન 2.
તમારા વિસ્તારમાં ગવાતાં લોકગીતોમાંથી તમને ગમતું એક ગીત પ્રાર્થનાસભામાં રજૂ કરો.
ઉત્તરઃ
અધમણ સોનું ને અધમણ રૂપું;
તેનો ઘડાયો ફૂલવેંઝણો રે!
વેંઝણો મેલીને અમે જળપાણી જ્યાં’તાં;
નાના દિયરિયે સંતાડ્યો ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને હાથીડા લઈ આલું;
આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારા હાથીડા ભોજાઈ ! ચઢતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે! કાં
તો દિયર ! તમને ઘોડીલા લઈ આલું;
આલો, અમર ફૂલવેંઝણો રે!
તમારા ઘોડલા ભોજાઈ ! ખેલતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને ધોરીડા લઈ આલું;
આલો, અમર ફૂલવેંઝણો રે!
તમારા ધોરીડા ભોજાઈ ! હાંકતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને વેલડિયો લઈ આલું;
આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી વેલડિયો ભોજાઈ ! જોડતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે!
કાં તો દિયર! તમને જોટડિયો લઈ આલું;
આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી જોટડિયો ભોજાઈ ! દો’તાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને બેની પરણાવું;
આલો, અમર ફૂલવેંઝણો રે!
તમારી બેની ભોજાઈ ! હરખે પરણાવો;
સામો પડ્યો ફૂલવેંઝણો રે !
અમારો હતો એ અમને રે આલ્યો !
તમને પરણાવું કાળી કૂતરી રે !
(“રાતો રે રંગ કેવડો’માંથી)
Std 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર Additional Important Questions and Answers
1. નીચેનાં વિશેષણો પરથી સંજ્ઞાઓ બનાવો અને સંજ્ઞા તથા વિશેષણ બંને વાક્યમાં વાપરી જુઓઃ
નમૂનો ગરીબ (વિશેષણ) → ગરીબી (સંજ્ઞા)
ગરીબ માણસોની ગરીબી સામે કોણ જોશે?
(1) ચાલાક
(2) ગંભીર
(3) પહોળું
(4) હોશિયાર
(5) સુંદર
ઉત્તરઃ
(1) ચાલાક – વિશેષણ, ચાલાકી – સંજ્ઞા
વાક્યો :
- ચાલાક માણસો બીજાને છેતરી જાય છે.
- જાદુગરની ચાલાકી કોઈ સમજી શક્યું નહિ.
(2) ગંભીર – વિશેષણ, ગંભીરતા – સંજ્ઞા
વાક્યોઃ
- મારી વાત સાંભળીને મારો મિત્ર ગંભીર બની ગયો.
- શિક્ષકની વાત વિદ્યાર્થીએ ગંભીરતાથી સાંભળી.
(૩) પહોળું – વિશેષણ, પહોળાઈ – સંજ્ઞા
વાક્યોઃ
- આજકાલ પહોળું પાટલૂન કોઈ પહેરતું નથી.
- આ બગીચાની પહોળાઈ કરતાં લંબાઈ વધુ છે.
(4) હોશિયાર – વિશેષણ, હોશિયારી – સંજ્ઞા
વાક્યો :
- હોશિયાર વિદ્યાર્થી સૌને ગમે છે.
- કોઈએ જરૂરત કરતાં વધારે હોશિયારી બતાવવી નહિ.
(5) સુંદર – વિશેષણ, સુંદરતા – સંજ્ઞા
વાક્યોઃ
- તળાવમાં સુંદર કમળો ખીલ્યાં છે.
- વસંતઋતુમાં પ્રકૃતિની સુંદરતા જોવાલાયક હોય છે.
2. નીચે આપેલી સંજ્ઞાઓ પરથી વિશેષણ બનાવો અને સંજ્ઞા તથા વિશેષણ બંને વાક્યમાં વાપરી બતાવો:
નમૂનો : જંગલ (સંજ્ઞા) → જેગલી (વિશેષણ)
જંગલમાં હિંસક પ્રાણીઓ જોવા મળે છે.
બધાં જંગલી પ્રાણીઓ હિંસક હોતાં નથી.
(1) હેત
(2) સ્વભાવ
(3) દયા
(4) મહેનત
(5) આળસ
ઉત્તરઃ
(1) હેત – સંજ્ઞા, હેતાળ – વિશેષણ
વાક્યો :
- માને પોતાના સંતાન પર ખૂબ હેત હોય છે.
- મારાં દાદીમા બહુ હેતાળ છે.
(2) સ્વભાવ – સંજ્ઞા, સ્વાભાવિક – વિશેષણ
વાક્યોઃ
- માણસનો સ્વભાવ કદી બદલાતો નથી.
- મને આ માણસની વાત સ્વાભાવિક લાગે છે.
(3) દયા – સંજ્ઞા, દયાળુ – વિશેષણ
વાક્યોઃ
- દયા ધર્મનું મૂળ છે.
- રાજા વિક્રમ દયાળુ હતો.
(4) મહેનત – સંજ્ઞા, મહેનતુ – વિશેષણ
વાક્યોઃ
- મહેનત વિના સફળતા મળતી નથી.
- મહેનતુ માણસને સફળતા મળે છે.
(5) આળસ – સંજ્ઞા, આળસુ – વિશેષણ
વાક્યોઃ
- આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે.
- આળસુ સુખી થતો નથી.
માલમ હલેસાં માર વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
દિયર શાનો સરદાર છે?
A. લશ્કરનો
B. ગામનો
C. આળસનો
D. મૂરખનો
ઉત્તરઃ
C. આળસનો
પ્રશ્ન 2.
દિયર ઘોડલાં ખેલે છે, જ્યારે ભાભીના પતિ શું કરે છે?
A. કમાય છે
B. સવારી કરે છે
C. ખરચે છે
D. આળસ કરે છે
ઉત્તરઃ
A. કમાય છે
પ્રશ્ન 3.
વહાણ હંકારનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
A. વાલમ
B. માલમ
C. નાવિક
D. પાયલોટ
ઉત્તરઃ
B. માલમ
પ્રશ્ન 4.
આ કાવ્યમાં કોના સંબંધનાં મીઠાં સંસ્મરણો છે?
A. ભાભી – દિયરનાં
B. ભાઈ – ભાભીનાં
C. ભાઈ – બહેનનાં
D. દિયર – પદમણી નારનાં
ઉત્તરઃ
A. ભાભી – દિયરનાં
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો?
પ્રશ્ન 1.
આ કાવ્યમાં કોણ, કોને ટકોર કરે છે?
ઉત્તરઃ
આ કાવ્યમાં ભાભી, દિયરને ટકોર કરે છે.
પ્રશ્ન 2.
ભાભી કોને આળસના સરદાર કહે છે?
ઉત્તરઃ
ભાભી દિયરને આળસના સરદાર કહે છે.
પ્રશ્ન 3.
દિયર કેવી નારીને પરણવા ઝંખે છે?
ઉત્તર :
દિયર પદમણી નારીને પરણવા ઝંખે છે.
પ્રશ્ન 4.
શ્રીલંકા માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
ઉત્તરઃ
શ્રીલંકા માટે કાવ્યમાં ‘સિંહલદ્વીપ’ શબ્દ વપરાયો છે.
પ્રશ્ન 5.
દિયર હલેસાં મારવાનું કોને કહે છે?
ઉત્તર :
દિયર હલેસાં મારવાનું માલમને કહે છે.
પ્રશ્ન 6.
દિયર ભાભીને શાની ધારે જીવવાનું કહે છે?
ઉત્તરઃ
દિયર ભાભીને જીભલડીની ધારે જીવવાનું કહે છે.
પ્રશ્ન 7.
નીચેના પ્રશ્નનો ઉત્તર આપોઃ દિયર શા માટે પોતાના અવતારને નકામો ગણે છે?
ઉત્તરઃ
ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તે ભાઈની કમાણી ઉપર જલસા કરે છે, તેથી દિયર પોતાના અવતારને નકામો ગણે છે.
પ્રશ્ન 8.
નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ સમજાવોઃ કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં – જીવો જીભલડીની ધાર;
ઉત્તરઃ
મારા કેસરભીનાં (આનંદી, ઉમંગી) ભાભી, તમે આનંદથી ઘણું જીવો. તમે જીભની ધારે જ જીવો. (તમે મને ટકોર કરી ન હોત તો હું આવું સુંદર જીવન પામ્યો ન હોત.)
પ્રશ્ન 9.
નીચેના દરેક શબ્દનો વાક્યપ્રયોગ કરોઃ
(1) સિંહલદ્વીપ
(2) દ્વાર
(3) મધદરિયો
(4) મતિ
ઉત્તરઃ
(1) વર્ષો પહેલાં શ્રીલંકાને લોકો સિંહલદ્વીપ તરીકે ઓળખતા હતા.
(2) ઘરના દ્વાર આગળ જ તે બેભાન થઈ ગયો.
(3) મધદરિયે ભારે તોફાન હોવાથી નાવિકોને ચેતવણી આપવામાં આવી.
(4) દરેક વ્યક્તિએ સારી મતિ રાખવી.
માલમ હલેસાં માર વ્યાકરણ Vyakaran
1. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો:
- મેણું = મહેણું, કટાક્ષ
- લક્ષ્મી = ધન, દોલત
- નાર = નારી, સ્ત્રી
- દ્વાર = બારણું, કમાડ
- જીભલડી = જિદ્વા, રસના
- સાર = કસ, સત્ત્વ
2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
- સુધારવી ✗ બગાડવી
- સાર ✗ અસાર, નિઃસાર
- સુમતિ ✗ કુમતિ
- જવું ✗ આવવું
- પ્રગતિ ✗ અધોગતિ
- ઇચ્છા ✗ અનિચ્છા
3. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ
- મધદરીયો
- લક્ષમી
- મોતિડા
- ધ્વાર
- મતી
ઉત્તરઃ
- મધદરિયો
- લક્ષ્મી
- મોતીડાં
- દ્વાર
- મતિ
4. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખોઃ
- વહાણ હંકારનાર – માલમ
- ઉત્તમ પ્રકારની સ્ત્રી – પદમણી પદ્મિની)
5. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો
- મહેણું મારવું – મર્મવચન કહેવું, ટોણો મારવો વાક્ય નરસિંહ મહેતાને એમની ભાભીએ મહેણું માર્યું હતું.
- બળ્યો અવતાર – જીવન નકામું હોવું વાક્ય : દીકરાનાં કુકર્મ જોઈને માબાપને થયું કે બળ્યો અવતાર !
- બેડલો પાર થવો – (અહીં) સમૃદ્ધ થવું વાક્ય જમીનમાંથી ધનનો ચરુ મળતાં રામલાલનો બેડલો પાર થઈ ગયો.
- મોતીડે પોખવું – ઉમળકાથી વધાવવું, આવકાર આપવો વાક્યઃ ગોપીઓએ શ્રીકૃષ્ણને મોતીડે પાંખ્યા.
- મનનાં દ્વાર ખોલવાં – સાચી દિશા બતાવવી કે સાચું જ્ઞાન આપવું વાક્યઃ ગુરુએ શિષ્યના મનનાં દ્વાર ખોલી નાખ્યાં.
6. નીચેનાં શબ્દજોડકાંના દરેક શબ્દનો અર્થ લખો:
(1) દ્વિપ – દ્વીપ
(2) નાર – નાળ
(3) ધાર – ઢાળ
ઉત્તરઃ
(1) દ્વિપ – હાથી
દ્વીપ – બેટ
(2) નાર – સ્ત્રી; નારી
નાળ – લાંબી પોલી દાંડી કે નળી
(3) ધાર હથિયાર કે ઓજારનો આગળનો તીક્ષ્ણ ભાગ
ઢાળ – ઢોળાવ, ઉતાર
7. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ
(1) માલમ, મેણું, મતિ, મોતી
(2) બંદર, અવતાર, હલેસાં, સરદાર
ઉત્તર :
(1) મતિ, માલમ, મેણું, મોતી
(2) અવતાર, બંદર, સરદાર, હલેસાં
માલમ હલેસાં માર Summary in Gujarati
કાવ્યની સમજૂતી
હે નાવિક! મારે મધદરિયાની પેલે પાર (કિનારે) જવું છે, તું મોટાં હલેસાં માર (ઝડપ કરો, મારી ભાભીએ મને મહેણું માર્યું છે. (એ મને કહે છે 🙂 દિયર આળસનો સરદાર છે. મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી ઉપર જલસા કરે, એનો તો અવતાર જ નકામો છે! (એના જીવનને ધિક્કાર છે.)
મારે જાવા બંદરે જવું છે, જ્યાં લક્ષ્મી(ધનદોલત)નો કોઈ પાર નથી. જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે (તેઓ ધનદોલતથી સમૃદ્ધ થઈ જાય છે.)
મારે ઉત્તમ સ્ત્રી(પદ્મિની)ને પરણવા સિંહલદ્વીપ (શ્રીલંકા) જવું છે. (હવે તો) મારી ભાભી મને મોતીથી પોખે (ઉમળકાથી આવકારે) તો જ જીવવામાં સાર છે.
હે ભાભી ! તમે ઘરરખુ ગૃહિણી છો, તમે સો વરસ જીવતાં રહો. તમે મને સતત મેણાં મારતાં રહો. (એ જીભથી તમે મને મહેણું ન માર્યું હોત તો મારો ઉદ્ધાર ન થાત.) તમે મહેણાં મારીને મારી બુદ્ધિ સુધારી અને મારા મનનાં બંધ દ્વાર ખોલી નાખ્યાં.
હે નાવિક! મારે મધદરિયાની પેલે પાર (કિનારે) જવું છે, તું મોટાં હલેસાં માર (ઝડપ કરો.
ભાષાસજતા
ગુણવાચક વિશેષણ નીચેનાં વાક્યો વાંચોઃ
- લુચ્ચું શિયાળ ભાગી ગયું.
- ઠંડું પાણી માટલીમાં છે.
- ગળ્યો કંસાર કોને ન ભાવે?
- અભિમાની માણસનો વિનાશ થાય છે.
- ડાહ્યાં છોકરાં સૌને ગમે.
આ વાક્યોમાં લુચ્ચું (શિયાળ), ઠંડું (પાણી), ગળ્યો (કંસાર), અભિમાની (માણસ), ડાહ્યાં (છોકરાં) એ વિશેષણો (સંજ્ઞાઓનાં) છે. તે સંજ્ઞાના ગુણ બતાવે છે. સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ’ કહે છે.
કાળો રંગ, લાલ ચૂંદડી, સ્વચ્છ આંગણું, પ્રેમાળ માતા – ઘાટા અક્ષરે બતાવેલાં પદો ગુણવાચક વિશેષણો છે.
અઘરા શબ્દોના અર્થ
- માલમ – વહાણ ચલાવનાર, નાવિક
- હલેસું – નાનાં હોડકાં પાણીમાં ચલાવવા માટે નીચેના ભાગે પાટિયું જડેલો લાકડાનો ઝંડો
- મધદરિયો – દરિયાનો મધ્ય ભાગ
- પાર – કાંઠો, તીર
- મેણું – મહેણું, મર્મવચન, હૃદયને આઘાત આપે તેવું કઠોર વચન
- ભાભલડી – ભાભી
- દે’ર – દિયર આળહ – આળસ
- જાવા – હિંદ મહાસાગરમાં આવેલો એક બેટ
- લખમી – લક્ષ્મી, પૈસો
- ગિયા – ગયા
- સિંહલદ્વીપ – શ્રીલંકા પદમણી
- નાર – પદ્મિની (ઉત્તમ) સ્ત્રી
- પોંખવું – વધાવવું
- સાર – કસ, સાર્થકતા
- કેસરભીનાં – કેસરથી રંગાયેલાં, (અહીં) ઉમંગી, ગરવી, ઘરરખ્ખું
- મતિ – બુદ્ધિ
રૂઢિપ્રયોગ
- મેણું મારવું – ટોણો મારવો, મર્મવચન કહેવું, કડવા શબ્દો કહેવા ઘોડલા
- ખેલવા – (અહીં) જલસા કરવા
- બળ્યો અવતાર – જીવન નકામું હોવું બેડલો પાર
- થવો – સંપૂર્ણ સફળતા મળવી, (અહીં) સમૃદ્ધ થવું
- મોતીડે પોંખવું – આવકાર આપવો, ઉમળકાથી વધાવવું
- જીભલડીની ધારે જીવવું – સતત કઠણ વચન કહેતા રહેવું
- મનનાં દ્વાર ખોલવાં – સાચી દિશા બતાવવી કે સાચું જ્ઞાન આપવું