GSEB Class 10 Science Notes Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

This GSEB Class 10 Science Notes Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર covers all the important topics and concepts as mentioned in the chapter.

ઍસિડ, બેઇઝ અને ક્ષાર Class 10 GSEB Notes

→ ઍસિડ (Acid) તે સ્વાદે ખાટા હોય છે. તે ભૂરા લિટમસપેપરને લાલ કરે છે. તે H+(aq) આયન મુક્ત કરે છે. તેના pHનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે. ઍસિડિક ગુણ માટે H+(aq) આયન જવાબદાર છે.

→ બેઈઝ (Base) તે સ્વાદે તૂરા હોય છે. તે લાલ લિટમસપેપરને ભૂરું કરે છે. તે OH(aq) આયન મુક્ત કરે છે. તેના pHનું મૂલ્ય 7 કરતાં વધુ હોય છે. બેઝિક ગુણ માટે OH(aq) આયન જવાબદાર છે.

→ સૂચક (Indicatory : તે ઍસિડ અને બેઇઝની હાજરીમાં રંગપરિવર્તન કરે છે અથવા ઍસિડ કે બેઈઝની હાજરીમાં વાસ બદલે છે.

  • કૃત્રિમ સૂચકોઃ મિથાઇલ ઑરેન્જ અને ફિનોલ્ફથેલિન
  • કુદરતી સૂચકો (Indicators): લાલ કોબીજનાં પાન, હળદર, વેનિલા, ડુંગળી

→ ઍસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને અનુરૂપ ક્ષાર (Salt) આપે છે. જ્યારે બેઈઝ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થતા ક્ષારનો કણ આયન એ ધાતુ અને ઑક્સિજન સાથે જોડાય છે.

GSEB Class 10 Science Notes Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

→ ઍસિડ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ ક્ષાર, કાર્બન ડાયૉક્સાઈડ વાયુ અને પાણી આપે છે.

→ પાણીમાં બનાવેલા ઍસિડિક અને બેઝિક દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે, કારણ કે તેઓ અનુક્રમે હાઈડ્રોજન આયન H+(aq) અને હાઇડ્રૉક્સાઇડ આયન OH(aq) ઉત્પન્ન કરે છે.

→ pH માપક્રમ (pH scale): તે ઍસિડ અને બેઇઝની પ્રબળતા નક્કી કરવા વપરાય છે.

  • ઍસિડિક દ્રાવણ : pH < 7, pOH > 7
  • બેઝિક દ્રાવણ pH > 7, pOH < 7
  • તટસ્થ દ્રાવણ : pH = 7, pOH = 7

→ સજીવોમાં ચયાપચયની પ્રક્રિયાઓ મહત્તમ pH સ્તરે (7.0થી 7.8ની હદમાં) થતી હોય છે.

→ સાંદ્ર ઍસિડ અથવા બેઈઝનું પાણી સાથેનું મિશ્રણ અત્યંત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

→ તટસ્થીકરણ પ્રક્રિયા (Neutralisation reaction): જે પ્રક્રિયામાં ઍસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. દૈનિક જીવનમાં તેમજ ઉદ્યોગોમાં ક્ષારનો ઉપયોગ વિવિધ સ્તરે થાય છે.

→ પદાર્થ (સંયોજન) અને તેના ઉપયોગો :

  • વેનિલા અર્ક, ડુંગળી, લવિંગ : ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે
  • મિલ્ક ઑફ મૅગ્નેશિયા: ઍન્ટાસિડ તરીકે
  • સોડિયમ ક્લોરાઈડ (NaC): સોડિયમ હાઈડ્રૉક્સાઈડ અને બેકિંગ સોડા, ધોવાનો સોડા, બ્લીચિંગ પાઉડરની બનાવટમાં તથા દૈનિક જીવનમાં.
  • સોડિયમ હાઇડ્રૉક્સાઈડ (NaOH) સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધીકરણમાં, પ્રયોગશાળામાં.
  • બ્લીચિંગ પાઉડર (CaOCl2) : વિરંજક તરીકે, જંતુનાશક તરીકે અને ઑક્સિડેશનકર્તા તરીકે.
  • બેકિંગ સોડા (ખાવાનો સોડા -NaHCO3) ઍન્ટાસિડ તરીકે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં, ખોરાકને નરમ બનાવવા તથા સોડા-ઍસિડ અગ્નિશામક તરીકે.
  • વૉશિંગ સોડા (ધોવાનો સોડા – Na2CO3) કાચ, સાબુની બનાવટમાં, સફાઈકર્તા તરીકે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં તથા પ્રયોગશાળામાં.
  • પ્લાસ્ટર ઑફ પેરિસ (CaSO4. \(\frac{1}{2}\)H2O) : બાંધકામ ઉદ્યોગમાં, ફ્રક્વરમાં, બ્લેકબોર્ડના ચૉક, પૂતળાં બનાવવાં, બીબાં બનાવવા તથા પ્રયોગશાળામાં.

Leave a Comment

Your email address will not be published.