GSEB Class 10 Science Notes Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન

This GSEB Class 10 Science Notes Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન covers all the important topics and concepts as mentioned in the chapter.

નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન Class 10 GSEB Notes

→ નૈસર્ગિક સ્ત્રોતો (Natural resources) મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્રોતોને નૈસર્ગિક સ્રોતો કહે છે. જમીન, પાણી, હવા, જંગલો, વન્ય જીવો, કોલસો, પેટ્રોલિયમ વગેરે નૈસર્ગિક સ્ત્રોતોનાં ઉદાહરણ છે.

→ ગંગા નદીના પાણીની ગુણવત્તાની જાળવણી અને સફાઈ માટે 1985માં ગંગા સફાઈ યોજના(Ganga Action Plan)ની શરૂઆત કરવામાં આવી. પાણીમાં કોષિફોર્મ જીવાણુ (Coliform bacteria) – હાજરી, પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી દૂષિત હોવાનું સૂચવે છે.

→ કેટલાંક માપન યોગ્ય પરિબળો કે કારકોનો ઉપયોગ પાણીની જરૂરી ગુણવત્તાની જાળવણી અને પ્રદૂષણ માપન માટે કરવામાં આવે છે. સાર્વત્રિક સૂચકUિniversal indicator)ની મદદથી પાણીની pH સરળતાથી તપાસી શકાય છે. પાણીના pHનું સ્તર 6.5–8.5 હોય, તો તે પીવાલાયક ગણાય છે.

→ બધા જ સજીવોના લાભ માટે નૈસર્ગિક સ્ત્રોતોના નિયંત્રિત ઉપયોગને જાળવણી (Conservation) કહે છે.

GSEB Class 10 Science Notes Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન

→ પર્યાવરણ બચાવવા માટેના પાંચ “R:

 1. Reduce (ઓછો ઉપયોગ),
 2. Recycle (પુનઃચક્રીયકરણ),
 3. Reuse (પુનઃઉપયોગિતા),
 4. Refuse (ના પાડવી) અને
 5. Repurpose (હેતુ ફેર કરવો).
  • ઓછો ઉપયોગ તેનો અર્થ વસ્તુનો ઉપયોગ ઘટાડી નૈસર્ગિક સ્રોતો બચાવવા.
  • પુનઃચક્રીયકરણ : તેનો અર્થ નકામાં ગણાતાં દ્રવ્યોમાંથી વિવિધ પ્રક્રિયા દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ કરવું.
  • પુનઃઉપયોગિતા તેનો અર્થ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો. કોઈ વસ્તુ તેના પ્રાથમિક અને મૂળ હેતુ માટે વધારે ઉપયોગી ન રહે ત્યારે અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કરવો.
  • ના પાડવી તેનો અર્થ પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનોને ખરીદવાની ના પાડવી.
  • હેતુ ફેર કરવો તેનો અર્થ કોઈ ઉત્પાદનનો ઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઈ શકે તો બીજા હેતુ માટે ઉપયોગ કરવો.

→ સુપોષિત વિકાસની સંકલ્પના (The concept of sustainable development) : મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ તેમજ વિકાસને પ્રોત્સાહિત કરે છે. આર્થિક વિકાસ એ પર્યાવરણ-સંરક્ષણ અને જાળવણી સાથે સંબંધિત છે.

→ નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનની જરૂરિયાત નીચેના કારણોસર છે:

 • તે ભવિષ્યની પેઢીઓ માટે જળવાઈ રહે.
 • તેનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતે થાય.
 • પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તેનો ઉપયોગ થાય.

→ જંગલો (Forests) અગત્યનો પુનઃપ્રાપ્ય નૈસર્ગિક સ્ત્રોત છે. વિવિધ પ્રકારનાં સજીવ-સ્વરૂપોની વિશાળ શ્રેણી જંગલોમાં જોવા મળે છે. જંગલો જૈવ-વિવિધતાના “વિશિષ્ટ સ્થળ” (Biodiversity hot spot) છે.

→ જંગલ-સંરક્ષણ સાથે સંકળાયેલા સહભાગીઓ stakeholders of forest protection) :

 • જંગલમાં કે તેની નજીક રહેતા લોકો
 • સરકારી વનવિભાગ
 • ઉદ્યોગપતિઓ
 • વન્ય જીવ અને પ્રકૃતિપ્રેમીઓ

→ ભારત સરકારે પ્રાણી-સંરક્ષણ માટે અમૃતાદેવી બશ્નોઈ નેશનલ Buais(Amrita Devi Bishnoi National Award for wildlife conservation)ની વ્યવસ્થા કરી છે. આ પુરસ્કાર અમૃતાદેવી બીગ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, કે જેમણે 1731માં ખેજરી વૃક્ષોને બચાવવા 363 લોકોની ‘સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

→ ચીપકો આંદોલન (Chipko movement) 1970ના શરૂઆતના દશકામાં ગઢવાલના ‘રેની’ નામના ગામથી શરૂ થયું હતું. ચીપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે થયું હતું.

→ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના અરાબારી (Arabari) વનવિસ્તારમાં સાલ વૃક્ષનાં જંગલોને સ્થાનિક ગ્રામવાસીઓના સહયોગથી સંરક્ષણ આપી, સમૃદ્ધ કરવામાં આવ્યાં.

→ જંગલ વિસ્તારમાં એક જ પ્રકારનાં વૃક્ષો પાઇન (ચીડ), સાગ કે નીલગિરિના વાવેતર વનવિભાગ માટે લાભકારક સ્રોત બને છે. પરંતુ તેનાથી જંગલ- વિસ્તારની જૈવ-વિવિધતા મોટા પાયે નાશ પામે છે.

→ પૃથ્વી પર વસતા બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાત પાણી છે. મીઠા પાણી માટે વરસાદ ખૂબ અગત્યનો સ્ત્રોત છે. મોટા બંધ(Damમાં પાણીનો પર્યાપ્ત માત્રામાં સંગ્રહ સિંચાઈ માટે તેમજ વિદ્યુત-ઉત્પાદન માટે ઉપયોગી છે. મોટા બંધ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ સર્જે છે.

GSEB Class 10 Science Notes Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન

→ પાણીનો સંગ્રહ (Water harvesting) કરવાનું વ્યવસ્થાપન માત્ર પાણીનો સંગ્રહ કરતા ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવક વધારવાનો નથી, પરંતુ શુષ્કતા તેમજ પૂરને શાંત કરવાનું છે. ડિૉ. રાજેન્દ્ર સિંઘ 2015માં પાણી-સંરક્ષણનું ઈનામ જીત્યા. તેમને “India’s Waterman’ તરીકે ઓળખવામાં આવે છે.

→ અશ્મી બળતણ (Fossil fuels) એટલે કે કોલસો અને પેટ્રોલિયમ લાખો વર્ષો પૂર્વે સજીવોના જૈવભારના વિઘટનથી ઉત્પન્ન થયા છે. ઊર્જાસંબંધી મોટા ભાગની જરૂરિયાતો કોલસા અને પેટ્રોલિયમના ભંડારોમાંથી સંતોષવામાં આવે છે. આપણે ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ વધારી અશ્મી બળતણ પરનું અવલંબન ઘટાડવાની જરૂરિયાત છે. કોલસો અને પેટ્રોલિયમ સમાપ્ત થઈ જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્ત્રોત છે.

Leave a Comment

Your email address will not be published.