Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા – ટુચકા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા – ટુચકા
Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા – ટુચકા Textbook Questions and Answers
કિસ્સા – ટુચકા અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ [ ] માં લખો :
પ્રશ્ન 1.
પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી?
(ક) લેખકને
(ખ) છોટુભાઈને
(ગ) ગોવિંદને
(ઘ) તારમાસ્તરને
ઉત્તરઃ
D. તારમાસ્તરને
પ્રશ્ન 2.
બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો.
(ક) નારાયણ દેસાઈ
(ખ) મોરારજી દેસાઈ
(ગ) મહોદવભાઈ દેસાઈ
(ઘ) મગનભાઈ દેસાઈ
ઉત્તરઃ
C. મહાદેવભાઈ દેસાઈ
પ્રશ્ન 3.
મમ્મીએ મનુને કેટલાં કેળાં આપ્યાં?
(ક) ત્રણ
(ખ) ચાર
(ગ) પાંચ
(ઘ) એક
ઉત્તરઃ
A. ત્રણ
પ્રશ્ન 4.
‘કિસ્સા – ટુચકા” પાઠના લેખકનું નામ જણાવો.
(ક) નરહરિ પરીખ
(ખ) રતિલાલ બોરીસાગર
(ગ) બકુલ ત્રિપાઠી
(ઘ) સ્વામી આનંદ
ઉત્તરઃ
D. સ્વામી આનંદ
2. નીચેના દરેક પ્રશ્નનો એક – એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું?
ઉત્તરઃ
બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો.
પ્રશ્ન 2.
આખી રાત ચકરાવા મારીને બળદો ક્યાં આવી ઊભા?
ઉત્તરઃ
આખી રાત ચકરાવા મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા.
પ્રશ્ 3.
આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા?
ઉત્તરઃ
આઝાદી પહેલાં પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા.
પ્રશ્ન 4.
સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો?
ઉત્તરઃ
મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો સૂર્ય ઊગે જ નહીં તો શું થાય?
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો?
ઉત્તરઃ
આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડિયો થાકી ગયો હતો. ગાડું હાંકતાં – હાંકતાં ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાંસ પર લંબાવીને સૂઈ ગયો.
પ્રશ્ન 2.
બાબુ સાથે મનુએ ત્રણ કેળાં કેવી રીતે વહેંચીને ખાધાં?
ઉત્તરઃ
મનુએ સૌથી પહેલાં એક કેળું પોતે ખાધું પછી બાકીનાં બે કેળાંમાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળાં વહેંચીને ખાધાં.
કિસ્સા – ટુચકા સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
પ્રશ્ન 1.
ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ?
ઉત્તર :
ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં પેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસીઠાંસીને ભર્યા. સાંજ પડતાં તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો.
આખી રાત બળદો જંગલની ઘરેડોમાં આંટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યારે દાતણ કરવા બેઠેલાં ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માગ્યા. આમ, ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ.
પ્રશ્ન 2.
મુંબઈના રેલવે – અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા?
ઉત્તરઃ
એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશનમાસ્તરે ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવા જોઈએ.
આથી સ્ટેશનમાસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તારમાસ્તરને તાર કરી દેવા કહ્યું, પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તારમાસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું એટલે છોટુભાઈએ કહ્યું, “ભેંસનો વર.”
તારમાસ્તરે આમ તાર sul : ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા.
પ્રશ્ન 3.
ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો?
ઉત્તરઃ
ચાની દુકાને જઈ અંગ્રેજ બાંકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું, “ટુ કપ ટી !” (બે કપ ચા). આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો; કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું. એ તો કપટી’નો અર્થ ‘દગાબાજ’ સમજ્યો. એને એમ થયું કે આ અંગ્રેજે મને કપટી (દગાબાજ) કહ્યો. આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો.
પ્રશ્ન 4.
લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાઈ?
ઉત્તરઃ
લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય. તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાઈ. કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે એની પહાડીને નવાઈ લાગી હતી.
2. “બીજું વળી’ એવો પ્રયોગ પોતે જે વાત કરે છે, તેના સમર્થન માટે વપરાય છે. નીચેનાં ઉદાહરણો જુઓ અને આવાં બે વાક્યો બનાવો :
પ્રશ્ન 1.
પાડો એટલે ભેંસનો વર; બીજું શું વળી?
ઉત્તરઃ
આઝાદી એટલે સ્વતંત્રતા; બીજું શું વળી?
પ્રશ્ન 2.
ચારપાઈ એટલે ખાટલો; બીજું શું વળી?
ઉત્તરઃ
સાથિયો એટલે સ્વસ્તિક; બીજું શું વળી?
3. “ક” વિભાગમાં રૂઢિપ્રયોગ છે અને “ખ” વિભાગમાં તેના અર્થ આડાઅવળા મૂક્યા છે. યોગ્ય જોડકાં જોડો :
“ક” | “ખ” |
1. પેટનો ખાડો પૂરવો | 1. કરકસર કરી જીવવું |
2. પેટનું પાણી ન હલવું | 2. બીજાની છૂપી વાત જાણવી |
3. પેટે પાટા બાંધવા | 3. ભૂખ સંતોષવી |
4. પેટમાં પેસી નીકળવું | 4. ગુપ્ત વાત સાચવવી |
5. કોઈ જાતની અસર ન થવી |
ઉત્તર:
“ક” | “ખ” |
1. પેટનો ખાડો પૂરવો | 3. ભૂખ સંતોષવી |
2. પેટનું પાણી ન હલવું | 5. કોઈ જાતની અસર ન થવી |
3. પેટે પાટા બાંધવા | 1. કરકસર કરી જીવવું |
4. પેટમાં પેસી નીકળવું | 2. બીજાની છૂપી વાત જાણવી |
કિસ્સા – ટુચકા પ્રવૃત્તિ
પ્રશ્ન 1.
આવા બીજા કિસ્સા અને ટુચકા વર્ગ સમક્ષ કહો.
ઉત્તરઃ
ઉદાહરણરૂપે એક ટુચકો
પિતાએ દીપકને કહ્યું, ‘લે આ ચાર સંતરાં. એમાંથી બે સંતરાં ભાઈને આપે તો તારી પાસે કેટલાં રહે?” દીપકે કહ્યું, “ચાર.” પિતા બોલ્યા, ‘તારું ગણિત સાવ કાચું છે.’ દીપકે કહ્યું, એમ કાંઈ હું ભાઈને બે સંતરાં આપી દઉં એવો કાચો નથી.’
પ્રશ્ન 2.
છાપાંઓમાં અને સામયિકોમાં આવતા ટુચકા વાંચો અને તેનો સંગ્રહ કરો.
Std 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા – ટુચકા Additional Important Questions and Answers
કિસ્સા – ટુચકા પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પાઠમાં આપેલા કિસ્સાઓ શી રીતે રમૂજ પ્રેરે છે?
ઉત્તર :
ટેક્સ ન આપવો પડે એ માટે ગાડાવાળાને તેના પ્રયત્નમાં મળેલી નિષ્ફળતા, પાડાનું અંગ્રેજીમાં ‘ભેંસનો વર’ – ONE HUSBAND OF BUFFALO, બે કપ ચા’નું અંગ્રેજીમાં ટુ કપ ટી” સાંભળીને ચાના દુકાનદારે ગુસ્સામાં એ પહાડીને “તું કપટી’, તારો બાપ કપટી,’
એમ સંભળાવવું, પહાડ પર રહેતા લોકો સૂવા માટે ખાટલો કેવી રીતે ઢાળતા હશે એની મૂંઝવણ અને એક અંગ્રેજના “ઢેર વાઝ આ બેંકર’ શબ્દોથી પહાડી બૅન્કના મૅનેજરને થતી ગેરસમજ જેવા કિસ્સાઓ રમૂજ પ્રેરે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને શું સંભળાવ્યું?
ઉત્તરઃ
ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને સંભળાવ્યું કે, “હું કપટી નથી. તું કપટી છે, તારો બાપ કપટી છે, તારો ભાઈ કપટી છે, તારા ચાચા (કાકા) કપટી છે. તારો બેટો કપટી છે. હું કપટી નથી. હવે તો ભારત આઝાદ થઈ ગયું છે. હવે તમારા જેવા કપટી અંગ્રેજોનું કાંઈ ચાલવાનું નથી.”
પ્રશ્ન 2.
ત્રીજા ટુચકામાં કયા કિસ્સામાંથી રમૂજ ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
એક કૂતરો ભસતો ભસતો એક દોસ્તની પાછળ આવ્યો. આથી તે ગભરાઈ ગયો. આ જોઈને તેના મિત્રે કહ્યું, “ભસતા કૂતરા કરડે નહીં.” જોકે, એ કહેવતની એને ખબર હતી, ત્યારે મિત્રે એને કહ્યું, “પણ આ કુતરાને એ કહેવતની ખબર ન હોય ને!” આ ઉત્તરમાંથી રમૂજ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 3.
રોજિંદા જીવનમાંથી કઈ રીતે હાસ્ય જન્મે છે એ ટુચકાઓ દ્વારા જણાવો.
ઉત્તરઃ
બેની વચ્ચે ત્રણ કેળાં વહેંચી શકાય નહીં એ માટે મનુએ એક કેળું ખાઈને પછી બે કેળાં વહેંચીને ખાવાં, ગોવિંદનો ભૂલકણો સ્વભાવ, કૂતરાને કહેવતની ખબર ન હોય એવી દોસ્તની દલીલ અને સૂર્ય ઊગે નહીં તો વીજળીનું બિલ ખૂબ જ આવવું એવો સોનલનો ઉત્તર – આ ટુચકાઓ રોજિંદા જીવનમાંથી જન્મતા હાસ્યને રજૂ કરે છે.
3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
જંગલમાંથી વાંસ કાપીને ગાડામાં ભરી લીધા પછી ગાડાવાળાએ શો વિચાર કર્યો?
ઉત્તરઃ
જંગલમાંથી વાંસ કાપીને ગાડામાં ભરી લીધા પછી ગાડાવાળાએ આડા રસ્તે ફેરો ખાઈને ટોલનાકાની છાપરીથી દૂર રહીને ઘેર પહોંચી જવાનો વિચાર કર્યો.
પ્રશ્ન 2.
પાડાનું મોત કેવી રીતે થયું?
ઉત્તરઃ
પાડો રેલવેના પાટાની એક બાજુએ ચાલતો હતો. એટલામાં પાછળથી આવેલી ગાડીના એન્જિન સાથે અથડાયો અને પાડાનું મોત થયું.
પ્રશ્ન 3.
અકસ્માત અંગે રેલવેનો કયો કાયદો છે?
ઉત્તરઃ
અકસ્માત અંગે રેલવેનો એવો કાયદો છેઃ જ્યારે અકસ્માત થાય ત્યારે સ્ટેશનમાસ્તરે પોતાનાથી મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત અકસ્માતના ખબર આપવા.
પ્રશ્ન 4.
ગોવિંદનું કયું વર્તન રમૂજ પ્રેરે છે?
ઉત્તરઃ
વરસાદ બંધ પડી ગયો અને ગોવિંદે છત્રીને બંધ કરવા માટે હાથ ઉપર લંબાવ્યો ત્યારે એને ખબર પડી કે એ ઘેરથી નીકળ્યો ત્યારે છત્રી લેવાનું ભૂલી ગયો હતો.
4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
આખો દિવસ જંગલમાંથી વાંસ કાપ્યા પછી ગાડાવાળાએ શું કર્યું?
ઉત્તરઃ
આખો દિવસ જંગલમાંથી વાંસ કાપ્યા પછી ગાડાવાળાએ એ વાંસ ગાડામાં ઠાંસીઠાંસીને ભરી દીધાં.
પ્રશ્ન 2.
તારમાસ્તરને કઈ બાબતની મૂંઝવણ હતી?
ઉત્તરઃ
તારમાસ્તરને એ બાબતની મૂંઝવણ હતી કે પાડાનું અંગ્રેજી શું કરવું?”
પ્રશ્ન 3.
છોટુભાઈએ શું કહીને તારમાસ્તરની મૂંઝવણ દૂર કરી?
ઉત્તરઃ
પાડો એટલે ભેંસનો વર’ એમ કહીને છોટુભાઈએ તારમાસ્તરની મૂંઝવણ દૂર કરી.
પ્રશ્ન 4.
તારમાસ્તરે અંગ્રેજીમાં કરેલા તારમાં શું જણાવ્યું?
ઉત્તરઃ
તારમાસ્તરે અંગ્રેજીમાં કરેલા તારમાં જણાવ્યું ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE.
પ્રશ્ન 5.
પહાડી લોકોની ચાની હૉટેલો ક્યાં હોય છે?
ઉત્તરઃ
પહાડી લોકોની ચાની હોટેલો પહાડી સડકોની એક બાજુએ બનાવેલાં નાનાં ઝૂંપડામાં હોય છે.
પ્રશ્ન 6.
ચાની દુકાન ચલાવતાં પહાડી લોકો જતાં – આવતાં વટેમાર્ગુઓને શેમાં ચા આપે છે?
ઉત્તરઃ
ચાની દુકાન ચલાવતા પહાડી લોકો જતાં – આવતાં વટેમાર્ગુઓને મોરાદાબાદી પવાલામાં ચા આપે છે.
પ્રશ્ન 7.
ચાની દુકાન ચલાવનાર પહાડીને અંગ્રેજ પર ગુસ્સો કેમ આવ્યો?
ઉત્તરઃ
ચાની દુકાન ચલાવનાર પહાડી એમ સમજ્યો કે અંગ્રેજે ટુ કપ ટી” કહીને એને દગાબાજ કહ્યો છે. આથી એને અંગ્રેજ પર ગુસ્સો આવ્યો.
પ્રશ્ન 8.
ઢેર વાઝ આ બેંકર.” અંગ્રેજના આ શબ્દો સાંભળીને બૅન્ક મૅનેજરને શી ગેરસમજણ થઈ?
ઉત્તરઃ
“ઢેર વાઝ આ બેંકર ..’ અંગ્રેજના આ શબ્દો સાંભળીને બૅક મૅનેજર સમજ્યો કે આ અંગ્રેજને એના પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે. તેથી તે બારણું બંધ કરવાનું કહે છે.
પ્રશ્ન 9.
મનુ ત્રણ કેળાં બાબુની સાથે કેમ વહેંચી શક્યો નહિ?
ઉત્તરઃ
મનુ ત્રણ કેળાં બાબુની સાથે વહેંચી શક્યો નહિ; કારણ કે ખાનાર બે અને કેળાં ત્રણ હતાં.
પ્રશ્ન 10.
સોનલે મોટી બહેનના પ્રશ્નનો શો ઉત્તર આપ્યો?
ઉત્તરઃ
સોનલે મોટી બહેનના પ્રશ્નનો આ ઉત્તર આપ્યો સૂર્ય ઊગે જ નહિ તો વીજળીનું બિલ ખૂબ આવે.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ
પ્રશ્ન 1.
ગામડિયાને છાપરું ઢાંકવા માટે શાની જરૂર પડી?
A. ઈટની
B. વાંસની
C. સિમેન્ટની
D. પથ્થરની
ઉત્તરઃ
B. વાંસની
પ્રશ્ન 2.
ટોલનાકાવાળો ગાડાવાળાઓ પાસેથી કેટલો ટેક્સ લેતો?
A. ચાર આના
B. એક આનો
C. એક રૂપિયો
D. બે આના
ઉત્તરઃ
D. બે આના
પ્રશ્ન 3.
ભેંસનો વર એટલે કોણ?
A. પાડો
B મદનિયું
C. પાડરું
D. બળદ
ઉત્તરઃ
A. પાડો
પ્રશ્ન 4.
છોટુભાઈ દેસાઈ કયા સ્ટેશનમાં સ્ટેશનમાસ્તર હતા?
A. વલસાડ
B. સુરત
C. નવસારી
D. પારડી
ઉત્તરઃ
D. પારડી
પ્રશ્ન 5.
છોટુભાઈએ કોને તાર કરવા કહ્યું?
A. ચપરાસીને
B. સિગ્નલવાળાને
C. તારમાસ્તરને
D. હમાલને
ઉત્તરઃ
C. તારમાસ્તરને
પ્રશ્ન 6.
પહાડીની ચાની દુકાને આવી એક અંગ્રેજે તેને શું કહ્યું?
A. ટુ કપ ટી
B. વન કપ ટી
C. ફોર કપ ટી
D. શ્રી કપ ટી
ઉત્તરઃ
A. ટુ કપ ટી
પ્રશ્ન 7.
ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલાં કોનાથી બહુ ડરતા?
A. ભૂતપ્રેતથી
B. સરકારી અમલદારોથી
C. પોલીસોથી
D. અંગ્રેજોથી
ઉત્તરઃ
D. અંગ્રેજોથી
પ્રશ્ન 8.
આઝાદી મળ્યા પછી પહાડી લોકો કેવા બની ગયા?
A. હિંમતવાળા
B. પૈસાદાર
C. કાયર
D. ગુલામ
ઉત્તરઃ
A. હિંમતવાળા
પ્રશ્ન 9.
એક પહાડી ક્યાં જાત્રા કરવા ગયો?
A. હરિદ્વાર
B. કેદારનાથ
C. પંઢરપુર
D. કાશી
ઉત્તરઃ
D. કાશી
પ્રશ્ન 10.
એ પહાડી જાત્રાળુ દાળચોખા લેવા ક્યાં ગયો?
A. ધરમશાળામાં
B. વાણિયાની દુકાને
C. મંદિરમાં
D. સદાવ્રતમાં
ઉત્તરઃ
B. વાણિયાની દુકાને
પ્રશ્ન 11.
સોનલનો ઉત્તર સાંભળીને હોઠ પર શું ફરકે છે?
A. ગુસ્સો
B. હાસ્ય
C. આશ્ચર્ય
D. મૂંઝવણ
ઉત્તરઃ
B. હાસ્ય
6. કૌસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો: (ઊંધ, મોરાદાબાદી, વીજળી, જયહિંદ)
(1) અબ તો ……………………………….. હો ગયા.
(2) ……………………………….. નું બિલ ખૂબ જ આવે, બહેન!
(3) ગાડું હાંકતાં – હાંકતાં ગાડાવાળાને ……………………………….. આવી ગઈ.
(4) પહાડી લોકો ……………………………….. પવાલામાં વટેમાર્ગુઓને ચા વેચે.
ઉત્તર :
(1) જયહિંદ
(2) વીજળી
(3) ઊંધ
(4) મોરાદાબાદી
7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) ટોલવાળો અમલદાર ઊઠીને દાતણ કરવા બેઠો હતો.
(2) છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ – ચેકર હતા.
(3) આલ્મોરામાં પહેલવહેલી બૅન્ક નીકળી.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખોટું
(3) ખરું
8. નીચેનાં વાક્યો કોણ કોને કહે છે?
પ્રશ્ન 1.
“તુમ પહાડ કે રહનેવાલે હો?”
ઉત્તરઃ
આ વાક્ય લાલો એક પહાડીને કહે છે.
પ્રશ્ન 2.
“ટુ કપ ટી.”
ઉત્તરઃ
આ વાક્ય એક અંગ્રેજ ચાના પહાડી દુકાનદારને કહે છે.
પ્રશ્ન 3.
“લાવ બે આના.”
ઉત્તરઃ
આ વાક્ય ટોલવાળો નાકાદાર ગાડાવાળાને કહે છે.
કિસ્સા – ટુચકા વ્યાકરણ
1. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
- ટેક્સ = જકાત, કર
- લાદેલા = ગોઠવેલા
- કોરાણે = બાજુએ
- કપટી = દગાબાજ
- આઝાદી = સ્વતંત્રતા
- ચારપાઈ = ખાટલો, પલંગ
- ખાનગી = અંગત
- દોસ્તાર = મિત્ર, ભાઈબંધ
2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- છાનોમાનો ✗ છડેચોક
- દિવસ ✗ રાત
- ઠંડો ✗ ગરમ
- સવાર ✗ સાંજ
- બંધ ✗ ખુલ્લું
3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોલ્વોઃ
સૂર્ય, ભેંસ, કેળું, બેલગાડી, અમલદાર, વટેમાર્ગ
ઉત્તરઃ
અમલદાર, કેળું, બેલગાડી, ભેંસ, વટેમાર્ગ, સૂર્ય
4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
- (1) કરવેરો (જકાત) ભરવાની ચોકી – ટોલછાપરી
- (2) નાકાવેરો ઉઘરાવવા ગામના પ્રવેશસ્થાને આવેલી ચોકી – ટોલનાકું
- (3) જૂના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ – ઘરેડ, ચીલો
- (4) માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય – મોંસૂઝણું
- (5) જકાતનાકા ઉપર કર વસૂલ કરનાર કર્મચારી – નાકાદાર
- (6) મોરાદાબાદ શહેર(ઉત્તર પ્રદેશ)માં બનતા વિશિષ્ટ ઘાટના પ્યાલા – મોરાદાબાદી પવાલા
5. “અ” અને “બ” વિભાગની પંક્તિઓનાં સાચાં જોડકાં ગોઠવોઃ
પ્રશ્ન 1.
(1) વિભાગ “અ” | વિભાગ “બ” |
(1) ગૃહવ્યાપી જોયો વિરહ, | (1) કહેઃ લૂંટી લ્યો વહાલભર્યો લ્હાવો |
(2) ઘર, નગર, આખું જગત | (2) પડી બેસી પગથિયે. |
(3) “મારો બાળસ્નેહી સુદામો, | (3) રળિયાત કરીએ. |
(4) લાખેણી લાગણીઓ ઘેરાતી જાય | (4) હું દુઃખિયાનો વિસામો રે.” |
ઉત્તરઃ
(1) વિભાગ “અ” | વિભાગ “બ” |
(1) ગૃહવ્યાપી જોયો વિરહ, | (2) પડી બેસી પગથિયે. |
(2) ઘર, નગર, આખું જગત | (3) રળિયાત કરીએ. |
(3) “મારો બાળસ્નેહી સુદામો, | (4) હું દુઃખિયાનો વિસામો રે.” |
(4) લાખેણી લાગણીઓ ઘેરાતી જાય | (1) કહેઃ લૂંટી લ્યો વહાલભર્યો લ્હાવો |
પ્રશ્ન 2.
વિભાગ “અ” | વિભાગ બ” |
(1) વળાવી બા આવી | (1) ગઝલ |
(2) કમાડે ચીતર્યા મેં. | (2) આખ્યાનખંડ |
(3) સૂકાં પર્ણો વન ગજવતાં. | (3) સૉનેટ |
(4) શરૂઆત કરીએ | (4) ગીત |
(5) સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે! | (5) મુક્તક |
ઉત્તરઃ
વિભાગ “અ” | વિભાગ બ” |
(1) વળાવી બા આવી | (3) સૉનેટ |
(2) કમાડે ચીતર્યા મેં. | (4) ગીત |
(3) સૂકાં પર્ણો વન ગજવતાં. | (5) મુક્તક |
(4) શરૂઆત કરીએ | (1) ગઝલ |
(5) સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે! | (2) આખ્યાનખંડ |
પ્રશ્ન 3.
વિભાગ “અ” | વિભાગ “બ” |
(1) સાક્ષાત્ સ્ત્રીશક્તિ | (1) “સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ |
(2) સાકરનો શોધનારો | (2) વહેલી પરોઢનું ઝાકળ |
(3) પાડો | (3) ચંદા |
(4) પ્રીતિએ આપેલી શ્રીમંતાઈની વ્યાખ્યા | (4) અંજન |
(5) નવા વર્ષોના સંકલ્પ એટલે | (5) ભેંસનો વર |
ઉત્તરઃ
વિભાગ “અ” | વિભાગ “બ” |
(1) સાક્ષાત્ સ્ત્રીશક્તિ | (3) ચંદા |
(2) સાકરનો શોધનારો | (4) અંજન |
(3) પાડો | (5) ભેંસનો વર |
(4) પ્રીતિએ આપેલી શ્રીમંતાઈની વ્યાખ્યા | (1) “સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ |
(5) નવા વર્ષોના સંકલ્પ એટલે | (2) વહેલી પરોઢનું ઝાકળ |
પ્રશ્ન 4.
વિભાગ “અ” | વિભાગ “બ” |
(1) “બે કપ ચા.” | (1) અખંડ ભારતના શિલ્પી |
(2) આપણા દેશની ત્રિમૂર્તિ | (2) જગમોહનદાસનો |
(3) સરદાર પટેલ | (3) અરવ |
(4) આનંદ મહેલ | (4) ‘ટુ કપ ટી’ |
(5) અનન્યાનો ભાઈ | (5) ગાંધી, સરદાર અને જવાહરલાલ નેહરુ |
ઉત્તરઃ
વિભાગ “અ” | વિભાગ “બ” |
(1) “બે કપ ચા.” | (4) ‘ટુ કપ ટી’ |
(2) આપણા દેશની ત્રિમૂર્તિ | (5) ગાંધી, સરદાર અને જવાહરલાલ નેહરુ |
(3) સરદાર પટેલ | (1) અખંડ ભારતના શિલ્પી |
(4) આનંદ મહેલ | (2) જગમોહનદાસનો |
(5) અનન્યાનો ભાઈ | (3) અરવ |
Summary in Gujarati
કિસ્સા – ટુચકા પાઠપરિચય
સ્વામી આનંદ [જન્મ ઈ. સ. 1887, મૃત્યુઃ ઈ. સ. 1976]
કિસ્સા અને ટુચકા એ ગદ્યનો લઘુ પ્રકાર છે. શબ્દોના અનુવાદ કે રજૂઆત ઘણી વાર હાસ્ય ઉપજાવે છે. સ્વામી આનંદ લિખિત અને દિનકર જોશી સંપાદિત “આંબાવાડિયું એ આવા કિસ્સાઓનો સંગ્રહ છે.
અહીં આપેલા પાંચ કિસ્સાઓમાં મુખ્યત્વે, પાડાને અંગ્રેજીમાં ભેંસનો વર કહેવાય, અંગ્રેજીમાં ‘ટુ કપ ટી’ એટલે બે કપ ચા”, પણ અહીં તું કપટી’ એવું કરેલું અર્થઘટન, પહાડ પર રહેનારા કઈ રીતે સૂતા હશે એનું આશ્ચર્ય, અંગ્રેજે કહ્યું,
‘ઢેર વાઝ એ બેંકર અને મૅનેજર સમજ્યો, ‘દરવાજા બંધ કર’ આ બધામાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. ટુચકાઓમાં વ્યક્તિના વિચિત્ર વર્તનમાંથી કે જવાબમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે.
ભાષાસજજતા
ભાષાનાં બે સ્વરૂપ છે :
1. વાણી અર્થાત્ વાવ્યવહાર અને 2. લેખન જે બોલાય છે અને લખાય છે તે ભાષા છે; પરંતુ ઉચ્ચારણશક્તિ બોલવા માટે કામની છે તો લેખિત સ્વરૂપે દર્શાવવા માટે લિપિ જોઈએ. દરેક ભાષાને પોતાની લિપિ હોય છે. ગુજરાતી ભાષાની ગુજરાતી લિપિ છે. લિપિને કારણે આપણાં અનેક પુસ્તકો સચવાયાં છે. આમ, ભાષાનું ઉચ્ચરિત સ્વરૂપ અને લેખિત સ્વરૂપ બંને મહત્ત્વનાં છે.
કિસ્સા – ટુચકા શબ્દાર્થ
- ટોલછાપરી – કરવેરો ભરવાની ચોકી.
- છાપરું છાવા – ઝૂંપડા ઉપરનો ભાગ ઢાંકવા.
- ટોલનાકું – નાકાવેરો ઉઘરાવવાનું સ્થળ.
- ટૅક્સ – કર, વેરો.
- બેલગાડી – બળદગાડું.
- લાદવું – પૂરેપૂરું ભરવું.
- આડા રસ્તે – ધોરી માર્ગ છોડીને ટૂંકા રસ્તે.
- ફેરો ખાઈને – દૂર સુધી ચક્કર મારીને.
- લાદેલા – ભરેલા.
- ઘરેડોમાં – (અહીં) ગાડાવાટમાં.
- ચકરાવો – ગોળગોળ ફરતા રહેવું.
- મોંસૂઝણું – સવારનો આછો પ્રકાશ.
- નાકાદાર – ચોકીએ જકાત વસૂલ કરનાર અધિકારી.
- સેક્રેટરી – મંત્રી.
- પિત્રાઈ – કાકાનાં સંતાન.
- કોરાણે – બાજુએ.
- પૂગી – પહોંચી.
- ઍસિડન્ટ – અકસ્માત.
- કપટી – દગાબાજ.
- મોરાદાબાદી પવાલા – ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં બનતા પ્યાલા.
- ‘ટુ કપ ટી” – બે કપ ચા.
- મી – હું.
- મેંઈ – નથી.
- અબ જયહિંદ હો ગયા – હવે હિંદુસ્તાનનો જય થઈ ગયો, હવે હિંદુસ્તાન સ્વતંત્ર થઈ ગયું.
- ચલનેવાલી નઈ – શાસન ચાલવાનું નથી.
- ચારપાઈ – ખાટલો.
- કૈસે લગાતે હૈ? – કેવી રીતે પાથરો છો?
- લાલો – ઉત્તર ભારતના પહાડી પ્રદેશનો વેપારી.
- કહાં કે – ક્યાંના.
- ઢેર વાઝ આ બેંકર… – બૅન્કનો નિયામક કે સંચાલક.
- ખાનગી – અંગત.
- ચપરાસી – દરવાન, ચોકીદાર.
- કહેવત ભસતાં કૂતરાં કરડે નહીં – જે કૂતરાં ભસતાં હોય તે કરડતાં નથી.