Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા

Gujarat Board GSEB Std 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 ઇચ્છાકાકા

ઇચ્છાકાકા પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જાનૈયાઓએ ગોદડાં – લૂંટ શા માટે ચલાવી?
ઉત્તર :
જાનૈયાઓને દરબારગઢમાં ઉતારો આપ્યો હતો. કાતિલ ઠંડી હતી તેમ છતાં જાનમાં આવેલા પચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી ત્રીસ ગોદડી વેવાઈએ આપેલી. આટલી ગોદડીમાં પચાસ માણસને ક્યાંથી પૂરું થાય? આથી કાતિલ ઠંડીમાં ઠૂંઠવાવું ન પડે એટલે જાનૈયાઓએ ગોદડાંની લૂંટ ચલાવી.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા

પ્રશ્ન 2.
વરરાજા સાથે આવેલા યુવાવર્ગ ઇચ્છાકાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કર્યું?
ઉત્તરઃ
ઇચ્છાકાકા વરના બાપ હોય એમ વરરાજા સાથે આવેલા યુવાવર્ગ પર રુઆબ કરતા હતા. જેતલસરના જંક્શન પર ચા મોંઘીદાટ હોય, વેવાઈને માંડવે જઈને ચા પીશું’ એમ કહીને આખી જાનને તેમણે ચા વિનાની રાખી. આથી રોષે ભરાયેલા યુવાવર્ગે ઇચ્છાકાકાને હેરાન કરવાનું નક્કી કર્યું.

પ્રશ્ન 3.
જાનમાં આવેલા યુવાનોની ધિંગામસ્તી અને ઠઠ્ઠામશ્કરી વર્ણવો.
ઉત્તરઃ
જાનમાં આવેલા યુવાનોએ બબ્બે ગોદડાં બગલમાં દબાવીને ઉતારાના મનગમતા ખૂણામાં મૂકી દીધાં. કાતિલ ઠંડીમાં ઠૂંઠવાવું ન પડે એ માટે તેમણે ગોદડાં – લૂંટ ચલાવી. તેમને જમવાનો લોભ નહોતો, પણ ગાદલાં – ગોદડાં સંભાળવાની ચિંતા હતી.

આથી ખાધું ન ખાધું કરીને સીધા ઉતારે આવીને તે પોતપોતાના ડબલ ગોદડાં ઓઢીને સૂઈ ગયા અને નાક ઘરડઘરડ બોલાવા લાગ્યા. ઇચ્છાકાકા રાતના ત્રણના ટકોરે આવ્યા ત્યારે તેમના માટે સુવાની જગ્યા રહી નહોતી અને એક પણ ગોદડું રાખ્યું નહોતું.

ઇચ્છાકાકા ઠંડીમાં કેવા હેરાન થાય છે એ જોવા તેઓ ઊંધ્યા જ નહિ. ગોદડાંમાં મોં સંતાડીને તેઓ મૂછમાં હસતા હતા.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા

પ્રશ્ન 4.
ઇચ્છાકાકાની હેડકી ક્યારે બેસી ગઈ?
ઉત્તરઃ
ઇચ્છાકાકાને ઠંડીમાં હૂંફ ન મળે એ માટે યુવાનોએ એક પણ ગોદડું રાખ્યું નહોતું. આથી ઇચ્છાકાકાએ એક તુક્કો અજમાવ્યો. એમણે પોતાની બાજુમાં સુતેલા એક જણના વાંસા ઉપરનું પહેરણ ઊંચું કરીને ત્યાં પોતાની જીભ ફેરવી. પેલાને એમ લાગ્યું કે વાંસામાં કૂતરું કરડી ગયું છે.

ઇચ્છાકાકાને હેડકી ઊપડી હોય એમ તેઓ હ. . . . . .ફ કરવા લાગ્યા. આથી ગભરાઈને એ બહાર નીકળી ગયો. ઇચ્છાકાકાની હેડકીનો અવાજ સાંભળી બીજો યુવાન પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો.

એક અનુભવીએ યુવાનોને કહ્યું કે હડકવા ઊપડેલા દરદીને માથે ગોદડાં નાખી દઈએ તો એના ભારથી દરદી ઊભો ન થઈ શકે અને બીજા કોઈને કરડે નહિ. આથી સૌએ પોતપોતાનાં ગોદડાં ઇચ્છાકાકાને ઓઢાડી દીધાં. એનાથી ઇચ્છાકાકાને હૂંફ મળી એટલે તેમની હેડકી બેસી ગઈ.

ઇચ્છાકાકા Summary in Gujarati

ઇચ્છાકાકા પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા 1
ચુનીલાલ મડિયા [જન્મ ઈ. સ. 1922, મૃત્યુઃ ઈ. સ. 1968]

‘ઇચ્છાકાકા’ હાસ્યપ્રધાન નવલિકા છે. લેખકે ઇચ્છાકાકાને ‘વરના બાપ’ તરીકે બતાવ્યા છે. ઇચ્છાકાકાનો સ્વભાવ જ એવો છે કે એ સૌની નજરમાં મીઠી ઈર્ષાનું કારણ બને છે. શિયાળાની કડકડતી ઠંડીમાં લગ્ન લેવાયાં હતા.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા

જાનૈયાઓને ઠંડીથી રક્ષણ મળે એ માટે વધારે ગોદડાં અને ઓઢવાનાં મળે એ જરૂરી હતું, પણ મેળવવાં શી રીતે? એ માટે યુવાવર્ગે લગ્નમાં મોડે સુધી હાજર રહેવાની તમામ જવાબદારી કોઈને ખબર ન પડે એ રીતે ઇચ્છાકાકાને સોંપી દીધી.

પછી તેઓ વેવાઈએ આપેલા ઉતારે ગયા અને ત્યાં ગોદડાં અને ઓઢવાનાં લઈ લેવાના અને વધુમાં વધુ સાધનો પોતાની પાસે દબાવી રાખવાના કામે લાગી ગયા. આ કામગીરી કરી રહેલા યુવાનોની ધિંગામસ્તી અને ઠઠ્ઠામશ્કરીનું સુંદર શબ્દચિત્ર આલેખીને લેખકે તેમાંથી હાસ્ય ઊભું કર્યું છે.

ઇચ્છાકાકા શબ્દાર્થ

  • જાનૈયા – પરણવા જતા વરની જાનમાં આવેલાં સગાંવહાલાં, સંબંધીઓ, મિત્રો વગેરે.
  • જાનીવાસો – જાનનો ઉતારો.
  • હલ્લો – હુમલો, ધસારો.
  • આકરી – અત્યંત, ખૂબ.
  • પાગરણ – પથારીનો સામાન, હિમ
  • પડવું – અતિશય ઠંડી પડવી.
  • ભોગજોગે – નસીબવશ.
  • ઝળુંબવું – ઝૂકવું.
  • કાતિલ – કતલ કરે એવું, ઘાતક.
  • સામૈયું – (અહીં) વાજતે – ગાજતે વરરાજા અને જાનને સામે લેવા જવું.
  • ભવ એકની વાર – ઘણો સમય.
  • સંઘરવું – એકઠું કરવું.
  • સૂંઠવાવું – ઠંડીથી અકડાઈ જવું, પૂજવું.
  • રુઆબ – રોફ. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • રખડાવવું – (અહીં) ટટળાવવું.
  • જડ્યાંતા ખરા જાનૈયા – જબરા મળ્યા હતા જાનૈયા.
  • કોપ – કપ. મોંઘીદાટ ખૂબ મોંઘી.
  • ભૂ જેવી – પાણી જેવી પાતળી.
  • વરબેઢિયું – (વરબેડું) કુમારિકાને માથે બેડું કે કળશ મૂકી વરને વધાવવાની એક વિધિ.
  • લોભ – લાલચ, (અહીં) ઇચ્છા.
  • ઓડકાર – ડકાર. લવો – લગ્નપ્રસંગે પરણવા આવેલા વર અને જાનૈયાઓને મોકલવામાં આવતો કંસાર.
  • પડકારવું – લલકારવું, આહ્વાન આપવું.
  • ડિલ – શરીર.
  • હૂંફ – ઉખા, ગરમાવો.
  • લાપશી – વરને કન્યાપક્ષ તરફથી મોકલાતો કંસાર.
  • દાબીને ખાવું – પુષ્કળ ખાવું.
  • અટાણમાં – અત્યારમાં.
  • ઘારણ – ગાઢ નિંદ્રા.
  • છાબ – વાંસની ટોપલી,
  • પાગરણ – પથારી.
  • અંતરિયાળ – (અહીં) તરત, તત્કાળ.
  • પટારો – મોટી પેટી.
  • વાળંદ – હજામ. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • ભાઈશાબ – ભાઈસાહેબ.
  • સામટાં – સામુદાયિક, થોકબંધ, (અહીં) બધાં.
  • માણહ – માણસ.
  • વાંધો – વિરોધ, તકરાર, ફરિયાદ.
  • શહેનશાહ – બાદશાહ, રાજા.
  • માંડવિયા – કન્યાપક્ષના માણસો.
  • પીરસણિયા – રસોઈ પીરસનારા માણસો.
  • ચોકો સાફ કરવો – ભોજન કર્યા પછી એ સ્થાનને પાણીથી ધોઈ નાખવું.
  • વરઘોડો – પરણવા જતા વરની સવારી.
  • સાફો માથે બંધાતી પાઘડી, ફેંટો.
  • ફીંડલું – વાળેલો વીંટો.
  • છોગું – પાઘડીનો લટકતો છેડો.
  • સુમાર – આશરે, (અહીં) સમય.
  • અણવર – વરની સાથે રહેનાર સાથી (ઘણું કરીને વરનો બનેવી અણવર બનતો હોય છે.).
  • લૂણ ઉતારનાર – બલા કે પીડા દૂર કરવા નાની ટબુડીમાં મીઠાના ગાંગડા નાખી એને વરરાજાના માથા પર ફેરવનાર.
  • હથેવાળો – વરકન્યાના હસ્તમેળાપની વિધિ, પાણીગ્રહણ.
  • વઢી પડવું – ઝઘડી પડવું.
  • સમાધાન – સુલેહ, પતાવટ,
  • કન્યાદાન – કન્યાને વિધિવત્ પરણાવવી, કન્યાને અપાતી પહેરામણી.
  • ચોરી – વરકન્યા પરણવા બેસે તે મંડપ, માંહ્યરું.
  • ખોડવું – રોપવું.
  • ટાઢ કહે કે મારું કામ – પુષ્કળ ઠંડી.
  • બંડી ચડાવવી – બંડી પહેરવી.
  • ઠાર – ઠંડી. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • વાંસો – બરડો, પીઠ.
  • અઢેલવું – ટેકો દેવો.
  • ટાણે – સમયે.
  • સોડ – પગથી માથા સુધી ઓઢવું.
  • ઝડપવું – પકડવું.
  • મોટપણું – મોટપ.
  • હેઠું – નીચે.
  • મોખરે – આગળ.
  • વરઘોડિયાં – નવદંપતી.
  • કિટ્સન લાઈટ – ગેસથી બળતો દીવો.
  • બીડું – (અહીં) વરપક્ષ તરફથી કન્યાપક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો.
  • ગોત્રજ – ગોત્રજ, કુળદેવતા.
  • હવાલો – કબજો, (અહીં) જવાબદારી.
  • છેઠ – છેક.
  • નકોરડો – કશું ખાધા વિનાનો ઉપવાસ.
  • થાકોડો – થાક. કડકડતું – નવુંનકોર.
  • બસ્કી – એક પ્રકારનું રેશમી કાપડ.
  • સોતું – સહિત, સાથે.
  • માનાઈ – વેતન લીધા વગર કામ કરનારું, માનદ,
  • પોણું – ત્રણ ચતુર્થાશ.
  • કબજો – (અહીં) થેલી.
  • લુણાગરી – લૂણ ઉતારનારી.
  • ફંફાડા નાખતી – ઝળહળતી.
  • ડિલ – શરીર. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • સાંકડેમોકળે – સંકોડાઈને.
  • સમાસ – સમાવું તે, સમાવેશ.
  • હાલશે – ચાલશે.
  • નવાબજાદો – નવાબનો પુત્ર.
  • વિઝણો – પંખો.
  • વહ્યો ગયો – ચાલ્યો ગયો.
  • તોડ – નિકાલ.
  • પોલાણ – બખોલ.
  • ઉભડક – અધું ઊભું, નિરાંત વગર બેઠેલું.
  • એકથરાં – એક થરવાળા.
  • ખપેડો – ઉપરનું છાપરું.
  • ઠાર – ઠંડી.
  • તુક્કો – મનનો તરંગ.
  • ભડકવું – ડરવું, ચોંકવું.
  • ઘંટી – પગના પંજા પાસે હાડકાનો ઉપસેલો ભાગ.
  • હેડકી – એડકી, વાધણી, ભારે શ્વાસનું ડચકું.
  • ત્રુટક – તૂટક, વચ્ચે વચ્ચે ટુકડા પાડીને.
  • ઓહ્યું – પેલું. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • બીજો મા – બીશો નહિ, ડરશો નહિ.
  • ગોળો – માટીનો કે પિત્તળનો ઘડો.
  • લબરકી – જીભને લબૂક લબૂક બહાર કાઢવી.
  • કળશો – કળશ, લોટો. પાડ – ઉપકાર.
  • બટકું – બચકું.
  • ટાંટિયો – પગ.
  • બંગણ – ગાડામાં પાથરવાની મોદ.
  • હરમાન – હનુમાનજી, બાધા – માનતા, આખડી.
  • ઘામ – ગરમી, બફારો, ઉકળાટ.
  • બારો – (ઓરડાની) બહાર.
  • ગુસપુસ – છાની વાત.
  • હડકવા – કૂતરાં અને શિયાળને થતો એક ઝેરી
  • વાત – રોગ, માણસને એવો કૂતરો કરડે તો એ પણ હડકાયો થઈ જાય.
  • આભડવું – (અહીં) કરવું.
  • રામકહાણી – વીતકકથા, દુઃખની કહાણી.
  • પાંગત – પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગ,
  • ખોડવું – ઝાડનું થડિયું.

ઇચ્છાકાકા રૂઢિપ્રયોગ

  • ઊંટ મારવું પડે – રણમાં પાણી ન હોય અને તરસ લાગી હોય ત્યારે ઊંટના પેટને ચીરી એમાંથી પાણી કાઢવું પડે.
  • હલ્લો લઈ જવો – ધસારો કરવા ટોળામાં જવું.
  • રીગડી કરવી – હેરાન કરવું. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • આડી જીભ વાવવી – અવરોધ ઊભો કરવો, ના પાડવી.
  • સોડ તાણવી – આખા શરીરે ઓઢીને સૂઈ જવું.
  • તોરણ છબી આવવું માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાની વિધિ કરવી.
  • ખાધું ન ખાધું કરવું – જેમતેમ જમી લેવું.
  • ઊંચે જીવે આવવું – બેચેનીથી આવવું.
  • હૂંફ આપવી – ગરમાટો આપવો.
  • પચાવી પાડવું – બથાવી પાડવું.
  • ઘારણ વળી ગયું – ગાઢ નિદ્રા આવી ગઈ.
  • જીવ ખાવો – કંટાળો આપવો, થકવી દેવા.
  • હેઠું જોવું – નીચાજોણું કરવું.
  • હવાલો સોંપવો – જવાબદારી સોંપવી.
  • સોદરી વળવી – સંતોષ થવો, તૃપ્તિ થવી.
  • થાકીને ટૅ થઈ જવું – ખૂબ થાક લાગવો.
  • રાત ભાંગવી – રાત પૂરી થવી.
  • ઢળી પડવું – ખૂબ થાકથી ગબડી પડવું.
  • પાંસળાં વીંધી નાખે એવી છાતીના હાડકાંમાં સોંસરવી ઊતરી જાય એવી (ઠંડી).
  • પગલાંનો જ ફેર પડવો – થોડો સમય જ પસાર થવો.
  • તોડ ન આવવો – ઉકેલ ન આવવો.
  • હાડકાંના સાંધા રહી જવા – હાડકાંના સાંધા દુખવા.
  • તુક્કો અજમાવવો – (અહીં) ઉપાય કરી જોવો.
  • કળી શકવું – જાણી ન શકવું.
  • દાઢ બેસારવી – બચકું ભરવું. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ઇચ્છાકાકા
  • હડકાયું કૂતરું આભડવું – હડકાયું કૂતરું કરડી જવું.
  • લબરથી શરૂ થવી – નકામો બડબડાટ શરૂ થવો.
  • મૂછમાં હસવું – મજાક કરવી.

ઇચ્છાકાકા કહેવતા

  • તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે? – સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે?

Leave a Comment

Your email address will not be published.