Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું! Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું! Textbook Questions and Answers

મારું તારું! સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
હસવું-રમવું કવિને કેવું લાગે છે?
(A) ખારું
(B) મીઠું
(C) કડવું
(D) ખરાબ
ઉત્તરઃ
(B) મીઠું

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

પ્રશ્ન 2.
ઇટ્ટાકિટ્ટા કેટલો સમય ચાલે છે?
(A) એક ઘડી માટે
(B) વર્ષ માટે
(C) આખો દિવસ
(D) વર્ષોવર્ષ
ઉત્તરઃ
(A) એક ઘડી માટે

પ્રશ્ન 3.
કવિ મારા-તારાના બદલે શું કરવા માગે છે?
(A) પારકું
(B) પરાયું
(C) સહિયારું
(D) પોતાનું
ઉત્તરઃ
(C) સહિયારું

પ્રશ્ન 4.
કવિ વારંવાર હારવા માગે છે કારણ કે.
(A) બીજાને દુઃખી કરવા માટે
(B) બીજાને ન્યાય આપવા માટે
(C) બીજાને અન્યાય કરવા માટે
(D) બીજાને ખુશી આપવા માટે
ઉત્તરઃ
(D) બીજાને ખુશી આપવા માટે

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ શા માટે અબોલા કરતા નથી?
ઉત્તરઃ
કવિ ગીતો લલકારી જીવનને આનંદમય બનાવવા માગે છે. તે ગીત ગાય અને બીજા ઝીલે. તેથી તે અબોલા કરતા નથી.

પ્રશ્ન 2.
કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે?
ઉત્તર:
કવિ જીવનને આનંદમય બનાવવા ઇચ્છે છે. તેથી તેના હારવાથી સામેની વ્યક્તિને જીતની ખુશી મળતી હોય, તો તે પોતાની હાર પર પણ ખુશ થાય છે.

પ્રશ્ન 3.
મારું-તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માગે છે?
ઉત્તર :
“મારું તારું !’ કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા માગે છે.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે?
ઉત્તર:
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા માટે સહિયારાનો માર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્ત્વનું છે. સામી વ્યક્તિ જીતે ને ખુશ થતી હોય, તો હારવામાં પણ મજા છે. ઇટ્ટાકિટ્ટા પણ કાયમી ના હોય. હળીમળીને હસીએ-રમીએ. ગીત ગાવાનો આનંદ માણીએ. રમકડું રમવાની મોજ માણીએ. તેમાં મારાતારાનો ભેદ ન રાખીએ.

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

પ્રશ્ન 2.
આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે?
ઉત્તર :
આનંદથી જીવન જીવવા માટે કવિ મારા-તારાનો ભેદ ભૂલી જવાનું કહે છે. સામી વ્યક્તિના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે. રમકડું કોનું છે તે મહત્ત્વનું નથી. રમકડું રમવાનો આનંદ મહત્ત્વનો છે. ગીત ગાવાનો-ઝીલવાનો આનંદ મહત્ત્વનો છે. આપણે હસીએ-રમીએ અને આનંદ કરીએ.

Std 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું! Additional Important Questions and Answers

મારું તારું! પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
આપણે મારા-તારાનો ભેદ ભૂલીને કઈ ભાવના રાખવી જોઈએ? શા માટે?
ઉત્તરઃ
આપણે મારા-તારાનો ભેદ ભૂલી જઈને સહિયારાપણાની ભાવના રાખવી જોઈએ. સહિયારાપણાની ભાવના દ્વારા જ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવી શકાય છે.

પ્રશ્ન 2.
કવિ ગીત કેવી રીતે ગાવાનું કહે છે? કેમ?
ઉત્તરઃ
કવિ અબોલા છોડીને ગીત લલકારવાનું કહે છે. તે ગીત ગાય અને બીજા તે ઝીલે ને જીવનને આનંદમય બનાવે.

પ્રશ્ન 3.
રમકડાનો આનંદ કેવી રીતે લેવો જોઈએ?
ઉત્તરઃ
રમકડું હાથમાં હોય ત્યાં સુધી મોજથી રમી લેવું જોઈએ. તેમાં મારા-તારાનો ભેદ રાખવો જોઈએ નહિ.

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
રમકડાનો આનંદ શેમાં છે?
ઉત્તરઃ
રમકડાનો આનંદ રમવામાં છે.

પ્રશ્ન 2.
આપણે કેવી ભાવના કેળવવી જોઈએ?
ઉત્તરઃ
આપણે સહિયારાપણાની ભાવના કેળવવી જોઈએ.

પ્રશ્ન 3.
આપણે કયો ભેદ ભૂલી જવો જોઈએ?
ઉત્તરઃ
આપણે મારા-તારાનો ભેદ ભૂલી જવો જોઈએ.

પ્રશ્ન 4.
“મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું’માં કઈ ભાવના રહેલી છે?
ઉત્તરઃ
‘મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું!”માં ઉદારતાની, અન્યને સુખી કરવાની ભાવના રહેલી છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો ?

પ્રશ્ન 1.
મોજ
(અ) ખોજ
(બ) આજ
(ક) આનંદ
ઉત્તરઃ
(ક) આનંદ

પ્રશ્ન 2.
સહિયારું
(અ) સખી
(બ) સાચું
(ક) ભેગું
ઉત્તરઃ
(ક) ભેગું

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
જીત
(અ) વિજય
(બ) પરાજય
(ક) હાર
ઉત્તરઃ
(ક) હાર

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

પ્રશ્ન 2.
સહિયારું
(અ) આગવું
(બ) પરાયું
(ક) સૌનું
ઉત્તરઃ
(અ) આગવું

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) કિટ્ટા
(બ) કટ્ટા
(ક) કિટા
ઉત્તરઃ
(અ) કિટ્ટા

પ્રશ્ન 2.
(અ) રમકડું
(બ) ખૂસી
(ક) મોઝ
ઉત્તરઃ
(અ) રમકડું

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

4. લિંગ શબ્દ ઓળખાવો:

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) આનંદ
(બ) ખુશી
(ક) જીત
ઉત્તરઃ
(અ) આનંદ

પ્રશ્ન 2.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ઘડી
(બ) રમકડું
(ક) હાર
ઉત્તરઃ
(બ) રમકડું

5. વચન બદલો : રમકડું
(અ) રમકડુંઓ
(બ) રમકડાં
(ક) રમકડું
ઉત્તર :
રમકડાં

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

6. વિશેષણ શોધો :
ઈટ્ટાકિટ્ટા એક ઘડીના હોય છે.
ઉત્તરઃ
એક

7. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?

પ્રશ્ન 1.
ભાગ વહેંચ્યા ન હોય તેવું
(અ) સહિયારું
(બ) પક્ષપાતી
(ક) આગવું
ઉત્તરઃ
(અ) સહિયારું

પ્રશ્ન 2.
રિસાઈને અમુકની સાથે ન બોલવું તે
(અ) ખુશી
(બ) અબોલા
(ક) જિદ
ઉત્તરઃ
(બ) અબોલા

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

મારું તારું! Summary in Gujarati

મારે તારે! કાવ્ય-પરિચય
રાજેન્દ્ર અનંતરાય શુક્લ (જન્મ: 12-10-1942

આ કાવ્યમાં સુખી જીવનનો સંદેશ છે. આપણે મારા-તારાનો ભેદ ભૂલી જઈને સહિયારાની ભાવના કેળવવી જોઈએ. બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે. આપણી હારથી સામેની વ્યક્તિને ખુશી થતી હોય, તો હારવામાં પણ મજા છે. આપણે ગીત ખુશીનાં ગાઈએ.

[In this poem there is a message for happy life. We should forget the difference of mine and yours and learn to have ours. Our happiness lies in other’s happiness. It is a pleasure in defeat if the opponent becomes happy in winning. Let’s sing the songs of pleasure.]

મારે તારે! કાવ્યની સમજૂતી

જો, આ મને ગમ્યું તે મારું, પણ તને ગમે તો તે તારું! મારું, તારું અને ગમવું, પણ ચાલ (આપણે) તે સહિયારું કરીએ.

(See, I liked it so it is mine, but if you like it, it is yours! Mine, yours and liking but let’s make it undivided.)

[1 – 4) તું જીતે અને ખુશી થાય, (તો) લેને હું ફરીફરીને હારું! આ ઇટ્ટા-કિટ્ટા (બાળકોની જેમ) એક ઘડીના હોય છે, પછી તો બધું પ્યારું પ્યારું જ હોય છે!

Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું!

[You win and become happy, then let me lose often! The ‘itta-kitta’ – silent (like the children) is for a moment, then it will be all right and lovely!)

હસીએ, રમીએ (તે) મીઠું લાગે, (પણ) થુ, આંસુ તો ખારું લાગે! (જો) ગીત (ગાવાનું) હોય તો તેમાં શા માટે અબોલા (રાખવા)? હું લલકારું (ગાઉ) (અને) તું ઝીલી લે! રમકડું હાથમાં હોય ત્યાં સુધી રમી લઈએ. એની મોજમાં મારું-તારું શું!

(We like it sweet when we laugh and play. But alas! we don’t like a drop of tear because it is sour (not sweet). If we want to sing a song, why should we be silent? I sing loudly and you sing afterwards! Let’s play with a toy till it is in our hand. Why there is mine – yours in the enjoyment !)

મારું તારું! શબ્દાર્થ (Meanings)

  • સહિયારું – ભેગું, ભાગ વહેંચ્યા ન હોય તેવું; undivided.
  • અબોલા – રિસાઈને અમુકની સાથે ન બોલવું તે; to be silent with unliked person.

Leave a Comment

Your email address will not be published.