GSEB Class 10 Science Notes Chapter 7 નિયંત્રણ અને સંકલન

This GSEB Class 10 Science Notes Chapter 7 નિયંત્રણ અને સંકલન covers all the important topics and concepts as mentioned in the chapter.

નિયંત્રણ અને સંકલન Class 10 GSEB Notes

→ પર્યાવરણમાં થતા ફેરફારના પ્રતિચારરૂપે સજીવો દ્વારા હલનચલન દર્શાવવામાં આવે છે.

→ પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચારરૂપે ચોક્કસ હલનચલનની ક્રિયા પ્રેરિત થાય છે. કેટલાંક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે, જ્યારે કેટલાંક વૃદ્ધિ સંબંધિત નથી.

→ શરીરમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.

→ચેતાપેશીનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ ચેતાકોષ (Neuron) છે. ચેતાકોષની રચનાના ભાગ : કોષકાય, શિખાતંતુઓ અને અક્ષતંતુ. ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકૃત કરવામાં આવે છે.

પરાવર્તી ક્રિયા (Reflex action): મગજનાં ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે.

→ પરાવર્તી કમાન (Reflex arc): પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી (સંવેદી) ચેતા અને બહિર્વાહી (પ્રેરક કે ચાલક) ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. – ઐચ્છિક ક્રિયાઓ voluntary actions) પ્રાણીની ઇચ્છા વડે નિયંત્રિત હોય છે. ચેતાતંત્ર સંદેશાને પ્રસારિત કરવા માટે વીજ-આવેગો(Electrical impulse)નો ઉપયોગ કરે છે.

GSEB Class 10 Science Notes Chapter 7 નિયંત્રણ અને સંકલન

→ મનુષ્યનું ચેતાતંત્ર (Human nervous system):

  • મધ્યસ્થ (Central) ચેતાતંત્ર તે મગજ અને કરોડરજ્જુથી રચાયેલું હોય છે.
  • પરિઘવર્તી (Peripheral) ચેતાતંત્ર તે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓથી રચાયેલું છે.

→ મગજ(Brain)ના મુખ્ય ભાગો

  • અગ્રમગજ
  • મધ્યમગજ અને
  • પશ્ચમગજ.

→ મગજ એ અસ્થિઓની બનેલી મસ્તક (Cranium) અને કરોડરજ્જુ કરોડસ્તંભ(Vertebral column)માં સુરક્ષિત હોય છે. સ્નાયુકોષ(Muscle celમાં થતું હલનચલન કોષીય સ્તરે થતું સૌથી સરળ હલનચલન છે. વનસ્પતિઓ ચેતાતંત્ર કે સ્નાયુપેશી ધરાવતી નથી. વનસ્પતિઓ બે પ્રકારનાં હલનચલન દર્શાવે છે વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત. ૦ લજામણી (Touch-me-not) લજામણીનાં પર્ણો સ્પર્શની પ્રતિક્રિયારૂપે ઝડપથી બિડાઈ જાય છે. આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી.

→ વટાણાનાં સૂત્રો (Tendrls) સ્પર્શ માટે સંવેદનશીલ છે. પર્યાવરણીય પરિબળો જેવાં કે, પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી વગેરે વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગોમાં દિશા બદલે છે. તેને સદિશ કે આવર્તન (Tropic) હલનચલન કહે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં રાસાયણિક સંકલન જોવા મળે છે.

→ ઑક્ઝિન, જીબરેલિન અને સાયટોકાઇનિન વનસ્પતિના વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવો છે. ઍબ્લિસિક ઍસિડ વનસ્પતિનો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે.

→ પ્રાણીઓમાં રાસાયણિક સંકલન ચેતારસાયણ (Neurotrans mitters) અને અંતઃસ્ત્રાવો (Hormones) વડે થાય છે.

→ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (Endocrine glands) નલિકાવિહીન ગ્રંથિઓ છે, જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.

→ અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં મુક્ત થાય છે અને તેમના કાર્યસ્થાન તરફ વહન પામે છે.

GSEB Class 10 Science Notes Chapter 7 નિયંત્રણ અને સંકલન

→ માનવશરીરમાં પિટરી ગ્રંથિ, પિનીયલ ગ્રંથિ, થાઇરૉઇડ ગ્રંથિ, પેરાથાઇરૉઇડ ગ્રંથિ, થાયમસ ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ અને શુક્રપિંડ અથવા અંડપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. અંતઃસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ(Feedback mechanisms)થી નિયંત્રિત થાય છે.

Leave a Comment

Your email address will not be published.