Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર

Gujarat Board GSEB Std 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 ઘડતર

ઘડતર પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કવિ “ઘડતર’ કાવ્યમાં શાળાને કોની સાથે સરખાવે છે? શા માટે?
ઉત્તર:
કવિ “ઘડતર’ કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવે છે; કારણ કે તે વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરે છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શાળામાં જ થઈ શકે છે. વિદ્યાર્થીઓમાં વિશ્વબંધુત્વની ભાવના, સમભાવ, યોગ-ધ્યાન, કસરત, પશુપંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો, વિદ્યાર્થીઓને વિનય-વિવેક શીખવવા તેમજ માબાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કારનું સીંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ છે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર

પ્રશ્ન 2.
કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે?
ઉત્તરઃ
કાવ્યના અંતે કવિ વરદ-તીર્થ જેવી શાળાની મંગલકથા અને ઘડતર-પ્રથા ચિરસ્થાયી રહો એવી ભાવના સાથે શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે.

ઘડતર Summary in Gujarati

ઘડતર કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર 1
પ્રતાપસિંહ હ. રાઠોડ “સારસ્વત’ [જન્મઃ 01 / 06 / 1941]

કવિ આ સૉનેટમાં વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરનારી “શાળા’ને તીર્થ કહે છે. શાળામાં જવા વિદ્યાર્થી મોરની જેમ થનગને છે. શાળા વિદ્યાર્થીનો સર્વાગી વિકાસ કરે છે. શાળા જ વિદ્યાર્થીઓમાં વિશ્વબંધુત્વની ભાવના, સમભાવ અને પશુપંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રીતિ જન્માવે છે.

શાળામાંથી જ વિદ્યાર્થી વિનય અને વિવેક શીખે છે. શાળા માબાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કાર સીંચે છે. તીર્થ જેવી શાળાની ઘડતરપ્રથા ચિરસ્થાયી રહો એવી ભાવના સાથે કવિ શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર

કાવ્ય સમજૂતી

શાળામાં જવા માટે (વિદ્યાર્થીનું) મન મોરની જેમ થનગની ઊઠે છે. તે રોજ પ્રેમથી દફતરમાં પુસ્તકો ભરીને શાળાએ જવા તૈયાર થઈ જાય છે.

તેની પાસે સંસ્કારો છે, સાથે માની મમતા પણ છે. એમાં રોજ રોજ નવા નવાં ભાવ – ક્ષમતા ઉમેરાતાં જશે.

(શાળામાં) જુદા જુદા વિષયો ભણવાથી તેને નવી દષ્ટિ મળે છે અને તે યોગ – ધ્યાન અને કસરત કરીને પોતાની કાયાને કસે છે. (મજબૂત કરે છે.)

(આમ કરવાથી) એના ચિત્ત, હૈયા અને મન પર સારી અસર પડે છે. (ઉમદા ભાત પડે છે.) ખરેખર (જીવનના) વ્યવહારમાં વિદ્યા વિનયથી શોભે છે.

વિવેક અને આનંદથી જીવનલીલા સમરસ થશે. (તેનામાં સમભાવ આવશે.) સમાજે ચીંધેલાં (દર્શાવેલા) નિયમો પ્રમાણે ચાલીને તેણે નવાં મૂલ્યોથી જીવન ભરી દેવું.

આનાથી ઊંચનીચના ભેદો ભુંસાઈ જશે (દૂર થશે). સૌનાં હૃદયમાં વિશ્વબંધુત્વની ભાવના જાગશે. પછી પશુ, પંખી, વૃક્ષો સહુ સાથે હળીમળીને રહેશે.

માબાપે આપણને ઉછેર્યા, પણ હવે તે શાળા! તું બીજી મા બનીને અમને ઉછેરજે. તું વરતીર્થ બનજે. હે મા! તારી ઘડતરપ્રથા અને મંગલકથા ચિરસ્થાયી રહો!

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર

ઘડતર શબ્દાર્થ

  • ઘડતર – ઘાટ આપવો, (અહીં) શાળામાં શિક્ષણ દ્વારા થતો બાળકનો વિકાસ થનગને નાચે.
  • (અહીં) તત્પર, આતુર, સજ્જ થઈને તૈયાર થઈને. સંસ્કારો સભર – સંસ્કારોથી ભરેલું.
  • ભાવ – ક્ષમતા – લાગણીને ઝીલવાની શક્તિ.
  • નોખાનોખા – અલગ – અલગ.
  • દષ્ટિ – નજર, (અહીં) જ્ઞાન. નવલી નવી.
  • કાય – દેહ, શરીર.
  • કસવી – ચકાસણી કરવી.
  • ચિત્તે – મન પર.
  • ઉમદા ભાત પડવી – ઉચ્ચ સંસ્કાર પડવા.
  • સોહે – શોભે.
  • વિનયભર – વિનયી વર્તન.
  • વ્યવહાર – આચરણ.
  • સમરસ – ઓતપ્રોત.
  • જીવનલીલા – જીવનનો વ્યવહાર.
  • ચીંધેલા – દર્શાવેલા.
  • ભૂંસાયા – નાશ પામ્યા.
  • ભેદો – ઊંચનીચના ભેદ.
  • જગબંધુત્વ – વિશ્વના તમામ લોકો પ્રત્યે ભાઈચારાની ભાવના.
  • ભજશું – (અહીં) ઇચ્છા રાખીશું.
  • સહુય – સહઅસ્તિત્વ Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઘડતર
  • રચશું – સૌની સાથે જીવશું.
  • અવર – બીજા.
  • વરદા – વરદાન આપનાર, કૃપાળુ.
  • પ્રથા – પ્રણાલી, પરંપરા.

Leave a Comment

Your email address will not be published.