Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2
Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Textbook Questions and Answers
1. નીચે આપેલા શબ્દોના અર્થ આપી તેનો વાક્યપ્રયોગ કરો.
(1) સરિયામ
(2) વિલાસ
(3) અનાયાસે
(4) જીવનપાથેય
(5) શાખ
ઉત્તરઃ
(1) સરિયામ – મુખ્ય, ધોરી
વાક્યઃ ભરઉનાળે સરિયામ રસ્તા પર બહુ ઓછા માણસો જોવા મળે છે.
(2) વિલાસ-મોજ, શોખ
વાક્ય: ધનપતરાયે વિલાસ પાછળ લખલૂટ પૈસો વાપરી નાખ્યો.
(3) અનાયાસે – સહેલાઈથી, સુગમ રીતે
વાક્ય : આ પરીક્ષામાં અનાયાસે જ તે વર્ગમાં પ્રથમ આવી ગયો.
(4) જીવનપાથેય – જીવનને ઉપયોગી ભાથું
વાક્યઃ મહાત્મા ગાંધીએ આ પેઢીના યુવાનો માટે જીવનપાથેય પૂરું પાડ્યું છે.
(5) શાખ – આબરૂ, પ્રતિષ્ઠા
વાક્ય સમાજમાં મારા કાકાની શાખ ઘણી સારી છે.
(6) સિંહલદ્વીપ – શ્રીલંકા
વાક્ય : સિંહલદ્વીપ ભારતના દક્ષિણ છેડે આવેલો એક ટાપુ છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
પ્રશ્ન 1.
ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો ?
ઉત્તરઃ
ભીખુની મા અને એનાં ભાંડુ ભૂખ્યાં હતાં. એની પાસે એટલા દાળિયા નહોતા, કે જેથી ઘરનાં બધાંની ભૂખ સંતોષી શકાય. બધાંને દાળિયા મળી રહે એ માટે ભીખુએ દાળિયા ખાધા નહિ. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની મા આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે.
પ્રશ્ન 2.
કાકાસાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શો હતો ?
ઉત્તરઃ
વકીલ થવામાં લાંચ લેવાનું થાય, પ્રજાને હેરાન કરવી પડે ને અન્યાય કરવો પડે, જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે તેને અન્યાય પણ ન થાય. વળી એન્જિનિયર થવાથી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળ લેખકનો આ હેતુ હતો.
પ્રશ્ન 3.
ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે. ?
ઉત્તરઃ
ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને ભાઈની કમાણી પર જલસા કરો છો. તમારો અવતાર નકામો છે.
પ્રશ્ન 4.
‘નિરંતર ઉદ્યોગ એટલે બા’ – એમ લેખક શા માટે કહે છે ?
ઉત્તરઃ
બા આવ્યાં ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધાં નહોતાં. તેમણે કર્મ અને ધર્મને સમાન ગણ્યા હતાં. તે કામઢાં હતાં અને સતત પ્રવૃત્તિશીલ રહેતાં હતાં. ઘરનાં નાનાંમોટાં તમામ કામકાજ કરવાં અને બાળકોને ઉછેરવાં, દિવસરાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી.
માટે લેખક કહે છે, “નિરંતર ઉદ્યોગ એટલે બા.”
3. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
પ્રશ્ન 1.
તરિયાતોરણ ……………………………
…………………………… ચરણ પખાળીએ જી રે.
ઉત્તરઃ
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી ….
ગંગાજમનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી ….
પ્રશ્ન 2.
ઊંચેથી આરપાર ……………………………
…………………………… વાછંટો રહેશે મકાનમાં.
ઉત્તરઃ
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે
ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે
ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને
કાલથી તો વાછેટો રહેશે મકાનમાં,
4. નીચેના રૂઢિપ્રયોગનો વાક્યપ્રયોગ કરો.
(1) ઉગારી લેવું
(2) રાડ ફાટી જવી
(3) ગળગળા થવું
(4) ઉમેદ બર ન આવવી
ઉત્તરઃ
(1) ઉગારી લેવું – બચાવી લેવું
વાક્યઃ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને, મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધાં.
(2) રાડ ફાટી જવી – ભયથી ચીસ પડાઈ જવી
વાક્ય: રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેઈલ થઈ જતાં, સૌની રાડ ફાટી ગઈ.
(3) ગળગળા થવું – ભાવુક થઈ ઊઠવું
વાક્યઃ દીકરીને સાસરે વિદાય કરતાં કુટુંબીજનો ગળગળાં થઈ ગયાં.
(4) ઉમેદ બર ન આવવી – આશા ન ફળવી
વાક્યઃ નાપાસ થતાં, નિખિલની એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી.
5. નીચે આપેલી કહેવતો સમજાવો.
પ્રશ્ન 1.
દશેરાએ ઘોડું ન દોડવું
ઉત્તરઃ
પહેલાં દશેરાને દિવસે ઘોડાઓની સ્પર્ધા થતી. આખું વરસ ઘોડું દોડતું હોય ને જ્યારે સ્પર્ધા હોય ત્યારે જ ન દોડે, એ સંદર્ભમાં આ કહેવત રચાઈ છે. માણસને જે સમયે જરૂર હોય ત્યારે જ કોઈ વસ્તુ ઉપયોગમાં ન આવે ત્યારે આ કહેવત પ્રયોજાય છે.
પ્રશ્ન 2.
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
ઉત્તરઃ
લાંબો સમય ચાલ્યા પછી પણ પોતાની મંજિલ દેખાતી ન હોય ત્યારે કોઈ પૂછે, ‘હજી કેટલું દૂર છે?” ત્યારે હવે સાવ નજીક છે.” એ જણાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે.
6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(1) જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી
(2) તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય
(3) પવનથી ઊડેલા વરસાદના છાંટા
(4) ચાંદીનો રણકારવાળો સિક્કો
(5) તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર
(6) પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર
ઉત્તરઃ
(1) જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી – સુહાગણ, સૌભાગ્યવતી
(2) તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય – શિષ્યવૃત્તિ
(3) પવનથી ઊડેલા વરસાદના છાંટા – વાછંટ
(4) ચાંદીનો રણકારવાળો સિક્કો – કલદાર
(5) તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર – મામલતદાર
(6) પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર – જાજરમાન
7. …………… અને હું પરીક્ષા ન આપી શક્યો’ એ છેલ્લું વાક્ય બને તેવી નાનકડી પ્રસંગવાર્તા લખો.
ઉત્તર:
તે દિવસે મારી છ માસિક પરીક્ષાનું છેલ્લું પેપર આપવાનું હતું. હું ઘરેથી સમયસર નીકળ્યો અને બસની કતારમાં ઊભો રહ્યો. લગભગ વીસ-પચીસ મિનિટ ઊભો, છતાં બસ આવી નહિ.
થોડી વારમાં ખબર પડી કે શહેરની બસ સર્વિસના ડ્રાઇવરો અને કંડક્ટરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે. મેં તરત જ રિક્ષામાં બેસીને શાળા તરફ પ્રયાણ કર્યું. મારી રિક્ષા બરાબર ઈન્કમટેક્સ ઑફિસ પાસે પહોંચી ત્યાં એકાદ મિનિટમાં જ સિગ્નલ મળી ગયું.
રિક્ષા ડ્રાઇવરે રિક્ષા દોડાવી મૂકી. બરાબર એ જ વખતે એક ડોશીમા સિગ્નલ જોયા વગર રસ્તો ક્રૉસ કરતાં હતાં, અચાનક તે અમારી રિક્ષા સાથે અથડાઈને નીચે ગબડી પડ્યાં. તેમના કપાળમાં ફૂટપાથની ધાર વાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. જોતજોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું.
સદ્ભાગ્યે ટોળામાં મારા પિતાજીની ઑફિસમાં નોકરી કરતા દયારામકાકા પણ હતા. તે મને ઓળખી ગયા. અમે બંનેએ ડોશીમાને અમારી રિક્ષામાં બેસાડ્યાં અને તેમને દવાખાને લઈ ગયાં. સદ્ભાગ્યે તેમને થયેલી ઈજા ગંભીર ન હતી. દાક્તરે તેમને તાત્કાલિક સારવાર આપી.
તેમનું સરનામું પૂછીને અમે તેમના ઘરે મૂકી આવ્યા. આ બધી વિધિ કરવામાં લગભગ બે-ત્રણ કલાક નીકળી ગયા. “… અને હું પરીક્ષા ન આપી શક્યો.”
8. સૂચના મુજબ કરો.
પ્રશ્ન 1.
નીચે આપેલ શબ્દકોષ્ટકમાંથી વિશેષણ શોધીને તેની યાદી બનાવો.
ઉત્તરઃ
વિશેષણો :
- હોશિયાર
- પહેલો
- કાળું
- સફેદ
- ત્રણ
- ગરીબ
- છેલ્લો
- મોટો
- નાનો
પ્રશ્ન 2.
તમે શોધેલાં વિશેષણોનો વાક્યપ્રયોગ કરો.
ઉત્તરઃ
- રાહુલ હોશિયાર છોકરો છે.
- તે વર્ગમાં સૌથી પહેલો આવે છે.
- કાળું પાટલૂન તેને ગમે છે.
- તેને સફેદ રંગ ગમે છે.
- તેને ત્રણ ભાઈ છે.
- તે ગરીબ છે.
- વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી.
- તે ઘરમાં મોટો છે.
- તેનો નાનો ભાઈ પણ ભણે છે.
પ્રશ્ન 3.
તમે બનાવેલાં વાક્યોમાં રહેલા વિશેષણની સામે તેનો પ્રકાર લખો.
ઉત્તરઃ
વિશેષણોનો પ્રકારઃ
- ગુણવાચક વિશેષણો – કાળું, હોશિયાર, સફેદ, ગરીબ, મોટો, નાનો
- સંખ્યાવાચક વિશેષણો – પહેલો, ત્રણ, છેલ્લો
પ્રશ્ન 4.
બધાં વાક્યોને ચોક્કસ ક્રમમાં ગોઠવી એક ફકરા સ્વરૂપે લખો.
ઉત્તરઃ
ફકરોઃ રાહુલ હોશિયાર છોકરો છે. તે ગરીબ છે. તેને ત્રણ ભાઈ છે. તે ઘરમાં મોટો છે. તે વર્ગમાં સૌથી પહેલો આવે છે. તેનો નાનો ભાઈ પણ ભણે છે. તે કાળું પાટલૂન પહેરે છે. તેને સફેદ રંગ ગમે છે. વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી.
9. નીચે આપેલાં વાક્યો જે કાળમાં લખાયેલાં છે એના કરતાં જુદા કાળમાં લખો.
(1) બચુડાના મામા મામલતદાર હતા.
(2) હું પરીક્ષામાં પહેલો નંબર લાવીશ.
(3) એ તો હિન્દુસ્તાનના પિતા હતા.
(4) સાંજના સાત થવા આવ્યા હતા.
(5) સાંજ થવા આવી છે.
ઉત્તરઃ
(1) બચુડાના મામા મામલતદાર છે. (વર્તમાનકાળ)
(2) હું પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો હતો. (ભૂતકાળ)
(3) એ તો હિન્દુસ્તાનના પિતા છે. (વર્તમાનકાળ)
(4) સાંજના સાત થયા છે. વર્તમાનકાળ)
સાંજના સાત થવા આવશે. (ભવિષ્યકાળ)
(5) સાંજ થઈ ગઈ. (ભૂતકાળ)
સાંજ થશે. (ભવિષ્યકાળ)
10. તમારા ગામનાં પાદર, નદી, તળાવ, ખળું, ખેતર વગેરેની મુલાકાત લો. આ બધામાં તમને ગમતા દેશ્ય વિશે દસ વાક્યો લખો.
ઉત્તરઃ
મને ગમતું દશ્ય
જ્યારે હું ખેતરમાં ગયો ત્યારે ખેતરમાં પાક લહેરાઈ રહ્યો હતો. પંખીઓ ખેતરમાં તૈયાર થયેલા દાણા ખાવા માટે ઊડાઊડ કરતાં હતાં. પંખીઓનો કલશોર ખેતરના વાતાવરણને મનોહર બનાવતો હતો. ક્યાંક આંબા વાવેલા હતા. ખેતરની હરિયાળી હૃદયને અનેરું સુખ આપતી હતી.
મને થયું કે ધરતી એક જ છે, છતાં આપણા માટે ઉપયોગી એવું કેટકેટલું અહીં પેદા થાય છે. લીલાછમ ખેતરનું આ દશ્ય મને હંમેશાં યાદ રહેશે.