Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 3 જુમો ભિસ્તી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 8 Gujarati Textbook Solutions Chapter 3 જુમો ભિસ્તી
Class 8 Gujarati Textbook Solutions Chapter 3 જુમો ભિસ્તી Textbook Questions and Answers
જુમો ભિસ્તી અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :
પ્રશ્ન 1.
જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય?
(ક) માનવપ્રેમ
(ખ) પશુપ્રેમ
(ગ) માનવતા
(ઘ) લાગણીવેડા
ઉત્તરઃ
(ખ) પશુપ્રેમ
પ્રશ્ન 2.
જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો?
(ક) જુવાર
(ખ) બાજરી
(ગ) ગદબ
(ઘ) સૂકું ઘાસ
ઉત્તરઃ
(ગ) ગદબ
પ્રશ્ન 3.
જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો?
(ક) હાથી પર
(બ) ઘોડા પર
(ગ) પાડા પર
(ઘ) વેણુ પર
ઉત્તરઃ
(ક) હાથી પર
2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું?
ઉત્તર :
પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું.
પ્રશ્ન 2.
વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શો નિર્ણય કરે છે?
ઉત્તરઃ
વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે.
પ્રશ્ન 3.
જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે?
ઉત્તરઃ
અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે. આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે.
જુમો ભિસ્તી સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
જુમો અને વેણુ દિવસ દરમ્યાન શું કરતા હતા?
ઉત્તર :
જુઓ અને વેણ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા : જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યામાં નીકળી પડતો. બારણે બારણે પાણી ભરી દીધા પછી જુમો ને વેણુ બંને પાછા વળતા.
જુમો રસ્તામાંથી એક પૈસાનાં ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બથ ભરીને ગદબ ખરીદતો. પાછા વળતાં વેણુ ગદબ ખાતો. પછી જુમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. પછી સાંજે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા.
પ્રશ્ન 2.
જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?
ઉત્તરઃ
જુમાએ વેણને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમતેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફાવ્યો નહિ. પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ.
ઝપાટાબંધ ફાટકવાળાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી ‘સિગ્નલ ફેરવો. મારું જનાવર કચરાઈ જશે’, પણ ઓરડીમાંથી “ઘેર કોઈ ભાઈમાણસ નથી’ એવો બેદરકાર જવાબ મળતાં જુમો નિરાશ થઈ ગયો. આમ, જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.
પ્રશ્ન 3.
વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્વ છે તે સમજાવો.
ઉત્તરઃ
વાર્તાનું છેલ્લું વાક્ય : જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણ …! વેણ …! વેણુ!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્ય જુમો અને વેણુ બંનેનાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્ત્વ સમજાવે છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
પ્રશ્ન 1.
જુમાની જગ્યાએ તમે હો તો શું કરો?
ઉત્તર :
જુમાની જગ્યાએ હું હોત તો મેં પાટા પર ઊભા રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત.
પ્રશ્ન 2.
શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત?
ઉત્તરઃ
પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.
પ્રશ્ન 3.
તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો?
ઉત્તરઃ
મને ગમતું પ્રાણી ગાય છે. એને હું લીલા ઘાસનો ચારો તથા સારું ખાણ ખવરાવું છું. તેને ચોખ્ખું પાણી પિવડાવું છું. તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે મેં છાપરાની વ્યવસ્થા કરી છે.
તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું. રોજ સાંજે કૅસેટ વગાડીને તેને સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું. તેને રોજ ફરવા લઈ જાઉં છું. હું ગાયને ખૂબ વહાલ કરું છું.
પ્રશ્ન 4.
આ વાર્તાનું શીર્ષક ‘વેણુ રાખીએ તો તે માટેનાં કારણો આપો.
ઉત્તર :
આ વાર્તાનું શીર્ષક વેણુ” રાખવાનાં કારણો :
મૂક પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. એ બોલી શકતો નથી, પણ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે.
એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દષ્ટિએ આ વાર્તાનું શીર્ષક “વેણુ રાખીએ તો એ ઉચિત ગણાશે.
3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
(1) શ્રીમંત, =
(2) દુર્ગધ, =
(3) કર્કશ, =
(4) આનંદ, =
(5) ગદબ, =
(6) હાંડલી. =
ઉત્તર :
(1) શ્રીમંત = ધનવાન, અમીર
(2) દુર્ગધ = બદબુ, વાસ
(3) કર્કશ = તીણો, કઠોર
(4) આનંદ = હર્ષ, ખુશી
(5) ગજબ = રજકો
(6) હાંડલી = માટલી, હાંલ્લી
Std 8 Gujarati Textbook Solutions Chapter 3 જુમો ભિસ્તી Additional Important Questions and Answers
જુમો ભિસ્તી પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
જુમા અને વેણુનો મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે?
ઉત્તરઃ
જુમા અને વેણુનો મૈત્રીભાવ જુદા જુદા સમયે પ્રગટ થાય છેઃ
- જુમો અને વેણુ બે અલગ અલગ ઝુંપડામાં રહેતા, પણ બંને આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા.
- જુમો વેણુને લઈને રોજ સાંજે ફરવા નીકળતો. વેણુ ઘાસ ચરતો નથી ત્યારે જુમો એને પ્રેમભર્યો ઠપકો આપે છે.
- વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે ત્યારે જુમો વેણુના પગને બહાર કાઢવાના ખૂબ પ્રયત્ન કરે છે, પણ એમાં એને સફળતા મળતી નથી.
- એ રસ્તે જતાં યુવાનોની તેમજ ફાટકવાળાની મદદ માગે છે, પણ એને કોઈ મદદ કરતું નથી.
- હવે વેણુને કોઈ રીતે બચાવી શકાશે નહિ, એ સમજાતાં “દોસ્ત! ભાઈ ! વેણુ ! આપણે બંને સાથે છીએ હોં!”
- એમ કહીને જુમો વેણુની સાથે મરવા તૈયાર થઈ જાય છે, પણ વેણુ જુમાને માથું મારીને પાટા પરથી દૂર ફેંકી દઈ તેને બચાવી લે છે.
- વેણુના મૃત્યુ પછી પણ જુમો રોજ વેણુના મોતના સ્થળે ફૂલ ચઢાવીને પોતાના પ્રિય મિત્રને યાદ કરે છે.
પ્રશ્ન 2.
વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે?
ઉત્તરઃ
વેણુને બચાવવામાં સફળતા મળી નહિ એટલે નિરાશ થયેલો જુમો દોસ્ત! ભાઈ ! વેણુ ! આપણે બંને સાથે છીએ હોં!” એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો. તે વખતે વેણુએ જુમાને બચાવવા ખૂબ સમજદારી બતાવી.
ટ્રેન છેક નજીક આવી કે તરત જ તેણે પોતાનું માથું મારીને જુમાને પાટાથી દૂર ફેંકી દીધો. આ રીતે વેણુ પોતાના મિત્ર જુમાને મરતાં બચાવી લે છે, તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે.
પ્રશ્ન 3.
જુમો ભિસ્તીનો પશુપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
જુમો ભિસ્તીના જીવનમાં એનો પાડો વેણુ જ તેનો એકમાત્ર સાથી છે. જુમો તેને સારી રીતે સાચવે છે. તેને ખાવા માટે ગદબ ખરીદે છે અને તેને લાડ કરે છે. જરૂર પડે તેને મીઠો ઠપકો પણ આપે છે. વેણુનો પગ ટ્રેનના પાટામાં ફસાઈ જાય છે ત્યારે તેના પગને બહાર કાઢવા તે ખૂબ કોશિશ કરે છે.
તે રસ્તે જતા યુવાનોની અને પછી ફાટકવાળાની મદદ માગે છે, પણ તેને મદદ મળતી નથી. અંતે નિરાશ થયેલો જુમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે અને તે વેણુને ભેટી પડે છે. આમ, જુમો ભિસ્તીનો વેણુ પ્રત્યેનો નિઃસ્વાર્થ પશુપ્રેમ અજોડ છે.
પ્રશ્ન 4.
જુમાએ જીવનમાં જોયેલા તડકાછાંયડા વિશે જણાવો.
ઉત્તરઃ
જુમો જભ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડથી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસી પરણવા નીકળેલો. એની શ્રીમંતાઈના વખતમાં એને અનેક મિત્રો હતા, પણ અચાનક એ ભિખારી થઈ ગયો. એ ઝૂંપડાંમાં રહેવા લાગ્યો.
ઝૂંપડાની ખડકી પતરાં, પાટિયાં અને ગૂણિયાનાં થીંગડાં મારેલી હતી. અંદર ઠીકરાની ફૂટેલી હાંડલી હતી. એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી એ હોકો ગગડાવતો.
આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા, પણ એણે બાળપણમાં શોખની ખાતર પાળેલો પાડો વેણુ જ જીવનભર એની સાથે રહ્યો.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આણંદપુરના ખૂણામાં આવેલા જુમાના ઝૂંપડાંનું વર્ણન કરો.
ઉત્તરઃ
આણંદપુરના એક ખૂણામાં ત્રણ ઝૂંપડાં હતાં. એ ખખડધજ આમલીથી ઢંકાયેલાં હતાં. ત્યાં ચારે તરફ ગટરની દુર્ગધ આવતી અને ધૂળના ગોટા ઊડતા. એની ખડકીને પતરાં, પાટિયાં અને ગુણિયાનાં થીંગડાં માર્યા હતાં.
પ્રશ્ન 2.
સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયતો જણાવો.
ઉત્તરઃ
સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા. બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી. તેઓ એ સોટીને ઉછાળતા ચાલતા હતા. તેમણે માથા પર ટોપી પહેરી હતી, પણ ખુશનુમા હવાને માણવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી.
પ્રશ્ન 3.
વેણુનું મૃત્યુ કઈ રીતે થયું?
ઉત્તર :
ઉતાવળે ચાલતાં વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. જુમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ ગયા. એ સમયે વેણુને બચાવવામાં રસ્તેથી પસાર થતાં યુવાનોની કે ફાટકવાળાની મદદ પણ મળી નહિ.
પરિણામે જોસબંધ આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ. ધગધગતા લોહીના ખાબોચિયામાં વેણુના છૂટાછવાયા ભાગ સિવાય કાંઈ રહ્યું નહિ. આ રીતે વેણુનું કરુણ મૃત્યુ થયું.
3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
જુમાના ઘરાક સંબંધી કેવા વિચારો હતા?
ઉત્તર :
જુમાના ઘરાક સંબંધી વિચારો આ પ્રમાણે હતા. પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં. ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં.
પ્રશ્ન 2.
વેણ રસ્તામાં ચરવાની ના કેમ પાડી દેતો?
ઉત્તરઃ
વેણુ રસ્તામાં ચરવાની ના પાડી દેતો, કારણ કે આ રીતે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈનું લક્ષણ ન કહેવાય, એવું તેને લાગ્યું હશે.
પ્રશ્ન 3.
જુમો ભિસ્તી વેણુની યાદમાં શું કરે છે?
ઉત્તર :
જુમો ભિસ્તી વેણુની યાદમાં સવારમાં ફૂલ લઈને તેના મૃત્યુસ્થાને આવે છે. એના એક માનીતા પથ્થર પર ફૂલ ચડાવીને ‘વેણુ! .. વેણુ! … વેણુ!” એમ ત્રણ બૂમ પાડે છે.
4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
જુમાનાં ત્રણ ઝૂંપડાંમાં શું શું રહેતું?
ઉત્તર :
જુમાના એક ઝૂંપડામાં વેણુ બંધાતો, બીજા ઝૂંપડામાં જુમો રહેતો અને ત્રીજા ઝૂંપડામાં વેણુ માટે ઘાસ ભરાતું.
પ્રશ્ન 2.
માની હંમેશની ખરીદી શેની રહેતી?
ઉત્તરઃ
પોતાને માટે એક પૈસાનાં ગાજર, ટમેટાં કે ભાજી અને વેણુ માટે બથ ભરીને ગદબ એ જુમાની હંમેશની ખરીદી રહેતી.
પ્રશ્ન 3.
કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી?
ઉત્તરઃ
જુમા અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી.
પ્રશ્ન 4.
જુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો?
ઉત્તરઃ
જુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો.
પ્રશ્ન 5.
સવારે ફરવા જતાં જુમાને શો વિચાર આવતો?
ઉત્તરઃ
સવારે ફરવા જતાં જુમાને વિચાર આવતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું.
પ્રશ્ન 6.
વેણુ કોને ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી?
ઉત્તરઃ
બહાર ખાતા ફરવું એને વેણુ ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી.
પ્રશ્ન 7.
“તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
“તને પણ લાડ કરવાની ટેવ પડી છે!’ – આ વાક્ય જુમો બોલે છે.
પ્રશ્ન 8.
“તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય શું સૂચવે છે?
ઉત્તર :
“તને પણ લાડ કરવાની ટેવ પડી છે!” – આ વાક્ય જુમાનો વેણુ પ્રત્યેનો વાત્સલ્ય પ્રેમ સૂચવે છે.
પ્રશ્ન 9.
જુમાએ ફરવા નીકળેલા યુવાનોને શી વિનંતી કરી?
ઉત્તરઃ
જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી.
પ્રશ્ન 10.
જુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો?
ઉત્તરઃ
થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ “હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રશ્ન 1.
જુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો?
A. મહેલમાં
B. ચાલીમાં
C. ખેતરમાં
D. ઝૂંપડામાં
ઉત્તરઃ
D. ઝૂંપડામાં
પ્રશ્ન 2.
જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું?
A. કાળુ
B. સોનુ
C. વેણુ
D. રૂડો
ઉત્તરઃ
C. વેણુ
પ્રશ્ન 3.
જુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો?
A. માટીની ગૂણી
B. સિમેન્ટની ગૂણી
C. ઘાસની ભારી
D. પાણીની મશક
ઉત્તરઃ
D. પાણીની મશક
પ્રશ્ન 4.
વેણુનો પગ શેમાં ફસાઈ ગયો?
A. ગાડાનાં પૈડાં નીચે
B રેલવેના પાટામાં
C. કાદવમાં
D. બારણામાં
ઉત્તરઃ
B રેલવેના પાટામાં
પ્રશ્ન 5.
ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી?
A. ઘરમાં બધાં સૂતાં છે.
B. સિગ્નલ બગડી ગયું છે.
C. ઘરમાં કોઈ ભાઈમાણસ નથી.
D. તારા જનાવરને મરવા દે.
ઉત્તરઃ
C. ઘરમાં કોઈ ભાઈમાણસ નથી.
6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (લોહી, દુર્ગધ, લક્ષાધિપતિ, ગદબ)
પ્રશ્ન 1.
(1) ચારે તરફ ગટરની “ આવતી હતી.
(2) નાનપણમાં જુમો હતો.
(3) જુમો વેણુ માટે બથ ભરીને “ ખરીદતો.
(4) ધગધગતા ના પ્રવાહમાં જુમાને કેડિયું ભીંજાઈ ગયું.
ઉત્તરઃ
(1) દુર્ગધ
(2) લક્ષાધિપતિ
(3) ગજબ
(4) લોહી
7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
(1) જુમાએ શોખની ખાતર કૂતરો પાળેલો.
(2) જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો.
(3) જુમાએ પસાર થતાં બે રાહદારીને આવતા જોયા.
(4) જુમો વેણુને ભેટી પડ્યો.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
જુમો ભિસ્તી પ્રૉજેકટ
પ્રશ્ન 1.
સ્થાનિક કક્ષાએ થતા પશુપક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રૉજેક્ટ વર્ક દ્વારા તારવવા.
દા. ત., ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો
ઉત્તર :
ઉત્તરાયણ દરમિયાન માંજો પાયેલી દોરી રસ્તે ચાલતાં પશુઓના કે આકાશમાં ઊડતાં પક્ષીઓના માથામાં કે પગમાં ભરાઈ જાય છે ત્યારે તેને કાઢવા જતાં ક્યારેક તેના પગ કપાઈ જાય છે તો ક્યારેક પક્ષી લોહીલુહાણ થઈ જાય છે. એ માટે જીવદયાપ્રેમીએ એ સ્થળે દોડી જવું.
તરત જ ઘાયલ પશુપક્ષીના પગમાં ભરાઈ ગયેલા માંજાની દોરીને હળવેકથી દૂર કરવી. તેમને પાટાપીંડી કરી અને સલામત સ્થળે લઈ જવાં. તેમને સાજો કરવાના તમામ ઉપાય કરવા.
જુમો ભિસ્તી વ્યાકરણ
1. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:
- દુર્ગધ ✗ સુગંધ
- ખુલ્લું ✗ બંધ
- શ્રીમંત ✗ રંક, ગરીબ
- રસિક ✗ અરસિક
- મિત્ર, દોસ્ત ✗ દુશ્મન
- અખંડ ✗ ખંડિત
- જીવન ✗ મરણ
- સાંજ ✗ સવાર
- શાંત ✗ અશાંત
- સ્પષ્ટ ✗ અસ્પષ્ટ
- જીત ✗ હાર
- થોડુંક ✗ વધારે
- ઉજાસ ✗ અંધકાર
- આનંદ ✗ શોક
- આકાશ ✗ ધરતી
- નજીક ✗ દૂર
2. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો:
- મિત્રો = મ્ + $ + ત્ + ૨ + ઓ
- ખુશનુમા = ન્ + 9 + સ્ + અ + ન્ + ઉ + મ્ + આ
- પ્રયત્ન = + ૨ + અ + મ્ + અ + ત્ + નું + અ
- લાકડી = લ્ + આ + + અ + ડુ + ઈ.
3. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો:
- મ્ + અ + ફ + આ + નું + = મકાનો
- ભૂ + + સ્ + ત્ + ઈ = ભિસ્તી
- ભૂ + ઈ ન્ + આ + ૨ + = ભિખારી
- વ્ + અ + ણ્ + 3 = વેણ
4. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો:
(1) ઝુપડુ
(2) ગુણિયા
(3) વિચિતર
(4) ધરાસકો
ઉત્તરઃ
(1) ઝૂંપડું
(2) ગૂણિયા
(3) વિચિત્ર
(4) ધ્રાસકો
5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
લક્ષણ, ફોગટ, તડકાછાંયા, આંગણું, ખખડધજ
ઉત્તરઃ
આંગણું, ખખડધજ, તડકાછાંયા, ફોગટ, લક્ષણ
6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરો:
- ધૂળના ગોટા ઊડવા – પુષ્કળ ધૂળ ઊડવી
વાક્યઃ વાવાઝોડું ફૂંકાતાં ચારેબાજુ ધૂળના ગોટા ઊડવા લાગ્યા. - તડકાછાંયડા જોવા – જીવનમાં સુખદુઃખમાંથી પસાર થવું
વાક્ય : જુમાએ જીવનમાં અનેક તડકાછાંયડા જોયા હતા. - અનેક રંગો જોવા – અનેક અનુભવો થવા
વાક્ય: જુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા. - આંગણે પૈસાની છોળ રેલાવી – ઘરમાં પુષ્કળ ધનસંપત્તિ હોવી
વાક્ય : જુમાને આંગણે પૈસાની છોળ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા. - ધ્રાસકો પડવો – ફાળ પડવી
વાક્ય : હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો.
7. નીચે આપેલા શબ્દોની સંધિ છુટી પાડોઃ
- લક્ષાધિપતિ = લક્ષ + અધિપતિ
- નિરાશ = નિઃ (નિ) + આશ
- દુર્ગધ = દુર્ + ગંધ
- એકેક = એક + એક
- સ્વચ્છ = સુ + અચ્છ
- વ્યર્થ = વિ + અર્થ
8. સૂચના પ્રમાણે કરો:
- જુમાથી બૂમ પડાઈ. (કર્તરિવાક્ય બનાવો.)
- વેણુ ગદબ ખાતો ખાતો આવતો. (કર્મણિવાક્ય બનાવો.)
- જુમો વેણુને ભેટી પડ્યો. (કર્મણિવાક્ય બનાવો.)
- જુમો શ્વાસભેર દોડ્યો. (ભાવેવાક્ય બનાવો.)
- પાડો રણકીને સામો ઊભો રહે. (ભાવેવાક્ય બનાવો.)
- જુમાએ પાણી પાયું. (પ્રેરકવાક્ય બનાવો.)
- જુમો ફાટકવાળા પાસે દોડ્યો. (પ્રેરકવાક્ય બનાવો.)
ઉત્તરઃ
- જુમાએ બૂમ પાડી.
- વેણુથી ગદબ ખાતા ખાતા અવાતું.
- જુમાથી વેણુને ભેટી પડાયું.
- જુમાથી શ્વાસભેર દોડાયું.
- પાડાથી રણકીને સામે ઊભા રહેવાય.
- જુમાએ પાણી પિવડાવ્યું.
- યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો.
જુમો ભિસ્તી Summary in Gujarati
જુમો ભિસ્તી પાઠપરિચય
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ [જન્મ ઈ. સ. 1892, મૃત્યુ ઈ. સ. 1965]
જુમો ભિસ્તી’ માનવી અને પશુ વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમને રજૂ કરતી વાર્તા છે. જુમાના પાડાનું નામ વેણુ છે. જુમાને તેનો આ પાડો ખૂબ વહાલો છે. એ તેને જતનથી સાચવે છે, તેને લાડ કરે છે. એક વખત પાડાનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે.
જુમો એને બચાવવાના પ્રયત્ન કરે છે, પણ એમાં એને સફળતા મળતી નથી. જુમો વેણુની સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે, પણ વેણુ પોતાના માલિકને માથું મારીને પોતાનાથી અળગો કરી દે છે અને તેને બચાવી લે છે.
લેખકે આ વાર્તામાં માનવી અને પશુ બંનેની એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રેમનું અસરકારક વર્ણન કર્યું છે.
ભાષાસજજતા
વાક્યના મુખ્ય બે પદ છે: કર્તાપદ અને ક્રિયાપદ. એમાં ત્રીજું મહત્ત્વનું પદ કર્મ ગણાય છે. આમ, વાક્યમાં પ્રયોજાતાં આ ત્રણે પદમાંથી વાક્યમાં કોની પ્રધાનતા છે એને આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય.
વાક્યના પ્રકારઃ
- કર્તરિપ્રયોગ
- કર્મણિપ્રયોગ અને
- ભાવે પ્રયોગ
કિર્તરિ પ્રયોગ: જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય અને કર્તાનાં લિંગ, વચન પ્રમાણે પ્રત્યય લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્તરિરચના કે કર્તરિપ્રયોગ ગણાય. દા. ત.,
- જુમાએ એક પૈસાનાં ગાજર ખરીદ્યાં.
- જુમો હોકો ગગડાવ્યા કરતો.
‘જે કર્તરિરચના સકર્મક હોય તેને કર્મણિરચનામાં બદલી શકાય અને જે કર્તરિરચના અકર્મક હોય તેને ભાવેરચનામાં બદલી શકાય છે.
કર્મણિપ્રયોગ : જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્મનાં લિંગ, વચન પ્રમાણે પ્રત્યય લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્મણિરચના કે કર્મણિપ્રયોગ ગણાય. દા. ત.,
- જુમાથી એક પૈસાનાં ગાજર ખરીદાયાં.
- જુમાથી હોકો ગગડાવ્યા કરાતો.
કર્મણિરચનામાં કેટલીક વાર કર્યા વગરની વાક્યરચના પણ જોવા મળે છે એટલે કે કર્તાનો લોપ થયો હોય છે. દા. ત.,
- લાકડી વગર કાંઈ ચલાય?
ભાવે પ્રયોગ : જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય અને વાક્યરચના અકર્મક હોય તો તે ભાવેરચના કે ભાવપ્રયોગ ગણાય. દા. ત.,
- જુમાથી શ્વાસભેર દોડાયું.
- જુમાથી બેઠા થવાયું.
પ્રેરક વાક્યરચનાઃ
ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્યરચના પ્રેરક બને છે.
સાદું વાક્ય – પ્રેરક વાક્ય
- જુમાના મિત્રે પાડાનું નામ વેણુ પડાવ્યું. – જુમાના મિત્રે પાડાનું નામ વેણ પાડ્યું.
- યુવાનોએ ટોપીઓ ઉતારી. – યુવાનોએ ટોપીઓ ઉતરાવી.
નોંધ: પ્રેરકરચનામાં જેની પાસે કામ કરાવ્યું હોય તે પ્રેરિત કર્તા પણ મૂકી શકાય. દા. ત.,
- જુમાએ એના મિત્ર પાસે પાડાનું નામ વેણુ પડાવ્યું.
- પોલીસે યુવાનો પાસે ટોપીઓ ઉતરાવી.
જુમો ભિસ્તી શબ્દાર્થ
- ભિસ્તી – પખાલી, મશકમાં પાણી ભરી લોકોને ઘેર પહોંચાડનાર,
- લક્ષ – ધ્યાન.
- ખખડધજ – ખખડી ગયેલું, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું, (અહીં) જૂની, ખખડી ગયેલ છતાં મજબૂત.
- દુર્ગધ – ખરાબ વાસ.
- હાંડલી – નાની માટલી, માટીનું પાત્ર.
- તડકાછાંયડા – સુખદુઃખ.
- ખાતર – (અહીં) માટે.
- છોળ – (અહીં) રેલમછેલ.
- લક્ષાધિપતિ – પૈસાદાર, લાખોપતિ.
- મશક – પાણી ભરવાનું ચામડાનું સાધન.
- ગદબ-ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ, રજકો.
- લીન થતો – ડૂબી જતો, મગ્ન થઈ જતો.
- નિહાળ્યા કરવું – જોતાં રહેવું.
- વખતે – (અહીં) કદાચ.
- ગૃહસ્થાઈ – સજ્જનતા.
- લક્ષણ – (અહીં) સંસ્કાર.
- ટેવ – આદત.
- બરડો – વાંસો.
- ફોગટ – વ્યર્થ.
- મચડવો – મરોડવો.
- ધ્રાસકો – ફાળ.
- અબઘડી – હમણાં.
- સપડાયો – ફસાયો.
- છૈયું – નાનું બાળક, છોકરું.
- પાટું-લાત.
- ઝપાટાબંધ -ઝડપથી.
- કર્કશ – તીણો, કઠોર,
- પરવરદિગાર – ઈશ્વર.
- કેડિયું – કેડ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર, કડિયું.
જુમો ભિસ્તી રૂઢિપ્રયોગ
- ધૂળના ગોટા ઊડવા – પુષ્કળ ધૂળ ઊડવી.
- તડકાછાંયડા જોવા – જીવનમાં સુખદુ:ખમાંથી પસાર થવું.
- અનેક રંગો જોવા – અનેક અનુભવો થવા.
- પૈસાની છોળ આંગણે રેલાવી – ઘરમાં પુષ્કળ ધનસંપત્તિ આવવી.
- અખંડ રહેવું – (અહીં) ટકી રહેવું.
- બથ ભરવી – (અહીં) બે હાથમાં સમાય એટલી વસ્તુ લેવી.
- ધ્રાસકો પડવો – ફાળ પડવી.
- કળ વળવી – દુઃખમાં રાહત થવી.
- નામનિશાન ન રહેવું – નામ કે ઓળખ ન રહેવી, મૃત્યુ પામવું.
- દષ્ટિ ફેંકવી – જોઈ લેવું.