Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર Textbook Questions and Answers

દીકરાનો મારનાર અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો : (પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખો.)

પ્રશ્ન 1.
“એલા મે’માનને કોઈ છાંટશો મા !”
(ક) મર્મ
(ખ) ઉપેક્ષા
(ગ) દયા
(ઘ) લાગણી
ઉત્તરઃ
(ગ) દયા

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 2.
“મને રોળશો મા ! ભલા થઈને મને છાંટશો મા ! તમારે પગે લાગુ !?”
(ક) હઠ
(ખ) હુકમ
(ગ) આજીજી
(ઘ) સૂચના
ઉત્તરઃ
(ગ) આજીજી

પ્રશ્ન 3.
“ખોટી વાત, આજ કોનો દિ’ ફર્યો છે”
(ક) ગર્વ
(ખ) આશ્ચર્ય
(ગ) જિજ્ઞાસા
(ઘ) દિલેરી
ઉત્તરઃ
(ક) ગર્વ

પ્રશ્ન 4.
“હાલો, બેટાની મૈયત કાઢીએ.”
(ક) અવહેલના
(ખ) ઉદારતા
(ગ) સ્વસ્થતા
(ઘ) મક્કમતા
ઉત્તરઃ
(ગ) સ્વસ્થતા

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું હતું
ઉત્તર :
ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું હતું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 2.
દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી
ઉત્તરઃ
દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી.

પ્રશ્ન 3.
ગામડાની ધુળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે
ઉત્તરઃ
ગામડાની ધુળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે.

પ્રશ્ન 4.
મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી
ઉત્તરઃ
મહેમાને પોતાને રંગવાની ના પાડી, કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ નહોતો.

પ્રશ્ન 5.
મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું
ઉત્તરઃ
મહેમાને રંગવાની ના પાડી છતાં ઘરેયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે મહેમાન અને ઘેરેયાઓ વચ્ચે રીડિયારમણ, અચકા, કાલાવાલા, તલવારનાં ઝાંવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો.

દીકરાનો મારનાર સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
દેવળિયા ગામમાં ધુળેટીની ઊજવણી કેવી રીતે થઈ રહી હતી
ઉત્તરઃ
દેવળિયા ગામના લોકો ધુળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો અને એની આજુબાજુ સરખેસરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધુળેટીના દિવસે સૌ પચરંગી છાંટણામાં દીપતા હતા. ધુળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા.

તેઓ ગાંડાતૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા. ગામડાની ધુળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી!

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 2.
કુંવરનું મૃત્યુ શી રીતે થયું
ઉત્તરઃ
ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરેયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંઝવા માંડી. એ ધમાચકડીથી ધૂળની ડમરી ઊડવા માંડી. આથી મહેમાન મુસાફરી કાંઈ જોઈ શકતા નહોતા.

રીડિયારમણ, ચસકા, કાલાવાલા, તલવારનાં ઝાવાં અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતાં તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા.

પ્રશ્ન 3.
રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો
ઉત્તરઃ
ચારણ ભૂખે ટળવળતાં પોતાનાં છોકરાંને કાંઈક મળે એ હેતુથી રાજા મંદોદરખાન પાસે મદદ માગવા આવેલો, પણ ગામમાં પેસતાં જ રોળવા આવેલા ઘેરૈયાથી બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંઝી, પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માત્ રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ અજાણતાં જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો.

પ્રશ્ન 4.
મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું શા માટે
ઉત્તરઃ
મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતાં થંભી ગયો. તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે તે દૂર સુધી દોડી નહિ શકે. તેને થયું કે આમેય મરવું તો છે જ, તો પછી હવે નકામાં પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદરખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી.

પ્રશ્ન 5.
મંદોદરખાને ગામલોકોને શું કહીને શાંત પાડ્યા
ઉત્તરઃ
ક્રોધે ભરાયેલા ગામલોકોને મંદોદરખાને આમ કહીને શાંત પાડ્યા: “આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણીજોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી.

આપણા નસીબમાં નહિ હોય એટલે મરી ગયો, પણ એને ખાતર આ ઊજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો, બેટાની મૈયત કાઢીએ.”

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

2. આ પાઠમાંથી લોકબોલીનાં પાંચ વાક્યો લખો.
ઉત્તરઃ

  • “કોક ઊજળે લૂગડે મેમાન વયો આવે.”
  • “સાચું! સાચું! … મેમાનને રોળો! … ગોડ્ય માગો! રોળો!”
  • “આજ કોનો દી’ ફર્યો છે?”
  • “ભેરૂં બધી મરી ખૂટી .. છોકરાં છાશ – રાબ વગર રોવે છે … નો’તો આવતો,”
  • “મારી ઓળખાણ અટાણે નહિ, પછી.”

3. (અ) નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો :
પડછંદ, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતાળ, પૃથ્વી, પ્રેમ, પડકાર, પગ.
ઉત્તર :
પડછંદ કાયા ધરાવતા ચારણે ધોળું બાસ્તા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતાં જ એક પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈઓ! કોક ઊજળે લૂગડે મેમાન વયો આવે છે.” ચારણે નદીકાંઠે આવી નદીનું પાણી પીધું.

એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી ગામના દરબાર આવી ચડ્યા. દરબારે ચારણને પૂછ્યું, “તું કેમ આવ્યો છે? ચારણે કહ્યું, ‘દરબાર, મેં સાંભળ્યું કે તમારા જેવો ઉદાર માણસ સાત પાતાળમાં શોધતાં નહિ જડે.” દરબારે વિનમ્રતાથી કહ્યું, ‘પણ “પૃથ્વી પર તો મળે ને!!

ચારણે પ્રેમથી કહ્યું, “મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહિ બને.”

(બ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
પ્રભાત, જુવાન, ફૂલ, મહેમાન, નસીબદાર, સુવાસ.
ઉત્તર :

  • પ્રભાત = સવાર
  • જુવાન = યુવાન, તરુણ
  • ફૂલ = પુષ્પ, કુસુમ
  • મહેમાન = અતિથિ, પરોણો
  • નસીબદાર = ભાગ્યશાળી
  • સુવાસ = સુગંધ

(ક) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :
ભૂંડો, કોરી, પછવાડે, મૂરખ, ઊલટો, પાતાળ.
ઉત્તર :

  • મૂરખ ✗ શાણો, ડાહ્યો
  • ઊલટો ✗ સૂલટો, સીધો
  • પાતાળ ✗ આકાશ
  • ભૂંડો ✗ સારો
  • કોરી ✗ જૂની
  • પછવાડે ✗ આગળ

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

4. “દીકરાના મારનાર પ્રત્યેની મંદોદરખાનની ઉદારતા’ એ વિશેના વર્ણનનાં વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો.
ઉત્તર :
દીકરાને મારનાર પ્રત્યે મંદોદરખાનની ઉદારતા દરબાર મંદોદરખાનનો આઠ વર્ષનો સાત ખોટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી દરબાર મંદોદરખાને તલવાર સાથે પોતાની રોઝડી ઘોડી ચારણની પાછળ દોડાવી.

દરબાર તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી. મંદોદરખાને તેને તેમ કરતાં રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદોદરખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતાં કહે છે : “ગઢવા, આ મારી ઘોડી આપું છું.

ચડીને ભાગવા માંડ. વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે અને મેં એના કુંવરને મારી નાખ્યો છે. આવી પહોંચતાં જ તારી કાયાના રાઈરાઈ જેવા કટકા જાણજે – ‘ ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માગે છે, ત્યારે મંદોદરખાન કહે છે, “મારી ઓળખાણ અત્યારે નહિ આપું, અત્યારે તું ભાગ, નીકર તારાં છોકરાં રઝળી પડશે અને ગામલોકો મારા રોક્યા રહેશે નહિ.’

ચારણ નામ જાણવા માગતાં, “અરે નામ ખુદાનું!’ કહીને મંદોદરખાન દોડે છે. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાડી તેના હાથમાં ચોકડું આપે છે અને વાંસેથી રોઝડીને ડચકારે છે. ચારણ ઘોડીએ ચડી અલોપ થઈ જાય છે. મંદોદરખાન ગામલોકો પાસે જૂઠું બોલે છે, “માળો લોંઠકો આદમી!

મને જીતવા ન દીધો. મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો, પણ ગામલોકો એમની વાત માનવા તૈયાર નથી. મંદોદરખાન શાંતિથી ગામલોકોને કહે છે, “લ્યો, હવે જાતી કરો.” ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા.

મંદોદરખાન એમને શાંતિથી સમજાવે છે, “ભાઈ! એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો’તો? એને ઘેર એવા કેટલાં દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી. આપણા કિસ્મતમાં નહિ હોય. હાલો, હવે બેટાની મૈયત કાઢીએ.”

Std 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર Additional Important Questions and Answers

દીકરાનો મારનાર પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઘેરૈયાની બૂમાબૂમ સાંભળી ચારણની શી હાલત થઈ?
ઉત્તરઃ
ઘેરૈયાની બૂમાબૂમ સાંભળી ચારણ ચોંક્યો. એ ભાન ભૂલી ગયો. તેણે ઊભી વાટે સીમાડા તરફ દોટ મૂકી. શું થયું એ જોવા કે પૂછવાનો સમય નહોતો. પાછું વાળીને નજર નાખવાની તેનામાં હિંમત નહોતી.

પોતાના હાથમાં પકડેલી તલવારની શી દશા થઈ છે તે જોવાનું પણ એને ભાન રહ્યું નહિ. એ કોઈ ગાંડો માણસ કે કોઈ ખૂની હોય એમ દોડ્યે જતો હતો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 2.
કુંવર મરાયો એ જાણીને ચારણે અસવાર પાસે શો બચાવ કર્યો?
ઉત્તરઃ
મુસાફરને કોણ મરાયું તેની ખબર નહોતી. આથી તેણે આકાશ તરફ ઇશારો કરીને અસવારને કહ્યું, ‘ઈશ્વર જાણે! મને ખબર નથી. હું તો એટલું જ જાણું કે મારે ડેલીએ આવવું હતું. ચીંથરાં પહેર્યા હશે તો ભૂંડો દેખાઇશ એમ માનીને સાથે લાવેલાં લૂગડાંની એક કોરી જોડ ગામ બહાર બદલી.

ત્યાં ઘેરૈયા મને રોળવા આવ્યા. એમનાથી ઊગરવા મેં મ્યાનમાં બીડેલી તલવાર વીંઝી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર ન રહી.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
મહેમાનનાં ઊજળાં લૂગડાં જોતાં ઘેરૈયાઓ ઉપર શી અસર થઈ?
ઉત્તર :
મહેમાનનાં ઊજળાં લૂગડાં જોતાં ઘેરૈયાઓને થયું કે આવા મહેમાનને કાંઈ રોળ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? આથી સૌ ઘેરૈયા મહેમાનને રંગી નાખવા અને એની પાસેથી ગોઠ્ય માગવા રાડો પાડવા માંડ્યા. તેમણે મહેમાનની પાછળ દોટ મૂકી.

પ્રશ્ન 2.
દેવળિયા ગામમાં આવી રહેલા ચારણનું વર્ણન કરો.
ઉત્તરઃ
દેવળિયા ગામમાં આવી રહેલા ચારણે ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું અને પગ સુધીની પહોળી ચોરણી પહેર્યા હતાં. તેણે બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ બાંધી હતી. તેણે બગલમાં એક ફાટેલતૂટેલ માનવાળી તલવાર દબાવી હતી. તેની કેડે કોઈક કાળાંતરની જૂની કટારી હતી. એને દાઢીમૂછના ભરાવદાર કાતરા હતા.

પ્રશ્ન 3.
અચાનક ધબ અવાજ સાંભળીને ઘેરૈયાએ શેની બૂમાબૂમ કરી મૂકી?
ઉત્તરઃ
અચાનક ધબ અવાજ સાંભળીને એક ઘેરૈયાએ, “અરે, ગજબ થયો! … કુંવર પડ્યા! … કુંવરને વાગ્યું! કુંવર જોખમાણાં!’ એવી બૂમ પાડી. બીજા ઘેરેયાએ ચીસ પાડી : “મહેમાને કુંવરને તલવાર મારી! … પકડો …! ઝાલજો! … ઝાલજો!

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 4.
ગામના ઝાંપે કેવું દશ્ય હતું?
ઉત્તરઃ
ગામના ઝાંપે દરબાર મંદોદરખાનના આઠ વરસના કુંવર પડ્યા છે. એના ગળે તલવારનો ઘસરકો પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે. ઘડીબે – ઘડીમાં એના પ્રાણ ચાલ્યા જશે એવી સ્થિતિ હતી.

પ્રશ્ન 5.
ચારણને પોતાની તલવાર ગળે મૂકેલી જોઈને અસવારે (મંદોદરખાને) શું કર્યું?
ઉત્તરઃ
ચારણને પોતાની તલવાર ગળે મૂકેલી જોઈને અસવાર (મંદોદરખાન) સમજી ગયા કે આ કોઈ ત્રાગાળું વરસ લાગે છે. જો તેઓ આગળ વધશે તો આ માણસ તલવાર પોતાના જ ગળામાં પરોવી દેશે અને તેના ગામને સીમાડે લોહી છંટાશે, એમ સમજીને અસવારે રોઝડીને થંભાવી.

પ્રશ્ન 6.
ચારણ દેવળિયા શા માટે આવ્યો હતો?
ઉત્તર :
ચારણની બધી ભેંસો મરી ગઈ હતી. એનાં છોકરાં છાશ – રાબ માટે ટળવળતાં હતા અને ભૂખથી રડી રહ્યાં હતાં. તેમ છતાં એને તો અહીં નહોતું આવવું, પણ તેની વહુએ એને મંદોદરખાન પાસે કાંઈક મદદ મળે એ હેતુથી મોકલ્યો હતો. આથી ચારણ દેવળિયા આવ્યો હતો.

પ્રશ્ન 7.
અસવારે (મંદોદરખાને) ચારણને ઘોડી પર ચડીને ત્યાંથી ભાગી જવા કેમ કહ્યું?
ઉત્તર :
અસવારે (મંદોદરખાને) ચારણને ઘોડી પર ચડીને ભાગી જવા કહ્યું, કારણ કે હવે વાત કરવાનો સમય નહોતો. ગામ ઉશ્કેરાયું છે. તે કુંવરને મારી નાખ્યો છે એટલે અહીં પહોંચતાંની સાથે જ તે તારા દેહના રાઈરાઈ જેવા કટકા કરી નાખશે.

પ્રશ્ન 8.
અસવારે (મંદોદરખાને) ચારણને ભાગી જવામાં શી મદદ કરી?
ઉત્તર :
અસવારે ચારણને પોતાની પાસે બોલાવ્યો. એને બાવડેથી પકડીને પોતાની રોઝડી ઘોડી પર બેસાડ્યો. લગામ તેના હાથમાં આપીને પાછળથી રોઝડીને ડચકારી. રોઝડી પોતાની પૂંછડી ઊંચી કરીને દોડી અને જોતજોતામાં અલોપ થઈ ગઈ. આ રીતે અસવારે ચારણને ભાગી જવામાં મદદ કરી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 9.
ગામના લોકોને મંદોદરખાનની વાત ગળે કેમ ન ઊતરી?
ઉત્તરઃ
ગામના લોકોને મંદોદરખાનની વાત ગળે ન ઊતરી; કારણ કે તેઓ મંદોદરખાનનો પ્રભાવ જાણતા હતા. ફણિધરને માથેથી મણિ લઈ જવો એ જેટલું મુશ્કેલ કામ છે એટલું જ મુશ્કેલ છે મંદોદરખાનની રાંગમાંથી રોઝડી લઈ જવી.

એમની વાત સાચી માની લે એટલા તેઓ મૂરખ નહોતા. સાત ખોટના દીકરાને મારનારને મંદોદરખાને જ ભગાવ્યો છે એમ ગામના લોકો માનતા હતા.

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ચારણ વસંતઋતુના પ્રાકૃતિક સૌંદર્યને કઈ રીતે માણતો આવી રહ્યો હતો?
ઉત્તરઃ
ચારણ વસંતઋતુમાં વનવગડે આંબાના મૉરમાંથી ફેલાઈ રહેલી સુગંધ લેતો અને વનરાઈએ કેસૂડાનાં ફૂલની ચૂંદડી ઓઢી હોય એવી પ્રકૃતિનો શણગાર જોતો, વસંતઋતુના પ્રાકૃતિક સૌંદર્યને માણતો આવી રહ્યો હતો.

પ્રશ્ન 2.
ઘેરયાથી બચવા મહેમાને શું કર્યું?
ઉત્તરઃ
ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાખમાં દબાવેલી તલવાર કાઢી. ઘેરેયાને પોતાનાથી દૂર રાખવા તેણે યાન સહિત તલવાર વીંઝવા માંડી.

પ્રશ્ન 3.
મંદોદરખાનની રોઝડી ઘોડીની શી વિશેષતા હતી?
ઉત્તરઃ
મંદોદરખાનની રોઝડી ઘોડીની વિશેષતા એ હતી કે તે હાથીના કુંભસ્થળ ઉપર પોતાના ડાબલા માંડી શકતી અને દોડવામાં હરણની બરોબરી કરી શકતી હતી.

પ્રશ્ન 4.
અસવારે (મંદોદરખાને) ચારણને પોતાની ઓળખાણ કેમ ન આપી?
ઉત્તરઃ
અસવારે (મંદોદરખાને) ચારણને પોતાની ઓળખાણ ન આપી, કારણ કે અત્યારે ચારણે ભાગી જવાની જરૂર હતી. નહિતર એનાં છોકરાં રઝળી પડત. ગામના લોકો ઉશ્કેરાયા છે એટલે તેઓ અસવારના રોક્યા પણ ન રોકાત.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 5.
ચારણને ભગાડ્યા પછી મંદોદરખાન કેવા દેખાતા હતા?
ઉત્તરઃ
ચારણને ભગાડ્યા પછી મંદોદરખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવતા હતા. સવાર થવા માટે તેમની રોઝડી નહોતી. તેમની કાખમાં તલવાર ન હતી.

પ્રશ્ન 6.
મંદોદરખાને ગામના લોકોને સ્વબચાવમાં શું કહ્યું?
ઉત્તરઃ
મંદોદરખાને ગામના લોકોને સ્વબચાવમાં કહ્યું કે એ માણસ સાવ લોંઠકો નીકળ્યો. એણે મને જીતવા ન દીધો. તલવાર ને ઘોડી બને એ લઈ ગયો.

4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ચારણને શેનો ઉલ્લાસ નહોતો?
ઉત્તર
ચારણને હુતાશણીનો જરાયે ઉલ્લાસ નહોતો.

પ્રશ્ન 2.
ઘેરૈયાથી બચવા ચારણે શું કહ્યું?
ઉત્તરઃ
ઘેરૈયાથી બચવા ચારણે ચીસ પાડીને કહ્યું, “મને રોળશો મા! ભલા થઈને મને છાંટશો મા! તમારે પગે લાગું.’

પ્રશ્ન 3.
ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર કેવી દેખાતી હતી?
ઉત્તર :
ભાગતા ચારણના હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચક દેખાતી હતી.

પ્રશ્ન 4.
ગામના લોકોને આવતા જોઈને અસવારે (મંદોદરખાને) શું કર્યું?
ઉત્તરઃ
ગામના લોકોને આવતા જોઈને અસવારે (મંદોદરખાને) ચારણને પોતાની ઘોડી આપીને ત્યાંથી ભાગી જવા કહ્યું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 5.
દેવળિયાવાસીઓ ચારણને મારવા કેમ દોડ્યા?
ઉત્તરઃ
ચારણે દેવળિયા ગામના દરબાર મંદોદરખાનના આઠ વરસના રાજકુંવરને મારી નાખ્યો હતો. આથી દેવળિયાવાસીઓ ચારણને મારવા દોડ્યા.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
દેવળિયા ગામના દરબાર કોણ હતા?
A. લાખા વાળા
B. ઓઘડ વાળા
C. મંદોદરખાન
D. તેજમલ ઠાકોર
ઉત્તરઃ
C. મંદોદરખાન

પ્રશ્ન 2.
ધુળેટીનો તહેવાર ક્યારે આવે છે?
A. ફાગણ સુદ પૂનમે
B. ફાગણ વદ એકમે
C. ચૈત્ર વદ એકમે
D. મહા સુદ પાંચમે
ઉત્તરઃ
B. ફાગણ વદ એકમે

પ્રશ્ન 3.
ઘેરયાઓ કયા તહેવારમાં નીકળે છે?
A. ધુળેટીના
B. ગુડી પડવાના
C. શરદપૂનમના
D. હુતાશણીના
ઉત્તરઃ
A. ધુળેટીના

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 4.
ગામડાની ધુળેટી જાણે …
A. રંગોત્સવ
B. કાળો કોપ
C. ઘેરૈયાની મસ્તી
D. રમતગમતનો તહેવાર
ઉત્તરઃ
B. કાળો કોપ

પ્રશ્ન 5.
અચાનક ધબ અવાજ સાથે કોણ પડ્યું?
A. મુસાફર
B. દેવળિયા ગામના દરબાર
C. ઘેરેયો
D. દેવળિયા ગામના દરબારનો કુંવર
ઉત્તરઃ
D. દેવળિયા ગામના દરબારનો કુંવર

પ્રશ્ન 6.
કુમળી વયના કુંવરને કોની સાથે સરખાવ્યો છે?
A. કુમળી કળી સાથે
B. બગીચાના ફૂલ સાથે
C. વનવગડાના ફૂલ સાથે
D. બાવળના કાંટા સાથે
ઉત્તરઃ
A. બગીચાના ફૂલ સાથે

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 7.
ડાયરો શેમાં ઘેઘૂર હતો?
A. વાતોમાં
B. દારૂ પીવામાં
C. કાવાકસુંબામાં
D. ભાટાઈ કરવામાં
ઉત્તરઃ
C. કાવાકસુંબામાં

પ્રશ્ન 8.
મંદોદરખાનની ઘોડીનું નામ શું હતું?
A. રોઝડી
B. માણકી
C. તેજણ
D. કેસરી
ઉત્તરઃ
A. રોઝડી

પ્રશ્ન 9.
મંદોદરખાનની ઘોડીની કિંમત કેટલી હતી?
A. પાંચ સો
B. બે હજાર
C. એક હજાર
D. નવ સો
ઉત્તરઃ
B. બે હજાર

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

પ્રશ્ન 10.
દેવળિયા ગામમાં આવેલો મુસાફર કોણ હતો?
A. સરપંચ
B. ઠાકોર
C. આપા દેવાત
D. ચારણ
ઉત્તરઃ
D. ચારણ

6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (માઝા, આંબુબું, શિરામણ, ચીંથરાં, રાઈરાઈ)

  1. પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ.
  2. એક જ ગામનો ધણી, વાટકીનું ” કહેવાય.
  3. જુવાનો ” થઈ રહ્યા.
  4. તારી કાયાના ” જેવા કટકા જાણજે –
  5. ઘેરયા : છાંડી ગયા છે.

ઉત્તરઃ

  1. ચીંથરા
  2. શિરામણ
  3. આંબુઆંબું
  4. રાઈરાઈ
  5. માઝા

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

  1. “એલા ભાઈઓ, કોક કાળે લૂગડે મે’માન વયો આવે.”
  2. અહીં ઝાંપામાં શોરબકોર થઈ ગયો છે.
  3. દરબાર મંદોદરખાન જાતના હતા માલેસલામ.
  4. એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે.
  5. આપણા કિસ્મતમાં હશે એટલે (દીકરો) બચી ગયો.

ઉત્તરઃ

  1. ખોટું
  2. ખોટું
  3. ખરું
  4. ખરું
  5. ખોટું

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

દીકરાનો મારનાર વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખોઃ

  • હુતાશણી = હોળી
  • ગરકાવ = મશગૂલ
  • પરબ = પર્વ, તહેવાર
  • માઝા = મર્યાદા, મલાજો
  • ગારો = કાદવ
  • કાયા = તન, દેહ
  • મીટ = નજર
  • ગોક્ય = ગોઠ, ભેટ
  • રીડિયારમણ = ચિચિયારી, બૂમાબૂમ
  • મુસાફર = પ્રવાસી
  • ડોરણું = બોરિયું, બટન
  • ચોરણી = સુરવાળ, પાયજામો
  • ઘાટા = ભરાવદાર
  • કેર = જુલમ, ત્રાસ
  • કિસ્મત = નસીબ, ભાગ્ય

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  • ગંદી ✗ સ્વચ્છ
  • ઊજળાં ✗ મેલાં
  • ગાંડો ✗ ડાહ્યો
  • આશા ✗ નિરાશા
  • ઉઘાડી ✗ બંધ
  • વેળા ✗ કવેળા
  • જીતવા ✗ હારવા
  • જુવાન ✗ વૃદ્ધ

3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓને છૂટા પાડીને લખો :

  • કોરેમોરે = ક + ઓ + ૨ + એ + મ્ + ઓ + ૨ + એ
  • શિરામણ = શું + ઇ + ૨ + આ + મ્ + અ + ણ્ + આ
  • રોઝડી = ૨ + ઓ + ઝ + અ + ડુ + ઈ
  • દેવળિયા = + એ + ૬ + અ + ળ + + યુ + આ

4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો:

  • સ્ + અ + મ્ + અ + સ્ + ક્ + આ = સમસ્યા
  • ફ+ અ + ણ્ + અ + દ્ + અ + ૨ + અ = ફણધર
  • ફ + ઇ + સ્ + મ્ + અ + ત્ + અ = કિસ્મત
  • ૯ + ઓ + હુ + ઈ = લોહી

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો:

  1. દૂતાસની
  2. રિડીયારમણ
  3. ચિથરા
  4. કસમત
  5. મિયાન

ઉત્તરઃ

  1. હુતાશણી
  2. રીડિયારમણ
  3. ચીંથરા
  4. કિસ્મત
  5. મ્યાન

6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો

રાઈરાઈ, ગઢવા, ફણધર, સાંબેલાં, કાવાકસુંબા
ઉત્તર :
કાવાકસુંબા, ગઢવા, ફણધર, રાઈરાઈ, સાંબેલાં

7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

  • શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની પહેલી તિથિ – પડવો
  • બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ – કાતરા
  • કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું – કેડિયું
  • એક નાનું બંધારું હથિયાર – કટારી, કટાર
  • વનમાં વૃક્ષોની લાંબી હાર – વનરાઈ, વનરાજી
  • કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું – કાવાકસુંબા
  • ગામની ભાગોળનો દરવાજો – ઝાંપો
  • હાથીના લમણાનો ભાગ – કુંભસ્થળ, ગંડસ્થળ
  • ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન – ચોકડું, લગામ
  • ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન – સાંબેલું, મુસળ
  • હથેળીમાં આપવામાં આવતું અફીણનું પ્રવાહી – કસુંબો
  • હોળી ખેલનારો માણસ – ઘેરૈયો, હોળયો

8. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરોઃ

(1) માઝા છાંડવી – મર્યાદા ઓળંગવી
વાક્યઃ ઘેરૈયાઓ હોળી રમતા હોય છે ત્યારે માઝા છાંડી દે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

(2) મીટ મંડાવી – નજર સ્થિર કરવી
વાક્યઃ માતાપિતા સાસરેથી આવેલી દીકરીને જોવા મીટ માંડીને બેઠા હતા.

(3) હાથ આવવું – સકંજામાં આવવું
વાક્યઃ અચાનક હાથમાં આવેલા સુબંધુને વિદ્યાર્થીઓ છોડવા માગતા ન હતા.

(4) ચાનક ચડવી – ઉત્સાહ આવવો
વાક્યઃ નવરાત્રિમાં સૌને રાસગરબા રમવાની ચાનક ચડે છે.

(5) ચડે ભરાવું – જીદ ઉપર આવવું
વાક્ય ચડે ભરાયેલા જુવાનોએ ચોરને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.

(6) આંબંધું થઈ રહેવું – જલદીથી પહોંચવા તત્પર થવું
વાક્યઃ ટ્રેન પકડવા માટે સૌ આંબંધું થઈ રહ્યા હતા.

(7) હામ ન હોવી – હિંમત ન હોવી
વાક્યઃ પરીક્ષામાં નાપાસ થતાં એ વાત પિતાને જણાવવાની નરેશમાં હામ નહોતી.

(8) ભાન ભૂલી જવું – સાનભાન ન રહેવાં
વાક્યઃ દારૂના નશામાં નોકર સાનભાન ભૂલી ગયો.

(9) તલવારનો વાઢ પડવો – તલવારનો ઘા વાગવો
વાક્યઃ તલવારની પટાબાજી કરતાં પહેલવાનને અચાનક તલવારનો વાઢ પડી ગયો.

(10) ચીંથરાં ફાડવાં – નકામા પ્રયત્ન કરવા
વાક્ય : આ પ્રૉજેક્ટ પોતાને મળવાનો નથી એની જાણ હોવા છતાં નીલેશ ચીંથરાં ફાડતો રહ્યો.

(11) પ્રાણ નીકળી જવા – મૃત્યુ પામવું
વાક્યઃ ગાંધીજી “હે રામ!” બોલ્યા અને તેમના પ્રાણ નીકળી ગયા.

(12) પેટ મોટું હોવું – ઉદાર દિલના હોવું
વાક્ય સમજદારનું પેટ મોટું હોય છે.

(13) રંગમાં ભંગ પડવો – આનંદમાં વિક્ષેપ પડવો
વાક્ય : આકાશમાં પતંગોના દાવપેચ ચાલતા હતા ત્યાં અચાનક મારો પતંગ કપાતાં રંગમાં ભંગ પડ્યો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

(14) દી’ ફરવો – કુબુદ્ધિ સૂઝવી
વાક્ય : જેનો દી ફર્યો હોય એ જ સત્તાધારીને લલકારે.

(15) કાળ આવી પહોંચવો – મૃત્યુ નજીક આવવું
વાક્ય : પ્લેન અચાનક બગડતાં સૌને થયું કે તેમનો કાળ આવી પહોંચ્યો છે.

(16) કાળને અટકાવવો – મૃત્યુને રોકવું
વાક્ય કાળને કોણ અટકાવી શક્યું છે?

(17) ખુલાસો કરવો – સ્પષ્ટતા કરવી, ચોખવટ કરવી
વાક્યઃ શાળામાં ગેરહાજર રહેવા માટે સંદીપે શિક્ષક આગળ ખુલાસો કર્યો.

(18) તલવાર ગળે માંડવી – તલવાર ગળે અડાડી મરી જવા તૈયાર થવું
વાક્યઃ મંદોદરખાનને આવતા જોઈ ચારણે પોતાના ગળે તલવાર માંડી.

(19) તલવાર ગળામાં પરોવવી – તલવારથી મારી નાખવું
વાક્ય: શક્તિસિંહે લાગ જોઈને તલવાર શત્રુના ગળામાં પરોવી દીધી.

(20) લોહી છાંટવું – હત્યા કરવી
વાક્ય : બે જૂથ વચ્ચેની લડાઈમાં કેટલાય નિર્દોષ જુવાનોનાં લોહી છંટાયાં.

(21) ફાળ ખાવી – ડર લાગવો, ધ્રાસકો પડવો
વાક્યઃ ટ્રકને સામેથી આવતાં જોઈ રસ્તો ઓળંગી રહેલા માજીને ફાળ પડી.

(22) રઝળી પડવાં – અનાથ થઈ જવાં, નિરાધાર થઈ જવાં
વાક્ય : આ કાળઝાળ મોંઘવારીમાં કેટલાય ગરીબોનાં છોકરાં ભૂખે રઝળી પડ્યાં છે.

(23) સાત ખોટનો દીકરો – સાત દીકરી પછી આવેલો દીકરો
વાક્ય : સાત ખોટના દીકરાને વધુ પડતાં લાડ લડાવવાથી તે બગડી જાય છે.

(24) ખડી જવો – મૃત્યુ પામવો
વાક્યઃ રેલવે અકસ્માતમાં છાપરા પર બેઠેલો યુવાન ખડી ગયો.

(25) હત્યા વહોરવી – મારી નાખવાના પાપમાં પડવું
વાક્ય: સજ્જન માણસે કોઈની હત્યા વહોરવી નહિ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

9. સૂચના પ્રમાણે કરોઃ

  1. ઘેરેયાથી ચારણ પર મીટ મંડાઈ. (કર્તરિવાક્ય બનાવો.)
  2. ચારણથી ચીસ પાડી ઉઠાઈ. (કર્તરિવાક્ય બનાવો.)
  3. ચારણે કુંવરને તલવાર મારી. (કર્મણિવાક્ય બનાવો.)
  4. ઘેરયા માઝા છાંડી ગયા છે. (કર્મણિવાક્ય બનાવો.)
  5. મંદોદરખાને રોઝડીને માથેથી રાંગ છોડી. (કર્મણિવાક્ય બનાવો.)
  6. ચારણ જોતજોતામાં અલોપ થઈ ગયો. (ભાવેવાક્ય બનાવો.)

ઉત્તરઃ

  1. ઘેરૈયાએ ચારણ પર મીટ માંડી.
  2. ચારણ ચીસ પાડી ઊઠ્યો.
  3. ચારણથી કુંવરને તલવાર મરાઈ.
  4. ઘેરેયાથી માઝા છાંડી જવાઈ છે.
  5. મંદોદરખાન વડે રોઝડીને માથેથી રાંગ છોડાઈ.
  6. ચારણથી જોતજોતામાં અલોપ થઈ જવાયું.

દીકરાનો મારનાર Summary in Gujarati

દીકરાનો મારનાર પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 1
ઝવેરચંદ કાળીદાસ મેઘાણી [જન્મ: ઈ. સ. 17 – 08 – 1896, મૃત્યુઃ ઈ. સ. 09 – 03 – 1947]

હોળીના પ્રસંગે દરબાર મંદોદરખાનને ત્યાં ચારણ કાંઈક મેળવવાની આશાએ આવે છે, પણ હોળીના ઘેરેયાથી ઘેરાઈ જાય છે. ચારણ એમનાથી બચવા કોશિશ કરે છે. એમાં અજાણતાં જ મંદોદરખાનના પુત્રને એની તલવાર વાગે છે. આ જોઈ ગામલોકો ગુસ્સામાં આવી તેને મારવા દોડે છે.

ગભરાયેલો ચારણ ભાગે છે. મંદોદરખાનને આ વાતની ખબર પડતાં એ મારતી ઘોડીએ એની પાછળ જાય છે અને ચારણને પોતાની ઘોડી સોંપી ત્યાંથી વહેલી તકે નાસી જવા કહે છે.

પોતાનો પુત્ર મરાયો હોવા છતાં મંદોદરખાન પોતાનો અતિથિધર્મ ચૂકતા નથી અને ચારણને ગામલોકોના ક્રોધથી બચાવે છે.

રૂઢિપ્રયોગ
માઝા છાંડી જવી – મર્યાદા ઓળંગી જવી. મીટ મંડાવી – નજર સ્થિર કરવી. હાથ આવવું – સકંજામાં આવવું.

ચાનક ચડવી – ઉત્સાહ આવવો. ચડે ભરાવું – જીદ ઉપર આવવું. આંબંધું થઈ રહેવું – જલદીથી પહોંચવા તત્પર થવું. મામલો જામી પડવો – પરિસ્થિતિ ખરાબ થવી. ભાન ભૂલી જવું – સાનભાન ન રહેવાં. હામ ન હોવી – હિંમત ન હોવી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 2

તલવારનો વાઢ પડવો – તલવારનો ઘા વાગવો. નાડે રજા લેવી – મરણ પામવાની તૈયારી હોવી. પ્રાણ નીકળી જવા – મૃત્યુ પામવું. પેટ બહુ મોટું હોવું – ઉદાર દિલના હોવું. રંગમાં ભંગ પડવો – આનંદમાં વિક્ષેપ પડવો. દી’ ફરવો – કુબુદ્ધિ સૂઝવી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

કાળ આવી પહોંચવો – મૃત્યુ નજીક આવવું. ચીંથરાં ફાડવાં – નકામા પ્રયત્ન કરવા. કાળને અટકાવવો – મૃત્યુને રોકવું. ખુલાસો કરવો – સ્પષ્ટતા કરવી, ચોખવટ કરવી. તલવાર ગળે માંડવી – તલવાર ગળે અડાડી મરી જવાની તૈયારી બતાવવી.

તલવાર ગળામાં પરોવવી – તલવારથી મારી નાખવું. લોહી છાંટવું – હત્યા કરવી. મરી ખૂટવી – મરી ગઈ. આભ સામે હાથ કરવો – કાંઈ બોલ્યા વગર ઇશારો કરવો. ફાળ ખાવી – ડર લાગવો, ધ્રાસકો પડવો.

રઝળી પડવું – અનાથ થઈ જવું, નિરાધાર થઈ જવું.

સાત ખોટનો દીકરો – સાત દીકરી પછી આવેલો દીકરો. જાતી કરવી – માફ કરવું. ખડી જવો – મૃત્યુ પામવો. હત્યા વહોરવી – મારી નાખવાના પાપમાં પડવું.

ભાષાસજજતા

સંધિઃ બે કે વધારે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દના છેલ્લા વર્ણ અને પછીના શબ્દના વર્ણમાં પરિવર્તન આવે છે. તેને સંધિ કહે છે. સંધિ ચોક્કસ નિયમો પ્રમાણે થાય છે.

સંધિના પ્રકારઃ

  1. સ્વરસંધિઃ અહીં સ્વર સાથે સ્વર જોડાય છે.
  2. વ્યંજન સંધિઃ અહીં વ્યંજન સાથે સ્વર કે વ્યંજન જોડાય છે.
  3. વિસર્ગસંધિઃ અહીં વિસર્ગ કે સ્ સાથે સ્વર કે વ્યંજન જોડાય છે. (વિસર્ગ એટલે અઘોષ હું અને એની સંધિ કેટલેક ઠેકાણે “સુ”ની સંધિ જેવી છે. આથી વિસર્ગસંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં જ કરી શકાય.

નીચે આપેલાં સ્વરસંધિ અને વ્યંજન સંધિનાં ઉદાહરણોમાં સંધિ કરતાં પહેલાં શબ્દો મૂક્યા છે. એ શબ્દોની સંધિ કરવાથી બનતા શબ્દો દર્શાવ્યા છે અને એ સંધિ કયા નિયમોને આધારે થઈ છે તે દર્શાવ્યું છે.

1. સ્વરસંધિ
Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 10
Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 11

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર

2. વ્યંજન સંધિ
વ્યંજન સંધિ સમજવા માટે ઉચ્ચારણના સ્થાન પ્રમાણે વ્યંજનના વર્ગો નીચે દર્શાવ્યા છે:
Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 12

Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 13
Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર 14

દીકરાનો મારનાર શબ્દાર્થ

  • ઝાંપો – ભાગોળનો દરવાજો.
  • પ્રભાત – સવાર.
  • ધુળેટી – હોળી પછીનો દિવસ.
  • કોરેમોરે – આજુબાજુ,
  • ફરતે હેડહેડીના – સરખેસરખા.
  • હુતાશણી – હોળી.
  • પરબ – પર્વ, તહેવાર.
  • ગરકાવ – મશગૂલ, તલ્લીન.
  • દિપતાં – શોભતાં. Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર
  • પડવો – એકમ, શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની પહેલી તિથિ.
  • ઘેરૈયા – હોળી ખેલનાર, હોળેયો.
  • માઝા – મર્યાદા.
  • ગારો – કાદવ.
  • રોળવું – રગદોળવું, (અહીં) રંગ છાંટીને ખૂબ રંગવું.
  • ગુલતાન – મશગૂલ, તલ્લીન.
  • કાળો કોપ – કાળો કેર, અતિશય જુલમ.
  • ઊજળે લૂગડે – સારાં કપડામાં, (અહીં) ખાનદાન.
  • વયો આવે – ચાલ્યો આવે છે.
  • પાદર – ગામ કે નગરની બહારનું ખુલ્લું મેદાન.
  • મીટ – નજર.
  • ગોડ્ય – બક્ષિશ, ભેટ. (હોળીના દિવસોમાં ગુલાલ, રંગ વગેરે છાંટનારને અપાય છે તે.)
  • રીડિયા – ચિચિયારી, બૂમાબૂમ.
  • મુસાફર – પ્રવાસી.
  • બાસ્તો – એક જાતનું સુતરાઉ કાપડ.
  • પાસાબંધી – પાસા પાડેલું.
  • કેડિયું – કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું.
  • પગને કાંઠે – પગને છેડે.
  • ડોરણું – બોરિયું, બટન.
  • પગતી – પહોળી.
  • ચોરણી – સુરવાળ, પાયજામો.
  • બગસરા – અમરેલી જિલ્લાનું એક ગામ.
  • ગરેડી – કાણાંવાળી.
  • કોરની – કિનાર.
  • પછેડી – ઓઢવાની જાડી ચાદર.
  • કાળાંતરની – બહુ જૂના સમયની.
  • કટારી – એક બેધારું નાનું હથિયાર.
  • ઘાટા – ભરાવદાર.
  • કાતરા – દાઢીમૂછના લાંબા વાળ, થોભિયા.
  • વનવગડો – જંગલ.
  • આંબાના મોર – આંબાના વૃક્ષ પર આવતાં ફૂલોનાં ઝુમખાં.
  • વછૂટતી – ફેલાતી.
  • ફોરમ – સુગંધ, સુવાસ.
  • વનરાઈ – વનમાં વૃક્ષોની હાર, વનરાજી,
  • હુલ્લાસ – ઉલ્લાસ, આનંદ.
  • ઘડીએ – ક્ષણે.
  • લગોલગ – એકદમ નજીક.
  • ચીસ – રાડ, બૂમ.
  • પરોણો – મહેમાન.
  • ચાનક – ઉત્સાહ. Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર
  • બોકાસા – બૂમબરાડા, ચીસો.
  • ચીતરી મેલવું – (અહીં) રંગી નાખવો.
  • મશ – (અહીં) કાળો રંગ.
  • ઝપટ કરવી – તરાપ મારવી.
  • જાળવી જાવ – ઊભા રહી જાઓ.
  • હઠવું – ખસવું.
  • છેટું – દૂર.
  • કાખમાં – બગલમાં.
  • દબાવેલી – રાખેલી.
  • સોતું – સહિતનું, સાથેનું.
  • વિઝવી – હવામાં આમતેમ ઘુમાવવી.
  • કદમ – ડગલું.
  • ડમરી – હવામાં ઊડતી ધૂળના ગોટા,
  • રીડિયારમણ – બૂમરાણ.
  • ઝાવાં – મથામણ.
  • આંધી – હવામાં ઊડતા ધૂળના ગોટા.
  • અનોખું – જુદું, અલગ.
  • ગઝબ – ભયાનક અને વિસ્મયકારક બનાવ.
  • જોખમાવું – જોખમાવું, (અહીં) ઘાયલ થવું.
  • ચોંકવું – નવાઈ પામવું, ધ્રાસકો પડવો.
  • ઊભી વાટે – સીધા રસ્તે.
  • હડી કાઢવી – દોટ મૂકવી.
  • વેળા – સમય.
  • કેર – જુલમ, ત્રાસ.
  • વાઢ – ઘા. દેવગતિ – નસીબ.
  • તલવારની પીંછી – તલવારની ધાર.
  • અકસ્માતુ – આકસ્મિક, અચાનક.
  • લબરકો લેવો – ઘસરકો થવો.
  • બચ્ચું – બાળક.
  • પલકમાં – પળવારમાં.
  • ડેલી – મકાનનો દરવાજો.
  • કાવોકસુંબો – અફીણને ઘોળીને બનાવેલું પીણું.
  • ઘેઘૂર – (અહીં) ભરચક.
  • માલેસલામ – મુસલમાન.
  • અસલ – મૂળ. Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર
  • ઓલાદ – સંતાન.
  • ધણી – માલિક.
  • વાટકીનું શિરામણ – થોડી આવકવાળો (પ્રદેશ).
  • સુવાસ – સુગંધ.
  • નટવાઓ – વેશ ભજવનાર કલાકાર, અભિનેતા.
  • ગાવણાં – બજાવણાં – ગાનારા – વગાડનારા.
  • ઊજળું પરબ – સારું પર્વ.
  • સમાતા નથી – પુષ્કળ ઊભરાય છે.
  • રાડ ગઈ – (અહીં) સમાચાર પહોંચ્યા.
  • કુંભાથળ – હાથીના લમણાનો ભાગ.
  • ડાબલો – પગની નાળ.
  • ભેટા કરનારી – લગોલગ પહોંચી જનારી.
  • ચોકડાભર – ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન, લગામ, (અહીં) લગામ સાથે.
  • રાંગમાં લેવી – સવાર થવું. હેઠે – નીચે.
  • ડચકારવી – ‘ડચ’ એવો અવાજ કરવો.
  • પલકારો – મટકું.
  • સીમાડે – સીમમાં.
  • સમથળ – સપાટ, સમતલ.
  • ભાગતો ભાળવો – નાસી જતો જોવો.
  • પિયાલો – પ્યાલો.
  • ઘોડીને ચાંપી – ઘોડીને દોડાવી.
  • ડાબલા – ઘોડાના પગના અવાજ.
  • પગપાળો – પગે ચાલતો.
  • વખત – સમય.
  • ત્રાગાળું – ત્રાગું કરનારું.
  • વરણ – વર્ણ, જાતિ.
  • ત્રાગાળું વરણ – પોતાની માગણી માટે, ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ, (અહીં) ચારણ.
  • ભેચ્છું – ભેંસો.
  • રોવું – રડવું.
  • નો’તો – નહોતો.
  • ધકેલવો – (અહીં) પરાણે મોકલ્યો.
  • વાસના માથે – આશા સાથે.
  • તૂટક તૂટક – રોકાઈ રોકાઈને.
  • ચીંથરાં – ફાટેલાં કપડાં.
  • ભંડો – ખરાબ. ભેળી – સાથે.
  • કોરી – નવી. Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર
  • જોડ્ય – કપડાંની જોડ.
  • ઊગરવા – બચવા.
  • પછવાડે – પાછળ.
  • ગોકીરા – ચિચિયારી, બૂમરાણ.
  • કાળી ચીસો – તીણી ચીસો.
  • હલકીને – ઉતાવળે.
  • સાંબેલું – ડાંગર વગેરે ખાંડવાનું છે. લોખંડનું કુડલીવાળું લાકડાનું સાધન, મુસળ.
  • ઘો! ઘો! ઘો! – (અહીં) મારો! મારો! મારો!
  • દેકારો – બૂમબરાડા.
  • આઘેરી – દૂર.
  • ફગાવવી – ફેંકવી.
  • સાદ – અવાજ, (અહીં) બૂમ.
  • ગઢવા – ગઢવી.
  • આંબા ભેળા – પહોંચતાંની સાથે.
  • અટાણે – અત્યારે.
  • નીકર – નહિતર.
  • તામાં ને તામાં – ઉશ્કેરાટમાં. બાવડે ઝાલીને હાથ પકડીને.
  • ચોકડું – લગામ.
  • વાંસેથી – પાછળથી.
  • પૂંછનો ઝંડો માથે કરવા – પૂંછડું ઊંચું કરીને.
  • અલોપ – ગાયબ, અદશ્ય.
  • અડવાણે પગે – ખુલ્લા પગે, ઉઘાડા પગે.
  • લોંઠકો – બળિયો, શક્તિશાળી.
  • આદમી – માણસ.
  • ફણિધર – સાપ.
  • મણિ – કીમતી હીરો.
  • ઠાલા – નકામા, સાવ.
  • ગોતી કાઢવો – શોધી કાઢવો.
  • દીવાના – ગાંડા.
  • જાણીબૂજીને – જાણીજોઈને.
  • કોડભર્યો – આશાઅરમાનવાળો.
  • ઉંબરે – (અહીં) આંગણે.
  • ખુદાતાલા – પરમેશ્વર, પ્રભુ.
  • કિસ્મત – નસીબ. Class 8 Gujarati Textbook Solutions Chapter 9 દીકરાનો મારનાર
  • ઊજળે દિવસે – સારા તહેવારે. હાલો ચાલો.
  • મૈયત – નનામી, ઠાઠડી, જનાજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *