GSEB Class 10 Science Notes Chapter 14 ઊર્જાના સ્ત્રોતો

This GSEB Class 10 Science Notes Chapter 14 ઊર્જાના સ્ત્રોતો covers all the important topics and concepts as mentioned in the chapter.

ઊર્જાના સ્ત્રોતો Class 10 GSEB Notes

→ ઊર્જા ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય.

→ તંત્રની કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે.

→ ઊર્જાના સ્ત્રોત (Source of energy): સરળતાથી ઊર્જા પૂરી પાડતા સ્ત્રોતને ઊર્જાના સ્ત્રોત કહે છે.
GSEB Class 10 Science Notes Chapter 14 ઊર્જાના સ્ત્રોતો 1

→ ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત (Good source of energy): જે ઊર્જાસ્રોત સરળતાથી ઉપલબ્ધ, સંગ્રહ તથા પરિવહનમાં સરળ તેમજ વધારે માત્રામાં કાર્ય કરે તેને ઊર્જાનો ઉત્તમ સ્રોત કહે છે.

GSEB Class 10 Science Notes Chapter 14 ઊર્જાના સ્ત્રોતો

→ અશ્મીભૂત બળતણ (Fossil fuel):

  • કોલસો, પેટ્રોલિયમ નીપજો અને કુદરતી વાયુ વગેરે અશ્મીભૂત બળતણ છે.
  • ઊર્જાની વધતી જતી માંગની પૂર્તિ મોટા ભાગે અશ્મીભૂત બળતણથી થાય છે. તે પુનઃ અપ્રાપ્ય કે ખૂટી જાય તેવો ઊર્જાસ્ત્રોત છે.

→ થર્મલ પાવર પ્લાન્ટમાં બળતણના દહન દ્વારા ઉષ્મા-ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉષ્મા-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર થાય છે.

→ ભારતમાં આપણી ઊર્જાની માંગનો ચોથો ભાગ જળવિદ્યુત પ્લાન્ટ (Hydropower Plant) દ્વારા પૂરો પાડવામાં આવે છે.

→ જૈવભાર (Biomass) બળતણ સ્રોત વનસ્પતિ અને પ્રાણિજ – ઉત્પાદન હોય તેને જૈવભાર કહે છે. બળતણ લાકડું, છાણાં વગેરે વનસ્પતિ અને પ્રાણિજ ઉત્પાદન બળતણ માટે ઉપયોગી છે. તેઓ જૈવભાર સ્રોત છે અને પરંપરાગત રીતે બળતણ તરીકે ઉપયોગી છે.

→ ચારકોલ (Charcoal) જ્યારે લાકડાનું મર્યાદિત ઑક્સિજનના પુરવઠામાં દહન થાય ત્યારે અવશેષરૂપે ચારકોલ પ્રાપ્ત થાય છે.

→ બાયોગેસ Biogas):

  • ગાયનું છાણ, કૃષિ-કચરો, શાકભાજીના અવશેષ તથા સુએજનું ઑક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતાં બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગૅસ લગભગ 75 % મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે.
  • બાયોગૅસ પ્લાન્ટ દ્વારા બળતણ વાયુ ઉપરાંત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.

→ પવન-ઊર્જા wind energy): વ્યાવસાયિક ધોરણે પવનમાં રહેલી ગતિ-ઊર્જાનો ઉપયોગ વિદ્યુત મેળવવા માટે કરવામાં આવે છે. ૦ પવન-ઊર્જા પર્યાવરણને સાનુકૂળ અને પુન:પ્રાપ્ય અસરકારક ઊર્જાસ્ત્રોત છે.

→ સૌર-ઊર્જા (solar energy) :

  • બધા ઊર્જાસ્રોતનું મૂળ સૌર-ઊર્જા છે. ભારત વર્ષના મોટા ભાગના સમય દરમિયાન સૌર-ઊર્જા મેળવે છે.
  • અત્યારના સમયમાં સૌરકૂકર, સોલર વૉટર હીટર, સોલર સેલ ઑનલ વગેરે વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

→ સામુદ્રિક ઊર્જા (Oceanic energy) : ભરતી ઊર્જા, તરંગ| ઊર્જા અને સમુદ્રતાપીય ઊર્જાને સામુદ્રિક (સમુદ્રમાંથી મળતી) ઊર્જા ગણવામાં આવે છે. ભરતી અને ઓટ દરમિયાન સમુદ્રની સપાટીનો તફાવત ભરતી ઊર્જા (Tidal energy) આપે છે. સમુદ્રમાં જ્યાં વધુ તીવ્ર તરંગો હોય ત્યાં તરંગ-ઊર્જાતwave energy)નો વ્યાવહારિક ઉપયોગ કરી શકાય છે. સમુદ્રની સપાટીના પાણી અને ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનના તફાવત દ્વારા સમુદ્રતાપીય ઊર્જા (Ocean thermal energy) પ્રાપ્ત થાય છે.

→ ભૂતાપીય ઊર્જા (Geothermal energy) : ગરમ પાણીના ઝરા (Hot spring) નજીક ખડકોમાં જકડાયેલી વરાળમાંથી ઉખા ઊર્જા મેળવી શકાય છે. તેને ભૂતાપીય ઊર્જા કહે છે.

GSEB Class 10 Science Notes Chapter 14 ઊર્જાના સ્ત્રોતો

→ ન્યુક્લિયર ઊર્જા (Nuclear energy) : તે ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા મેળવવામાં આવે છે. (1) ન્યુક્લિયર વિખંડન (Nuclear fission) – યુરેનિયમના પરમાણુનું વિભાજન (2) ન્યુક્લિયર સંલયન (Nuclear fusion) -બે હલકા ન્યુક્લિયસ(હાઇડ્રોજનના સમસ્થાનિકોને જોડી ભારે ન્યુક્લિયસ(હિલિયમ)નું નિર્માણ

→ CNG (Compressed Natural Gas): પેટ્રોષ સને 24 ડીઝલની સરખામણીમાં CNG સ્વચ્છ વૈકલ્પિક બળતણ છે.

→ પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable energy) : આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પ્રાપ્ત ઊર્જા સતત આવર્તીય પ્રવાહના રૂપમાં પ્રાપ્ત થાય છે. તેને પુનઃપ્રાપ્ય ઊર્જા કહે છે.

Leave a Comment

Your email address will not be published.