GSEB Class 10 Science Notes Chapter 6 જૈવિક ક્રિયાઓ

This GSEB Class 10 Science Notes Chapter 6 જૈવિક ક્રિયાઓ covers all the important topics and concepts as mentioned in the chapter.

જૈવિક ક્રિયાઓ Class 10 GSEB Notes

→ સજીવનો નિર્દેશ (Indication of life) : હલનચલન દર્શાવવું . એ સજીવનું લક્ષણ છે. હલનચલન દશ્ય કે અદશ્ય, વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્ય સંબંધિત હોઈ શકે. વાઇરસને સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી ગણવામાં આવે છે.

→ જૈવિક ક્રિયાઓ (Life Processes) :

  • બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. તેને જૈવિક ક્રિયાઓ કહે છે.
  • સામાન્ય જૈવિક ક્રિયાઓ (Common Life Processes) : બધા જ સજીવોમાં સામાન્ય જૈવિક ક્રિયાઓ પોષણ, શ્વસન, ઉત્સર્જન અથવા ચયાપચયિક કચરાનો નિકાલ, વૃદ્ધિ, વહન, હલનચલન, નિયંત્રણ અને સંકલન, પ્રજનન વગેરે છે.

→ પોષણ Nutrition) : ઊર્જાના સ્રોતને ખોરાકરૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે.

GSEB Class 10 Science Notes Chapter 6 જૈવિક ક્રિયાઓ

→ પોષણના પ્રકાર (Modes of Nutrition) : પોષણના બે મુખ્ય પ્રકાર છે :
(1) સ્વયંપોષી પોષણ (Autotrophic Nutrition): ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યશક્તિ, પાણી અને કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત – લૂકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.

  • પ્રકાશસંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. લીલી વનસ્પતિઓ અને કેટલાક પ્રકાશસંશ્લેષી જીવાણું(બૅક્ટરિયા) સ્વયંપોષી સજીવો છે.
  • પ્રકાશસંશ્લેષણનું સમીકરણ :

GSEB Class 10 Science Notes Chapter 6 જૈવિક ક્રિયાઓ 1

વનસ્પતિઓમાં તરત જ ઉપયોગમાં ન લેવાતા ગ્યુકોઝ કાર્બોદિતનો સ્ટાર્ચકણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે.

(2) વિષમપોષી પોષણ (Heterotrophic Nutrition): અન્ય સજીવો દ્વારા તૈયાર કરાયેલા જટિલ પોષક દ્રવ્યો(ખોરાક)નો ઉપયોગ કરતા સજીવોને વિષમપોષી સજીવો કહે છે. તેઓ ક્લોરોફિલ ધરાવતા નથી અને તેથી તેમનો ખોરાક જાતે તૈયાર કરતા નથી. બધાં પ્રાણીઓ, ફૂગ, અમરવેલ વગેરે વિષમપોષી સજીવો છે.

→ પાચન (Digestion) : ખોરાકના જટિલ ઘટકોનું ઉલ્લેચકોની મદદથી સરળ, દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે. પાચનને અંતે ઉત્પન્ન થતાં પોષક દ્રવ્યો સરળતાથી શોષાઈ શકે છે.

  • પ્રાણીઓમાં પોષણ માટે પાચન આવશ્યક ક્રિયા છે. એકકોષી પ્રાણી અમીબા, પેરામીશિયમ વગેરેમાં કોષાંતરીય પાચન અને મનુષ્યમાં પાચનનળી(પાચનગુહા)માં કોષબાહ્ય – પાચન થાય છે.
  • મનુષ્યની પાચનનળી (Human’s alimentary canal) તે મુખથી મળદ્વાર સુધી લંબાયેલી અને મુખડુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ધરાવે છે. પાચનનળી સાથે સંકળાયેલી ગ્રંથિઓ પાચનમાં મદદ કરે છે.
  • લાળગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડ સહાયક ગ્રંથિઓ છે. મનુષ્યમાં લાળરસ, જઠરરસ, પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ પાચનની ક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
  • મનુષ્યની પાચનનળીનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ભાગ નાનું આંતરડું છે. આમ છતાં, નાના આંતરડાની લંબાઈનો આધાર પ્રાણીના ખોરાકના પ્રકાર પર રહેલો છે.
    ઉદાહરણ ઘાસ ખાનારાં શાકાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું લાંબું, જ્યારે માંસાહારી પ્રાણીઓમાં ટૂંકું હોય છે.
  • રસાંકુરો (Villi): નાના આંતરડાના શેષાંત્રના અસ્તરમાં આંગળી જેવા પ્રવધો આવેલા છે, તેને રસાંકુરો કહે છે. તે પાચિત ખોરાક અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

→ શ્વસન (Respiration) સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા લૂકોઝ જેવા ખોરાક સ્રોતનું ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે.

  • આ ક્રિયા જીવંત કોષોની અંદર થતી હોવાથી તેને કોષીય શ્વસન પણ કહે છે. શ્વસનની ક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા ATPમાં સંગ્રહ થાય છે.
  • ATP મોટા ભાગની કોષીય પ્રક્રિયાઓ માટે ઊર્જાચલણ છે.

→ શ્વસનના પ્રકારો (Types of Respiration):
(1) જાવક શ્વસનઃ ઑક્સિજનની હાજરીમાં થતું શ્વસન.

(2) અજારક શ્વસનઃ ઑક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. જારક શ્વસનમાં મુક્ત થતી ઊર્જા અજારક શ્વસનની તુલનામાં ઘણી વધારે હોય છે.

  • જારક શ્વસન કરતા સજીવોમાં પૂરતો ઑક્સિજન પ્રાપ્ત થવો અને કાર્બન ડાયૉક્સાઈડ દૂર થવો જરૂરી છે.
  • વનસ્પતિઓ વાયુઓનો વિનિમય પરંધ્રો વાયુરંધ્રો દ્વારા કરે છે.
  • પર્ણરંધ્રો પર્ણની સપાટી પર આવેલાં સૂક્ષ્મ છિદ્રો છે.
  • શ્વાસોચ્છવાસ (Breathing) : કારક શ્વસન કરતાં પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસ અગત્યની ક્રિયા છે. સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો શ્વાસદર ઘણો વધારે હોય છે.

→ મનુષ્યનું શ્વસનતંત્ર (Human Respiratory system) : આ તંત્ર નસકોરાં, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ અને ફેફસાં ધરાવે છે. દરેક શ્વાસવાહિકા વાયુકોષ્ઠમાં અંત પામે છે. ફેફસાંમાં ફુગ્ગા જેવી અસંખ્ય રચનાઓ વાયુકોષ્ઠો આવેલા છે. વાયુકોષ્ઠો વાતવિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. મનુષ્યમાં લાલ રંગના રક્તકણોમાં શ્વસનરંજક દ્રવ્ય હીમોગ્લોબિન આવેલું હોય છે. તે ફેફસાંમાં દાખલ થતી હવામાંથી ઑક્સિજન ગ્રહણ કરી પેશીઓ સુધી પહોંચાડે છે.

→ રુધિર (Blood): મનુષ્યમાં વિવિધ પદાર્થોના વહન માટે પ્રવાહી સંયોજક પેશી રુધિર છે. રુધિરના પ્રવાહી માધ્યમ રુધિરરસમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો નિલંબિત હોય છે.રક્તકણો ઑક્સિજનનું વહન કરે છે. ત્રાકકણો ઈજાસ્થાને રુધિરના સાવને ગંઠાવવામાં મદદ કરી રુધિરના વ્યયને અવરોધે છે.

  • મનુષ્યનું હૃદય Human Heart) શંકુ આકારનું, ચતુષ્મડીયા સ્નાયુલ અંગ છે. તેમાં ઉપર બે કર્ણક અને નીચે બે ક્ષેપક આવેલા છે. હૃદયના ડાબા ખંડોમાં ઑક્સિજનયુક્ત રુધિર અને જમણા ખંડોમાં ઑક્સિજનવિહીન રુધિર હોય છે.
  • માછલીનું હૃદય માત્ર બે ખંડોનું, ઉભયજીવી અને મોટા ભાગનાં સરીસૃપ પ્રાણીઓ ત્રિખંડી હૃદય ધરાવે છે.
  • રુધિરવાહિનીઓ (Blood vessels) : ધમનીઓ, શિરાઓ અને રુધિરકેશિકાઓ રુધિરવાહિનીઓ છે. ધમનીઓમાં રુધિરનો પ્રવાહ હૃદયથી શરીરનાં વિવિધ અંગો તરફ અને શિરાઓમાં રુધિરનો પ્રવાહ વિવિધ અંગોથી હૃદય તરફ હોય છે.

→ લસિકા (Lymph) : તે રુધિરરસ જેવું, રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવતું અન્ય પ્રકારનું પ્રવાહી છે. તે વહનમાં મદદરૂપ છે.

GSEB Class 10 Science Notes Chapter 6 જૈવિક ક્રિયાઓ

→ વનસ્પતિઓમાં વહન (Transportation in Plants)

  • ઉચ્ચ વનસ્પતિઓમાં પાણી અને ખનીજ ક્ષારોનું વહન જલવાહક અને સંશ્લેષિત કાર્બનિક દ્રવ્યોનું વહન અન્નવાહક વડે થાય છે.
  • જલવાહકના વાહક એકમોઃ જલવાહિનિકી, જલવાહિની
  • અન્નવાહકના વાહક એકમોઃ ચાલનીનલિકા, સાથીકોષો
  • જલવાહકમાં દ્રવ્યોનું વહન મૂળથી શરૂ થઈ ઊર્ધ્વદિશામાં જ્યારે અન્નવાહકમાં દ્રવ્યોનું વહન બંને દિશામાં ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ થાય છે.
  • ઉચ્ચ વનસ્પતિઓમાં જલવાહિનિકી અને જલવાહિનીઓમાં બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણબળથી પાણી ઉપરની દિશામાં ખેંચાય છે.
  • રાત્રિના સમયગાળામાં પાણીના વહનમાં મૂળદાબની અસર વધારે અગત્યની છે.
  • બાષ્પોત્સર્જન (Transpiration): વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન (ઉસ્વેદન) કહે છે.
  • ખોરાકનું સ્થળાંતરણ (Translocation of Food): અન્નવાહક પેશી દ્વારા પ્રકાશસંશ્લેષણની દ્રાવ્ય નીપજોના વહનને ખોરાકનું સ્થળાંતરણ કહે છે.

→ ઉત્સર્જન (Excretion) :

  • પ્રાણીશરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.
  • મોટા ભાગના એકકોષીય સજીવો તેમની કોષસપાટી વડે સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યોનો પાણીમાં ત્યાગ કરે છે.

→ મનુષ્યનું ઉત્સર્જનતંત્ર (Excretory system of Human): તે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનું બનેલું છે. પ્રત્યેક મૂત્રપિંડમાં પાયારૂપ અનેક ગાળણ એકમો આવેલાં છે. તેને મૂત્રપિંડનલિકાઓ કહે છે.

→ વનસ્પતિઓમાં ઉત્સર્જન (Excretion in Plants) : વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે પ્રાણીઓથી સંપૂર્ણ ભિન્ન પદ્ધતિઓ આવેલી છે. ઉત્સર્ગ દ્રવ્યો કોષીય રસધાનીમાં સંગ્રહ પામે અથવા રાળ અને ગુંદર સ્વરૂપે જૂની જલવાહકમાં સંચય પામે છે. વનસ્પતિનાં કેટલાંક ઉત્સર્ગ દ્રવ્યો આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત થાય છે.

Leave a Comment

Your email address will not be published.