Class 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ

Class 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ Textbook Questions and Answers

ધૂળિયે મારગ અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ -અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

(1) કવિ આ કાવ્યમાં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે ?
(ક) ધન-સંપત્તિ
(ખ) જમીન-જાયદાદ
(ગ) મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ
(ઘ) સોનું-ચાંદી
ઉત્તરઃ
(ગ) મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ

(2) આ કાવ્યમાં કવિએ “ધૂળિયે મારગ’ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે ?
(ક) સાદા-સાત્ત્વિક જીવન અર્થે
(ખ) ધન-સંપત્તિની લાલસા અર્થે
(ગ) સુખ-વૈભવથી ભરપૂર જીવન અર્થે
(ઘ) ધૂળ, માટી અને કાદવ અર્થે
ઉત્તરઃ
(ક) સાદા-સાત્ત્વિક જીવન અર્થે

(3) કવિ “ઉપરવાળી બેંક’ કોને ગણાવે છે ?
(ક) ઈશ્વરને
(ખ) આકાશને
(ગ) દેના બેંકને
(ઘ) સ્ટેટ બેંકને
ઉત્તરઃ
A. ઈશ્વરને

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

(1) મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ ?
ઉત્તરઃ
મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ.

(2) પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે ?
ઉત્તરઃ
વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે.

(3) “ખુલ્લાં ખેતર માથે’ અને ‘અડખેપડખે’ શબ્દોનો અર્થ સમજાવો.
ઉત્તર:
“ખુલ્લાં ખેતર અડખેપડખે’ એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આભ’ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે.

ધૂળિયે મારગ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ ?
ઉત્તર :
કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્ત્વિક હોવું જોઈએ.

(2) કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે ? તેનાથી કાવ્યમાં ક્યો ભાવ જગાડાયો છે ?
ઉત્તરઃ
કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ નીચે મુજબ છે :

  • કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક?
  • એમાં તો શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
  • વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ?

આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે.

(3) “ધૂળિયે મારગ’ એટલે ? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે ?
ઉત્તરઃ
‘ધૂળિયે મારગ’ એટલે સાદું અને સાત્ત્વિક જીવન. આ માર્ગે ચાલવાના બે લાભ છેઃ

  1. આપણા જેવું જ સાદું અને સાત્ત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાનાં સુખદુઃખની વાતો કરી શકીએ કે આપણે હળવા થઈ જઈએ.
  2. ધૂળિયા મારગની અડખેપડખે ખુલ્લાં ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય. પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો? આથી કવિ ધૂળિયો મારગ પસંદ કરે છે.

(4) કવિ પાસે શું નથી ? એની એમના મન પર શી અસર છે ?
ઉત્તરઃ
કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી.

2. જૂથમાં ચર્ચા કરો :

(1) પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ ?
ઉત્તર :
પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ. જેમ કે,

  • સવારે અને સાંજે ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો.
  • વસંતઋતુમાં ખીલેલાં પુષ્પોની મહેક
  • વર્ષાઋતુમાં ખળખળ વહેતાં ઝરણાંનો મધુર કલરવ, ધરતી પર – પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને સૌંદર્યથી મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે.
  • વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતાં રંગબેરંગી ફૂલો, જાતજાતનાં ફળો વગેરે.

(2) ‘સંતોષી નર સદા સુખી.”
ઉત્તરઃ
ઉપર જણાવ્યા પ્રમાણે (2) અને (3) પર વિદ્યાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરવી.

(3) ‘હું માનવી માનવ થાઉં તો ઘણું.”
ઉત્તરઃ
ઉપર જણાવ્યા પ્રમાણે (2) અને (3) પર વિદ્યાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરવી.

3. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
ઉદા. રાંક અને આંક
ઉત્તરઃ
નોટ – ખોટ, માલ – કાલ, સાથ – બાથ, આભ – લાભ, હેત – પ્રેત, વ્હાલ – ચાલ

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :

  • મારગ,
  • હેત,
  • સોનું,
  • સાથ,
  • રાંક.

ઉત્તરઃ

  • મારગ = રસ્તો, પંથ
  • રાંક = ગરીબ, નિર્ધન
  • હેત = પ્રેમ, સ્નેહ
  • સોનું = હેમ, કંચન
  • સાથ = સંગાથ

Std 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ Additional Important Questions and Answers

ધૂળિયે મારગ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“ઉપરવાળી બૅન્કની શી વિશેષતા છે?
ઉત્તર :
“ઉપરવાળી બૅન્ક’ એટલે ઈશ્વરની તિજોરી. એ ધનસંપત્તિથી સમૃદ્ધ છે. તેથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વર માણસને રોજનું ભોજન રોજ પૂરું પાડે છે. તેથી કાલની ચિંતા આપણે શા માટે કરવી?

પ્રશ્ન 2.
ધૂળિયે મારગ’ કાવ્યમાં જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે?
ઉત્તર :
જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે. કોઈને ગરીબાઈમાં જ સંતોષ હોય છે તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે. સાદું અને સાત્વિક જીવન જીવવા માટે કવિ ધૂળિયા માર્ગનો આંક સૂચવે છે.

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો?

પ્રશ્ન 1.
કવિએ જીવનના કેવા મારગને “ધૂળિયો મારગ’ કહ્યો છે?
ઉત્તર:
કવિએ જીવનના સાદા અને સાત્ત્વિક મારગને ધૂળિયો મારગ’ કહ્યો છે.

પ્રશ્ન 2.
જીવનના ધૂળિયા મારગમાં પોતાના જેવો સાથે મળી જાય તો શું થઈ શકે?
ઉત્તરઃ
જીવનના ધૂળિયા મારગમાં પોતાના જેવો સાથ મળી જાય તો તેની સાથે સુખદુઃખની વાતો થઈ શકે.

પ્રશ્ન 3.
કવિ કોને “સોનાની સાંકડી ગલી જેવું કહે છે?
ઉત્તરઃ
ધનવૈભવથી સમૃદ્ધ જીવન જીવતાં સ્વાર્થી લોકોને કવિ “સોનાની સાંકડી ગલી જેવું કહે છે.

પ્રશ્ન 4.
કવિ ધૂળિયે મારગ ચાલવા માટે શી શીખ આપે છે?
ઉત્તર :
કવિ ધૂળિયે મારગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધનવૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે.

પ્રશ્ન 5.
ધૂળિયે મારગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો શું થાય?
ઉત્તર:
ધૂળિયે મારગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો આપણે બાથમાં બાથ ભીડી સુખદુઃખની વાતો કરીએ.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
કવિ પાસે શું નથી?
A. મહેલ
B. સત્તા
C. સિક્કા અને નોટ
D. વાહન
ઉત્તરઃ
C. સિક્કા અને નોટ

પ્રશ્ન 2.
કવિ કઈ ગલીને સાંકડી કહે છે?
A. સોનાની
B. શહેરની
C. ગામડાની
D. પિત્તળની
ઉત્તરઃ
A. સોનાની

પ્રશ્ન 3.
કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે?
A. ઉકરડામાં
B. કબાટમાં
C. નદીમાં
D. તળાવમાં
ઉત્તરઃ
C. નદીમાં

પ્રશ્ન 4.
કવિ કેવા મારગે ચાલવાનું કહે છે?
A. સત્યના
B. ધૂળિયે
C. ડામરના
D. રાજમાર્ગે
ઉત્તરઃ
B. ધૂળિયે

4. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (ખેતર, દોઢિયા, રાંક)

  1. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું ………………………… ?
  2. ………………………… માટે દોડતાં એમાં જીવતાં જોને, પ્રેત !
  3. ખુલ્લો ………………………… અડખેપડખે, માથે નીલું આભ.

ઉત્તરઃ

  1. રાંક
  2. દોઢિયા
  3. ખેતર

5. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

  1. ઉપરવાળી બૅન્ક ચાલુ છે આપણી માલંમાલ.
  2. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત.
  3. માનવી ભાળી અમથું-અમથું આપણું ફોરે ફૂલ.

ઉત્તરઃ

  1. ખોટું
  2. ખરું
  3. ખોટું

ધૂળિયે મારગ વ્યાકરણ Vyakaran

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખોઃ

  • ખાણું = ભોજન, જમણ
  • માનવી = માણસ, મનુષ્ય
  • ખોટ = નુકસાન, ખાધ
  • લાભ = ફાયદો, નફો
  • ગલી = પોળ, શેરી
  • આભ = આકાશ, નભ
  • દોઢિયાં = પૈસા, ધન

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  • ગરીબ ✗ તવંગર
  • ભોળું ✗ લુચ્ચે
  • ખોટ ✗ નફો
  • ગામડું ✗ શહેર
  • સાંકડી ✗ પહોળી
  • હેત ✗ દ્વેષ
  • બગડવું ✗ સુધરવું
  • લાભ ✗ ગેરલાભ

3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો:

  • ધૂળિયે = ધુ + ઊ + ળુ + + યુ + એ
  • સોનું = સ્ + ઓ + ન્ + ઉં
  • સિક્કા = સ્ + ઇ + + ક + આ
  • ગરીબ = + અ + + ઈ – ન્ + આ

4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવોઃ

  • બું + ઍ + ન્ + + + અ = બૅન્ક
  • સ્ + અ + ક + અ + ડું + ઈ = સાંકડી
  • ખુ + એ + સ્ + અ + ૨ + અ = ખેતર
  • ન્ + આ + મ્ + અ + ડુ + ૬ = ગામડું

5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો:

  1. (1) બેંન્ક
  2. (2) દોઢીયુ
  3. (3) ધુળીયું
  4. (4) સિકા

ઉત્તરઃ

  1. (1) બૅન્ક
  2. (2) દોઢિયું
  3. (3) ધૂળિયું
  4. (4) સિક્કા

6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:

ખેતર, પ્રેત, આંક, સોનું, નોટ, માનવી
ઉત્તરઃ
આંક, ખેતર, નોટ, પ્રેત, માનવી, સોનું

7. શબ્દકોશમાંથી “રાંક શબ્દ શોધી તેની તરત પહેલાંના અને પછીના પાંચ-પાંચ શબ્દોની યાદી બનાવો
ઉત્તરઃ
“રાંક’ શબ્દની તરત પહેલાંના પાંચ શબ્દો – રાળ, રાળવું, રાળિયું, રાળો અને રાહોલું
રાંક શબ્દની તરત પછીના પાંચ શબ્દો – રાંક – ઢીંક, રાંક – દાવો, રાંક – ધરવ, રાંકડું અને રાંકાઈ

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો. વાક્યોમાં પ્રયોગ કરો:

  • જુદા આંક હોવા – જિંદગી વિશેની સમજ જુદી હોવી
    વાક્ય : સંસારમાં જીવન વિશે સૌના જુદા આંક હોય છે.
  • બાથમાં બાથ ભીડવી – પ્રેમભર્યું આલિંગન આપવું
    વાક્યઃ પાંચ વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડીને એકબીજાને મળ્યા.

10. સૂચના પ્રમાણે કરો:

  1. ઉપરવાળી બૅન્ક આજનું ખાણું આજ આપે છે. (કર્મણિવાક્ય બનાવો.)
  2. નોટ ને સિક્કા નદીમાં નાખ. (કર્મણિવાક્ય બનાવો.)
  3. તું ધૂળિયે મારગ ચાલ. (ભાવેવાક્ય બનાવો.)

ઉત્તરઃ

  1. ઉપરવાળી બૅન્ક તરફથી આજનું ખાણું આજ અપાય છે.
  2. (તારાથી) નોટ ને સિક્કા નદીમાં નખાય.
  3. તારાથી ધૂળિયે મારગ ચલાય.

ધૂળિયે મારગ Summary in Gujarati

ધૂળિયે મારગ કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ 1
મકરન્દ વજેશંકર દવે [જન્મ: 13/11/1922, મૃત્યુ 31/01/2005]

કવિ માણસ માણસ વચ્ચેની સ્નેહલાગણીને વિશ્વની સૌથી મૂલ્યવાન સંપત્તિ માને છે. આ ગીતમાં કવિએ માણસ માટે બે માર્ગ બતાવ્યા છે : એક ધૂળિયો અર્થાત્ સાદા-સાત્ત્વિક જીવનનો અને બીજો સોનાનો એટલે કે ધનસંપત્તિમાં મહાલવાનો. માણસ પ્રત્યે નિઃસ્વાર્થ સ્નેહની લાગણી જન્મે એ જ સાચો માર્ગ. કવિએ સરળ અને નિખાલસ ભાષામાં પોતાના મનની વાત આ ગીતમાં રજૂ કરી છે.

કાવ્યની સમજૂતી

કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ? કોણે કહ્યું કે આપણે રાંક (નિર્માલ્ય, નિર્બળ) છીએ? હે ભોળા મન, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે એ તું કેમ ભૂલી જાય છે?

આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તેથી શું બગડી ગયું? એમાં કઈ મોટી ખોટ આવી ગઈ? (શું નુકસાન થયું?)

ઉપરવાળા પરમેશ્વરની બૅન્ક સમૃદ્ધ છે. પરમેશ્વર આપણને આજનું ભોજન આજે જ આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય.

ધૂળિયે મારગ (સાદગીભર્યા જીવનમાં) આપણને આપણા જેવું સાદું અને સાત્ત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખદુઃખની વાતો કરીએ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 6 ધૂળિયે મારગ 2

આજુબાજુ ખુલ્લાં ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય, આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો?

સોનું (ધનસંપત્તિ) મેળવવાનો–પ્રલોભનનો માર્ગ સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ મતલબી (સ્વાર્થી) હોય છે. પૈસા માટે લોકો કેવા રઘવાયા થઈને દોડાદોડ કરતા હોય છે. જાણે જીવતાં પ્રેત !

માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઊભરાય, એવું જીવન જીવવા માટે નોટ ને સિક્કા નદીમાં નાખીને ધૂળિયે મારગ ચાલ (સાદું અને સાત્વિક જીવન જીવ). (ધનનું પ્રલોભન છોડીને સાદગીનો મારગ સ્વીકાર.)

ભાષાસજજતા
અલંકાર જેમ શરીર પર ઘરેણાં પહેરવાથી આપણા સૌંદર્યમાં વધારો થાય છે તેમ ભાષાના સૌંદર્યને માણવા માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત.,

  • નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.
  • જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો.

પ્રથમ વાક્યમાં નારને નાગરવેલી સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં પુત્રને દેવોના પરમ વર (આશીર્વાદ) સાથે સરખાવ્યો છે. અહીં “શો’ શબ્દ સરખામણીના અર્થમાં છે.

અલંકારના મુખ્ય બે પ્રકાર છે શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરનાં વાક્યો અર્થાલંકારનાં ઉદાહરણો છે. ઉપમા, રૂપક, ઉન્મેક્ષા વગેરે અર્થાલંકારો છે.

ઉપમા અલંકારઃ ઉપમા અલંકારમાં ઉપમેય, ઉપમાન, સાધારણ ગુણધર્મ અને સરખામણી સૂચક પદ હોય છે. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સાધારણ ગુણ અને જેવો, સમ, સમું, સમાન, સરખું, સદશ, તુલ્ય, જેમ, પેઠે સરખામણી સૂચક પદો છે. દા. ત.,

  • નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.

આ વાક્યમાં “નાર’ ઉપમેય છે, નાગરવેલી” ઉપમાન છે, “નાજુકતા’ ઉપમેય અને ઉપમાન વચ્ચેનો સાધારણ ગુણ છે અને “જેવી સરખામણી સૂચક પદ છે.

પાઠ્યપુસ્તકમાંથી ઉપમા અલંકારનાં ઉદાહરણો આ પ્રમાણે છે:

  • જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ત્યાં લગી ગુજરાતને કોઈ આંચ આવવાની નથી.
  • હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે.
  • તારી કાયાના રાઈરાઈ જેવા કટકા જાણજે.

ધૂળિયે મારગ શબ્દાર્થ

  • રાંક – ગરીબ, (અહીં) નિર્બળ.
  • જુદા આંક – જિંદગી અંગેની જુદી જુદી સમજ.
  • નોટ – ચલણી નાણું.
  • ખોટ – નુકસાન.
  • ઉપરવાળી – પરમેશ્વર.
  • માલંમાલ – વૈભવશાળી, સમૃદ્ધ.
  • કે’તા – કહેતા બાથમાં
  • ભીડી બાથ – પ્રેમભર્યું આલિંગન કરીને.
  • અડખેપડખે – આજુબાજુ.
  • નીલું આભ – નીલા રંગનું આકાશ.
  • હેત – પ્રેમ, હેતુ
  • ગણતું – સ્વાથી.
  • દોઢિયા – પૈસા, ધન, દોદ પૈસાનો સિક્કો.
  • પ્રેત – અવગતિયો જીવ, (અહીં) પૈસા પાછળ રઘવાયા થનારા લોકો.
  • ભાળી – જોઈ.
  • અમથું – કશા સ્વાર્થ વગર.
  • ફોરવું – મહેકવું, (અહીં) ઊપજવું, ઊભરાવું.
  • માનવી ભાળી અમથું અમથું ફોરે વ્હાલ – માણસને જોઈને કોઈ સ્વાર્થ વગર હૈયામાં વહાલ ઊભરાવા લાગે છે.
  • ધૂળિયે મારગ – ધૂળવાળો રસ્તો, (અહીં)
  • સાદા – સાત્ત્વિક જીવનનો માર્ગ.

Leave a Comment

Your email address will not be published.