Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 (પાઠ 11થી 16) Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 (પાઠ 11થી 16)
Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 (પાઠ 11થી 16) Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
બાના હૃદયના સ્નેહનું તમારા શબ્દોમાં વર્ણન કરો.
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 5 પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.
પ્રશ્ન 2.
નવા વર્ષના સંકલ્પોમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખ સર્યો છે?
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 20 પ્રશ્ન 3ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.
પ્રશ્ન 3.
હર વખત શું માત થઈ જવું દુ:ખોથી ? આ પંક્તિના જવાબમાં કવિ શું કહે છે ?
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 34 પ્રશ્ન 7ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.
પ્રશ્ન 4.
શું નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે ? – પાઠના આધારે લખો.
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 38 પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (2)નો ઉત્તર.
2. નીચે આપેલ ફકરામાંથી પ્રશ્નો બનાવો :
હિંમતે મર્દા… તો મદદે ખુદા. આ કહેવતને સાર્થક કરતી પ્રવૃત્તિ એટલે સ્કાઉટિંગ – ગાઇડિંગ પ્રવૃત્તિ – તમામ પ્રવૃત્તિઓ કરતાં ભિન્ન પ્રકારની છે. દરેક પ્રવૃત્તિમાં સ્વાર્થ અને બદલાની ભાવના હોય છે. જ્યારે આ પ્રવૃત્તિમાં બદલાની ભાવના વગર નિઃસ્વાર્થ કામ કરવાની વાત છે.
કોઈની આગળ હાથ લંબાવવાની વાત જ નથી. કામ કર્યું જાઓ જોવાવાળો જુએ જ છે. બદલો મળશે જ એ વાત નક્કી જ છે અને તે પ્રમાણે જ થાય છે.
ઉત્તરઃ
- હિંમતે મર્દા તો મદદે ખુદા’ – આ કહેવતને સાર્થક કરતી કઈ પ્રવૃત્તિ છે?
- આ પ્રવૃત્તિ અને અન્ય પ્રવૃત્તિ વચ્ચે શો ફરક છે?
- કામ કરનારને કઈ બાબતની ખાતરી આપવામાં આવી છે?
3. નીચેના શબ્દોના અર્થ આપો :
પ્રશ્ન અ.
- ઉવેખવું
- ફિલસૂફી
- હુન્નર
- અંતેવાસી
- મુદ્રાલેખ
ઉત્તરઃ
- ઉખેડવું
- તત્ત્વજ્ઞાન
- કસબ
- ચળવળ
- ઇચ્છા, ઈરાદો
પ્રશ્ન બ.
નીચેના શબ્દોની જોડણીમાંના દોષો દૂર કરો :
- પરીસ્થિતિ
- અઠવાડીયૂ
- પ્રતીદિન
- જાન્યુવારિ
- વીશ્વામીત્ર
ઉત્તરઃ
- પરિસ્થિતિ
- અઠવાડિયું
- પ્રતિદિન
- જાન્યુઆરી
- વિશ્વામિત્ર
પ્રશ્ન ક.
કોઈ પણ બે વિચાર-પંક્તિઓ પાઠ્યપુસ્તક બહારથી શોધી બંનેના વિચારવિસ્તાર કરો.
ઉત્તરઃ
ટિપાય તો મૃમય ઘાટ થૈ શકે, દટાય તો બીજ વૃક્ષ બની શકે;
સુકાય તો બિંદુ નભે ચડી શકે, સમર્પણે માનવી દેવ થે શકે.
માટી જેમ પિસાય અને ટિપાય તેમ મુલાયમ બને અને તેમાંથી મનગમતો ઘાટ ઘડી શકાય. એ જ રીતે બીજ જમીનમાં દટાય તો જ તેમાંથી અંકુર ફૂટે અને કાળક્રમે તે ફળફૂલથી લચી પડતું વૃક્ષ બને. જળબિંદુ જો સુકાય તો જ તે મેઘ બની શકે.
કેવળ ખાઈપીને અને મોજમજા કરીને માનવી ટેવ ન બની શકે. તે દેશ માટે, સમાજ માટે અને જગતના કલ્યાણ માટે કષ્ટ સહન કરે, ત્યાગ કરે અને કંઈક ન્યોછાવર કરે તો જ તે દેવનું પદ પામી શકે.
આમ માટી, બીજ અને બિંદુના ઉદાહરણ દ્વારા અહીં કવિ માનવીને સમર્પણની ભાવના કેળવવાની શીખ આપે છે. રવિશંકર મહારાજે કહેલું: “ઘસાઈને ઊજળા થઈએ.”
પ્રશ્ન ડ.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
- સમર્થ ………………………
- અલિત ………………………
- ઇચ્છા ………………………
- સંયુક્ત ………………………
- પ્રવૃત્તિ ………………………
ઉત્તરઃ
- સમર્થ ✗ અસમર્થ
- અલિત ✗ અસ્મલિત
- ઇચ્છા ✗ અનિચ્છા
- સંયુક્ત ✗ વિભક્ત
- પ્રવૃત્તિ ✗ નિવૃત્તિ
4. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :
‘હોઈએ ત્યાં હેકતું કરીએ બધુંયે, ઘર, નગર, આખું જગત રળિયાત કરીએ.’
ઉત્તર :
જ્યાં જ્યાં આપણી હાજરી હોય ત્યાં ત્યાં સઘળું આપણા ગુણોથી એવું મહેકતું કરી દઈએ કે જેથી આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વ એ મહેકથી શોભી ઊઠે.
પ્રશ્ન 2.
પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી,
હું માનવી માનવ થાઉં તો ઘણું.
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે પૃથ્વીમાતાના ખોળામાં ઉછરેલો માનવી ભલે મહાસિદ્ધિ ન પામી શકે, તે માનવતાના ગુણોવાળો “માનવી’ બને તો એટલું પણ પૂરતું છે.
આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચા માનવ બનીએ. મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી. બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવી શકતા નથી. પરંતુ “માનવ’ થવું એ માનવીના હાથની વાત છે.
મહાસિદ્ધિ હાંસલ કરનારા માનવીમાં પણ જો દયા, પ્રેમ, ઉદારતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને સેવાભાવના જેવા, સાચા માનવના ગુણો ન હોય તો તે ખરો માનવ’ નથી. મનુષ્ય ભલે દાક્તર બને, વકીલ બને, ઇજનેર બને કે વિજ્ઞાની બને, પરંતુ તે “માનવ’ ન બને તો તેની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે.
આપણે સાચા માનવ બનીને ધરતીમાતાનું ઋણ ચૂકવીએ.