Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ !

Gujarat Board GSEB Std 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ ! Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 ચાલો મળવા જઈએ !

ચાલો મળવા જઈએ ! પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા કેવો કહે છે?
ઉત્તરઃ
જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા “અતડો’ અને “મૂંગાભાઈ કહે છે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ !

પ્રશ્ન 2.
જે સ્ત્રી મળતાવડી ન હોય તેને લેખિકા કેવી કહે છે?
ઉત્તરઃ
જે સ્ત્રી મળતાવડી ન હોય તેને લેખિકા “અતડી’ કે “મૂંજીબાઈ કહે છે.

પ્રશ્ન 3.
જે મળતાવડા ન હોય તે લોકોએ અતડાપણું દૂર કરવા માટે શું કરવું જોઈએ?
ઉત્તરઃ
જે મળતાવડા ન હોય તેણે પોતે સમાજનો જ એક અંશ છે એમ વિચારવું જોઈએ. પોતાનું અતડાપણું દૂર કરવા માટે તેણે પોતાનાં વર્તન અને વ્યવહાર એક વ્યક્તિને શોભે તેવાં રાખવાં જોઈએ.

પ્રશ્ન 4.
મળતાવડા સ્વભાવથી માનવીને શો ફાયદો થાય છે?
ઉત્તરઃ
મળતાવડા સ્વભાવથી માનવીને બીજાઓ પાસેથી ઘણું બધું જાણવાનું મળે છે. તે જીવનમાં સંયમ કેળવી શકે છે. એકબીજાની સાથે હળીમળીને રહેવાથી જીવન આનંદિત અને ઉલ્લાસમય બને છે. ખાસ કરીને વ્યક્તિનું અતડાપણું દૂર થાય છે.

ચાલો મળવા જઈએ ! Summary in Gujarati

ચાલો મળવા જઈએ ! પાઠપરિચય
વિનોદિની નીલકંઠ

વ્યક્તિનો સ્વભાવ મળતાવડો હોય તો તેને કેટલો ફાયદો થાય છે! જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા “અતડો’ કે ‘મૂંગાભાઈ અને જે સ્ત્રી મળતાવડી ન હોય તેને “અતડી’ કે “મૂંજીબાઈ કહે છે.

Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ !

પોતે સમાજનો જ એક અંશ છે એમ વિચારીને વ્યક્તિએ પોતાનાં વર્તન અને વ્યવહાર એક સંસ્કારી માણસને શોભે તેવાં રાખવાં જોઈએ. બધાંની સાથે હળીમળીને રહેવાથી માનવીને કેટલું બધું સાંભળવા અને જાણવા મળે છે!

એ જીવનમાં સંયમ કેળવી શકે છે અને પોતાનાં જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. એ દષ્ટિએ આ નિબંધમાં “ચાલો મળવા જઈએ” એ વિષય પર ચર્ચા કરીને લેખિકાએ માનવીમાં વિચિત્રતા, અતડાપણું, જડતા કે અસંસ્કારિતા હોય તો તેને દૂર કરવાનું સૂચન કર્યું છે.

ચાલો મળવા જઈએ ! શબ્દાર્થ

  • કર્મી – નસીબમાં.
  • જુદાઈ – વિયોગ.
  • મથ્યા કરવું – પ્રયત્ન કરવો.
  • આગંતુક – આવનાર વ્યક્તિ.
  • ગૂંથાયેલો – મગ્ન રહેલો.
  • પિછાણ – ઓળખાણ.
  • દખલગીરી – દરમિયાનગીરી.
  • ભિક્ષામુ દેહિ – ભિક્ષા આપો.
  • દાનત – વલણ.
  • ખટાડવા – ઓછી કરવા.
  • તનતોડ – પુષ્કળ.
  • નિંદા – ટીકા. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ !
  • ગૂંચ – મૂંઝવણ, મુસીબત.
  • જુદા જ ઢંગની – જુદી જ રીતની.
  • યજમાન – મહેમાનગતિ કરનાર, ઘરધણી. વાચાળ બોલકાં.
  • મૂંગામતર – ચૂપચાપ રહેનાર.
  • મહેરબાની – કૃપા.
  • પરોણાગત – મહેમાનગતિ.
  • તંગી અછત છેડવો – શરૂ કરવો.
  • મૂંજી – કંજૂસ, (અહીં) મૂંગો, અતડો.
  • ફલાણી – ઢીંકણી – અમુક – તમુક
  • ફેરબદલી – એક વાત બદલીને બીજી વાત કરવી.
  • ખૂનામરકી – ખૂનરેજી, કાપાકાપી.
  • લવારો – બકવાસ.
  • સંકોચાઈને – ક્ષોભ પામીને.
  • છૂટકારાનો દમ – રાહતનો શ્વાસ.
  • બાધા – માનતા.
  • પેટનાં છોકરાં – પોતાનાં સંતાનો.
  • તલ્લીન – મશગૂલ.
  • સ્વાનુભવ – જાતઅનુભવ.
  • હાથબનાવટની – હાથે વણેલી.
  • ઘડી ઘડી – વારંવાર.
  • ઉમળકો – ઉમંગ, ઉત્સાહ.
  • શિક્ષા – સજા. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ !
  • ઈજારો – ઠેકો.
  • હદપાર – બેશુમાર, પુષ્કળ.
  • નિખાલસ – ખુલ્લા દિલનું, નિષ્કપટી.
  • નિકટના – નજીકના, અંગત.
  • છબી – તસવીર.
  • મેળાવડો – સમારંભ.
  • હલકટ – નીચ.
  • રચ્યાંપચ્યાં – મશગૂલ, તલ્લીન.
  • ઊભરો – આવેશ.
  • રૂઢિપ્રયોગ કામ બજાવવું – કામ નિભાવવું.
  • ટોળાબંધ રહેવું – સમૂહમાં રહેવું.
  • વારી જવું – ન્યોછાવર થવું.
  • વેશપલટો કરવો – (અહીં) રોજના કરતાં જુદાં કપડાં પહેરવાં.
  • ગાંઠના પૈસે લેવું – પોતાના પૈસે ખરીદવું.
  • પેટમાં ખાલી જગ્યા રાખવી – ઓછું ખાવું, પેટ ભરાઈ જાય એટલું ન ખાવું.
  • વાતનો રેલો રેલાવવો – વાત આગળ વધારવી.
  • કાળા માથાનો માનવી – સામાન્ય માનવી.
  • રસ ન લેવો – રુચિ ન બતાવવી.
  • માત થવું – પરાસ્ત થવું, હારી જવું.
  • મૌન ન તૂટવું – મૌન રહેવું. Class 8 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ચાલો મળવા જઈએ !
  • મોઢું ચડાવવું – મોઢા પર નાખુશીનો ભાવ બતાવવો.
  • ખસિયાણાં પડી જવું – શરમિંદા થઈ જવું, ભોંઠા પડી જવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *