Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ
Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ Textbook Questions and Answers
સિંહનું મૃત્યુ સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1.
‘સાવજ સીધો હાલ્યો ગ્યો હોત તો કાંય થવાનું નોતું” આ વાક્ય કોણ બોલે છે?
(A) ગામલોકો
(B) ગોવિંદભાઈ
(C) એહમદ
(D) લેખક
ઉત્તરઃ
(C) એહમદ
પ્રશ્ન 2.
સિંહનું માથું શાથી ફાટી ગયું ?
(A) હીરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી
(B) ખટારાના વ્હીલમાં આવી જતાં
(C) દીવાલ પડવાથી
(D) ખેતરમાં પડવાથી
ઉત્તરઃ
(A) હીરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી
પ્રશ્ન 3.
ડ્રાઇવરે પોતાના મિત્રને ફોન કર્યો. કારણ કે.
(A) ગાડીની બૅટરી ઊતરી ગઈ હતી.
(B) પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો.
(C) રાત્રે વાળુ કરવાનું બાકી હતું.
(D) ડ્રાઇવરને ચા-પાણી પીવા હતા.
ઉત્તરઃ
(B) પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો.
પ્રશ્ન 4.
‘સિંહનું મૃત્યુ’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) નવલકથાખંડ
(B) નવલિકા
(C) નિબંધ
(D) નાટક
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો?
ઉત્તરઃ
રાત્રિનો સમય હતો. પુલની બંને બાજુએથી વાહનો આવ્યાં. આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી સિંહ કંટાળી ગયો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઇરાદાએ છલાંગ મારી, પરંતુ નીચે હરણ નદીનો પથરાળ પટ હતો. તેથી ત્યાં પડતાં વેંત તેનું માથું ફાટી ગયું.
પ્રશ્ન 2.
સાસણ અને આજુબાજુનાં ગામમાં બંધ શા માટે પાળ્યો હતો?
ઉત્તર :
સિંહના અકાળે થયેલા મૃત્યુના બનાવ વિશે જે કોઈએ જાયું એણે અરેરાટી વ્યક્ત કરી. સિંહ પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે એના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને આજુબાજુનાં ગામોમાં લોકોએ બંધ પાળ્યો હતો.
3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
ઉત્તર :
રાત્રિના સાડા દસનો સમય હતો. સાસણમાં મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઇવરે વળાંક લેતાં જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. ડ્રાઇવરે ગાડી થોભાવી સાસણમાં રહેતા મિત્રને ફોન પર જાણ કરી. એવામાં પુલના સામે છેડેથી વાહન આવતું જોતાં, એણે પોતાના વાહનની હેડલાઈટ ચાલુ-બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવ્યું. પરિણામે સામેથી આવતું વાહન જરા ધીમું થયું પણ તેના ડ્રાઇવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહિ. મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી. ચીં…ઈ…ઈ અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું.
બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને સિંહે પુલની પાળી કૂદી. તેને એમ કે પેલી તરફના અંધારા ખેતરમાં જવાશે ! પરંતુ અહીં તો નીચે હીરણ નદી હતી. સિંહ હીરણના પથરાળ પટ પર પડ્યો. પડતાં વેંત સિંહનું માથું ફાટી ગયું.
આમ, સિંહનું અકાળે મૃત્યુ થયું.
પ્રશ્ન 2.
સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
ઉત્તર :
બેઉ તરફથી આવતાં વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈને, અવાજથી કંટાળી જઈને સિંહે પુલની પાળી કૂદવા છલાંગ મારી અને સીધો હીરણ નદીના પથરાળ પટ પર પડ્યો. પડતાં વેંત સિંહનું માથું ફાટી ગયું.
ડ્રાઇવરોએ બૂમો પાડીને ઊંધતા ગામને જગાડ્યું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેણે અરેરાટી વ્યક્ત કરી. વનખાતાના અધિકારીઓ, ડૉક્ટરો વગેરે આવી પહોંચ્યા. તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો.
તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાળ્યો. ઉપરાંત, સાસણની આજુબાજુનાં દસેક ગામોએ બંધ પાળીને પોતાનો શોક દર્શાવ્યો, પ્રાણી માટેની આત્મીયતા વ્યક્ત કરી.
Std 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ Additional Important Questions and Answers
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો: મક
પ્રશ્ન 1.
સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર “પુલ પર સાવજ છે ? એ વાત માનવા કેમ તૈયાર ન થયો?
ઉત્તરઃ
સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર પુલ પર સાવજ છે’ એ વાત માનવા તૈયાર ન થયો, કારણ કે એના પોતાના જન્મ પછી ક્યારેય આવી ઘટના બની ન હતી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
સિંહ કઈ નદીમાં પડ્યો?
ઉત્તર :
સિંહ હરણ નદીમાં પડ્યો.
પ્રશ્ન 2.
ડ્રાઇવરે કોને ફોન કર્યો?
ઉત્તર :
ડ્રાઇવરે પોતાના મિત્રને ફોન કર્યો.
પ્રશ્ન 3.
સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટની કઈ નવલકથાનો અંશ છે?
ઉત્તર :
“સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટની ‘અકૂપાર’ નવલકથાનો અંશ છે.
પ્રશ્ન 4.
“સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે કોણે બંધ પાળ્યો?
ઉત્તર :
સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને તેની આજુબાજુનાં દસેક ગામોમાં લોકોએ બંધ પાળ્યો.
પ્રશ્ન 5.
“તારો બાપ આ આગળ હાલ્યો જાય સે. આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
‘તારો બાપ આ આગળ હાલ્યો જાય સે”. આ વાક્ય ડ્રાઇવર બોલે છે.
પ્રશ્ન 6.
‘એ ભલે, દોયડે બાંધીને લેતો આવ્ય.’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
‘એ ભલે, દોયડે બાંધીને લેતો આવ્ય.” આ વાક્ય ડ્રાઇવરનો મિત્ર બોલે છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:
વ્યાકરણ
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
સૂમસામ
(અ) અવાવરું
(બ) નીરવ
(ક) એકાંત
ઉત્તર :
(બ) નીરવ
પ્રશ્ન 2.
અરણ્ય
(અ) મંગલ
(બ) ઋષિકુમાર
(ક) જંગલ
ઉત્તર :
(ક) જંગલ
પ્રશ્ન 3.
સિંહ
(અ) સાવજ
(બ) વનેચર
(ક) રાજા
ઉત્તર :
(અ) સાવજ
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
પરવા
(અ) પરવાનગી
(બ) બેપરવા
(ક) બેફિકર
ઉત્તરઃ
(બ) બેપરવા
પ્રશ્ન 2.
બેદરકારી
(અ) તકેદારી
(બ) અધિકારી
(ક) ઉમેદવારી
ઉત્તરઃ
(અ) તકેદારી
પ્રશ્ન 3.
શોક
(અ) શોખ
(બ) આનંદ
(ક) હતાશા
ઉત્તરઃ
(બ) આનંદ
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો :
પ્રશ્ન 1.
(અ) શામ્રાજ્ય
(બ) સામ્રાજ્ય
(ક) સામરાજ્ય
ઉત્તર :
(બ) સામ્રાજ્ય
પ્રશ્ન 2.
(અ) શીમેન્ટ
(બ) સીમેન્ટ
(ક) સિમેન્ટ
ઉત્તર :
(ક) સિમેન્ટ
પ્રશ્ન 3.
(અ) નિમિત્ત
(બ) નીમીત્ત
(ક) નિમીત
ઉત્તર :
(અ) નિમિત્ત
પ્રશ્ન 4.
(અ) શાર્દૂલ
(બ) દિવાલ
(ક) મંઝિલ
ઉત્તર :
(અ) શાર્દૂલ
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
દુકાન, શાર્દૂલ, અરણ્ય, પુલ, મંજિલ, સાવજ
ઉત્તરઃ
અરણ્ય, દુકાન, પુલ, મંજિલ, શાર્દૂલ, સાવજ
5. લિંગ શબ્દ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) રાત
(બ) શિકારી
(ક) ચિંતા
ઉત્તર :
(બ) શિકારી
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) સાવજ
(બ) સામ્રાજ્ય
(ક) દીવાલ
ઉત્તર :
(ક) દીવાલ
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) અરણ્ય
(બ) વ્યથા
(ક) રસ્તો
ઉત્તર :
(અ) અરણ્ય
6. વચન બદલો:
પ્રશ્ન 1.
રસ્તો
(અ) રસ્તોઓ
(બ) રસ્તા
(ક) રસ્તાં
ઉત્તરઃ
(બ) રસ્તા
પ્રશ્ન 2.
આંખો
(અ) આંખ
(બ) આંખા
(ક) આંખું
ઉત્તરઃ
(અ) આંખ
પ્રશ્ન 3.
અધિકારી
(અ) અધિકારિયો
(બ) અધીકારીઓ
(ક) અધિકાર
ઉત્તરઃ
(અ) અધિકારિયો
પ્રશ્ન 4.
સાધનો
(અ) સાધન
(બ) સાધના
(ક) સાધનું
ઉત્તરઃ
(અ) સાધન
7. અનુગ શોધો :
પ્રશ્ન 1.
દેશમાં તો આવો પહેલો બનાવ હશે.
ઉત્તરઃ
માં
પ્રશ્ન 2.
ડ્રાઇવરોએ હતાં તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા.
ઉત્તરઃ
એ, થી
8. નામયોગી શોધોઃ
પ્રશ્ન 1.
મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઇવરે જોયું હશે.
ઉત્તરઃ
તરફથી
પ્રશ્ન 2.
તેણે ફોન બાજુ પર મૂકી દીધો.
ઉત્તરઃ
પર
9. સંધિ છૂટી પાડોઃ
પ્રશ્ન 1.
નિષ્ફળ
(અ) નિઃ + ફળ
(બ) નીઃ + ફળ
(ક) નિષ + ફળ
ઉત્તર :
નિઃ + ફળ
પ્રશ્ન 2.
વાતાવરણ
(અ) વાતા + વરણ
(બ) વાત + આવરણ
(ક) વાતા + આવરણ
ઉત્તર :
વાત + આવરણ
10. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ
પ્રશ્ન 1.
જાત છતી થઈ જવી
ઉત્તરઃ
જેવું હોય તેવું દેખાઈ જવું
પ્રશ્ન 2.
અવલ મંજિલ
ઉત્તરઃ
દફનક્રિયા
સિંહનું મૃત્યુ Summary in Gujarati
પાઠ-પરિચય સિંહનું મૃત્યુ
[ધ્રુવ ભટ્ટ (જન્મઃ 08 -05-1947]
આ પાઠમાં સિંહના મૃત્યુની ઘટના છે. એક સિંહ ગામના પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુએથી આવતાં વાહનોની લાઇટમાં અંજવાઈ જાય છે અને પુલની દીવાલ કૂદી પડતાં નદીમાં પડીને મૃત્યુ પામે છે. સિંહના અગ્નિસંસ્કાર થાય છે. સાસણ અને તેની આજુબાજુનાં બીજાં દસેક ગામ સિંહના મૃત્યુના શોકમાં બંધ પાળે છે. આમ, આ પાઠમાં મનુષ્યની પ્રાણી માટેની આત્મીયતાનું આલેખન થયું છે.
[In this lesson there is an incident of a lion’s death. A lion is dazzled in the focus of the vehicles coming from each other’s opposite sides, jumps up the wall of the bridge, falls into a river and dies. The lion is given cremation. Sasan and surrounding about ten villages observe ‘bandh’ (non-functioning) in the grief of the lion’s death. Thus, there is a picture of intimacy of a man for an animal in this lesson.)
સિંહનું મૃત્યુ શબ્દાર્થ (Meanings)
- સૂમસામ – નીરવ; quiet.
- ખેરિયત – ક્ષેમકુશળ હોવું તે; state of happiness and good health.
- પરમ દિ–પરમ દિવસે; the day before yesterday.
- રાત્રે – રાત્રે; at night.
- માથેથી – ઉપરથી; from.
- હાવજ – સાવજ, સિંહ, વનરાજ, શાર્દૂલ; lion.
- પડતું મેલ્યું -કૂદી પડ્યો; fell down.
- મૈયત – મરણ, મરણ પામેલું; death.
- અજાણતાં-અણસમજથી; unknowingly.
- જોય જાણીને – સમજપૂર્વક, હેતુપૂર્વક; knowingly, intentionally.
- બેદરકારીથી – કાળજી વિના; carelessly.
- હાલ્યો જાય – ચાલ્યો જાય; is walking.
- દોયડે – દોરડે; with a rope.
- આવ્ય – આવ; come.
- શેરડો – કેડી, સાંકડો રસ્તો; narrow path.
- હાલ્યો ગ્યો –ચાલ્યો ગયો; walked.
- કાંય થાવાનું નોતું– કઈ થવાનું ન હતું; nothing was to happen.
- માણાં – માણસો; men.
- નંઈ – નહિ; no.
- ઈને–એને; he has.
- અરણ્ય -જંગલ; forest.
- કેડી –સાંકડો રસ્તો; narrow path, trail.
- બેઝિઝક – સહેલાઈથી; easily.
- ઓલીકોર – પેલી બાજુ; on that side.
- નથ્ય – નથી; not.
- ભાળવું – જોવું; to see.
- ઈંધી –બધી; all.
- હમજ – સમજ; understanding.
- અવાવરું બહુ વખતથી વપરાયા વિનાનો; unused for a long time.
- અરેરાટી – વ્યથા, આશ્ચર્ય, ચિંતા વગેરેથી ઉદ્ભવતો આઘાત; shock resulting from affliction, surprise, anxiety, etc.
- પામેલા; dead.
- અવલ મંજિલ – દફનક્રિયા; funeral ceremony.