Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના Textbook Questions and Answers

અઢી આના અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય?
(ક) બાર
(ખ) પંદર
(ગ) વીસ
(ઘ) પચીસ
ઉત્તરઃ
(ખ) પંદર

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 2.
લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી?
(ક) આશ્રમમાં રહેવા
(ખ) જમવા
(ગ) પુસ્તક ખરીદવા
(ઘ) વાપરવા
ઉત્તરઃ
(ગ) પુસ્તક ખરીદવા

પ્રશ્ન 3.
ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા?
(ક) આશ્રમના સાધુ પાસેથી
(ખ) દુકાનદાર પાસેથી
(ગ) ધનિક શેઠ પાસેથી
(ઘ) ફળના ટોપલાવાળા પાસેથી
ઉત્તરઃ
(ઘ) ફળના ટોપલાવાળા પાસેથી

પ્રશ્ન 4.
લેખકને કયું પુસ્તક ખરીદવું હતું?
(ક) લઘુકૌમુદી
(ખ) રુદ્રી
(ગ) ગીતા
(ઘ) મહાભારત
ઉત્તરઃ
(ક) લઘુકૌમુદી

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 5.
લેખકે અઢી આના ક્યારે પરત કર્યા?
(ક) બીજે દિવસે
(ખ) એક માસ પછી
(ગ) ક્યારેય નહિ
(ઘ) સપ્તાહ પછી
ઉત્તરઃ
(ખ) એક માસ પછી

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
માણસમાં યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે?
ઉત્તરઃ
સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે.

પ્રશ્ન 2.
લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે?
ઉત્તરઃ
સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે.

પ્રશ્ન 3.
સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું?
ઉત્તરઃ
સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી.

અઢી આના સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી?
ઉત્તરઃ
સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 2.
લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે?
ઉત્તરઃ
લેખકે મથુરાનાં તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ. લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે, પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી.

તેઓ “જમના મૈયા કી કૃપા સે” બોલે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એકબ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી.

પ્રશ્ન 3.
આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે?
ઉત્તરઃ
આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તોપણ ભણવું તો ખરું જ. જીવનમાં સ્વાભિમાની રહેવું. યાચનાવૃત્તિ રાખવી નહિ, પણ ક્યારેક નછૂટકે માગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી. વચનપાલનના આગ્રહી રહેવું.

ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી.

પ્રશ્ન 4.
ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ એને માટે અઢી આના ખૂટે છે. જો એ અઢી આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને અઢી આના આપી દીધા. આ તેની ઉદારતા દર્શાવે છે.

2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો.
ઉત્તરઃ
હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા. પુસ્તકાલયમાં દાખલ થતાં જ સ્ટાફના એક સભ્ય અમને સમગ્ર પુસ્તકાલયનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો. પુસ્તકાલય સ્વચ્છ હતું અને ત્યાંનું વાતાવરણ શાંત હતું.

એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ-ખુરશીની વ્યવસ્થા હતી. ડાબી બાજુ એક કાઉન્ટર હતું. એ કાઉન્ટરની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી. જમણી તરફ બે-ત્રણ કમ્યુટર મૂક્યાં હતાં.

એ કયૂટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે છે. એક સ્લીપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાથી પુસ્તકાલયનો કર્મચારી તરત જ એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ ઘરે લઈ જવા માટે કાઢી આપે છે.

એક તરફ મુખ્ય ગ્રંથપાલની કૅબિન છે. ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે. આમ, પુસ્તકાલયની અમારી મુલાકાત સુખદ રહી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :

તાલાવેલી, અશ્રુ, ખુમારી, યાચના. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ લખો :
ઉદાહરણ :

  1. હિત ✗ અહિત
  2. યોગ્ય ✗
  3. મંગળ ✗
  4. ધર્મ ✗
  5. વ્યવસ્થા ✗
  6. સ્વીકાર ✗
  7. માન ✗

ઉત્તરઃ

  1. હિત ✗ અહિત
  2. યોગ્ય ✗ અયોગ્ય
  3. મંગળ ✗ અમંગળ
  4. વ્યવસ્થા ✗ અવ્યવસ્થા
  5. માન ✗ અપમાન
  6. ધર્મ ✗ અધર્મ
  7. સ્વીકાર ✗ અસ્વીકાર

Std 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના Additional Important Questions and Answers

અઢી આના પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
આ પાઠમાં વ્યક્ત થતા લેખકના સદ્ગણો વર્ણવો.
ઉત્તર :
લેખકને સંસ્કૃત ભણવાની ઉત્કટ ઇચ્છા હતી. એ માટે પરમહંસ આશ્રમમાં તે અનેક અગવડો વેઠવા તૈયાર થાય છે. તેમને યાચનાવૃત્તિ પસંદ નથી; કારણ કે એનાથી વ્યક્તિત્વ, ખમીર અને તેજ ઝાંખાં પડી જાય છે. તેઓ સ્વાભિમાની છે. કોઈની પાસે માગવાનું તેમને ગમતું નથી.

ફળ વેચનાર પાસે અઢી આનાની માગણી કરે છે ત્યારે પણ પૈસાની સગવડ થતાં તરત જ પાછા આપી દેવાની તેને ખાતરી આપે છે. લેખક વચનપાલનના આગ્રહી છે. એક મહિના પછી એક રૂપિયો મળતાં જ એમાંથી અઢી આનાનું દેવું તે ફળ વેચનારને ચૂકવી દે છે.

તેઓ માને છે કે દેવું ચૂકવી દેવું એ મહત્ત્વનું નથી, પણ ખરે સમયે શ્રી ભગવાનદાસે મદદ કરી તેનું મહત્ત્વ છે. લેખક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવામાં માને છે. જેમ કે, સંન્યાસીએ પૈસાનો સ્પર્શ ન કરાય, પણ અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડવાની.

આથી ગામના લોકોએ ત્રીસ રૂપિયા આપ્યા છે તેમણે સ્વીકાર્યા. તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી, છતાં કોઈ કોઈવાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં તેમને કોઈ વાંધો નથી.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો?

પ્રશ્ન 1.
લેખકે અધ્યયન માટે શી શી મુશ્કેલીઓ વેઠી?
ઉત્તરઃ
લેખકને અધ્યયન માટે ‘લઘુકૌમુદી’ નામનું પુસ્તક ખરીદવું હતું. તેની કિંમત સાડા દસ આના હતી, પણ તેમની પાસે ફક્ત આઠ જ આના હતા. આથી પુસ્તક ખરીદી શકતા નથી. તેઓ રહેવા માટે પરમહંસ આશ્રમમાં ગયા, પણ ત્યાં પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહોતી.

તેઓ ત્યાંની ખુલ્લી રવેશીમાં પોતાનું પાથરણું પાથરીને સૂતા અને કૂવાનું પાણી પીતા. આ આશ્રમમાં રસોડું નહોતું એટલે તેમને જમવા માટે અન્નક્ષેત્રમાં જવું પડતું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 2.
પ્રકૃતિપૂજનમાં અટવાયેલા લોકોની ધાર્મિકતા શેમાં પૂરી થઈ જાય છે?
ઉત્તર :
પ્રકૃતિપૂજનમાં અટવાયેલા લોકોની ધાર્મિકતા કેવળ આ બધામાં જ પૂરી થઈ જાય છે જમુનાજીના પાણીનું આચમન કરવું, જમુનાજીમાં ડૂબકી મારવી, ઘોંઘાટ કરવો, ધક્કામુક્કી કરીને બહાર નીકળી જવું, ચારે તરફ ગંદકી ફેલાવવી.

પ્રશ્ન 3.
પરમહંસ આશ્રમ વિશે જણાવો.
ઉત્તરઃ
પરમહંસ આશ્રમમાં માત્ર ઊતરવા માટેની જગ્યા મળતી હતી. ત્યાં પાણી પીવા માટે કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહોતી. આવનારે પોતાનું પાથરણું પાથરીને સૂવાનું અને કૂવાનું પાણી પીવાનું. આશ્રમમાં રસોડું ન હતું.

આથી આવનારે ભોજન માટે અન્નક્ષેત્રમાં જવાનું અથવા ભૂખ્યા રહેવાનું. એક લંગોટીધારી સ્વામી બીરગિરિજી આ આશ્રમનું સંચાલન કરતા હતા. તેઓ બહુ સારા, ભલા અને સમજુ વ્યક્તિ હતા.

પ્રશ્ન 4.
લેખકે અઢી આના કેવી રીતે મેળવ્યા?
ઉત્તર :
લેખક કોઈ અગમ્ય પ્રેરણાને વશ થઈને ફળ વેચનાર એક માણસ પાસે ગયા. તેમણે પોતાની પાસેના આઠ આના બતાવીને કહ્યું કે એક સંસ્કૃત પુસ્તક ખરીદવા માટે અઢી આના ખૂટે છે. જો તે આપે તો પોતે પુસ્તક ખરીદી શકશે અને અભ્યાસ શરૂ કરી શકશે.

પૈસાની સગવડ થતાં જ એ રકમ તરત પાછી આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના તરત જ લેખકને અઢી આના આપી દીધા.

પ્રશ્ન 5.
લેખકની દષ્ટિએ ધાર્મિક ક્ષેત્રમાં કર્યું બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે?
ઉત્તરઃ
અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે લોકોમાં અસ્થિર અને ગ્લાનિ ઉપજાવે તેવું વાતાવરણ નિર્માણ કરતા રહે છે. એ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકીએ તેમજ યોગ્ય-અયોગ્ય તથા હિત-અહિતનો ભેદ દર્શાવી શકીએ તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે.

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લેખકને ક્યારે એમ લાગ્યું કે પૈસાનો સ્પર્શ નહિ કરવાનો નિયમ ચાલી નહિ શકે?
ઉત્તરઃ
ગામલોકોએ લેખકને વિદાય આપતી વખતે ત્રીસ રૂપિયા આપ્યા ત્યારે એમને લાગ્યું કે જો અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે. આથી પૈસાનો સ્પર્શ નહિ કરવાનો નિયમ ચાલી નહિ શકે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 2.
લેખકને અચાનક શો ચમકારો થયો?
ઉત્તર :
લેખકને અચાનક ચમકારો થયો કે એ વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીનાં દર્શન કરવા જાય. ત્યાં કોઈ સજ્જન દેખાય તો એની પાસે અઢી આના માગે. એને જરૂર મળશે.

પ્રશ્ન 3.
અઢી આના માગવા અંગે લેખકના મનમાં કેવી મથામણ થઈ?
ઉત્તર :
અઢી આના માગવા માટે લેખક મંદિરમાં આવતી દરેક વ્યક્તિ તરફ આશા અને લાલચથી જોતા, પણ એમની માગવાની હિંમત ચાલતી નહિ. મનમાં મથામણ થતી કે કદાચ એ વ્યક્તિ ના પાડશે તો? કદાચ અપમાન કરશે તો?

પ્રશ્ન 4.
લેખકને મન શેનું મહત્ત્વ વિશેષ હતું?
ઉત્તરઃ
લેખકને મન અઢી આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે એમને અઢી આના આપ્યા હતા એનું મહત્ત્વ વિશેષ હતું.

4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખક સુરપુરામાંથી જ સીધા ક્યાં જવાનું નક્કી કરે છે?
ઉત્તરઃ
લેખક સુરપુરામાંથી જ સીધા મથુરા-વૃંદાવન જવાનું નક્કી કરે છે.

પ્રશ્ન 2.
પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ કોણ બનાવે છે?
ઉત્તરઃ
અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવે છે.

પ્રશ્ન 3.
શ્રોતમુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી લેખકને શેની સગવડ કરી આપવાના હતા?
ઉત્તરઃ
શ્રોતમુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી લેખકને ભણવા માટે પંડિતજીની સગવડ કરી આપવાના હતા.

પ્રશ્ન 4.
પરમહંસ આશ્રમમાં શી વ્યવસ્થા હતી?
ઉત્તરઃ
જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માટે પરમહંસ આશ્રમમાં માત્ર ઊતરવાની જગ્યા મળતી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 5.
પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું હતું?
ઉત્તરઃ
પરમહંસ આશ્રમનું સંચાલન સ્વામી બીરગિરિજી કરતા હતા.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

પ્રશ્ન 1.
લેખકે બાલ્યકાળમાં પાઠશાળામાં શેનું અધ્યયન કરેલું?
A. બાળપોથીનું
B. ગણિતનું
C. થોડા શ્લોકો તથા રુદ્રીનું
D. વેદઉપનિષદનું
ઉત્તરઃ
C. થોડા શ્લોકો તથા રુદ્રીનું

પ્રશ્ન 2.
બાલ્યકાળમાં કરેલા અધ્યયનમાં લેખક કયા વિષય વિશે કશું જાણતા નહોતા?
A. સંસ્કૃત
B. ગુજરાતી
C. સંસ્કૃતનું વ્યાકરણ
D. ભગવદ્ગીતા
ઉત્તરઃ
C. સંસ્કૃતનું વ્યાકરણ

પ્રશ્ન 3.
ગામલોકોએ લેખકને આગ્રહ કરીને કેટલા રૂપિયા આપ્યા હતા?
A. પચાસ
B. ત્રીસ
C. ચાલીસ
D. સો
ઉત્તરઃ
B. ત્રીસ

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 4.
મથુરામાં કઈ નદી આવેલી છે?
A. સરસ્વતી
B. તાપી
C. સાબરમતી
D. જમુના
ઉત્તરઃ
D. જમુના

પ્રશ્ન 5.
મથુરામાં લોકો જમુનાજીને જોઈને શું બોલતા?
A. હર હર મહાદેવ
B. રાધે રાધે રાધેકૃષ્ણ
C. જય જમુનાજી
D. જમના મૈયા કી કૃપા સે
ઉત્તરઃ
D. જમના મૈયા કી કૃપા સે

પ્રશ્ન 6.
લેખક વૃંદાવનમાં કોના આશ્રમમાં સંસ્કૃત ભણવા માટે ગયા?
A. બાબા રામદેવના
B. પરમહંસના
C. શ્રોતમુનિના
D. રમણ મહર્ષિના
ઉત્તરઃ
C. શ્રોતમુનિના

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 7.
કોની દુકાને સસ્તાં તથા સારાં પુસ્તકો મળતાં હતાં?
A. ગીતા પ્રેસ ગોરખપુરની
B. મોતીલાલ બનારસીદાસની
C. ચોખંબા પ્રકાશનની
D. વિશ્વવિદ્યાલય પ્રકાશનની
ઉત્તરઃ
A. ગીતા પ્રેસ ગોરખપુરની

પ્રશ્ન 8.
લેખક લઘુકૌમુદી પુસ્તક કેમ ખરીદી શક્યા નહિ?
A. દસ આના ખૂટતા હતા.
B. પ્રવાસમાં બધા રૂપિયા ખરચાઈ ગયા હતા.
C. અઢી આના ખૂટતા હતા.
D. પુસ્તક સાચવવાની જગ્યા નહોતી.
ઉત્તરઃ
A. અઢી આના ખૂટતા હતા.

પ્રશ્ન 9.
‘લઘુકોમુદી’નું મૂલ્ય શું હતું?
A. સોળ આના
B. સાડા દસ આના
C. અઢી આના
D. ચાર આના
ઉત્તરઃ
B. સાડા દસ આના

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

પ્રશ્ન 10.
લેખકને પરમહંસ આશ્રમના સ્વામીએ ક્યાં આસન લગાવવા કહ્યું?
A. આશ્રમની એક ઓરડીમાં
B. ખુલ્લી રવેશીમાં
C. અગાશીમાં
D. ઓસરીમાં
ઉત્તરઃ
B. ખુલ્લી રવેશમાં

પ્રશ્ન 11.
દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદ્યા પછી લેખકને શું લાગ્યું?
A. સ્વર્ગનો ખજાનો મળી ગયો.
B. ભગવાન મળી ગયા.
C. કુબેરની કૃપા વરસી.
D. બેડો પાર થઈ ગયો.
ઉત્તરઃ
A. સ્વર્ગનો ખજાનો મળી ગયો.

પ્રશ્ન 12.
લેખક શેમાં માનતા નહોતા?
A. પૈસા ઉધાર લેવામાં
B. મૂર્તિપૂજામાં
C. પૈસા વેડફી નાખવામાં
D. અધ્યયન કરવામાં
ઉત્તરઃ
B. મૂર્તિપૂજામાં

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (તાલાવેલી, પરમહંસ આશ્રમ, ગંદકી, અન્નક્ષેત્ર, ધર્મપ્રચાર)

  1. ચારે તરફ ………………………….. જ …………………………..!
  2. ………………………….. માં ભોજન કરો અથવા ભૂખ્યા રહો.
  3. ………………………….. કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ.
  4. મને દૂર આવેલા ………………………….. નું નામ આપ્યું.
  5. સંસ્કૃત ભણવાની તીવ્ર ………………………….. હતી.

ઉત્તરઃ

  1. ગંદકી, ગંદકી
  2. અન્નક્ષેત્ર
  3. ધર્મપ્રચાર
  4. પરમહંસ આશ્રમ
  5. તાલાવેલી

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

  1. મને વિદાય આપવા ગામમાંથી કોઈ આવ્યું નહોતું.
  2. આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે?
  3. ગીતાપ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારાં પુસ્તકો મળતાં હતાં.
  4. વૃંદાવનના મુખ્ય મંદિર રાધાકૃષ્ણનાં દર્શન કરવા જા.
  5. આવા પ્રસંગો જીવનભર યાદ રહેતા નથી.

ઉત્તરઃ

  1. ખોટું
  2. ખરું
  3. ખરું
  4. ખોટું
  5. ખોટું

અઢી આના વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો:

  • તાલાવેલી = અધીરાઈ, તડપ
  • અશ્રુ = આંસુ
  • અધ્યયન = શિક્ષણ, અભ્યાસ
  • પાઠશાળા = નિશાળ
  • શ્રદ્ધાળુ = શ્રદ્ધાવાન, આસ્થાવાન
  • મૈયા = માતા
  • કૃપા = મહેરબાની
  • પ્રતીતિ = ખાતરી
  • પાથરણું = પથારી, બિછાત
  • સંચાલન = વહીવટ
  • ખુમારી = ગર્વ, સ્વાભિમાન
  • ગમગીન = ઉદાસ, દિલગીર
  • ચમકારો = ઝબકારો
  • યાચના = ભિક્ષા
  • દષ્ટિ = નજર
  • દેવું = કરજ
  • ખજાનો = ધનનો ભંડાર
  • કલ્યાણ = મંગળ, હિત

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  • અનિયંત્રિત ✗ નિયંત્રિત
  • નિશ્ચિત ✗ અનિશ્ચિત
  • ગંદકી ✗ સ્વચ્છતા
  • સગવડ ✗ અગવડ
  • સસ્તું ✗ મોંધું
  • સારું ✗ ખરાબ
  • અજાણ્યું ✗ જાણીતું
  • સજ્જન ✗ દુર્જન
  • આશા ✗ નિરાશા
  • સ્વર્ગ ✗ નરક
  • હરખ ✗ શોક

3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો:

  • બાલ્યકાળ = ન્ + આ + સ્ + યુ + અ + ફ + આ + ણ્ + આ
  • તાંત્રિકો = ત્ + આં + સ્ + ૨ + + + ઓ
  • ખજાનો = ન્ + અ + ક્ + આ + ન્ + ઓ

4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવોઃ

  • ૨ + 1 + ૬ + ૨ + = રુદ્રી
  • જૂ + યુ + ઓ + સ્ + $ + ક્ + ઈ = જ્યોતિષી
  • સ્ + ક્ + અ + + + અ = સ્વર્ગ

5. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો :

  1. અધ્યયન
  2. સલોક
  3. ધારમીક
  4. શ્રદાળુ
  5. ભરમનિષ્ઠા
  6. પ્રાકૃતિક
  7. લઘુકોમુદિ
  8. બીહારીજ
  9. સંસ્કૃત
  10. મુરતિપુજા
  11. પ્રસીધ્ધ
  12. મહત્વ

ઉત્તરઃ

  1. અધ્યયન
  2. શ્લોક
  3. ધાર્મિક
  4. શ્રદ્ધાળુ
  5. બ્રહ્મનિષ્ઠા
  6. પ્રાકૃતિક
  7. લઘુકૌમુદી
  8. બિહારીજી
  9. સંસ્કૃત
  10. મૂર્તિપૂજા
  11. પ્રસિદ્ધ
  12. મહત્ત્વ

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

રવેશી, વૃંદાવન, ખજાનો, સ્વર્ગ, ભિક્ષુકો
ઉત્તર :
ખજાનો, ભિક્ષુકો, રવેશી, વૃંદાવન, સ્વર્ગ

7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • બાળપણનો સમય – બાલ્યકાળ
  • અધ્યયન કરવાનું સ્થળ – પાઠશાળા, નિશાળ
  • જેને કશું મેળવવાની ઇચ્છા ન હોય એવી વ્યક્તિ – નિઃસ્પૃહ
  • તંત્રવિદ્યાને અનુસરનાર વ્યક્તિ – તાંત્રિક
  • પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે – એકબ્રહ્મનિષ્ઠા
  • સૂવા માટેની પથારી – પાથરણું

8. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરોઃ

  • હિલોળે ચડવું – આનંદ-ઉત્સાહ પ્રગટ કરવો
    વાક્યઃ નવરાત્રિના પર્વે આખું શહેર હિલોળે ચડ્યું હતું.
  • ગળણીથી ગાળવું- (અહીં) તારણ કાઢવું, સાર કાઢવો
    વાક્ય : બુદ્ધિશાળી વ્યક્તિ ગળણીથી ગાળીને યોગ્ય-અયોગ્ય નક્કી કરે છે.
  • બાધ માનવો – વાંધો લેવો
    વાક્યઃ સર્વધર્મસમભાવ પ્રત્યે કોઈએ બાધ માનવો ન જોઈએ.

9. નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડોઃ

  • નિઃસ્પૃહ = નિસ્ + સ્પૃહ
  • શ્રદ્ધા = શ્રત્ + ધા
  • નિર્ણય = નિસ્ + નય
  • અધ્યયન = અધિ + અયન
  • નિરાશા = નિર + આશા
  • પ્રત્યેક = પ્રતિ + એક
  • વ્યવસ્થિત = વિ + અવસ્થિત
  • સ્વચ્છ = સુ + અચ્છ

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

10. સૂચના પ્રમાણે કરો:

  1. મારાથી સીધા મથુરા-વૃંદાવન જવાનું નક્કી કરાયું. (કર્તરિવાક્ય બનાવો.)
  2. સ્વામીજીથી પરમહંસ આશ્રમ જવાનું સૂચન કરાયું. (કર્તરિવાક્ય બનાવો.)
  3. હું એક-બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. (કર્મણિવાક્ય બનાવો.)
  4. મેં પુસ્તક પાછું આપ્યું. (કર્મણિવાક્ય બનાવો.)
  5. હું મારું પાથરણું પાથરીને બેઠો. (કર્મણિવાક્ય બનાવો.)
  6. હું હરખથી પાછો ફર્યો. (ભાવેવાક્ય બનાવો.)
  7. હું આશા અને લાલચભરી દષ્ટિથી જોતો. (ભાવેવાક્ય બનાવો.)
  8. લઘુકોમુદી વિના કેમ ભણવું? (પ્રેરકવાક્ય બનાવો.)
  9. ગામલોકોએ મને ત્રીસ રૂપિયા આપ્યા હતા. (પ્રેરકવાક્ય બનાવો.)

ઉત્તરઃ

  1. મેં સીધા મથુરા-વૃંદાવન જવાનું નક્કી કર્યું.
  2. સ્વામીજીએ પરમહંસ આશ્રમ જવાનું સૂચન કર્યું.
  3. મારાથી એક-બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લેવાય.
  4. મારાથી પુસ્તક પાછું અપાયું.
  5. મારાથી મારું પાથરણું પાથરીને બેસાયું.
  6. મારા વડે હરખથી પાછા ફરાયું.
  7. મારાથી આશા અને લાલચભરી દષ્ટિથી જોવાતું.
  8. ગુરુજી લઘુકીમુદી વિના કેમ ભણાવે?
  9. શેઠજીએ મને ગામલોકો દ્વારા ત્રીસ રૂપિયા અપાવ્યા હતા.

અઢી આના Summary in Gujarati

અઢી આના પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના 1
સ્વામી સચ્ચિદાનંદ [જન્મ: ઈ. સ. 1932].

સ્વામી સચ્ચિદાનંદને વિદ્યાભ્યાસ માટે અતિશય લગની હતી. આથી તેઓ પોતાનું ગામ છોડી સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવાનું નક્કી કરે છે. મથુરામાં ચારે બાજુ ગંદકી જોઈને તેમને ખૂબ દુઃખ થાય છે. વિદાય આપતી વખતે ગામલોકોએ તેમને ત્રીસ રૂપિયા આપ્યા હતા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના 2

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

આટલા પૈસાથી જ આગળ વધવાનું હતું. પ્રવાસખર્ચ બાદ કરતાં તેમની પાસે ફક્ત આઠ આના જ બચ્યા હતા. આટલી રકમથી ભણતરનો અને રહેવાનો ખર્ચ કેમ નીકળશે, એની મથામણ અને “પરમહંસ આશ્રમ’માં નિવાસ અંગે કેવી અગવડો હતી તેનો ચિતાર સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને સરળ ભાષામાં આપ્યો છે.

અઢી આના ભાષાસજતા

શબ્દાલંકારના પ્રકારો :

  1. વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ
  2. શબ્દાનુપ્રાસ કે યમક
  3. અંત્યાનુપ્રાસ

1. વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈઃ પદ્યની કે ગદ્યની પંક્તિમાં એક વર્ણ વારંવાર આવે છે, જે કર્ણમધુર હોય છે. આમ, એકનો એક વર્ણ વારંવાર આવે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર કહે છે. દા. ત.,

  • પ્રભુના પ્રેમનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું.
  • સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે.
  • ભૂખથીયે ભૂંડી ભીખ છે.

અહીં અનુક્રમે પ’, ‘સ’ અને ‘ભ’ વર્ણનું પુનરાવર્તન થયું છે.

2. શબ્દાનુપ્રાસઃ પદ્યની કે ગદ્યની પંક્તિમાં સરખા ઉચ્ચારણવાળા, પણ જુદા જુદા અર્થ દર્શાવતા શબ્દો આવે છે, જે કર્ણ પ્રિય લાગે છે. આમ, સરખા ઉચ્ચારણવાળા પણ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો આવે ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. દા. ત.,

  • માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો.
  • આ તે શા તુજ હાલ સુરત સોનાની મૂરત;
  • થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત.
  • કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ.

અહીં પ્રથમ પંક્તિમાં માયા, છાયા, કાયા, રાયા, બીજી પંક્તિમાં હાલ, બેહાલ, મૂરત, સુરત, સુરત અને ત્રીજી પંક્તિમાં હીન જેવા સરખા ઉચ્ચારણવાળા પણ અન્ય શબ્દ સાથે જોડાતાં તેના અર્થ જુદા જુદા થાય છે.

૩. અંત્યાનુપ્રાસઃ પદ્યની કે ગદ્યની એક પછી એક એમ બે પંક્તિઓના અંતે સરખા ઉચ્ચારણવાળા પ્રાસ દર્શાવતા શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે.
દા. ત.,

  • ઝાકળના પાણીનું બિંદુ, એકલવાયું બેઠું તું;
    સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું તું.
  • ઊંડો કૂવો ને ફાટી બોક,
    શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
  • સહુ ચલો જીતવા જંગ, ગૂગલો વાગે;
    યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

અહીં પ્રથમ બે પંક્તિઓના અંતે બેઠું’તું’ અને “રોતું’તું, એ પછીની બે પંક્તિઓના અંતે બોક’ અને “ફોક’ તથા તે પછીની બે પંક્તિઓના અંતે વાગે અને “આગે સરખા ઉચ્ચારણવાળા શબ્દો છે.

પાઠ્યપુસ્તકમાંથી શબ્દાલંકારનાં ઉદાહરણો આ પ્રમાણે છેઃ

  • ના સળગી એક સગડી મારી

વાત વિપતની ભારી – “સ’ અને ‘વ’નો વર્ણાનુપ્રાસ, ‘મારી’ અને ‘ભારી’માં અંત્યાનુપ્રાસ

  • ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
    ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું. – અંત્યાનુપ્રાસ
  • ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
    આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. – અંત્યાનુપ્રાસ
  • સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત. -વર્ણાનુપ્રાસ
  • ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
    સળગી આભઅટારી,
    ના સળગી એક સગડી મારી. – શબ્દાનુપ્રાસ

અઢી આના શબ્દાર્થ

  • અઢી આના – હાલના લગભગ પંદર પૈસા.
  • બાલ્યકાળ – બાળપણનો સમય.
  • પાઠશાળા – અધ્યયન કરવાનું સ્થળ, નિશાળ, શાળા.
  • રુદ્રી – યજુર્વેદના પસંદ કરેલા મંત્રોનો સંગ્રહ,
  • અધ્યયન – શિક્ષણ, અભ્યાસ.
  • પાકા થયા – દઢ થયા.
  • અશ્રુ – આંસુ.
  • નિઃસ્પૃહ – આશા – આકાંક્ષા વગરનું, જેને કશું મેળવવાની ઇચ્છા ન હોય એવો.
  • ભાવવિભોર – લાગણીવશ.
  • અનિયંત્રિત – અંકુશ વગરનું, બેકાબૂ.
  • તાંત્રિકો – તંત્ર વિઘાને અનુસરનારા.
  • હિત – ફાયદો, લાભ,
  • અહિત – હાનિ, નુકસાન.
  • સ્પર્શ નહિ કરવાનો નિયમ – ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ ગણી નાણાંને સ્પર્શ ન કરવાનો સંન્યાસીઓનો નિયમ.
  • આગંતુક – નવા આવનાર.
  • શ્રદ્ધાળુ – શ્રદ્ધાવાન, આસ્થાવાન.
  • મૈયા – માતા. Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના
  • કૃપા – મહેરબાની.
  • જલપ્રવાહ – પાણીનું વહેણ.
  • એકબ્રહ્મનિષ્ઠા – પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી.
  • પ્રતીતિ – ખાતરી.
  • કલ્યાણ – મંગળ, હિત.
  • પઢા દંગે – ભણાવશે.
  • રહને કી જગહ – રહેવા માટેની જગ્યા.
  • લઘુકૌમુદી – સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક.
  • તીવ્ર – ઉત્કટ.
  • તાલાવેલી – આતુરતા, અધીરાઈ, (અહીં) તડપ.
  • પાથરણું – પથારી, સૂવા માટેનું પાથરણું.
  • સંચાલન – વહીવટ.
  • રવેશી – પરસાળ.
  • ગમગીન – ઉદાસ, દિલગીર.
  • ચમકારો – ઝબકારો.
  • દષ્ટિથી – નજરથી.
  • યાચનાવૃત્તિ – ભિક્ષાવૃત્તિ, માગણવૃત્તિ.
  • ખુમારી – કેફ, વટ,
  • ઢીલુંઢસ – તદ્દન નરમ.
  • પ્રતિ – ક્ષણ – પ્રત્યેક ક્ષણ, પળેપળે. અગમ્ય ન સમજાય એવું.
  • ખજાનો – ધનનો ભંડાર.
  • દેવું – કરજ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 10 અઢી આના

અઢી આના રૂઢિપ્રયોગ

  • હિલોળે ચડવું – આનંદ – ઉત્સાહ પ્રગટ કરવો.
  • ગળણીથી ગાળવું – (અહીં) તારણ કાઢવું, સાર કાઢવો.
  • તાલાવેલી લાગવી – આતુરતા કે અધીરાઈ થવી.
  • ઢીલાઢસ થઈ જવું – સાવ ઢીલા પડી જવું. બાધ માનવો – વાંધો લેવો.

Leave a Comment

Your email address will not be published.