Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Textbook Questions and Answers

સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
એક મૂર્ખને કેવી ટેવ છે?
(A) દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે.
(B) તુલસીનાં પાન તોડે છે.
(C) પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે.
(D) ઉપરના A – B – C ત્રણેય.
ઉત્તરઃ
(D) ઉપરના A – B – C ત્રણેય.

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 2.
અખો ઈશ્વર અંગે માને છે કે ……………………….
(A) ઈશ્વર ઘણા બધા છે.
(B) ઈશ્વર એકથી વધારે છે.
(C) ઈશ્વર એક અને માત્ર એક જ છે.
(D) ઈશ્વર જેવું કશું નથી.
ઉત્તરઃ
(C) ઈશ્વર એક અને માત્ર એક જ છે.

પ્રશ્ન 3.
સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે?
(A) જ્ઞાની
(B) ઘુવડ
(C) કબૂતર
(D) ડાહ્યા માણસો
ઉત્તરઃ
(B) ઘુવડ

પ્રશ્ન 4.
જ્યાં જોઈએ ત્યાં બધે જ શું દેખાય છે?
(A) કૂડેકૂડ (કપટ)
(B) નિખાલસતા
(C) પ્રકાશ
(D) ડહાપણ
ઉત્તરઃ
(A) કૂડેકૂડ (પટ)

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 5.
મૂર્ખ કઈ વસ્તુ ત્યજીને પથ્થરને ઉપાડે છે?
(A) ઘુવડ
(B) તુલસી
(C) હીરો
(D) પાણી
ઉત્તરઃ
(C) હીરો

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે?
ઉત્તર :
કેટલાક લોકો બાહ્યાચાર કરે છે. તેઓ એક જ ઈશ્વરને બદલે ઘણા પરમેશ્વર હોવાની વાતો કરે છે. અખો તેને મોટો ઉત્પાત ગણાવે છે.

પ્રશ્ન 2.
સૂર્યની વાત કરનારને ઘુવડ શો જવાબ આપે છે?
ઉત્તર :
સૂર્યની વાત કરનાર આગળ ચાંચ ધરીને ઘુવડ જવાબ આપે છે કે શું અમારાં હજારો વર્ષ અંધારામાં ગયાં? તમે ક્યાંથી આવા ડાહ્યા થઈ ગયા?

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું ? વિગતે લખો.
ઉત્તર :
અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે. ઢોંગી લોકો જ બાહ્ય આચારમાં માને છે.

અખાના બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ. વાદવિવાદમાં પડીને આપણે આપણું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહિ.

પ્રશ્ન 2.
જ્ઞાની હોવાનો દેખાવ કરતાં અજ્ઞાનીઓ વિશે અખાના વિચારો વર્ણવો.
ઉત્તર :
અજ્ઞાનીઓ ઘુવડ જેવા હોય છે. તેઓ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. તેઓ નવીન વિચારો સ્વીકારવા તૈયાર હોતા નથી. કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરતાં તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાહ્યા ક્યારના થઈ ગયા? આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે.

Std 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Additional Important Questions and Answers

છપ્પા પ્રશ્નોત્તર!

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
એક મૂરખને કેવી ટેવ છે?
ઉત્તર :
એક મૂરખને એવી ટેવ છે કે તે પથ્થર એટલા દેવ માનીને તેમને પૂજે છે. તે પાણી દેખે ત્યાં સ્નાન કરે છે અને તુલસી દેખે તો એનાં પાન તોડે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 2.
“મૂકી હીરો ઉપાડે પહાણ” એટલે ?
ઉત્તર :
રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી. તેઓ નવી વાત કરનારને દબાવી દે છે. તેઓ ‘મૂકી હીરો ઉપાડે પહાણ’ એટલે કે મૂલ્યવાન જીવન વેડફે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અખાએ કયા લોકો પર કટાક્ષ કર્યો છે?
ઉત્તર :
અખાએ ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે.

પ્રશ્ન 2.
પથ્થર એટલા દેવ માનીને કોણ પૂછે છે?
ઉત્તર :
પથ્થર એટલા દેવ માનીને મૂરખ પૂજે છે.

પ્રશ્ન 3.
કયા લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી?
ઉત્તર :
રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી.

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 4.
અખાના મતે જ્યાં જોઈએ ત્યાં શું જોવા મળે છે?
ઉત્તર :
અખાના મતે જ્યાં જોઈએ ત્યાં કપટ જોવા મળે છે.

પ્રશ્ન 5.
“જ્ઞાનના ગરવા વડલા” તરીકે કોણ જાણીતું છે?
ઉત્તર :
“જ્ઞાનના ગરવા વડલા’ તરીકે અખો જાણીતો છે.

પ્રશ્ન 6.
અખો ક્યાંનો વતની હતો?
ઉત્તર :
અખો જેતલપુરનો વતની હતો.

પ્રશ્ન 7.
મૂરખ હીરો ત્યજી કઈ વસ્તુ ઉપાડે છે?
ઉત્તર :
મૂરખ હીરો ત્યજી પથ્થર ઉપાડે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

પ્રશ્ન 1.
એક મૂર્ખને કેવી ટેવ છે?
A. દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે.
B. તુલસીનાં પાન તોડે છે.
C. પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
(D) આપેલ તમામ

વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો

પ્રશ્ન 1.
વૂડ
(અ) ગોળ
(બ) ઘુવડ
(ક) સરસ
ઉત્તર :
(બ) ઘુવડ

પ્રશ્ન 2.
ઉત્પાત
(અ) ઉમંગ
(બ) તોફાન
(ક) કંકાસ
ઉત્તર :
(બ) તોફાન

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 3.
ટેવ
(અ) સેવ
(બ) મજબૂરી
(ક) આદત
ઉત્તર :
(ક) આદત

પ્રશ્ન 4.
પાન
(અ) પર્ણ
(બ) પ્રકાર
(ક) લાચારી
ઉત્તર :
(અ) પર્ણ

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
દેવ
(અ) દાનવ
(બ) ટેવ
(ક) દુશ્મન
ઉત્તરઃ
(અ) દાનવ

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 2.
ડાહ્યો
(અ) મૂર્ખ
(બ) ગાંડો
(ક) ખોટો
ઉત્તરઃ
(બ) ગાંડો

પ્રશ્ન 3.
મોટો
(અ) ખોટો
(બ) ફોટો
(ક) નાનો
ઉત્તરઃ
(ક) નાનો

પ્રશ્ન 4.
આગળ
(અ) પાછળ
(બ) આદર
(ક) પાદર
ઉત્તરઃ
(અ) પાછળ

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો

પ્રશ્ન 1.
(અ) પથ્થર
(બ) પત્થર
(ક) પતથર
ઉત્તરઃ
(અ) પથ્થર

પ્રશ્ન 2.
(અ) તુલશી
(બ) તુલસી
(ક) તુલશી
ઉત્તરઃ
(બ) તુલસી

પ્રશ્ન 3.
(અ) સનાન
(બ) સ્નાન
(ક) જ્ઞાન
ઉત્તરઃ
(બ) સ્નાન

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 4.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોદ્દો
તુલસી, ટેવ, હજાર, ચાંચ, પાણી
ઉત્તર :
ચાંચ, ટેવ, તુલસી, પાણી, હજાર

પ્રશ્ન 5.
લિંગ શબ્દ ઓળખાવો:

(1) હીરો
(અ) સ્ત્રીલિંગ
(બ) પુંલ્લિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(બ) પુંલ્લિંગ

(2) ટેવ
(અ) સ્ત્રીલિંગ
(બ) પુંલ્લિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(અ) સ્ત્રીલિંગ

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

પ્રશ્ન 6.
વચન બદલો :
(1) હીરો
(અ) હીરા
(બ) હીરું
(ક) હીરાઓ
ઉત્તર :
(અ) હીરા

(2) સૂર્ય
(અ) સૂર્ય
(બ) સૂર્ય
(ક) સૂર્ય
ઉત્તર :
(અ) સૂર્ય

પ્રશ્ન 7.
અનુગ શોધો :
(1) એક મૂરખને એવી ટેવ.
ઉત્તર :
ને

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

(2) કોઈ આવી સૂર્યની વાત કરે.
ઉત્તર :
ની

છપ્પા Summary in Gujarati

છપ્પા કાવ્ય-પરિચય

છપ્પા એટલે કાવ્યપંક્તિ, જેમાં છ પદો હોય છે.
અહીં અખાના બે છપ્પા રજૂ થયા છે.

પહેલા છપ્પામાં અખો ઢોંગી લોકો પર કટાક્ષ કરે છે; જે માને છે કે ઘણા પરમેશ્વર છે. આ માત્ર એક પીડા જ છે.

બીજા છપ્પામાં અખો સમાજના પરસ્પર વિરોધી જૂથો પર કટાક્ષ કરે છે. રૂઢિચુસ્ત જૂથ નવા વિચારો સ્વીકારવા તૈયાર નથી. પરિણામે મૂલ્યવાન જીવન માણવાને બદલે તેઓ તે વેડફે છે.

The c (Chhappa means a stanza, a piece of poetry novel having six lines.) precious (Here two chhappa (stanzas), composed by Akho have been presented.

In the first chhappa (stanza), Akho satirizes the false show people who believe in many Gods. It is nothing but pain.

In the second chhappa (stanza), Akho satirizes the two opposite parties in the society. The orthodox party is not ready to accept novel thoughts. Hence, instead of enjoying the precious life, they waste it.]

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

છપ્પા કાવ્યની સમજૂતી

એક મૂરખને એવી ટેવ (ક) જેટલા પથ્થર એટલા દેવ (માનીને) પૂજે. પાણી દેખે (ત્યાં) સ્નાન કરે (અને) તુલસી દેખે (ત્યાં) પાન તોડે. અખો (કહે છે કે, આ મોટી પીડા છે, ઘણા પરમેશ્વર એ કેવી વાત? (પરમેશ્વર એક જ છે.)

[A foolish has such a habit that he worships stones as many as there are, believing them God. He bathes in water where he sees it and plucks the leaf of Tulsi (a kind of sacred plant) where he sees it. Akho says that it is a great tragedy. How can we say that there are many Gods ? (There is only one God.)]

જ્યાં જોઈએ ત્યાં છળકપટ જ છે, કારણ કે સામસામે ઘુવડ બેઠા છે. કોઈ આવીને સૂર્યની (જ્ઞાનની) વાત કરે તો તે આગળ આવીને ચાંચ ધરે (વિરોધ કરે). (તે કહે) અમારાં હજારો વર્ષ શું અંધારામાં (અજ્ઞાનતામાં) ગયાં? તમે ક્યારના આવા ડાહ્યા થઈ ગયા? (તમે કહો છો તે નકામું છે.) અખો કહે છે કે મોટાની વાત એવી જ જાણ. (તેઓ) હીરો પડતો મૂકીને પથ્થર ઉપાડે. (મૂલ્યવાન જીવન વેડફે.)

[Wherever we see, we see fraud, because the owls (orthodoxies) are sitting in front of each other. If someone comes and talks about the sunlight (knowledge), the owl comes forward and hits its beak (opposes it). He says, “Have we passed our thousand years in darkness (ignorance) ? When have you become so wise ?” (What you say is useless.) Akho says that so-called reputed persons are like this, they drop a diamond and pick up a stone. (They waste their valuable life.)]

Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા

છપ્પા શબ્દાર્થ (Meanings)

  • મૂરખ -મૂર્ખ; foolish.
  • ટેવ -આદત; habit.
  • પૂજે – પૂજા કરે છે; worships.
  • સ્નાન કરે – ન્હાય છે; bathes.
  • તોડે પાન-પર્ણ તોડે છે; plucks a leaf.
  • ઉત્પાત -દુઃખ, તોફાન, પીડા; pain, tragedy.
  • પરમેશ્વર –ભગવાન; God.
  • કૂડેકૂડ – છલ, કપટ, પ્રપંચ; fraud, intrigue.
  • સામાસામી – એકબીજાની સામે; in front of each other.
  • ગૂડ – ઘુવડ; an ow.
  • હીરો – એક કીમતી પથ્થર; diamond.
  • પહાણ – પથ્થર; stone.

Leave a Comment

Your email address will not be published.