Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી Textbook Questions and Answers

એક જ દે ચિનગારી અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
કવિ ઈશ્વર પાસે શું માગે છે?
(ક) જિંદગી
(ખ) આભઅટારી
(ગ) ધનસંપત્તિ
(ઘ) ચિનગારી
ઉત્તરઃ
(ઘ) ચિનગારી

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

પ્રશ્ન 2.
તણખો ક્યાં ન પડ્યો?
(ક) ચિનગારીમાં
(ખ) જામગરીમાં
(ગ) સગડીમાં
(ઘ) વિપતમાં
ઉત્તરઃ
(ખ) જામગરીમાં

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે?
ઉત્તર :
કવિએ પોતાનું જીવન અનેક પ્રકારનાં નિરર્થક કામો કરવામાં ખરચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહિ. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે.

પ્રશ્ન 2.
કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
ઉત્તરઃ
પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઊઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહિ. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે.

એક જ દે ચિનગારી સ્વાધ્યાય

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો :
(1) કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે?
ઉત્તર:
કવિ માત્ર એક જ ચિનગારી માગે છે, કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે.

(2) ‘જીવન ખરચી નાખવું એટલે શું કરવું?
ઉત્તરઃ
“જીવન ખરચી નાખવું એટલે અનેક નાનાં – મોટાં કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું.

(3) ‘મહેનત ફળવી’ એટલે શું?
ઉત્તરઃ
‘મહેનત ફળવી’ એટલે જીવનમાં સારાં કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

(4) ‘જામગરી’ શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે?
ઉત્તરઃ
‘જામગરી’ શબ્દ અહીં ‘જિંદગી’ના અર્થમાં વપરાયો છે.

પ્રશ્ન 2.
(અ) નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
(1) અનલ
(2) વિપત
(3) ચાંદો
(4) સૂરજ
(5) કાયા
(6) લોટું
ઉત્તરઃ
(1) અનલ = અગ્નિ, આગ
(2) વિપત = વિપત્તિ, આપત્તિ, આફત
(3) ચાંદો = ચંદ્ર, શશી
(4) સૂરજ = સૂર્ય, રવિ
(5) કાયા = દેહ, તન, શરીર
(6) લોઢું = લોખંડ, લોહ

(બ) નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો :
મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથસાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્ગીતા.
ઉત્તરઃ
ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. દેરાસર એ જૈનોનું ધર્મસ્થાન છે. જૈનો ત્યાં પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરવા જાય છે. કુરાનમાં રોજ અલ્લાની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. ત્યાં આતશ – અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે.

કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથસાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે. એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોનાં ભજનો – પદો છે. ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે.

ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે. ભગવદ્ગીતા હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રીકૃષ્ણ આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે.

3. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો :

પ્રશ્ન 1.
સગડી અને આભઅટારી
ઉત્તરઃ
સગડી – જીવનનું પ્રતીક છે.
આભઅટારી – આભની અટારી તારાનું પ્રતીક છે. અર્થાત્ આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

પ્રશ્ન 2.
કાયા અને માયા
ઉત્તર :
કાયા – દેહ, શરીર.
માયા – સંસારની મોહમમતા અહીં “શરીર’ માનવનો દેહ છે અને સંસારની મોહમમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે.

પ્રશ્ન 3.
થથરે અને ફફડે
ઉત્તરઃ
થથરે – ઠંડીમાં કાયા થથરે છે.
ફફડે – ડરથી માણસ ફફડે છે. અર્થાત્ “થથરાટ’માં કંપનની ક્રિયા છે, ‘ફફડાટમાં ભયની અનુભૂતિ છે.

Std 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી Additional Important Questions and Answers

એક જ દે ચિનગારી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“એક જ દે ચિનગારી પ્રાર્થનાકાવ્યનો ભાવાર્થ લખો.
ઉત્તરઃ
‘એક જ દે ચિનગારી પ્રાર્થનાકાવ્યમાં કવિ પરમાત્માને “મહાનલ’ અર્થાત્ અગ્નિસ્વરૂપે સંબોધે છે. કવિ પરમાત્માને કહે છે કે ચકમક સાથે લોઢું ઘસવામાં મેં મારી આખી જિંદગી ખરચી નાખી, પણ જામગરીમાં એક તણખો પડ્યો નહિ એટલે કે જીવનને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પણ મળ્યું નહિ. મારી બધી મહેનત વ્યર્થ ગઈ.

તમારા તેજથી ચાંદો, સૂરજ અને આભની અટારી તારારૂપે ઝળહળે છે, પણ મારી જીવનરૂપી નાનકડી સગડી પ્રકાશિત થઈ નથી. ઠંડીમાં મારી કાયા દૂજે છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. તે વિશ્વાનલ! હું આપની પાસે માત્ર એક જ ચિનગારી’ માગું . બીજું કાંઈ માગતો નથી.

આમ, આ પ્રાર્થનાકાવ્યમાં કવિ શુદ્ધ હૃદયે અને વિનમ્રભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની પોતાની ઇચ્છા પ્રગટ કરે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“ના સળગી એક સગડી મારી’ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર :
“ના સળગી એક સગડી મારી’ દ્વારા કવિ કહેવા માગે છે કે અગ્નિસ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળે છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણખો પણ મળ્યો નહિ. મારું જીવન અંધકારમય જ રહ્યું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

પ્રશ્ન 2.
અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ?
ઉત્તર :
કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલરૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ અને આકાશની અટારીએ તારા ઝળહળે છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે?

પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે.

3. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે?
ઉત્તરઃ
કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માગણી કરે છે.

પ્રશ્ન 2.
કવિએ પોતાનું જીવન શેમાં ખરચી નાખ્યું?
ઉત્તર :
કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત્ અનેક જાતનાં નિરર્થક કામો કરવામાં ખરચી નાખ્યું.

પ્રશ્ન 3.
કવિના મતે શું શું સળગ્યું?

ઉત્તરઃ
કવિના મતે ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળગ્યા અર્થાત્ પરમાત્માના તેજથી પ્રકાશિત થયા.

પ્રશ્ન 4.
“ચિનગારી’ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તરઃ
મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ (ચિનગારી) મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહેવા માગે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

પ્રશ્ન 5.
સગડી કેમ ના સળગી?
ઉત્તર :
કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહિ. આથી સગડી ના સળગી.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
કવિ પરમાત્માને કર્યું સંબોધન કરે છે?
A. રાજાધિરાજ
B. પરવરદિગાર
C. મહાનલ, વિશ્વાનલ
D. દેવાધિદેવ
ઉત્તરઃ
C. મહાનલ, વિશ્વાનલ

પ્રશ્ન 2.
“એક જ દે ચિનગારી’ કાવ્યના કવિનું નામ શું છે?
A. હરિહર ભટ્ટ
B. નરસિંહ મહેતા
C. કવિ ન્હાનાલાલ
D. દયારામ
ઉત્તરઃ
A. હરિહર ભટ્ટ

પ્રશ્ન 3.
“એક જ દે ચિનગારી’ કાવ્યનું સ્વરૂપ જણાવો.
A. ગરબી
B ભજન
C. પ્રાર્થનાગીત
D. સૉનેટ
ઉત્તરઃ
C. પ્રાર્થનાગીત

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

5. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો: (ચિનગારી, વિપત, જામગરી, કાયા)

(1) ઠંડીમાં મુજ ૬ થથરે.
(2) એક જ દે
(3) વાત ની ભારી.
(4) માં તણખો ન પડ્યો.
ઉત્તરઃ
(1) કાયા
(2) ચિનગારી
(3) વિપત
(4) જામગરી

6. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) દાવાનલ! એક જ દે ચિનગારી.
(2) ન ફળી મહેનત મારી.
(3) વિશ્વાનલ! મેં બહુ માગી લીધું.
(4) ચાંદો ફફડ્યો, સૂરજ ફફડ્યો.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખોટું

એક જ દે ચિનગારી વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

(1) અધિક ✗ ઓછું
(2) ધીરજ ✗ ઉતાવળ
(3) જિંદગી ✗ મૃત્યુ
(4) ઠંડી ✗ ગરમી
(5) સવાર ✗ સાંજ
(6) આભ ✗ ધરતી

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

2. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવોઃ

(1) ન્ + અ + + અ + સ્ + ઈ = ખરચી
(2) ત્ + અ + ણ્ + અ + ખ + ઓ = તણખો
(3) સ્ + + ન્ + અ + + આ + ૨ + ઈ = ચિનગારી

3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો:

(1) જન = સ્ + અ + નું + અ
(2) સળગી = સ્ + અ + ણ્ + અ + ન્ + ઈ.
(3) મહાનલ = મ્ + અ + + આ + ન્ + અ + સ્ + અ

4. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખોઃ

(1) ચીનગારિ
(2) જીંદગિ
(3) વિસ્વાનલ
ઉત્તરઃ
(1) ચિનગારી
(2) જિંદગી
(3) વિશ્વાનલ

5. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરો:

(1) જિંદગી ખરચી નાખવી – જીવન વેડફી દેવું
વાક્ય : માએ સંતાનો પાછળ આખી જિંદગી ખરચી નાખી.

(2) મહેનત ન ફળવી – મહેનત વ્યર્થ જવી
વાક્યઃ મીતાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ એની મહેનત ફળી નહિ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

(3) ધીરજ ખૂટવી – ધીરજ ન રહેવી, આશા છોડી દેવી
વાક્યઃ વર્ગમાં સતત તોફાન કરતાં વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ગઈ.

6. નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડોઃ

(1) મહાનલ = મહા + અનલ
(2) વિશ્વાનલ = વિશ્વ + અનલ

એક જ દે ચિનગારી Summary in Gujarati

એક જ દે ચિનગારી કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી 2
હરિહર પ્રાણશંકર ભટ્ટ (જન્મ ઈ. સ. 1895, મૃત્યુઃ ઈ. સ. 1978)

એક જ દે ચિનગારી પ્રાર્થનાકાવ્યમાં કવિ મહાનલસ્વરૂપ પરમાત્મા પાસે ધનવૈભવ, સત્તામહત્તા કે ભોગવિલાસ નથી માગતા. તેઓ તો પરમાત્મા પાસે એક જ ચિનગારી માગે છે. જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય. જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી, વિનમ્રભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે.

એક જ દે ચિનગારી કાવ્યની સમજૂતી

હે મહાનલ ! હે પરમ પિતા પરમેશ્વર ! હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું.

ચકમક અને લોઢું ઘસતાં ઘસતાં (જિંદગીનાં નાનાં – મોટાં કાર્યો કરતાં કરતાં) મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરીમાં તણખો પડ્યો નહિ. (જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહિ.) એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા ! હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ (ચિનગારી) માગું છું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી (તારારૂપે) ઝળહળી ઊઠી, પણ એક મારી જીવનરૂપી સગડી સળગી નહિ (મારા જીવનમાં પ્રકાશ થયો નહિ.) મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. તે પરમાત્મા! હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ (ચિનગારી) માગું છું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી 3

ઠંડીમાં હું ધ્રૂજી ઊઠું છું. (અનેક પ્રકારનાં દુઃખો મને ડરાવી રહ્યાં છે.) હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. તે વિશ્વાનલ ! હું આપની પાસે વધારે કશું માગતો નથી. હે પરમાત્મા ! માગું છું માત્ર એક જ ચિનગારી’ જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે.

ભાષાસજ્જતા

સ્વર અને વ્યંજન
ભાષાનો નાનામાં નાનો ઘટક (એકમ) તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓ પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. જીભ એ મોંમાં હલનચલન કરી શકતો એક અવયવ છે. જીભનો કોઈ એક ભાગ મોંની અંદર ઊંચો – નીચો થાય છે ત્યારે મોંના જુદાં જુદાં પોલાણોમાંથી હવા પસાર થાય ત્યારે સ્વર અને વ્યંજનનું નિર્માણ થાય છે.

સ્વરઃ મોં કે નાકમાંથી બહાર નીકળતી હવા કોઈ પણ અવરોધ વિના, જુદાં જુદાં પોલાણોમાંથી આંદોલિત થાય ત્યારે બહાર નીકળતા ધ્વનિઓ સ્વર ધ્વનિ છે. એનો ઉચ્ચાર બીજા કોઈ પણ ધ્વનિની સહાય વિના થઈ શકે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

દા.ત., અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઓ, … વગેરે.

વ્યંજનઃ ફેફસાંમાંથી નીકળતી હવા નાદમંત્રીઓ(સ્વરપેટી)માંથી પસાર થઈ મોં કે નાકમાંથી બહાર આવે છે. આ રીતે બહાર આવતી હવા શ્વસનતંત્રના માર્ગમાં આવેલા અવયવો દ્વારા આંશિક રીતે કે સંપૂર્ણપણે અવરોધાતાં જે ધ્વનિઓનું નિર્માણ થાય છે તેને વ્યંજન કહે છે.

આ વ્યંજનનું એકલું ઉચ્ચારણ થઈ શકતું નથી. એને સ્વરની સહાય લેવી પડે છે અર્થાત્ સ્વરની મેળવણી (અંજન) કરવી પડે તે વ્યંજન.

નાદતંત્રીના કંપનની દષ્ટિએ આવા ધ્વનિના બે ભાગ પડે છે : અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ.

અઘોષ ધ્વનિ : ઉચ્ચારણ સમયે નાદતંત્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચારણ સમયે નાદતંત્રી અલ્પમાત્રામાં કંપે ત્યારે તે અઘોષ ધ્વનિ કહેવાય છે. દા.ત., ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, …

ઘોષ ધ્વનિ : ઉચ્ચારણ સમયે નાદતંત્રી સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં કંપે ત્યારે તે ઘોષ ધ્વનિ કહેવાય છે. દા.ત., ગ, ઘ, ચ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ, …

ફેફસાંમાંથી નીકળતી હવાના પ્રમાણની દષ્ટિએ પણ આવા ધ્વનિઓના બે ભાગ પાડે છે: અલ્પપ્રાણ ધ્વનિ અને મહાપ્રાણ ધ્વનિ.

અલ્પપ્રાણ ધ્વનિઃ વ્યંજન – ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસાંમાંથી નીકળતી હવાનું પ્રમાણ ઓછું (અલ્પ) હોય ત્યારે અલ્પપ્રાણ ધ્વનિનું નિર્માણ થાય છે. દા.ત., ક, ગ, ચ, જ, ટ, ઠ, ત, દ, ૫, બ

મહાપ્રાણ ધ્વનિઃ વ્યંજન – ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ફેફસાંમાંથી નીકળતી હવાનું પ્રમાણ વધારે (મહા) હોય ત્યારે મહાપ્રાણ ધ્વનિનું નિર્માણ થાય છે. દા.ત., ખ, ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, ધ, ફ, ભ

ઉચ્ચારણસ્થાનની દષ્ટિએ વ્યંજન – ધ્વનિના મુખ્ય પાંચ ભાગ પડે છે કંક્ય, તાલવ્ય, મૂર્ધન્ય (વર્લ્સ), દત્ય અને ક્ય.

નાદતંત્રીના કંપનની દષ્ટિએ આ પાંચ ભાગના વ્યંજનોના પ્રથમ બે વ્યંજન અઘોષ ધ્વનિ છે અને ત્રીજા અને ચોથો વ્યંજન ઘોષ ધ્વનિ છે. એ જ રીતે ફેફસાંમાંથી નીકળતી હવાના પ્રમાણની દષ્ટિએ આ પાંચ વિભાગનો પહેલો અને ત્રીજો વ્યંજન ધ્વનિ અલ્પપ્રાણ ધ્વનિ છે અને બીજા અને ચોથો વ્યંજનધ્વનિ મહાપ્રાણ ધ્વનિ છે.

વ્યંજનનું વિભાગીકરણ નીચે દર્શાવ્યું છેઃ
Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી 1

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

અનુનાસિક ધ્વનિઃ ઉચ્ચારણ વખતે હવાનું મોજું નાક(નાસિકા)માંથી કે મોંમાંથી પસાર થઈ બહાર આવે ત્યારે જે ધ્વનિ નિર્માણ પામે છે એને અનુનાસિક ધ્વનિઓ તરીકે ઓળખવામાં આવે છે. દા. ત., ડ, ગ, ણ, ન અને મ અનુનાસિક ધ્વનિઓ છે.

અક્ષર : સામાન્યપણે આપણે વર્ણ અને અક્ષર બંનેનો એક જ અર્થ થાય એમ માનીએ છીએ, પણ વર્ણ કે ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે. જ્યાં એ આ ઘટક શ્રેણીરૂપે ઉચ્ચારાય ત્યારે અક્ષરની રચના થાય છે. વ્યંજન – સ્વરની મેળવણી સાથેનો જે એક ઘટકરૂપ સમૂહ હોય તે અક્ષર તરીકે ઓળખાય છે.

એમ પણ કહી શકાય કે ફેફસાંમાંથી આવતી હવાના એક ધક્કા સાથે જે ધ્વનિઓ એકીસાથે ઉચ્ચારાય તે અક્ષર.

દા.ત., ; + અ = ક, + આ = કા, ન્ + આ = બા
અહીં ક, કા અને બા આ ત્રણેયને અક્ષર કહેવાય અને ક, અ, આ, બુ વર્ણો કે ધ્વનિઓ કહેવાય.
1. નીચેના વ્યંજન – સ્વરને જોડીને શબ્દ બનાવો:
(1) ચુ + + નું + અ + ગુ + આ + $ + ઈ = ચિનગારી
(2) ત્ + અ + ણ્ + અ + ખ + ઓ = તણખો
(3) સ્ + અ + ૮ + ઉ + ૨ + આ = ચતુરા

2. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી તે સ્વર છે કે વ્યંજન તે જણાવો?
(1) ધીરજ
(2) સગડી
(3) વિશ્વાનલ

(1) ધૂ+ ઈ + ૨ + અ + સ્ + અ
(ધુ, ૨ અને જૂ વ્યંજન છે, ઈ, અ, આ સ્વર છે.)

(2) સ્ + અ + ન્ + અ + ડૂ + ઈ
(સ્, ગુ અને ડું વ્યંજન છે, અ, બ, ઈ સ્વર છે.)

(3) વ્ + + શું + વ્ + આ + ન્ + અ + સ્ + આ
(૬, , , જૂ અને હું વ્યંજન છે, ઇ, આ, અ, અ સ્વર છે.)

Class 8 Gujarati Textbook Solutions Chapter 2 એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી શબ્દાર્થ

  • ચિનગારી – તણખો, (અહીં) જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ.
  • મહાનલ – મોટો અગ્નિ, (અહીં) અગ્નિ સ્વરૂપ પરમાત્મા, ચૈતન્યરૂપ અગ્નિ.
  • ચકમક – એક જાતનો પથ્થર (તેની સાથે લોખંડ ઘસવાથી અગ્નિના તણખા નીકળે છે).
  • જામગરી – તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો, પલીતો, (અહીં) જિંદગી.
  • સળગ્યો – (અહીં) પ્રકાશિત થયો.
  • વિપત – દુઃખ, મુશ્કેલી.
  • આભઅટારી – (અહીં) આકાશરૂપી ઝરૂખો (તારા).
  • સગડી – (અહીં) હૈયું.
  • ઠંડીમાં – જડતાની, નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં.
  • કાયા – શરીર.
  • થથરે – કાંપે.
  • વિશ્વાનલ – અગ્નિરૂપી પરમાત્મા.
  • અધિક – વધારે.

રૂઢિપ્રયોગ

  • જિંદગી ખરચી નાખવી – જીવન વેડફી દેવું.
  • મહેનત ન ફળવી – મહેનત વ્યર્થ જવી.
  • ધીરજ ખૂટવી – ધીરજ ન રહેવી, આશા છોડી દેવી, હિંમત હારી જવી.

Leave a Comment

Your email address will not be published.