Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી Important Questions and Answers.
GSEB Class 10 Social Science Important Questions Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ? વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ગરીબી એ …………………….. ખ્યાલ છે.
A. પરિમાણાત્મક
B. સ્પર્ધાત્મક
C. ગુણાત્મક
ઉત્તરઃ
C. ગુણાત્મક
પ્રશ્ન 2.
ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક ………………………… રજૂ કર્યો હતો.
A. બોર્ડ ઓરેએ
B. હેન્રી જ્યૉજે
C. સ્ટીફન મોરેએ
ઉત્તરઃ
A. બોર્ડ ઓરેએ
પ્રશ્ન 3.
UNDP -2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈ. સ. 2011 – 12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ………………………….. % હતું.
A. 21.65
B. 26.93
C. 21.92
ઉત્તરઃ
C. 21.92
પ્રશ્ન 4.
ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ …………………………. રાજ્યમાં છે.
A. બિહાર
B. છત્તીસગઢ
C. અસમ
ઉત્તરઃ
B. છત્તીસગઢ
પ્રશ્ન 5.
ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય …………………………… છે.
A. પંજાબ
B. ગુજરાત
C. ગોવા
ઉત્તરઃ
C. ગોવા
પ્રશ્ન 6.
ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ……… % જોવા મળ્યું હતું.
A. 12.08
B. 16.63
C. 20.10
ઉત્તરઃ
B. 16.63
પ્રશ્ન 7.
ખેતીવાડીના ભાવોની સ્થિરતા માટે સરકારે ‘……………………….’ ની રચના કરી છે.
A. ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ
B. ક્ષતિયુક્ત કૃષિભાવ પંચ
C. ન્યાયી કૃષિભાવ પંચ
ઉત્તરઃ
B. ક્ષતિયુક્ત કૃષિભાવ પંચ
પ્રશ્ન 8.
‘…………………………….. ‘ હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું છે.
A. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન
B. મિશન મંગલમ્
C. ઈ-નામ્ યોજના
ઉત્તરઃ
C. ઈ-નામ્ યોજના
પ્રશ્ન 9.
‘આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ એ ………………………. નું સૂત્ર છે.
A. મનરેગા
B. મિશન મંગલમ્
C. ઈ-નામ્ યોજના
ઉત્તરઃ
A. મનરેગા
પ્રશ્ન 10.
18થી 65 વર્ષની ઉંમરના શહેર અને ગ્રામીણ બેરોજગારોને ………………………. યોજના હેઠળ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
A. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ
B. બાજપાઈ બૅન્કેબલ
C. દત્તોપંત ટૅગડી કારીગર વ્યાજ સહાય
ઉત્તરઃ
B. બાજપાઈ બૅન્કેબલ
પ્રશ્ન 11.
………………………… ને કારણે ગરીબી ઉદ્ભવે છે.
A. બેરોજગારી
B. નિરક્ષરતા
C. ભ્રષ્ટાચાર
ઉત્તરઃ
A. બેરોજગારી
પ્રશ્ન 12.
ગુજરાત સરકારે અન્ન સુરક્ષા ધારા હેઠળ ………………………… યોજના અમલમાં મૂકી છે.
A. મનરેગા
B. અંત્યોદય
C. મા અન્નપૂર્ણા
ઉત્તરઃ
C. મા અન્નપૂર્ણા
પ્રશ્ન 13.
લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં ઈ. સ. 2013-14માં બેરોજગારીનો દર ……… % જોવા મળ્યો હતો.
A. 6.2
B. 4.5
C. 5.4
ઉત્તરઃ
C. 5.4
પ્રશ્ન 14.
લેબર બ્યુરોના સર્વે મુજબ ઈ. સ. 2013-14માં ગુજરાતમાં દર હજારે ……… વ્યક્તિઓ બેરોજગાર હતી.
A. 10
B. 12
C. 18
ઉત્તરઃ
B. 12
પ્રશ્ન 15.
ઈ. સ. 2013માં દેશમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર …………………………….. % હતો.
A. 7.7
B. 6.6
C. 8.8
ઉત્તરઃ
A. 7.7
પ્રશ્ન 16.
ભારતમાં એક અંદાજ પ્રમાણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા ……………………………… % લોકો યુવાનો છે.
A. 26
B. 15
C. 18
ઉત્તરઃ
B. 15
પ્રશ્ન 17.
વિશ્વની વસ્તીના ……………………. % યુવાનો ભારતમાં છે.
A. 77
B. 55
C. 66
ઉત્તરઃ
C. 66
પ્રશ્ન 18.
ભારતના ……………………… રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું છે.
A. કેરલ
B બિહાર
C. ઝારખંડ
ઉત્તરઃ
A. કેરલ
પ્રશ્ન 19.
………………………….. એ બેરોજગારી-નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા છે.
A. શ્રમ મંત્રાલય
B. રોજગાર વિનિમય કેન્દ્ર
C. મૉડેલ કેરિયર સેન્ટર
ઉત્તરઃ
B. રોજગાર વિનિમય કેન્દ્ર
પ્રશ્ન 20.
વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને ………………………… કહે છે.
A. બુદ્ધિધનનું બહિર્ગમન
B. વિશ્વ-શ્રમબજાર
C. શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા
ઉત્તરઃ
B. વિશ્વ-શ્રમબજાર
પ્રશ્ન 21.
યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગસાહસિક બની સ્વરોજગાર તરફ ………………….. યોજના પ્રેરે છે.
A. મેક ઇન ઇન્ડિયા
B. સ્ટાર્ટ-અપ ઇન્ડિયા
C. ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા
ઉત્તરઃ
A. મેક ઇન ઇન્ડિયા
પ્રશ્ન 22.
ભારતમાં ઈ. સ. 2009-2010માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના …………………….. ટકા હતું.
A. 31.2
B. 30.6
C. 29.8
ઉત્તરઃ
C. 29.8
પ્રશ્ન 23.
ભારતમાં ઈ. સ. 2009-2010માં …………………………. કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા.
A. 35.47
B. 32.62
C. 31.12
ઉત્તરઃ
A. 35.47
પ્રશ્ન 24.
વિશ્વબૅન્કે ભારતમાં ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US $ ………. (ડૉલર) નક્કી કરી હતી.
A. 1.80
B. 1.90
C. 1.70
ઉત્તરઃ
B. 1.90
પ્રશ્ન 25.
ગરીબીરેખાથી નીચે જીવન જીવતા લોકો એટલે ………………………….. .
A. MPL
B. BPL
C. WPL
ઉત્તરઃ
B. BPL
પ્રશ્ન 26.
………………….. જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે.
A. શહેર
B. રેલવે
C. ગામડું
ઉત્તરઃ
C. ગામડું
પ્રશ્ન 27.
જાહેર વિતરણ પ્રણાલી એટલે ……………………….. .
A. PDS
B. PKL
C. ATS
ઉત્તરઃ
A. PDS
પ્રશ્ન 28.
વાજબી ભાવની દુકાનો એટલે ……………………… .
A. PRSS
B. FPSS
C. STRC
ઉત્તરઃ
B. FPSS
પ્રશ્ન 29.
ગરીબી એ કેવો ખ્યાલ છે?
A. રાષ્ટ્રીય
B. સામાજિક
C. ગુણાત્મક
D. સાર્વત્રિક
ઉત્તરઃ
C. ગુણાત્મક
પ્રશ્ન 30.
ગરીબીરેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો?
A. બોર્ડ મૂરેએ
B. બોર્ડ જેમ્સ
C. બોર્ડ વૂડેએ
D. બોર્ડ ઓરેએ
ઉત્તરઃ
D. બોર્ડ ઓરેએ
પ્રશ્ન 31.
ભારતમાં ગરીબાઈનું સૌથી નીચે પ્રમાણ કયા રાજ્યમાં છે?
A. ઉત્તર પ્રદેશ
B. બિહાર
C. ગોવા
D. ગુજરાત
ઉત્તરઃ
C. ગોવા
પ્રશ્ન 32.
રાજ્ય સરકાર કયા પાક માટે તદ્દન નજીવા દરે બૅન્ક દ્વારા ધિરાણ પૂરું પાડે છે?
A. સઘન
B. ખરીફ
C. રવી
D. જાયદ
ઉત્તરઃ
B. ખરીફ
પ્રશ્ન 33.
ગુજરાત સરકાર છેલ્લા દસકાથી ક્યા પ્રકારના મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપે છે?
A. ગરીબ સ્વાવલંબન મેળા
B. કૃષિ કલ્યાણ મેળા
C. મુખ્યમંત્રી સહાય મેળા
D. ગરીબ કલ્યાણ મેળા
ઉત્તરઃ
D. ગરીબ કલ્યાણ મેળા
પ્રશ્ન 34.
ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે?
A. જાતિવાદ
B. કોમવાદ
C. ગરીબી
D. પ્રાદેશિક અસમાનતા
ઉત્તરઃ
C. ગરીબી
પ્રશ્ન 35.
બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે?
A. રોજગાર વિનિમય કચેરી
B. કલેક્ટર કચેરી
C. મામલતદાર કચેરી
D. જિલ્લા પંચાયત
ઉત્તરઃ
A. રોજગાર વિનિમય કચેરી
પ્રશ્ન 36.
આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે?
A. રાષ્ટ્રીય આવકની સમસ્યા
B. નિરક્ષરતાની સમસ્યા
C. બેરોજગારીની સમસ્યા
D. વિદેશી મૂડીરોકાણની સમસ્યા
ઉત્તરઃ
C. બેરોજગારીની સમસ્યા
પ્રશ્ન 37.
રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા કયાં મૅગેઝિન પ્રસિદ્ધ થાય છે?
A. કારકિર્દી, વિનિમય
B. રોજગાર, કારકિર્દી
C. કેરિયર, વ્યવસાય
D. રોજગાર, માર્ગદર્શન
ઉત્તરઃ
B. રોજગાર, કારકિર્દી
પ્રશ્ન 38.
બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે?
A. માળખાગત સુવિધાઓ વધારવી
B. ઉત્પાદકીય માળખું બદલવું
C. રોજગારીની તકો સર્જવી
D. કામના બદલામાં અનાજ આપવું
ઉત્તરઃ
C. રોજગારીની તકો સર્જવી
પ્રશ્ન 39.
આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર કયો છે?
A. ભ્રષ્ટાચાર
B. બેરોજગારી
C. કાળું નાણું
D. મોંઘવારી
ઉત્તરઃ
B. બેરોજગારી
પ્રશ્ન 40.
દેશના બુદ્ધિધનનું બહિર્ગમન – “બ્રેઇન ડ્રેઇન’ (Brain Drain) એ શું છે?
A. વિશ્વ-શ્રમબજાર
B. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર
C. શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા
D. વૈશ્વિકીકરણનું એક લક્ષણ
ઉત્તરઃ
B. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર
પ્રશ્ન 41.
ડિસેમ્બર, 2015 સુધીમાં ભારતમાં કેટલાં રોજગાર વિનિ કેન્દ્રો હતાં?
A. 892
B. 468
C. 947
D. 1272
ઉત્તરઃ
C. 947
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રો(UN)ના પ્રમુખ બોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
ભારતમાં ઈ. સ. 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 % હતું.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ભારતમાં સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય ગુજરાત છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
ઈ. સ. 2011-12માં ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 5.09 % જોવા મળ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
દેશમાં ભાવોની સ્થિરતા માટે “ક્ષતિમુક્ત કૃષિભાવ પંચની રચના કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખરુ
પ્રશ્ન 8.
અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુજરાતમાં સમૃદ્ધ અન્નપૂર્ણા યોજના’ અમલમાં આવી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
સ્ટાર્ટ-અપ ઇન્ડિયા” યોજના યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ-સાહસિક બની સ્વરોજગાર તરફ પ્રેરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા રોજગારલક્ષી કાર્યક્રમ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
ગરીબીને કારણે બેરોજગારી ઉદ્ભવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં ઈ. સ. 2013-14માં બેરોજગારીનો દર 5.4 % જેટલો હતો.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 13.
ભારતમાં ઈ. સ. 2013માં સ્ત્રીઓનો બેરોજગારીનો દર 12.12 % જોવા મળ્યો હતો.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 14.
ગામડાઓમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 15.
ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
વિશ્વની વસ્તીના 66 % લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 17.
બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી દરેક ગ્રામપંચાયતમાં કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 18.
વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને વિશ્વ શ્રમબજાર’ કહે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 19.
બુદ્ધિધનનું બહિર્ગમન “બ્રેઇન ડ્રેઇન (Brain Drain) એ – આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમબજાર છે.
ઉત્તર:
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગરીબી એ કેવો ખ્યાલ છે?
ઉત્તર:
ગુણાત્મક
પ્રશ્ન 2.
WHOના નિયામક ખ્યોર્ડ ઓરેએ શાનો ખ્યાલ રજૂ કર્યો હતો?
ઉત્તર:
ગરીબીરેખાનો
પ્રશ્ન 3.
ગરીબીનો કયો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે?
ઉત્તર:
સાપેક્ષ ગરીબીનો
પ્રશ્ન 4.
ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કર્યું છે?
ઉત્તર:
છત્તીસગઢ
પ્રશ્ન 5.
ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કર્યું છે?
ઉત્તર:
ગોવા
પ્રશ્ન 6.
“આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’ એ કયા રોજગારલક્ષી કાર્યક્રમનું સૂત્ર છે?
ઉત્તર:
મનરેગા (NREGA)
પ્રશ્ન 7.
બેરોજગારીના કારણે કઈ સમસ્યા ઉદ્ભવે છે?
ઉત્તર:
ગરીબી
પ્રશ્ન 8.
કઈ બે સમસ્યાઓ સગી બહેનો છે?
ઉત્તર:
ગરીબી અને બેરોજગારી
પ્રશ્ન 9.
કઈ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી તેમજ મની જગ્યા-પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી આપે છે?
ઉત્તર:
રોજગાર વિનિમય કેન્દ્ર
પ્રશ્ન 10.
વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને શું કહેવામાં આવે છે?
ઉત્તર:
વિશ્વ-શ્રમબજાર
પ્રશ્ન 11.
ગુજરાતમાં અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના અમલમાં આવી છે?
ઉત્તર:
મા અન્નપૂર્ણા યોજના
પ્રશ્ન 12.
ભારત સરકારે કઈ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે?
ઉત્તર:
ઈ-નામ યોજના
પ્રશ્ન 13.
ભારતીય અર્થતંત્ર કેવું છે?
ઉત્તર:
પછાત અને રૂઢિચુસ્ત
પ્રશ્ન 14.
કઈ સમસ્યા આપણા દેશના આયોજનની સૌથી નબળી કડી છે?
ઉત્તર:
બેરોજગારીની સમસ્યા
પ્રશ્ન 15.
ગરીબીનું મુખ્ય કારણ કયું છે?
ઉત્તર:
બેરોજગારી
નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
બેરોજગારીનો અર્થ જણાવી, તેના પ્રકારો વિગતે ચર્ચો.
અથવા
બેરોજગારી એટલે શું? બેરોજગારીનાં મુખ્ય સ્વરૂપો જણાવો. (August 20)
ઉત્તરઃ
બેરોજગારીનો અર્થઃ બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઇચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિ.
1. ઋતુગત બેરોજગારીઃ ભારતમાં કૃષિક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ત્રણથી પાંચ મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને ‘ઋતુગત કે “મોસમી બેરોજગારી કહે છે.
2. ઘર્ષણજન્ય બેરોજગારીઃ ચીજવસ્તુઓના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલૉજીને સ્થાને નવી ટેક્નોલૉજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. આમ, ટેક્નોલૉજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને “ઘર્ષણજન્ય બેરોજગારી’ કહે છે.
૩. માળખાગત બેરોજગારીઃ ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા માળખાકીય સુવિધાઓના અભાવે “માળખાગત બેરોજગારી’ ઉદ્ભવે છે.
4. પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત્ તેને ઉત્પાદનકાર્યમાંથી દૂર કરવામાં આવે તોપણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય એવી સ્થિતિને “પ્રચ્છન્ન છુપી) બેરોજગારી’ કહે છે.
5. ઔદ્યોગિક બેરોજગારી ઔદ્યોગિક ક્ષેત્રે વિજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલૉજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી’ કહે છે.
6. શિક્ષિત બેરોજગારી: ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી’ કહે છે.
પ્રશ્ન 2.
ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ (સ્વરૂપ) વર્ણવો.
ઉત્તરઃ
બેરોજગારીની વ્યાખ્યાઃ બેરોજગારી એટલે વેતનના ‘ પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિ.
ભારતમાં બેરોજગારીની વિશાળતાનું પ્રમાણ (સ્વરૂપ) નીચે પ્રમાણે છે:
ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. તેમજ દેશમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે અને વ્યાપક છે.
- ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે NSS)ના આધારે ભારતમાં બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવે છે.
- ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં 118 મિલિયન લોકો બેરોજગાર હતા. તેમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. દેશમાં 15થી 24 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા.
- લેબર બ્યુરોના સર્વે મુજબ ઈ. સ. 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 6.4 % અને ગુજરાતમાં દર હજારે 12 વ્યક્તિઓનો એટલે કે 1.2% હતો.
- ઈ. સ. 2009-10માં ભારતમાં શહેરી વિસ્તારમાં દર હજારે 34 વ્યક્તિઓ (3.4 %) અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ (1.6 %) બેરોજગાર હતી.
- ઈ. સ. 2013માં ભારતમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર 7.7% હતો.
- ભારતમાં સિક્કિમ, કેરલ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ-કશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે.
- ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઓછું છે.
- એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના 68 % યુવાનો છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :
પ્રશ્ન 1.
ગરીબીરેખા એટલે શું? ગરીબીનું માપન શી રીતે થાય છે?
ઉત્તરઃ
ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO World Health Organisation)ના નિયામક બોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો.
- અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન-પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ તથા કૅલરીને આધારે જીવનધોરણની નક્કી કરેલ સપાટીને “ગરીબીરેખા’ કહેવામાં આવે છે.
- ગરીબીનું માપન કરવા માટે બે રીતો છેઃ
(1) કોઈ એક કુટુંબ દ્વારા હું વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે અને
(2) કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. (કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્યસંખ્યા નિર્ધારિત છે.)
- અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજારભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
- ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સાથે સરખામણી કરતાં નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે.
- ઉદાહરણ : A = ₹ 10,000; B = ₹20,000 અને C = ₹ 30,000 અહીં ત્રણ વ્યક્તિઓની આવક જુદી જુદી છે. B વ્યક્તિની તુલનાએ A વ્યક્તિની આવક ઓછી હોવાથી A ટું વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ ગણાય. તેવી જ રીતે C વ્યક્તિની તુલનાએ A અને B વ્યક્તિની આવક ઓછી હોવાથી તે બંને સાપેક્ષ રીતે ગરીબ ગણાશે.
પ્રશ્ન 2.
શ્રમશક્તિના આયોજન માટે કયાં કયાં પગલાં ભરી : શકાય? તે
અથવા
જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે, તો “શ્રમશક્તિનું યોગ્ય આયોજન” શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે તે સમજાવો.(March 20)
ઉત્તર:
શ્રમશક્તિનું યોગ્ય આયોજન કરવાથી શિક્ષિત બેરોજગારી મહદ્અંશે દૂર કરી શકાય છે. હાલના સમયમાં શ્રમશક્તિના આયોજન માટે નીચે મુજબનાં પગલાં ભરી શકાય:
- કયૂટર, ઇન્ફર્મેશન ટેકનોલૉજી (માહિતી તનિક), ફાર્માક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ (ધંધાકીય વ્યવસ્થાપન), પ્રોસેસ આઉટ સોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ મેનેજમેન્ટ, ઑફિસ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ વગેરે નવાં ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી તેને અનુરૂપ નવા અભ્યાસક્રમો શાળા-કૉલેજોમાં શરૂ કરવા જોઈએ.
- પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોના નવા અભ્યાસક્રમો શાળા-કૉલેજોમાં દાખલ કરવા જોઈએ. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોમાં સુધારણા અને નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી નોકરીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડી શકાય.
- આજની શ્રમશક્તિની માંગને અનુરૂપ શાળામાં ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો બદલવા જોઈએ.
- માધ્યમિક શિક્ષણને અંતે વિદ્યાર્થીઓ સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ અને ડિપ્લોમાના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયાટીવી-ફ્રિજ-ઍરકન્ડિશનર-મોબાઇલ રિપેરિંગ, ઑટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુટર સાયન્સ વગેરેનો વ્યાપ વધારવો જોઈએ.
- આ અભ્યાસક્રમોની પ્રત્યક્ષ તાલીમ લઈને તૈયાર થયેલા કુશળ કારીગરો કે ટેકનિશિયનો પોતાનો નાનો ઉદ્યોગ કે ધંધો શરૂ કરી, સ્વરોજગારી મેળવી શકશે.
- શ્રમશક્તિના આયોજન માટે સ્થાનિક ઉદ્યોગો અને ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ વચ્ચે સંકલન થાય, તો સ્થાનિક જરૂરિયાતો મુજબ શ્રમનો પુરવઠો ઊભો કરી, રોજગારીની તકોનું સર્જન કરી શકાય.
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
આયોજનની ખામી ગરીબીનું જવાબદાર પરિબળ છે.
ઉત્તર:
ભારતમાં પ્રવર્તમાન ગરીબી માટે મહઅંશે આયોજન હેઠળ અપનાવેલી વ્યુહરચના જવાબદાર છે.
- ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં શરૂઆતની પંચવર્ષીય યોજનાઓમાં મોટા અને ભારે ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. એના પરિણામે ખેતીક્ષેત્રના વિકાસ પર પૂરતું ધ્યાન આપી શકાયું નહિ. આયોજનમાં ખેતીક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રની અવગણના કરવામાં આવી.
- આ ઉપરાંત, નાના ઉદ્યોગો, ગૃહઉદ્યોગો, હસ્તક્લા અને હુન્નર ઉદ્યોગો, સ્વાથ્ય, શિક્ષણ, તાલીમ વગેરે તરફ પણ દુર્લક્ષ સેવાયું.
- ગામડાં કરતાં શહેરોની સવલતોમાં વધારો થાય તેમજ ગરીબોની પ્રાથમિક જરૂરિયાતોને સ્થાને શ્રીમંત લોકોનાં મોજશોખ અને સુખસગવડની વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે એવું આયોજન કરવામાં આવ્યું. પરિણામે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થઈ શક્યો નહિ.
- આજે દેશની વસ્તીના ચોથા ભાગના લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.
આમ, આયોજનની ખામી ગરીબીનું જવાબદાર પરિબળ છે.
પ્રશ્ન 2.
આવકની અસમાન વહેંચણી ગરીબીનું કારણ છે.
ઉત્તર:
આવકની અસમાન વહેંચણી એટલે રાષ્ટ્રીય આવકમાં સમાજના નિમ્ન વર્ગના લોકોનો નજીવો હિસ્સો.
- આયોજન હેઠળ જે આર્થિક વિકાસ થાય છે, તેના મોટા ભાગના લાભો સમાજના નિમ્ન વર્ગના લોકો સુધી પહોંચતા નથી.
- આયોજનને લીધે થયેલા વિકાસ કાર્યક્રમોના લાભો સમાજના નબળા અને ગરીબ વર્ગની સરખામણીમાં શ્રીમંતોને વધારે મળ્યા છે.
- શ્રીમંત ખેડૂતોને જ ખેતીક્ષેત્રે મૂડીરોકાણ, અદ્યતન ટેક્નોલૉજી, સિંચાઈ, ધિરાણ, સબસિડી વગેરેની સવલતોના લાભો મળ્યા છે.
- શહેરોમાં ઉદ્યોગોમાં થયેલી આવકવૃદ્ધિનો લાભ થોડાક ઉદ્યોગપતિઓને મળ્યો છે. પરિણામે શ્રીમંતો વધુ શ્રીમંત બન્યા છે અને ગરીબો વધુ ગરીબ બન્યા છે.
- આવકની અસમાન વહેંચણીને લીધે રાષ્ટ્રીય આવકમાં સમાજના નિમ્ન વર્ગના લોકોને નજીવો હિસ્સો મળ્યો છે.
પ્રશ્ન 3.
નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે.
ઉત્તરઃ
સરકારી કાયદાઓ, નિયમો, શોધો વગેરે સમજવા માટે શિક્ષણ અનિવાર્ય છે.
- ભારતના ગરીબો નિરક્ષર અને અજ્ઞાની હોવાથી તેઓ તેમના લાભાર્થે ઘડેલા કાયદાઓનો લાભ લઈ શકતા નથી.
- વળી, નિરક્ષરતાને લીધે ગરીબોની કાર્યક્ષમતા સુધરતી નથી. તેઓ સ્વાવલંબી બની સ્વતંત્રપણે રોજગારીની નવી તકો સર્જી શકતા નથી. પરિણામે તેઓ ગરીબ જ રહે છે.
- કેટલાંક સ્થાપિત હિતો ગરીબોની નિરક્ષરતા, અજ્ઞાનતા અને અશક્તિનો લાભ ઉઠાવી તેમનું આર્થિક શોષણ કરે છે.
- બેજવાબદાર અને ભ્રષ્ટાચારી રાજકારણીઓ તેમજ સરકારનું ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ વહીવટીતંત્ર પણ ગરીબોની નિરક્ષરતાનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરે છે.
આમ, ગરીબો નિરક્ષર હોવાથી આ બધી પરિસ્થિતિ તેમને સહન કરવી પડે છે. ખરેખર, નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ગરીબીરેખા નીચે જીવતા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો.
ઉત્તર:
ગરીબીરેખા નીચે જીવતા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો નીચે પ્રમાણે છે :
- એ લોકો માટે રેશનકાર્ડના આધારે જાહેર વિતરણ પ્રણાલી શરૂ કરી છે.
- એ લોકો માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી છે.
- એ લોકોને વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન જેવી વપરાશી જીવનજરૂરિયાતો નિયત જથ્થામાં રાહતદરે આપવામાં આવે છે.
પ્રશ્ન 2.
બેરોજગારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી?
ઉત્તર:
જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનદર કરતાં વધુ વેતન માગે; જેમનો 15થી 60 વર્ષ વચ્ચેના વયજૂથમાં સમાવેશ થતો ન હોય; જેઓ અપંગ, અશક્ત, રોગિષ્ઠ, વૃદ્ધ, આળસુ અને ગૃહિણી હોય તેમજ જેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી.
પ્રશ્ન 3.
બેરોજગારી એટલે શું? તેના પ્રકાર જણાવો.
ઉત્તર:
બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા (ઇચ્છા), યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ.
પ્રશ્ન 4.
ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે શું શું કરવું જોઈએ? . (ચાર ઉપાયો જણાવો.)
ઉત્તર:
ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે નીચેના ઉપાયો કરવા જોઈએ:
- દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો જોઈએ.
- શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગૃહઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હુન્નર ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવો જોઈએ.
- જમીનસુધારણાના કાર્યક્રમનો અને જમીનની ટોચમર્યાદાના કાયદાનો ચુસ્ત તથા અસરકારક અમલ કરવો જોઈએ.
- ગ્રામીણ વિસ્તારોમાં રોજગારવૃદ્ધિના ઉપાયો અને કાર્યક્રમોનો અસરકારક અમલ કરવો જોઈએ.
પ્રશ્ન 5.
વિશ્વ-શ્રમબજાર શાથી ઉદ્ભવે છે?
ઉત્તરઃ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં છે વેપાર, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં જાય છે, તેથી વિશ્વ-શ્રમબજાર ઉદ્ભવે છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
આજે ભારત કઈ ગંભીર અને જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે?
ઉત્તરઃ
આજે ભારત વસ્તીવધારો, ભૂખમરો, ભ્રષ્ટાચાર, ફુગાવો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, ભાવવધારો, આતંકવાદ વગેરે ગંભીર અને જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
પ્રશ્ન 2.
ગરીબી એટલે શું? અથવા ગરીબી કોને કહેવાય છે?
ઉત્તરઃ
સમાજનો મોટો વર્ગ ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની એવી સ્થિતિને “ગરીબી’ કહેવાય છે. .આ સ્થિતિમાં રહેતી વ્યક્તિને “ગરીબ’ ગણવામાં આવે છે.)
પ્રશ્ન 3.
અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબો કોને ? કહે છે?
ઉત્તર:
ગ્રામીણ કે શહેરી બંને વિસ્તારોમાં ગરીબીરેખાથી નીચે જીવતાં કુટુંબોની આવક ઘણી ઓછી છે એવાં કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબીરેખા નીચે (BPL-Below Poverty Line) જીવતાં કુટુંબો કહે છે.
પ્રશ્ન 4.
ગરીબીરેખા એટલે શું?
ઉત્તરઃ
અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન-પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલરીને આધારે જીવનધોરણની નક્કી કરેલ સપાટીને “ગરીબીરેખા’ કહે છે.
પ્રશ્ન 5.
ગરીબીરેખાથી નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની કઈ બે રીતો છે?
ઉત્તરઃ
ગરીબીરેખાથી નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીતો છેઃ
- કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે અને
- કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે (કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય-સંખ્યા).
પ્રશ્ન 6.
નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે શું?
ઉત્તરઃ
નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ, કઠોળ, દૂધ, ૪ શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજારભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું તે.
પ્રશ્ન 7.
સાપેક્ષ ગરીબી એટલે શું?
ઉત્તરઃ
સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ (તુલનાત્મક) ગરીબી કહે છે.
પ્રશ્ન 8.
સાપેક્ષ રીતે ગરીબ કોણ છે?
ઉત્તરઃ
ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સાથે સરખામણી કરતાં નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે.
પ્રશ્ન 9.
સાપેક્ષ રીતે ગરીબ હોવું એટલે શું?
ઉત્તર:
સાપેક્ષ રીતે ગરીબ હોવું એટલે સમાજના બીજા વર્ગની તુલનામાં આવક કે ખરીદશક્તિ ઓછી હોવી તે.
પ્રશ્ન 10.
ભારતના આયોજનપંચે ઈ. સ. 2011-12માં ગરીબીરેખા નક્કી કરવા માટે ન્યૂનતમ ખર્ચનું કયું ધોરણ નિર્ધારિત કર્યું હતું?
ઉત્તર:
ભારતના આયોજનપંચે ઈ. સ. 2011 – 12માં ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે માથાદીઠ ₹816 – એટલે કે કુટુંબદીઠ ₹ 4080 અને શહેરી વિસ્તાર માટે માથાદીઠ ₹ 1000 એટલે કે કુટુંબદીઠ ₹5000 માસિક વપરાશી ખર્ચનું ધોરણ 3 નિર્ધારિત કર્યું હતું.
પ્રશ્ન 11.
ભારતમાં ઈ. સ. 2009-10માં ગરીબોની સંખ્યા અને 3 ગરીબીનું પ્રમાણ કેટલું હતું? ઈ. સ. 2011-12માં આ સંખ્યા અને પ્રમાણ કેટલાં થયાં હતાં?
ઉત્તર:
ભારતમાં ઈ. સ. 2009 – 10માં ગરીબોની સંખ્યા 35.47 કરોડ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8 % 3 હતું. તે ઘટીને ઈ. સ. 2011-12માં ગરીબોની સંખ્યા 27 કરોડ { થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9 % થયું હતું.
પ્રશ્ન 12.
વિશ્વબેન્કે આંતરરાષ્ટ્રીય ધોરણે તુલના થઈ શકે એ માટે ઈ. સ. 2012માં ગરીબીરેખાના ધોરણ માટે કેટલી આવક નક્કી કરી હતી?
ઉત્તર:
વિશ્વબૅન્ક આંતરરાષ્ટ્રીય ધોરણે તુલના થઈ શકે એ માટે ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $ 1.90 $(યુ.એસ.એ. ડૉલર) નક્કી કરી હતી.
પ્રશ્ન 13.
UNDP -2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈ. સ. 2011-12માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું?
ઉત્તર:
UNDP – 2015ના રિપૉર્ટ મુજબ ભારતમાં ૨ ઈ. સ. 2011 – 12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 %- ૬ હતું, તે પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 25.7 % અને શહેરી વિસ્તારમાં 3 13.7 % ગરીબીનું પ્રમાણ હતું.
પ્રશ્ન 14.
UNDP-2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 3 ઈ. સ. 2011-12માં ગરીબીરેખા નીચે જીવતા લોકોની સંખ્યા કેટલી હતી?
ઉત્તર:
UNDP – 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં { ઈ. સ. 2011-12માં કુલ 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં 21.65 કરોડ અને શહેરી વિસ્તારમાં 5.28 કરોડ લોકો ગરીબીરેખા 3 નીચે જીવતા હતા.
પ્રશ્ન 15.
ભારતમાં સૌથી વધારે અને સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ધરાવતાં રાજ્યો કયાં છે?
ઉત્તર:
ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ (36.93 %) છે; જ્યારે સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય ગોવા (5.09 %) છે.
પ્રશ્ન 16.
ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે કયા કયા લોકો ગરીબી રેખા નીચે : જીવન જીવી રહ્યા છે?
ઉત્તર:
ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે મુખ્યત્વે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરે ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યા છે.
પ્રશ્ન 17.
ભારતમાં શહેરી ક્ષેત્રે કયા કયા લોકો ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યા છે?
ઉત્તર:
ભારતમાં શહેરી ક્ષેત્રે મુખ્યત્વે કામચલાઉ મજૂરો, બેરોજગાર દૈનિક શ્રમિકો, ઘરનોકરો, રિક્ષાચાલકો, ચા-નાસ્તાની લારીગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઑટોમૅરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો વગેરે ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યા છે.
પ્રશ્ન 18.
ભારતમાં ધનિક વર્ગ વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ શાથી બન્યા છે?
ઉત્તર:
ભારતમાં આયોજનના આર્થિક વિકાસના લાભો સમાજના ગરીબ વર્ગની તુલનામાં ધનિકોને વધુ પ્રમાણમાં મળ્યા છે. આમ, આર્થિક લાભોનું વિસ્તરણ ન થતાં ભારતમાં ધનિક વર્ગ વધુ ધનિક – અને ગરીબો વધુ ગરીબ બન્યા છે.
પ્રશ્ન 19.
ભારત સરકારે આવકની અસમાનતા દૂર કરવા કરવેરાની નીતિમાં શો ફેરફાર કર્યો છે?
ઉત્તર:
ભારત સરકારે આવકની અસમાનતા દૂર કરવા ગરીબોને જીવનજરૂરિયાતોની વસ્તુઓ મળી રહે, એ વસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ, સેવાઓ, મોજશોખ કે ? ભોગવિલાસની ચીજવસ્તુઓ પર તેમજ તેમની આવક પર ઊંચા દરે કરવેરા નાખ્યા છે.
પ્રશ્ન 20.
ભારત સરકારે ગરીબોના જીવનધોરણને ઊંચું લાવવા શી જોગવાઈ કરી છે?
ઉત્તર:
ભારત સરકારે ગરીબોને જીવનજરૂરિયાતની વપરાશી – વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ “વાજબી ભાવની દુકાનો” (FPSS) દ્વારા નિયત જથ્થામાં રાહતદરે પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવા જોગવાઈ કરી છે.
પ્રશ્ન 21.
ભારત સરકારે ગરીબોની સ્થિતિ સુધારવા માટે કૃષિક્ષેત્રે કયા કાયદા બનાવ્યા?
ઉત્તર:
ભારત સરકારે ગરીબોની સ્થિતિ સુધારવા માટે કૃષિક્ષેત્રે જમીન ટોચમર્યાદાનો કાયદો, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી જેવા કાયદા બનાવ્યા.
પ્રશ્ન 22.
ગરીબીનિર્મુલન યોજના અન્વયે ભારત સરકારે કૃષિક્ષેત્રે ૨ કયા કયા લાભદાયક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે?
ઉત્તરઃ
ગરીબીનિર્મુલન યોજના અન્વયે ભારત સરકારે કૃષિક્ષેત્રે આ લાભદાયક કાર્યક્રમો અમલમાં મૂક્યા છેઃ
- પ્રધાનમંત્રી કર્ષિ સિંચાઈ યોજના,
- પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના,
- રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને
- ઈ-નામ્ યોજના.
પ્રશ્ન 23.
ગુજરાત સરકારે ખેતીક્ષેત્રે કઈ કઈ લાભદાયક યોજનાઓ 3 અમલમાં મૂકી છે?
ઉત્તર:
ગુજરાત સરકારે ખેતીક્ષેત્રે ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બૅન્ક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન અને ખાતરોના સંગ્રહ માટે સગવડો પૂરી પાડવી તેમજ કેન્દ્ર સરકારની સિંચાઈ યોજનાઓનો અમલ વગેરે લાભદાયક યોજનાઓ અમલમાં મૂકી છે.
પ્રશ્ન 24.
ભારત સરકારે રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક 2 સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવા કઈ યોજના અમલમાં મૂકી છે?
ઉત્તર:
ભારત સરકારે રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ = એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવા “મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના” (NREGA- મનરેગા) અમલમાં મૂકી છે.
પ્રશ્ન 25.
દતોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના શું છે?
ઉત્તર:
“દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના’ દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કારીગરોને કાચા | માલની ખરીદી માટે ઓછા વ્યાજની બૅન્ક-લોનની સગવડ પૂરી પાડે છે.
પ્રશ્ન 26.
બાજપાઈ બૅન્કેબલ યોજના હેઠળ સ્વરોજગારીનો કયો કાર્યક્રમ અમલમાં છે?
ઉત્તર:
બાજપાઈ બૅન્કેબલ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામીણ બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે.
પ્રશ્ન 27.
ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે?
ઉત્તર:
ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની તેમજ ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.
પ્રશ્ન 28.
“બેરોજગાર” કે “બેકાર’ કોને કહેવાય?
ઉત્તરઃ
જે વ્યક્તિની ઉંમર 15થી 60 વર્ષની હોય અને તે રોજગારીની શોધમાં હોય અને વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઇચ્છા અને વૃત્તિ ધરાવતી હોય તેમજ યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતી હોય છતાં પૂરતા સમયનું કામ મેળવી શકતી ન હોય તો તેને બેરોજગાર’ કે “બેકાર’ કહેવાય.
પ્રશ્ન 29.
ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીનાં કયાં કયાં સ્વરૂપો (પ્રકારો જોવા મળે છે?
ઉત્તરઃ
ભારતીય અર્થતંત્રમાં ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વગેરે વિવિધ સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે.
પ્રશ્ન 30.
બેરોજગારી એટલે શું?
ઉત્તરઃ
બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા (ઇચ્છા), યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ.
પ્રશ્ન 31.
ઋતુગત કે મોસમી બેરોજગારી કોને કહે છે?
ઉત્તર:
ભારતમાં કૃષિક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ત્રણથી પાંચ મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને “ઋતુગત’ કે “મોસમી બેરોજગારી કહે છે.
પ્રશ્ન 32.
ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહે છે?
ઉત્તરઃ
ચીજવસ્તુઓના ઉત્પાદક એકમોમાં જૂની ટેક્નોલૉજીને સ્થાને નવી ટેકનોલૉજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. આમ, ટેક્નોલૉજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને “ઘર્ષણજન્ય બેરોજગારી’ કહે છે.
પ્રશ્ન 33.
માળખાગત બેરોજગારી શાથી ઉદ્ભવે છે?
ઉત્તર:
ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ અને માળખાકીય સુવિધાઓના અભાવે “માળખાગત બેરોજગારી’ ઉદ્ભવે છે.
પ્રશ્ન 34.
પ્રચ્છન્ન (અપ્રત્યક્ષ) બેરોજગારી એટલે શું?
ઉત્તરઃ
વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત્ તેને ઉત્પાદનકાર્યમાંથી દૂર કરવામાં આવે તોપણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય ? તેવી સ્થિતિને “પ્રચ્છન્ન કે છૂપી’ (અપ્રત્યક્ષ) બેરોજગારી’ કહે છે.
પ્રશ્ન 35.
શિક્ષિત બેરોજગારી એટલે શું?
ઉત્તરઃ
ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી’ કહે છે.
પ્રશ્ન 36.
ભારતમાં કયાં રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે?
ઉત્તર:
ભારતમાં સિક્કિમ, કેરલ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ-કશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે.
પ્રશ્ન 37.
આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે?
ઉત્તરઃ
બેરોજગારીની સમસ્યા એ આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે.
પ્રશ્ન 38.
ભારતમાં બેરોજગારીની સમસ્યાનો મુખ્ય ઉકેલ શામાં રહેલો છે?
ઉત્તર:
ભારતમાં બેરોજગારીની સમસ્યાનો મુખ્ય ઉકેલ દેશનો ઝડપી આર્થિક વિકાસ કરી, રોજગારીની તકોમાં વધારો કરવામાં રહેલો છે.
પ્રશ્ન 39.
ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલના વિકાસ માટે કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે?
ઉત્તર:
ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલના વિકાસ માટે “મેકઇન ઇન્ડિયા’, “સ્કિલ ઇન્ડિયા’ અને ડિજિટલ ઇન્ડિયા’ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.
પ્રશ્ન 40.
યુવાનો સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે કયા કયા ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે?
ઉત્તર:
યુવાનો સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો-ટીવી-ફ્રિજ-મોબાઈલએસી રિપેરિંગના ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
પ્રશ્ન 41.
નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગસાહસિકોને કયા કાર્યક્રમ હેઠળ સસ્તી લોનની મદદ આપવામાં આવે છે?
ઉત્તર:
નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા” કાર્યક્રમ હેઠળ સસ્તી લોનની મદદ આપવામાં આવે છે.
પ્રશ્ન 42.
રોજગાર વિનિમય કેન્દ્રો ક્ય કડીરૂપ કાર્ય કરે છે?
ઉત્તર:
રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધ કરતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ-અકુશળ યુવાનોને કામ આપવા માગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે.
પ્રશ્ન 43.
રોજગાર વિનિમય કેન્દ્રો લોકોને કઈ બાબતોની મફત સેવા આપે છે?
ઉત્તર:
રોજગાર વિનિમય કેન્દ્રો “મૉડેલ કેરિયર સેન્ટર’ અને હેલ્પલાઈન નંબર 1800-425-1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા જેવી બાબતોની મફત સેવા આપે છે.
પ્રશ્ન 44.
‘વિશ્ર્વ-શ્રમબજાર’ કોને કહે છે?
ઉત્તર:
વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું પરસ્પર આદાન-પ્રદાન કરે છે, તેને વિશ્વ-શ્રમબજાર’ કહે છે.
પ્રશ્ન 45.
શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કોને કહે છે?
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર-ધંધા, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે સ્થળાંતર થાય છે તેને શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહે છે.
પ્રશ્ન 46.
બુદ્ધિધનનું બહિર્ગમન – “બ્રેઈન ડ્રેઇન’ (Brain Drain) એટલે શું?
ઉત્તરઃ
શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ મેળવવા માટે તેમજ વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં દેશના બુદ્ધિધનના આંતરરાષ્ટ્રીય સ્તરે થતા સ્થળાંતરને બુદ્ધિધનનું બહિર્ગમન – બ્રેઈન ડ્રેઇન’ (Brain Drain) કહે છે.
યોગ્ય જોડકાં જોડો:
પ્રશ્ન 1.
‘અ’ | ‘બ’ |
1. BPL | a. છત્તીસગઢ |
2. ગરીબીરેખાનો ખ્યાલ | b. ગરીબીરેખાથી નીચે |
3. સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જીવતા લોકો ધરાવતું રાજ્ય | c. બોર્ડ ઓરે |
4. ઓછી ગરીબી ધરાવતું | d. ગુજરાત રાજ્ય |
e. ગોવા |
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. BPL | b. ગરીબીરેખાથી નીચે |
2. ગરીબીરેખાનો ખ્યાલ | c. બોર્ડ ઓરે |
3. સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જીવતા લોકો ધરાવતું રાજ્ય | a. છત્તીસગઢ |
4. ઓછી ગરીબી ધરાવતું | e. ગોવા |
પ્રશ્ન 2.
‘અ’ | ‘બ’ |
1. ઈ-નામ્ યોજના | a. મા અન્નપૂર્ણા યોજના |
2. કૃષિ-પાકોના ભાવોની સ્થિરતા | b. ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016 |
3. FPS દ્વારા અનાજ વિતરણ | c. ગ્રામોદયથી ભારત ઉદય |
4. પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના | d. ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ નિકાસમાં સહાય |
e. રાષ્ટ્રીય કૃષિ બજાર |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. ઈ-નામ્ યોજના | e. રાષ્ટ્રીય કૃષિ બજાર |
2. કૃષિ-પાકોના ભાવોની સ્થિરતા | d. ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ નિકાસમાં સહાય |
3. FPS દ્વારા અનાજ વિતરણ | a. મા અન્નપૂર્ણા યોજના |
4. પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના | b. ઍગ્રો બિઝનેસ પૉલિસી 2016 |
પ્રશ્ન 3.
‘અ’ | ‘બ’ |
1. 2013-14માં બેરોજગારીનો દર | a. બેરોજગારી |
2. ભારતમાં બેરોજગારીનું કારણ | b. રોજગાર વિનિમય કેન્દ્ર |
3. ગરીબીનું મુખ્ય કારણ | c. 5.4 % |
4. શિક્ષિત બેકારોની નોંધણી | d. વસ્તીવધારો |
e. 7.7 % |
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. 2013-14માં બેરોજગારીનો દર | c. 5.4 % |
2. ભારતમાં બેરોજગારીનું કારણ | d. વસ્તીવધારો |
3. ગરીબીનું મુખ્ય કારણ | a. બેરોજગારી |
4. શિક્ષિત બેકારોની નોંધણી | b. રોજગાર વિનિમય કેન્દ્ર |