GSEB Class 10 Science Notes Chapter 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ

This GSEB Class 10 Science Notes Chapter 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.

તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ Class 10 GSEB Notes

→ આધુનિક સમયમાં 118 તત્ત્વો જાણીતાં છે, તે પૈકી 94 તત્ત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે.

→ તત્ત્વોનું વર્ગીકરણ તેમના ગુણધર્મોની સમાનતાના આધારે કરવામાં આવ્યું છે.

→ તત્ત્વોના વર્ગીકરણનો પ્રયાસ ડોબરેનર, ન્યુલૅન્ડ, મેન્ડેલીફ, લોથર મેયર અને હેન્રી મોસલેએ કર્યો હતો.

→ ડોબરેનરની ત્રિપુટીનો નિયમ (Law of Dohereiner’s triads) : ત્રિપુટીનાં ત્રણ તત્ત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતાં મધ્યમાં રહેલા તત્ત્વનું પરમાણ્વીય દળ અન્ય બે તત્ત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું હોય છે.

→ ચુલૅન્ડનો અષ્ટકનો નિયમ (Newland’s law of octaves) : તત્ત્વોને જ્યારે તેમનાં પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્ત્વથી આઠમા ક્રમે આવતું તત્ત્વ સમાન ગુણધર્મો ધરાવે છે.

→ મેન્ડેલીફનો આવર્ત નિયમ (Mendeleev’s Periodic law) : તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે.

GSEB Class 10 Science Notes Chapter 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ

→ મેન્ડેલીફે તત્ત્વોનું વર્ગીકરણ ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે, એમ બે પ્રકારે કર્યું હતું.

→ મેન્ડેલીફે સ્ટેડિયમ (SC), ગેલિયમ (Ga) અને જર્મેનિયમ(Ge)ને અનુક્રમે એકા-બોરોન, એકા-ઍલ્યુમિનિયમ અને એકા-સિલિકોન તરીકે ઓળખાવ્યા હતા.

→ સમસ્થાનિક (Isotopes) : એક જ તત્ત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય, તેવાં તત્ત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે.

→ હેન્રી મોસેલે દર્શાવ્યું કે તત્ત્વના પરમાણ્વીય દળની સરખામણીમાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે.

→ આધુનિક આવર્ત નિયમ (The modern periodic law) : તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે.

→ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વોનું વર્ગીકરણ 18 સમૂહ અને 7 આવર્તમાં કરવામાં આવ્યું છે.

આવર્ત ક્રમ તત્ત્વની સંખ્યા
1 2
2 8
3 8
4 18
5 18
6 32
7 અધૂરો આવર્ત

→ કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રૉનની મહત્તમ સંખ્યા = 2n જ્યાં, n = કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ

→ આવર્ત કોષ્ટકમાં જે-તે તત્ત્વનું સ્થાન તેની રાસાયણિક ક્રિયાશીલતા વિશે માહિતી આપે છે.

→ આવર્તનીય ગુણધર્મો (Periodic properties) તત્ત્વોના જે ગુણધર્મો તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચના પર આધાર રાખે છે, તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે.

→ સંયોજકતા (Valency) તત્ત્વની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. અથવા કોઈ પણ તત્ત્વની અન્ય તત્ત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે.

→ આવર્તમાં તત્ત્વની સંયોજકતા પ્રથમ વધે (1થી 4) ત્યારબાદ ઘટે (4થી ) છે. જ્યારે કોઈ એક જ સમૂહનાં બધાં જ તત્ત્વોની સંયોજકતા નિશ્ચિત જ રહે છે.

→ પરમાણ્વીય કદ – Atomic size (પરમાણ્વીય ત્રિજ્યા – Atomic radius) એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણ્વીય કદ (પરમાણ્વીય ત્રિજ્યા) કહે છે.

→ કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાનું, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા વધવાનું વલણ ધરાવે છે.

GSEB Class 10 Science Notes Chapter 5 તત્ત્વોનું આવર્તી વર્ગીકરણ

→ આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્ત્વો ડાબી બાજુએ, અધાતુ તત્ત્વો જમણી બાજુએ અને અર્ધધાતુ (મેટેલોઇડ) તત્ત્વો મધ્યમાં વર્ગીકૃત કર્યા છે.

→ આધુનિક આવર્ત કોષ્ટકમાં બોરોન (B), સિલિકોન (Si), જર્મેનિયમ (Ge), આર્સેનિક (As), ઍન્ટિમની Sb), ટેલ્યુરિયમ (Te) અને પોલોનિયમ (Po) મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે, તેમને મેટેલોઇડ અથવા અર્ધધાતુ તત્ત્વો કહે છે.

→ ધાતુ તત્ત્વો સ્વભાવે વિદ્યુત ધન, જ્યારે અધાતુ તત્ત્વો વિદ્યુત ત્રણ છે.

→ સામાન્ય રીતે અધાતુ તત્ત્વોના ઑક્સાઇડ ઍસિડિક, જ્યારે ધાતુ – તત્ત્વોના ઑક્સાઇડ બેઝિક હોય છે.

→ પરમાણ્વીય ક્રમાંક (Atomic number) (Z) : પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે.

Leave a Comment

Your email address will not be published.