GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
અજંતાની ગુફાઓ …………………… રાજ્યમાં આવેલી છે.
A. રાજસ્થાન
B મધ્ય પ્રદેશ
C. મહારાષ્ટ્ર
ઉત્તરઃ
C. મહારાષ્ટ્ર

પ્રશ્ન 2.
અજંતાની ગુફાઓની કુલ સંખ્યા …………………….. છે.
A. 29
B. 34
c. 18
ઉત્તરઃ
A. 29

પ્રશ્ન 3.
અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય …………………… ધર્મ છે.
A. બૌદ્ધ
B. જૈન
C. હિંદુ
ઉત્તરઃ
A. બૌદ્ધ

પ્રશ્ન 4.
………………….. ની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યક્લાનો સુમેળ થયેલો છે.
A. ઍલિફન્ટા
B. ઇલોરા
C. અજંતા
ઉત્તરઃ
C. અજંતા

પ્રશ્ન 5.
ઇલોરાની ગુફાઓ …………………… રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે.
A. મહારાષ્ટ્ર
B. મધ્ય પ્રદેશ
C. કર્ણાટક
ઉત્તરઃ
A. મહારાષ્ટ્ર

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 6.
ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા ………………………… છે.
A. 14
B. 24
C. 34
ઉત્તરઃ
C. 34

પ્રશ્ન 7.
ઇલોરાની …………………………. નંબરની ગુફામાં કેલાસ મંદિર આવેલું છે.
A. 13
B. 16
C. 18
ઉત્તરઃ
B. 16

પ્રશ્ન 8.
ઍલિફન્ટાની ગુફાઓ …………………….. રાજ્યમાં મુંબઈથી 12 કિમી
દૂર અરબ સાગરમાં આવેલી છે.
A. મહારાષ્ટ્ર
B. કર્ણાટક
C. કેરલ
ઉત્તરઃ
A. મહારાષ્ટ્ર

પ્રશ્ન 9.
ઍલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા ………………………… છે.
A. 3
B. 12
C. 7
ઉત્તરઃ
C. 7

પ્રશ્ન 10.
ઍલિફન્ટાની ગુફાઓમાં આવેલી ……………………. શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.
A. સૂર્યમંદિર
B. ત્રિમૂર્તિ
C. ધારાપુરી
ઉત્તરઃ
B. ત્રિમૂર્તિ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 11.
ઈ. સ. 1987માં યુનેસ્કોએ …………………….. અને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપ્યું છે.
A. ઇલોરા
B. અર્જતા
C. ઍલિફન્ટા
ઉત્તરઃ
C. ઍલિફન્ટા

પ્રશ્ન 12.
સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને ………………………….. તરીકે ઓળખે છે.
A. પાવાપુરી
B. ધારાપુરી
C. દેવપુરી
ઉત્તરઃ
B. ધારાપુરી

પ્રશ્ન 13.
મહાબલિપુરમ્ ……………………. રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર ? આવેલું છે.
A. તમિલનાડુ
B. કર્ણાટક
C. આંધ્ર પ્રદેશ
ઉત્તરઃ
A. તમિલનાડુ

પ્રશ્ન 14.
પટ્ટદકલ ……………………….. રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે.
A. આંધ્ર પ્રદેશ
B. તમિલનાડુ
C. કર્ણાટક
ઉત્તરઃ
C. કર્ણાટક

પ્રશ્ન 15.
પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ………………………… મંદિર છે.
A. વિરૂપાક્ષનું
B. બૃહદેશ્વરનું
c. મીનાક્ષી
ઉત્તરઃ
A. વિરૂપાક્ષનું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 16.
ખજૂરાહોનાં મંદિરો ………………………….. રાજ્યમાં આવેલાં છે.
A. મધ્ય પ્રદેશ
B. રાજસ્થાન
C. મહારાષ્ટ્ર
ઉત્તરઃ
A. મધ્ય પ્રદેશ

પ્રશ્ન 17.
ખજૂરાહોનાં મંદિરો ……………………….. શૈલીમાં નિમણિ થયાં છે.
A. નાગર
B. મથુરા
C. દ્રવિડ
ઉત્તરઃ
A. નાગર

પ્રશ્ન 18.
કોણાર્કનું સૂર્યમંદિર ………………………….. રાજ્યમાં આવેલું છે. 3
A. મધ્ય પ્રદેશ
B. બિહાર
C. ઓડિશા
ઉત્તરઃ
C. ઓડિશા

પ્રશ્ન 19.
કોણાર્કનું સૂર્યમંદિર ‘…………………’ તરીકે પણ ઓળખાય છે.
A. લાલ પેગોડા
B. કાળા પેગોડા
C. સફેદ પેગોડા
ઉત્તરઃ
B. કાળા પેગોડા

પ્રશ્ન 20.
બૃહદેશ્વરનું મંદિર ……………………….. રાજ્યમાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.
A. તમિલનાડુ
B. કર્ણાટક
C. આંધ્ર પ્રદેશ
ઉત્તર:
A. તમિલનાડુ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 21.
દિલ્લીમાં આવેલ કુતુબમિનાર ………………………….. સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
A. મધ્યકાલીન
B. સલ્તનતકાલીન
C. મુઘલકાલીન
ઉત્તરઃ
B. સલ્તનતકાલીન

પ્રશ્ન 22.
કુતુબમિનાર એ ભારતમાં …………………… માંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
A. પથ્થરો
B. ઈંટો
C. આરસપહાણ
ઉત્તરઃ
A. પથ્થરો

પ્રશ્ન 23.
હમ્પી …………………… રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.
A. તમિલનાડુ
B. કેરલ
C. કર્ણાટક
ઉત્તરઃ
C. કર્ણાટક

પ્રશ્ન 24.
હમ્પી …………………… સામ્રાજ્યની રાજધાની હતી.
A. વિજયનગર
B. ભુવનેશ્વર
c. તાંજોર
ઉત્તરઃ
A. વિજયનગર

પ્રશ્ન 25.
દિલ્લીમાં આવેલ હુમાયુનો મકબરો ……………………. સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
A. અર્વાચીન
B. મુઘલકાલીન
C. સલ્તનતકાલીન
ઉત્તરઃ
B. મુઘલકાલીન

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 26.
તાજમહાલ : શાહજહાં; હુમાયુનો મકબરો : …………………………..
A. હમીદા બેગમ
B. ગુલબદન બેગમ
C. જહાંગીર
ઉત્તરઃ
A. હમીદા બેગમ

પ્રશ્ન 27.
મુઘલ બાદશાહ શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો ……………………. માં વિતાવ્યા હતા.
A. ફતેહપુર સિકરી
B. તાજમહાલ
C. આગરાના કિલ્લા
ઉત્તરઃ
C. આગરાના કિલ્લા

પ્રશ્ન 28.
તાજમહાલ આગરામાં …………………….. નદીના કિનારે આવેલ છે.
A. સતલુજ
B. ગંગા
C. યમુના
ઉત્તરઃ
C. યમુના

પ્રશ્ન 29.
મુમતાજની કબર તાજમહાલની ……………………. માં આવેલી છે.
A. મધ્ય
B. પરસાળ
C. બાજુ
ઉત્તરઃ
A. મધ્ય

પ્રશ્ન 30.
દર વર્ષે 15 ઑગસ્ટના રોજ દિલ્લીના ………………… પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
A. લાલ કિલ્લા
B. કુતુબમિનાર
C. હુમાયુના મકબરો
ઉત્તરઃ
A. લાલ કિલ્લા

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 31.
ફતેહપુર સિકરી ………………………. રાજ્યમાં આવેલું છે.
A. બિહાર
B. ઉત્તર પ્રદેશ
C. મધ્ય પ્રદેશ
ઉત્તરઃ
B. ઉત્તર પ્રદેશ

પ્રશ્ન 32.
……………….. ફતેહપુર સિકરી વસાવ્યું હતું.
A. અકબરે
B. હુમાયુએ
C. બાબરે
ઉત્તરઃ
A. અકબરે

પ્રશ્ન 33.
ફતેહપુર સિકરીમાં આવેલો ……………….. દરવાજો 41મી પહોળો અને 50 મી ઊંચો છે.
A. બુલંદ
B. ભૂમરાનો
C. નાગાર્જુન
ઉત્તરઃ
A. બુલંદ

પ્રશ્ન 34.
ગોવા તેના રમણીય ……………………… માટે પણ જાણીતું છે.
A. બાગ-બગીચા
B. દરિયાકિનારા
C. દેવળો
ઉત્તરઃ
B. દરિયાકિનારા

પ્રશ્ન 35.
ગુજરાતમાં ચાંપાનેર ગામ ……………………… જિલ્લામાં આવેલું છે.
A. ડાંગ
B. રાજપીપળા
C. પંચમહાલ
ઉત્તરઃ
C. પંચમહાલ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 36.
યુનેસ્કોએ ચાંપાનેરને ઈ. સ. …………………. માં વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.
A. 2000
B. 2004
C. 2010
ઉત્તરઃ
B. 2004

પ્રશ્ન 37.
ધોળાવીરા ………………………. ના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.
A. જૂનાગઢ
B. જામનગર
C. કચ્છ
ઉત્તરઃ
C. કચ્છ

પ્રશ્ન 38.
દર વર્ષે મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ……………………….. નો મોટો મેળો ભરાય છે.
A. વૌઠા
B. ભવનાથ
C. તરણેતર
ઉત્તરઃ
B. ભવનાથ

પ્રશ્ન 39.
અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક તથા ભૌમિતિક રચનાના કારણે ………………… જાળી પ્રખ્યાત છે.
A. સિપ્રીની
B. રૂપમતીની
C. સીદી સૈયદની
ઉત્તરઃ
C. સીદી સૈયદની

પ્રશ્ન 40.
સિદ્ધપુરમાં આવેલ ……………………… જોવાલાયક સ્થાપત્ય છે.
A. રુદ્રમહાલય
B. કીર્તિતોરણ
C. રાણીની વાવ
ઉત્તરઃ
A. રુદ્રમહાલય

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 41.
ઈ. સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં પાટણમાં આવેલી ………………….. વાવનો સમાવેશ થયો છે.
A. અડાલજની
B. રાણીની
C. અડીકડીની
ઉત્તરઃ
B. રાણીની

પ્રશ્ન 42.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના …………………… પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે.
A. શેત્રુંજય
B. ગિરનાર
C. સાપુતારા
ઉત્તરઃ
A. શેત્રુંજય

પ્રશ્ન 43.
દક્ષિણ ભારતનાં મંદિરો ……………………. શૈલીનાં હતાં.
A. નાગર
B. મથુરા
C. દ્રવિડ
ઉત્તરઃ
C. દ્રવિડ

પ્રશ્ન 44.
ભારતના ચાર ધામ યાત્રા તેમજ …………………….. જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.
A. એકાવન
B. છ
C. બાર
ઉત્તરઃ
C. બાર

પ્રશ્ન 45.
ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને ………………………… ની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે.
A. સાબરમતી
B. નર્મદા
C. તાપી
ઉત્તરઃ
B. નર્મદા

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 46.
યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં ………………………. જેટલાં સ્થળોને સમાવિષ્ટ કર્યા છે.
A. 51
B. 32
C. 25
ઉત્તરઃ
B. 32

પ્રશ્ન 47.
ઇલોરાની ગુફાઓમાં …………………. ધર્મને લગતી ગુફાઓ 1થી 12 નંબરની છે.
A. હિન્દુ
B. બૌદ્ધ
C. જૈન
ઉત્તરઃ
B. બૌદ્ધ

પ્રશ્ન 48.
ઇલોરાની ગુફાઓમાં …………………… ધર્મને લગતી ગુફાઓ 13થી 29 નંબરની છે.
A. હિન્દુ
B. જૈન
C. બૌદ્ધ
ઉત્તરઃ
A. હિન્દુ

પ્રશ્ન 49.
ઇલોરાની ગુફાઓમાં …………………… ધર્મને લગતી ગુફાઓ 30થી 34 નંબરની છે.
A. બૌદ્ધ
B. હિન્દુ
C. જેના
ઉત્તરઃ
C. જેના

પ્રશ્ન 50.
પટ્ટદકલ …………………… વંશની રાજધાનીનું નગર હતું.
A. ચોલ
B. ચાલુક્ય
C. પલ્લવ
ઉત્તરઃ
B. ચાલુક્ય

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 51.
ખજૂરાહોનાં મંદિરોમાં મોટા ભાગનાં મંદિરો ………………….. મંદિરો છે.
A. વૈષ્ણવ
B. શૈવ
C. જૈન
ઉત્તરઃ
B. શૈવ

પ્રશ્ન 52.
………………… સાત અશ્લો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડાં છે.
A. મોઢેરાનું સૂર્યમંદિર
B. કોણાર્કનું સૂર્યમંદિર
C. ઇલોરાની ગુફાઓનું કૈલાસ મંદિર
ઉત્તરઃ
B. કોણાર્કનું સૂર્યમંદિર

પ્રશ્ન 53.
દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં કોણાર્કના સૂર્યમંદિરનાં શિલ્પોમાં 13મી સદીની …………………. ની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
A. મધ્ય પ્રદેશ
B. બિહાર
C. ઓડિશા
ઉત્તરઃ
C. ઓડિશા

પ્રશ્ન 54.
બૃહદેશ્વર મંદિર …………………… શૈલીમાં નિર્માણ પામેલ છે.
A. નાગર
B. દ્રવિડ
C. ઈરાની
ઉત્તરઃ
B. દ્રવિડ

પ્રશ્ન 55.
ગોવા ……………….. ની રાજધાની હતી.
A. અંગ્રેજો
B. ફ્રેંચો
C. પોર્ટુગીઝો
ઉત્તરઃ
C. પોર્ટુગીઝો

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 56.
આજથી લગભગ 5000 વર્ષ પહેલાં …………………. નગરમાં ઘરેણાં અને મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે.
A. ધોળાવીરા
B. લોથલ
C. હડપ્પા
ઉત્તરઃ
A. ધોળાવીરા

પ્રશ્ન 57.
શામળાજી મંદિર ………………….. નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે.
A. ભાદર
B. મેશ્વો
C. સરસ્વતી
ઉત્તરઃ
B. મેશ્વો

પ્રશ્ન 58.
જૂનાગઢ નજીક ગિરનારમાં …………………. બોદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. ઈટવા
B. તળાજા
C. ઢાંક
ઉત્તરઃ
A. ઈટવા

પ્રશ્ન 59.
હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?
A. ઇલોરાની
B. ઍલિફન્ટાની
C. બાઘની
D. અજંતાની
ઉત્તરઃ
A. ઇલોરાની

પ્રશ્ન 60.
તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે, તો એ મંદિર કયું છે?
A. કૈલાસ
B. વિરૂપાક્ષ
C. બૃહદેશ્વર
D. વિષ્ણુ
ઉત્તરઃ
A. કૈલાસ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 61.
‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે?
A. પલ્લવ રાજવી નરસિંહવનનું
B. ચોલ રાજવી કરિકાલનું
C. પાંડ્ય રાજવી પરુવલુદીનું
D. પલ્લવ રાજવી ગોન્ડોફર્નિસનું
ઉત્તરઃ
A. પલ્લવ રાજવી નરસિંહવનનું

પ્રશ્ન 62.
દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ કયા મંદિરનાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે?
A. ખજૂરાહોનાં
B હમ્પીનાં
C. કોણાર્કના સૂર્યમંદિરનાં
D. મોઢેરાના સૂર્યમંદિરનાં
ઉત્તરઃ
A. ખજૂરાહોનાં

પ્રશ્ન 63.
કયું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે?
A. બૃહદેશ્વર
B. ખજૂરાહો
C. કોણાર્કનું સૂર્યમંદિર
D. વિરૂપાક્ષ
ઉત્તરઃ
C. કોણાર્કનું સૂર્યમંદિર

પ્રશ્ન 64.
નીચે નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 10
A. ઓડિશા
B. ગુજરાત
C. પશ્ચિમ બંગાળ
D. આંધ્ર પ્રદેશ
ઉત્તરઃ
A. ઓડિશા

પ્રશ્ન 65.
નીચે આપેલા નકશામાં ૪ કરીને બતાવેલ નગર કયું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 11
A. આગરા
B. હમ્પી
C. દિલ્લી
D. તાંજોર (થંજાવુર)
ઉત્તરઃ
B. હમ્પી

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 66.
શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા?
A. આગરાના કિલ્લામાં
B. શાહી કિલ્લામાં
C. દિલ્લીના લાલ કિલ્લામાં
D. લાહોરી કિલ્લામાં
ઉત્તરઃ
A. આગરાના કિલ્લામાં

પ્રશ્ન 67.
કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?
A. ખજૂરાહોનાં મંદિરો
B. તાજમહાલ
C. આગરાનો લાલ કિલ્લો
D. ઇલોરાનું કૈલાસ મંદિર
ઉત્તરઃ
B. તાજમહાલ

પ્રશ્ન 68.
“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે?
A. ફતેહપુર સિકરી
B. લાહોરી દરવાજા
C. તાજમહાલ
D. શીશમહલ
ઉત્તરઃ
C. તાજમહાલ

પ્રશ્ન 69.
દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?
A. સંત સલીમ ચિશ્તીનો દરવાજો
B. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો
C. બિજાપુરનો ગુંબજ દરવાજો
D. મુંબઈનો ગેટવે ઑફ ઇન્ડિયા
ઉત્તરઃ
B. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો

પ્રશ્ન 70.
તાજમહાલની એક મહેરાબ ઉપર કયું વિધાન અંકિત થયેલું છે?
A. “તાજના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
B. “સ્વર્ગના બગીચામાં પવિત્ર લોકોનું સ્વાગત છે.”
C. “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
D. “સ્વર્ગના બગીચામાં આવનાર સૌ કોઈનું સ્વાગત છે.”
ઉત્તરઃ
C. “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 71.
નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
A. ઇલોરાની ગુફાઓને
B. ગોવાનાં દેવળોને
C. ચાંપાનેરને
D. હમ્પીને
ઉત્તરઃ
C. ચાંપાનેરને

પ્રશ્ન 72.
ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?
A. નર્મદા, ગિરનાર, શેત્રુંજય
B. તાપી, ચોટીલા, દ્વારકા
C. પાલીતાણા, મહીસાગર, પાવાગઢ
D. ડાકોર, અંબાજી, સાપુતારા
ઉત્તરઃ
A. નર્મદા, ગિરનાર, શેત્રુંજય

પ્રશ્ન 73.
ગુજરાત: મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશાઃ …………………….. નું સૂર્યમંદિર
A. પટ્ટદકલ
B. ખજૂરાહો
C. કોણાર્ક
D. બૃહદેશ્વર
ઉત્તરઃ
C. કોણાર્ક

પ્રશ્ન 74.
દિલ્લીન કુતુબમિનાર : કુતબુદ્દીન ઐબક / આગરાનો કિલ્લો: …………………
A. બાબર
B અકબર
C. શાહજહાં
D. જહાંગીર
ઉત્તરઃ
B અકબર

પ્રશ્ન 75.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

1. રાણી સિપ્રીની મસ્જિદ a. પાટણ
2. અડી કડીની વાવ b. સિદ્ધપુર
3. રુદ્રમહાલય c. જૂનાગઢ
4. રાણીની વાવ d. અમદાવાદ

A. (1 – d), (2 – b), (3 – c), (4 – a).
B. (1 – d), (2 – b), (3 – a), (4 – c).
C. (1 – d), (2 – a), (3 – c), (4 – b).
D. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
ઉત્તરઃ
D.

1. રાણી સિપ્રીની મસ્જિદ d. અમદાવાદ
2. અડી કડીની વાવ c. જૂનાગઢ
3. રુદ્રમહાલય b. સિદ્ધપુર
4. રાણીની વાવ a. પાટણ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 76.
પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને ક્યો લાભ થાય છે?
A. રાજકીય
B. સાંસ્કૃતિક
C. આર્થિક
D. સામાજિક
ઉત્તરઃ
C. આર્થિક

પ્રશ્ન 77.
કૌસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો:
(સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્ત્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)
A. ગોવાનાં દેવળ, સહસ્ત્રલિંગ તળાવ, તાજમહાલ, ધોળાવીરા નગર, સાંચીનો સ્તુપ
B. ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્ત્રલિંગ તળાવ, – તાજમહાલ, ગોવાનાં દેવળ
C. સહસ્ત્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ, સાંચીનો સ્તૂપ, તાજમહાલ, ધોળાવીરા નગર
D. તાજમહાલ, સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્ત્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ
ઉત્તરઃ
B. ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્ત્રલિંગ તળાવ, – તાજમહાલ, ગોવાનાં દેવળ

પ્રશ્ન 78.
નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલ છે. કયા કિલ્લાની આ વાત છે?
– તે મુઘલ શૈલીમાં બનેલો છે.
– તેમાં રક્ષણની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
– તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે.
– કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલનો સમાવેશ થાય છે.
A. ફતેહપુર સિકરીનો કિલ્લો
B. લાલ કિલ્લો
C. આમેરનો કિલ્લો
D. ચાંપાનેરનો કિલ્લો
ઉત્તરઃ
B. લાલ કિલ્લો

પ્રશ્ન 79.
નીચે એક પ્રસિદ્ધ મંદિરનું વર્ણન કરેલ છે. કયા મંદિરની આ વાત છે?
– તેનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલું છે.
– તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે.
– તે 50 મીટર લાંબું, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે.
– દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે.
A. બૃહદેશ્વર મંદિર
B. કોર્ણાકનું સૂર્યમંદિર
C. ચોસઠ યોગિનીનું મંદિર
D. કૈલાસ મંદિર
ઉત્તરઃ
D. કૈલાસ મંદિર

પ્રશ્ન 80.
નીચે દિલ્લીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનું વર્ણન કરેલ છે. કયા સ્થાપત્યની આ વાત છે?
– તેની ઊંચાઈ 72.5 મીટર છે.
– તેના ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે.
– તેને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે.
– તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.
A. તાજમહાલ
B. કુતુબમિનાર
C. દિલ્લીનો લાલ કિલ્લો
D. હુમાયુનો મકબરો
ઉત્તરઃ
B. કુતુબમિનાર

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 81.
નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 6
A. ત્રિમૂર્તિનું
B. તાજમહાલનું
C. બૃહદેશ્વર મંદિરનું
D. રથમંદિરનું
ઉત્તરઃ
A. ત્રિમૂર્તિનું

પ્રશ્ન 82.
નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 4
A. કોણાર્કના સૂર્યમંદિરનું
B. રથમંદિરનું
C. મોઢેરાના સૂર્યમંદિરનું
D. બૃહદેશ્વર મંદિરનું
ઉત્તરઃ
D. બૃહદેશ્વર મંદિરનું

પ્રશ્ન 83.
નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 2
A. તાજમહાલનું
B. લાલ કિલ્લાનું
C. બુલંદ દરવાજાનું
D. વડનગરના કીર્તિતોરણનું
ઉત્તરઃ
B. લાલ કિલ્લાનું

પ્રશ્ન 84.
નીચે આપેલું ચિત્ર ક્યા સ્થાપત્યનું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 7
A. લાલ કિલ્લાનું
C. બુલંદ દરવાજાનું
B. રાણી સિપ્રીની મસ્જિદનું
D. સરખેજના રોજાનું
ઉત્તરઃ
C. બુલંદ દરવાજાનું

પ્રશ્ન 85.
નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 9
A. સીદી સૈયદની જાળીનું
B. જામા મસ્જિદની જાળીનું
C. રાણી સિપ્રીની જાળીનું
D. સરખેજના રોજાની જાળીનું
ઉત્તરઃ
A. સીદી સૈયદની જાળીનું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

(1) અજંતાની ગુફાઓ કર્ણાટક રાજ્યમાં આવેલી છે.
ઉત્તરઃ
ખોટું

(2) વાસ્તુકળાની દષ્ટિએ ઇલોરાની ગુફાઓ મહત્ત્વની છે.
ઉત્તરઃ
ખોટું

(3) અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે.
ઉત્તરઃ
ખરું

(4) ઈ. સ. 1819માં અંગ્રેજ કેપ્ટન હૉન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી.
ઉત્તરઃ
ખરું

(5) અજંતાની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો અપૂર્વ સુમેળ થયેલો છે.
ઉત્તરઃ
ખરું

(6) ઇલોરાની ગુફાઓમાં થયેલા ક્લાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(7) ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે.
ઉત્તરઃ
ખરું

(8) અજંતાની ગુફાઓની કુલ સંખ્યા 29 છે.
ઉત્તરઃ
ખરું

(9) ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા 34 છે.
ઉત્તરઃ
ખરું

(10) અજંતાનાં ગુફા મંદિરોના એકબીજાથી અલગ ત્રણ સમૂહો છે.
ઉત્તરઃ
ખોટું

(11) ચૈત્ય એટલે બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ અને અધ્યયન કરવા માટેનું સ્થળ.
ઉત્તરઃ
ખોટું

(12) વિહાર એટલે બૌદ્ધ મઠ.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(13) વિહાર એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ.
ઉત્તરઃ
ખોટું

(14) ઇલોરાની ગુફાઓમાં 1થી 12 નંબરની ગુફાઓ હિંદુ ધર્મને લગતી ગુફાઓ છે.
ઉત્તરઃ
ખોટું

(15) ઇલોરાની ગુફાઓમાં 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મને લગતી ગુફાઓ છે.
ઉત્તરઃ
ખરું

(16) ઇલોરાની ગુફાઓમાં 16 નંબરની ગુફામાં ક્લાસ મંદિર આવેલું છે.
ઉત્તરઃ
ખરું

(17) ઍલિફન્ટાની ગુફાઓ અરબ સાગરમાં આવેલી છે.
ઉત્તરઃ
ખરું

(18) ઍલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 9 છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(19) ઍલિફન્ટાની ગુફાઓમાં આવેલી ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.
ઉત્તરઃ
ખરું

(20) ઈ. સ. 1987માં યુનિસેફ દ્વારા ઍલિફન્ટાને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખોટું

(21) સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને પાવાપુરી તરીકે ઓળખે છે.
ઉત્તરઃ
ખોટું

(22) મહાબલિપુરમ્ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.
ઉત્તરઃ
ખરું

(23) વિશ્વભરમાં મહાબલિપુરમ્ ખડક શિલ્યનાં બેનમૂન સ્થાપત્યો ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(24) પટ્ટદકલ કેરલ રાજ્યમાં આવેલું છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(25) પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું.
ઉત્તરઃ
ખરું

(26) વિરૂપાક્ષશિવ)નું મંદિર એ તાંજોરનું સૌથી મોટું મંદિર છે.
ઉત્તરઃ
ખોટું

(27) ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલાં છે.
ઉત્તરઃ
ખરું

(28) ખજૂરાહોનાં મંદિરોમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
ઉત્તરઃ
ખરું

(29) ખજૂરાહોનાં મંદિરો ઈરાની શૈલીમાં નિર્માણ થયેલાં છે.
ઉત્તરઃ
ખોટું

(30) ચોસઠ યોગિનીનું મંદિર તેના શિખરની આલંકારિક શૈલી માટે જાણીતું છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(31) દેશ-વિદેશના પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોની શિલ્પકલા, મૂર્તિલા અને વાસ્તુકલાને જોઈને મંત્રમુગ્ધ બને છે.
ઉત્તરઃ
ખરું

(32) કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે.
ઉત્તરઃ
ખરું

(33) કોણાર્કનું સૂર્યમંદિર નવ અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે.
ઉત્તરઃ
ખોટું

(34) કોણાર્કના સૂર્યમંદિર – રથમંદિરને 12 વિશાળ પૈડાં છે.
ઉત્તરઃ
ખરું

(35) ખજૂરાહોનાં મંદિરો આરસપહાણમાંથી બનાવવામાં આવ્યાં છે.
ઉત્તરઃ
ખોટું

(36) કોણાર્કના સૂર્યમંદિરને કાળા પેગોડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(37) બૃહદેશ્વરનું મંદિર કર્ણાટક રાજ્યમાં આવેલું છે.
ઉત્તરઃ
ખોટું

(38) બૃહદેશ્વરનું મંદિર મહાદેવ શિવનું મંદિર છે.
ઉત્તરઃ
ખરું

(39) બૃહદેશ્વર મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે.
ઉત્તરઃ
ખરું

(40) બૃહદેશ્વર મંદિરનું શિખર જમીનથી લગભગ 300 ફૂટ ઊંચું છે.
ઉત્તરઃ
ખોટું

(41) બૃહદેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ છે.
ઉત્તરઃ
ખરું

(42) કુતુબમિનારની ઊંચાઈ 78 મી છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(43) કુતુબમિનારના ભૂતળનો ઘેરાવો 18.75 મી છે, જે ઊંચાઈ પર જતાં તે 2.75 મી જેટલો થાય છે.
ઉત્તરઃ
ખરું

(44) કુતુબમિનારને ગ્રેનાઈટ અને આરસથી બનાવવામાં આવેલ છે.
ઉત્તરઃ
ખોટું

(45) કુતુબમિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
ઉત્તરઃ
ખરું

(46) હમ્પી આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલ છે.
ઉત્તરઃ
ખોટું

(47) હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું.
ઉત્તરઃ
ખરું

(48) હુમાયુનો મકબરો તેની પત્ની હમીદા બેગમે બંધાવ્યો હતો.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(49) હુમાયુનો મકબરો ભારતીય શૈલીમાં નિર્માણ પામેલ છે.
ઉત્તરઃ
ખોટું

(50) આગરાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલ છે.
ઉત્તરઃ
ખરું

(51) આગરાનો લાલ કિલ્લો શાહજહાંએ બંધાવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

(52) 70 ફૂટ ઊંચી દીવાલ ધરાવતા લાલ કિલ્લાનો ઘેરાવો દોઢ માઈલનો છે.
ઉત્તરઃ
ખરું

(53) શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો આગરાના કિલ્લામાં વિતાવ્યા હતા.
ઉત્તરઃ
ખરું

(54) તાજમહાલ ગંગા નદીના કિનારે આવેલ છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(55) તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(56) તાજમહાલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ તેની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું

(57) તાજમહાલની સંપૂર્ણ ઇમારત પૂર્વથી પશ્ચિમ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે.
ઉત્તરઃ
ખોટું

(58) મુમતાજની કબર તાજમહાલના પ્રવેશદ્વાર પર છે.
ઉત્તરઃ
ખોટું

(59) દિલ્લીમાં આવેલ લાલ કિલ્લાનું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું

(60) શાહજહાંએ લાલ કિલ્લામાં કલાત્મક મયૂરાસનનું નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(61) દર વર્ષે 26 મી જાન્યુઆરીના દિવસે દિલ્લીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

(62) ફતેહપુર સિકરી રાજસ્થાનમાં આવેલું છે.
ઉત્તરઃ
ખોટું

(63) અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી શહેર વસાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું

(64) અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી.
ઉત્તરઃ
ખરું

(65) બુલંદ દરવાજો 48 મી ઊંચો અને 50 મી પહોળો છે.
ઉત્તરઃ
ખોટું

(66) યુનિસેફે ચાંપાનેર શહેરને ઈ. સ. 2004માં વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(67) ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.
ઉત્તરઃ
ખરું

(68) અમદાવાદમાં ભદ્રના કિલ્લામાં આવેલ ઝૂલતા મિનારા તેના કંપનના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
ઉત્તરઃ
ખોટું

(69) ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ પાટણમાં રાણીની વાવ બંધાવી હતી.
ઉત્તરઃ
ખરું

(70) ઈ. સ. 1140માં સિદ્ધપુરમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું

(71) સુરેન્દ્રનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલ છે.
ઉત્તરઃ
ખોટું

(72) દક્ષિણ ભારતનાં મંદિરો મથુરા શૈલીનાં છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(73) ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.
ઉત્તરઃ
ખરું

(74) ભારતનાં 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા મહત્ત્વની ગણાય છે.
ઉત્તરઃ
ખરું

(75) યુનેસ્કોએ ભારતનાં 18 જેટલાં સ્થળોને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

(1) કઈ દષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે? – વાસ્તુકળાની
(2) અજંતાની ગુફાઓના કયા બે પ્રકારો છે? – ચૈત્ય અને વિહાર
(3) અજંતાની ગુફાઓને કોણે પુનઃસંશોધિત કરી હતી? – હૉન સ્મિથે
(4) ઇલોરાની 16 નંબરની ગુફામાં કયું મંદિર આવેલું છે? – કૈલાસ મંદિર
(5) મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં કઈ ગુફાઓ આવેલી છે? – ઍલિફન્ટાની
(6) સ્થાનિક માછીમારો ક્યા સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે? – ઍલિફન્ટાને
(7) તમિલનાડુનું કયું શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે? – મહાબલીપુરમ્
(8) વિરૂપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? – પટ્ટદકલ શહેરમાં
(9) મધ્ય પ્રદેશનાં કયાં મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુક્લા જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બને છે? – ખજૂરાહોનાં મંદિરો
(10) ખજૂરાહોનાં મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયાં છે? – નાગર

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(11) રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં કર્યું મંદિર અદ્વિતીય છે? – કોણાર્કનું સૂર્યમંદિર
(12) કયું મંદિર ‘કાળા પેગોડા’ તરીકે પણ ઓળખાય છે? – કોણાર્કનું સૂર્યમંદિર
(13) કયા મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે? – બૃહદેશ્વર મંદિરનું
(14) કયા મિનાર પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે? – કુતુબમિનાર
(15) કયા નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલમંદિર અને હજારા રામમંદિરનું નિર્માણ થયું હતું? – હમ્પી
(16) કયા મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે? – હુમાયુના મકબરામાં
(17) કયા કિલ્લા પર હિંદુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે? – આગરાના કિલ્લા પર
(18) શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા? – આગરાના કિલ્લામાં
(19) ભારતનું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે? – તાજમહાલ
(20) તાજમહાલની મધ્યમાં કોની કબર છે? – મુમતાજ મહલની

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(21) કયા કિલ્લામાં શાહજહાંએ શાહજહાંના બાદ વસાવ્યું હતું? – દિલ્લીના લાલ કિલ્લામાં
(22) કયા જિલ્લામાં શાહજહાંએ દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઈમારતો બંધાવી હતી? – દિલ્લીના લાલ કિલ્લામાં
(23) દર વર્ષે 15 ઑગસ્ટના દિવસે કયા કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે? -દિલ્લીના લાલ કિલ્લા પરથી
(24) અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં કયું નગર વસાવ્યું હતું? – ફતેહપુર સિકરી
(25) ફતેહપુર સિકરી શહેરની સ્થાપના કોણે કરી હતી? – અકબરે
(26) ચાંપાનેર ગામ ક્યાં આવેલું છે? – પાવાગઢની તળેટીમાં
(27) સિંધુ સભ્યતાનાં કયાં બે નગરો ગુજરાતમાં આવેલાં હતાં? – ધોળાવીરા અને લોથલ
(28) હડપ્પીયન સંસ્કૃતિનું બંદર કયું હતું? – લોથલ
(29) ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે? – મહાશિવરાત્રિએ
(30) અમદાવાદની ઓળખ કઈ નગરી તરીકે કરી શકાય? – ઐતિહાસિક

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(31) અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાને કારણે કઈ જાળી પ્રખ્યાત છે? – સીદી સૈયદની જાળી
(32) પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? – રાણી ઉદયમતિએ
(33) પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? – સિદ્ધરાજ જયસિંહે
(34) અડાલજની વાવ ક્યાં આવેલી છે? – ગાંધીનગર પાસે
(35) ભારતનાં 32 જેટલાં વારસાનાં સ્થળોને કોણે વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે? – યુનેસ્કોએ
(36) કઈ ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે? – અજંતાની ગુફાઓ
(37) કોના સમયમાં ઇલોરાની ગુફાઓમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું? – રાષ્ટ્રકૂટ
(38) ઍલિફન્ટાની ગુફાઓની જગ્યાને ઍલિફન્ટા નામ કોણે આપ્યું હતું? – પોર્ટુગીઝોએ
(39) પલ્લવ વંશના ક્યા રાજાના સમયમાં મહાબલીપુરમાં સાત મંદિરોનું નિર્માણ થયું હતું?-નરસિંહવર્મન પ્રથમના
(40) ખજૂરાહો એ બુંદેલખંડના ક્યા રાજાઓની રાજધાનીનું સ્થળ હતું? – ચંદેલ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

(41) પ્રાચીન સમયનાં ખજૂરાહોનાં બધાં મંદિરો શામાંથી બનાવવામાં આવેલ છે? – ગ્રેનાઈટ પથ્થરોમાંથી
(42) કયા મંદિરનું નિર્માણ ઈ. સ. 1003થી ઈ. સ. 1010ના સમયગાળામાં થયું હતું? – બૃહદેશ્વર મંદિર
(43) બૃહદેશ્વર મંદિર ચોલ વંશના ક્યા રાજાએ બંધાવ્યું હતું? – રાજરાજ પ્રથમે
(44) હુમાયુના મૃત્યુ પછી તેના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? – તેનાં પત્ની હમીદા બેગમે
(45) દિલ્લીમાં આવેલો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? – શાહજહાંએ
(46) શાહજહાંએ બનાવડાવેલું કલાત્મક મયૂરાસન પોતાની સાથે ઈરાન કોણ લઈ ગયું હતું? – નાદીરશાહ
(47) ફતેહપુર સિકરીનો કયો દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે? – બુલંદ દરવાજો

યોગ્ય જોડકાં જોડોઃ
1.

‘અ’ ‘બ’
1. અજંતાની ગુફાઓ a. તમિલનાડુ
2. ઇલોરાની ગુફાઓ b. ધારાપુરી
3. ઍલિફન્ટાની ગુફાઓ c. સહ્યાદ્રિ પર્વતમાળા
4. મહાબલિપુરમ્ d. કર્ણાટક
e. ગુફાસમૂહોના ત્રણ સમૂહો

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. અજંતાની ગુફાઓ c. સહ્યાદ્રિ પર્વતમાળા
2. ઇલોરાની ગુફાઓ e. ગુફાસમૂહોના ત્રણ સમૂહો
3. ઍલિફન્ટાની ગુફાઓ b. ધારાપુરી
4. મહાબલિપુરમ્ a. તમિલનાડુ

2.

‘અ’ ‘બ’
1. વિરૂપાક્ષ(શિવ)નું મંદિર a. મીનાક્ષી મંદિર
2. ખજૂરાહોનાં મંદિરો b. બૃહદેશ્વરનું મંદિર
3. કોણાર્કનું સૂર્યમંદિર c. ચોસઠ યોગિનીનું મંદિર
4. ઊંચા શિખરવાળું મંદિર d. પટ્ટદકલ
e. કાળા પેગોડા

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. વિરૂપાક્ષ(શિવ)નું મંદિર d. પટ્ટદકલ
2. ખજૂરાહોનાં મંદિરો c. ચોસઠ યોગિનીનું મંદિર
3. કોણાર્કનું સૂર્યમંદિર e. કાળા પેગોડા
4. ઊંચા શિખરવાળું મંદિર b. બૃહદેશ્વરનું મંદિર

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

3.

‘અ’ ‘બ’
1. કુતુબમિનાર a. મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો
2. હમ્પી b. જહાંગીરી મહેલ
3. હુમાયુનો મકબરો c. યમુના નદી
4. આગરાનો કિલ્લો d. વિજયનગર સામ્રાજ્યની રાજધાની
e. કુરાનની આયાતો

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. કુતુબમિનાર e. કુરાનની આયાતો
2. હમ્પી d. વિજયનગર સામ્રાજ્યની રાજધાની
3. હુમાયુનો મકબરો a. મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો
4. આગરાનો કિલ્લો b. જહાંગીરી મહેલ

4.

‘અ’ ‘બ’
1. તાજમહાલ a. બુલંદ દરવાજો
2. ફતેહપુર સિકરી b. ખદીર બેટ
3. કીર્તિતોરણ (August 20) c. સુંદર અષ્ટકોણીય જાળી
4. ધોળાવીરા d. હડપ્પીયન સંસ્કૃતિનું બંદર
e. વડનગર

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. તાજમહાલ c. સુંદર અષ્ટકોણીય જાળી
2. ફતેહપુર સિકરી a. બુલંદ દરવાજો
3. કીર્તિતોરણ (August 20) e. વડનગર
4. ધોળાવીરા b. ખદીર બેટ

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

5.

‘અ’ ‘બ’
1. સહસ્ત્રલિંગ તળાવ a. અમદાવાદ
2. રુદ્રમહાલય b. પાટણ
3. હઠીસિંહનાં દેરાં c. મેશ્વો નદી
4. મલાવ તળાવ (March 20) d. સિદ્ધપુર
e. ધોળકા

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. સહસ્ત્રલિંગ તળાવ b. પાટણ
2. રુદ્રમહાલય d. સિદ્ધપુર
3. હઠીસિંહનાં દેરાં a. અમદાવાદ
4. મલાવ તળાવ (March 20) e. ધોળકા

4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
અજંતાની ગુફાઓના કેટલા ભાગ છે? કયા ક્યા?
ઉત્તર:
અજંતાની ગુફાઓના બે ભાગ છે:

  1. ચિત્રકલા (ભીંતચિત્રો) આધારિત ગુફાઓ અને
  2. શિલ્પકલા આધારિત ગુફાઓ.

પ્રશ્ન 2.
અજંતાની ગુફાઓને ક્યારે, કોણે પુનઃસંશોધિત કરી હતી?
ઉત્તર:
ઈ. સ. 1819માં અંગ્રેજ કેપ્ટન હૉન સ્મિથે અર્જતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી.

પ્રશ્ન 3.
ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે? કઈ કઈ?
ઉત્તરઃ
ઇલોરાની કુલ 34 ગુફાઓ છે, જેમાં 1થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મની છે.

પ્રશ્ન 4.
ઍલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે?
ઉત્તર:
ઍલિફન્ટાની ગુફાઓ મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયાની ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં એક નાના ટાપુ પર આવેલી છે.

પ્રશ્ન 5.
અરબ સાગરમાં આવેલી ગુફાઓને ‘ઍલિફન્ટા’ નામ કોણે, કઈ રીતે આપ્યું?
ઉત્તર:
અરબ સાગરમાં આવેલી ગુફાઓ પાસે પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિ જોઈને પોર્ટુગીઝોએ એ ગુફાઓને ‘ઍલિફન્ટા’ નામ આપ્યું.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 6.
કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે?
ઉત્તર કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી (જગન્નાથપુરી) જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે.

પ્રશ્ન 7.
કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ક્યારે, કોના સમયમાં થયું હતું?
ઉત્તર:
કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું.

પ્રશ્ન 8.
કોણાર્કનું સૂર્યમંદિર ક્યા ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે?
ઉત્તર:
કોણાર્કનું સૂર્યમંદિર દિવ્ય, સાંસારિક અને સજાવટી – આ ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે.

પ્રશ્ન 9.
કુતુબમિનારનું નિર્માણકાર્ય કોણે શરૂ કરાવ્યું હતું અને કોણે પૂરું કરાવ્યું હતું?
ઉત્તરઃ
કુતુબમિનારનું નિર્માણકાર્ય દિલ્લીના સુલતાન કુતબુદીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાઈ તથા ઉત્તરાધિકારી ઇસ્તુત્મિશે પૂરું કરાવ્યું હતું.

પ્રશ્ન 10.
હમ્પીના કૃષ્ણદેવરાયના સમયમાં ક્યાં મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે?
ઉત્તરઃ
હમ્પીના કૃષ્ણદેવરાયના સમયનાં વિઠ્ઠલ મંદિર, હજારા રામમંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અશ્રુતરાયનું મંદિર વગેરે મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 11.
મુસ્લિમ સ્થાપત્યમાંનું કયું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે?
ઉત્તરઃ
મુસ્લિમ સ્થાપત્યો પૈકી તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે.

પ્રશ્ન 12.
શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?
ઉત્તર:
શાહજહાંએ પોતાની પ્યારી બેગમ મુમતાજ મહલ(અર્જુમંદબાનુ)ની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો.

પ્રશ્ન 13.
તાજમહાલના એક મહેરાબ પર કઈ ઉક્તિ કંડારેલી છે?
ઉત્તર:
તાજમહાલના એક મહરાબ પર આ ઉક્તિ કંડારેલી છે: સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”

પ્રશ્ન 14.
લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
લાલ કિલ્લા(દિલ્લી)માં દિવાન-એ-આમ, દીવાન-એખાસ, મુમતાજનો શીશમહલ, રંગમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 15.
ધોળાવીરા શાને માટે જાણીતું છે?
ઉત્તર:
ધોળાવીરા તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.

પ્રશ્ન 16.
લોથલનો પરિચય આપો.
ઉત્તરઃ
લોથલ પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને અનેક સગવડોવાળું હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 17.
જૂનાગઢમાં જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે?
ઉત્તર :
જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે.

પ્રશ્ન 18.
ગુજરાતમાં કયાં કયાં સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે?
ઉત્તર :
ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.

પ્રશ્ન 19.
ગુજરાતમાં કયાં કયાં સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે?
ઉત્તર:
ગુજરાતમાં બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.

પ્રશ્ન 20.
ગુજરાતમાં કઈ પરિક્રમાનું ખૂબ મહત્વ છે?
ઉત્તરઃ
ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે.

પ્રશ્ન 21.
ચાર ધામ યાત્રામાં ક્યાં કયાં પવિત્ર તીર્થસ્થળોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી(ઓડિશા)નો સમાવેશ થાય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ફતેહપુર સિકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ફતેહપુર સિકરીમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરે ઇમારતો આવેલી છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઇલોરાની ગુફાઓની ટૂંકમાં માહિતી આપો.
અથવા
ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ જણાવો.
ઉત્તર:
ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે:

  • ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈ. સ. 600થી ઈ. સ. 1000 દરમિયાન થયેલું છે.
  • તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે.
  • ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 ગુફાઓ જૈન ધર્મની છે.
  • હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે.
  • અહીં બૌદ્ધો, જૈનો અને હિંદુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે.
  • ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે.
  • ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલાસર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે.
  • ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે.
  • તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે.
  • કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. એ શોભા અવર્ણનીય છે.

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો : મહાબલિપુરમ્
અથવા
મહાબલિપુરમનો પરિચય આપો.
ઉત્તર:
મહાબલિપુરમ્ તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે.

  • તે તેનાં ભવ્ય મંદિર-સ્થાપત્યો અને દરિયાકિનારા માટે પ્રસિદ્ધ છે.
  • દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નરસિંહવર્મન પ્રથમનું ઉપનામ ‘મહામલ્લ’ હતું. તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલિપુરમ્’ રાખ્યું હતું.
  • રાજવી નરસિંહરમન પ્રથમ મહાબલિપુરમાં કુલ સાત રથમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાંથી આજે અહીં પાંચ રથમંદિરો હયાત છે. બે રથમંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયાં છે.
  • અહીં, આજુબાજુના ખડકોમાંથી બનાવેલાં અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ મૂર્તિશિલ્પકલાના અદ્ભુત નમૂનારૂપ છે.
  • અહીં, મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ પણ જોવાલાયક છે.
  • વિશ્વભરમાં ખડકશિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલિપુરમ્ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 3.
પટ્ટદકલ સ્મારક વિશે માહિતી આપો.
ઉત્તર:
પટ્ટદકલ દખણના બદામીના ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું.

  • તે કર્ણાટક રાજ્યના બદામીથી આશરે 16 કિમી દૂર છે.
  • પટ્ટદકલ ચાલુક્ય શૈલીનાં સુંદર મંદિરોને લીધે જાણીતું છે.
  • ઈસુની સાતમ-આઠમી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું.
  • અહીંનાં મંદિરોના બાંધકામમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયો છે.
  • આ બંને સ્થાપત્ય શૈલીઓ અહીંનાં મંદિરોની રચનામાં એકબીજીને પ્રભાવિત કરે છે.
  • પટ્ટદકલનાં મંદિરો પૈકી વિરૂપાક્ષ(શિવ)નું મંદિર સૌથી વિશાળ છે.

પ્રશ્ન 4.
હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? તેના વિશે ટૂંકમાં પરિચય આપો.
અથવા
હુમાયુના મકબરાનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:
હુમાયુનો મકબરો (કબર) દિલ્લીમાં આવેલો છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

  • તે ઈ. સ. 1565માં બાંધવામાં આવ્યો હતો.
  • ઈ. સ. 1556માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું. એ સમયે હુમાયુની બેગમ હમીદાએ પોતાના પતિની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો.
  • આ મકબરાનું નિર્માણ ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • મુઘલ સમ્રાટોના મકબરાઓમાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણાય છે.

વિશેષઃ ઇતિહાસકારોના મતે હુમાયુના મકબરામાંથી પ્રેરણા લઈને જ તાજમહાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.]

પ્રશ્ન 5.
આગરાના કિલ્લા વિશે માહિતી આપો.
ઉત્તર:
ઈ. સ. 1565માં મુઘલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગરા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો.

  • તે લાલ પથ્થરોનો બનેલો છે. તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે.
  • આગરાના કિલ્લાનું નિર્માણ હિંદુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.
  • આ કિલ્લાની દીવાલો 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો લગભગ દોઢ માઈલનો છે.
  • આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા, જેથી તેની દીવાલોમાં ક્યાંય તિરાડો દેખાતી. નથી.
  • આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગીરી મહેલ બંધાવ્યો હતો.
  • આ મહેલ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે.
  • મુઘલ શહેનશાહ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આગરાના કિલ્લામાં ગુજાર્યા હતા.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પ્રશ્ન 6.
ચાંપાનેરનો પરિચય આપો.
ઉત્તર:
ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે.

  • ઈ. સ. 1484માં સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતી લીધું.
  • તેણે થોડા સમય માટે ચાંપાનેરને રાજધાનીનો દરજ્જો આપી તેને ‘મુહમ્મદાબાદ’ નામ આપ્યું.
  • અહીં મહમૂદ બેગડાએ બંધાવેલાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો (નગરકોટ) આવેલાં છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 12

  • ચાંપાનેરની સ્થાપકીય ઇમારતો તેમજ કિલ્લો ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન દર્શાવે છે.
  • ચાંપાનેરની સ્થાપત્યકલા અને તેના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં લઈ ઈ. સ. 2004માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે.

[વિશેષઃ જૂના સમયમાં વનરાજ ચાવડાએ પોતાના બાણાવળી સાથી અને કુશળ સેનાપતિ ચાંપાના નામ પરથી આ નગરી વસાવી હોવાનું મનાય છે.]

પ્રશ્ન 7.
દક્ષિણ ભારતનાં પ્રાચીન મંદિરોનો પરિચય આપો.
ઉત્તર:
દક્ષિણ ભારતનાં મંદિરો તેની આગવી સ્થાપત્યરચના માટે જાણીતાં છે. તે મંદિરોનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયેલું છે. આ મંદિરોમાં પિરામિડ જેવાં ભવન જોવા મળે છે. ભવન અનેક માળનું હોય છે. તેની પર કલાત્મક પથ્થર મૂકેલો હોય છે. આ મંદિરોનાં ચોગાન વિશાળ છે. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં નિર્માણ પામેલાં મુખ્ય મંદિરો નીચે પ્રમાણે છે:

રાજ્ય સ્થળ મંદિરનું નામ
1. તમિલનાડુ મહાબલિપુરમ્ મહાબલિપુરમ્
2. તમિલનાડુ કાંચીપુરમ્ કૈલાસ મંદિર
3. તમિલનાડુ તાંજોર (થંજાવુર) બૃહદેશ્વર મંદિર
4. તમિલનાડુ કાંચીપુરમ્ વૈકુંઠ પેરુમાન મંદિર
5. તમિલનાડુ મદુરાઈ મીનાક્ષી મંદિર
6. કર્ણાટક પટ્ટદકલ વિરૂપાક્ષ મંદિર
7. ઓડિશા ભુવનેશ્વર પરશુરામેશ્વરમું મંદિર

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો.
ઉત્તર:
અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘરા નદીના કાંઠે અર્ધગોળાકારે ઊભેલા સહ્યાદ્રિ પર્વતના એક ભાગને કોતરીને ઘોડાની નાળ આકારે બનાવવામાં આવી છે.

  • હાલમાં અજંતામાં 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે.
  • ઈ. સ. 1819માં અંગ્રેજ કેપ્ટન હૉન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી.
  • વાસ્તુકલાની દષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે.
  • અજંતાની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય છેઃ (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલો આધારિત ગુફાઓ.
  • ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓનાં ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાનાં છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે.
  • અજંતાની ગુફાઓના બે પ્રકાર છેઃ (1) ચેત્ય અને (2) વિહાર.
  • 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે.
  • અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા, ગાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે.
  • માનવીના હસ્તક્ષેપને કારણે તેમજ સમયની અસરને લીધે ઘણાં ચિત્રો ક્ષતિગ્રસ્ત બન્યાં છે.
  • આ ગુફાઓ તેની આગવી કલાસમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે.
  • આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો સુભગ સમન્વય થયેલો છે. આ ગુફાઓના અપૂર્વ કલાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરી છે.

[વિશેષ: ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહે છે અને અધ્યયન કરે છે.].

GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

પરિશિષ્ટ 1
ભારતમાં આવેલાં વિશ્વવારસાનાં સ્થળો

ક્રમ રાજ્ય વિશ્વવારસાનું સ્થળ
1. મહારાષ્ટ્ર 1. અજંતાની ગુફાઓ

2. ઇલોરાની ગુફાઓ

3. ઍલિફન્ટાની ગુફાઓ

2. ગુજરાત 1. ગીર અભયારણ્ય, જૂનાગઢ

2. સૂર્યમંદિર, મોઢેરા

3. ચાંપાનેર – પાવાગઢ

4. રાણીની (રાણકી) વાવ – પાટણ

3. ઉત્તર પ્રદેશ 1. તાજમહાલ, આગરા

2. આગરાનો કિલ્લો

3. મુઘલ સિટી, ફતેહપુર સિકરી

4. મધ્ય પ્રદેશ 1. ખજૂરાહોનાં મંદિરો

2. બૌદ્ધ સ્મારક, સાંચી

3. ભીમબેટકાની ગુફાઓ

5. પશ્ચિમ બંગાળ 1. દાર્જિલિંગ હિમાલય રેલવે

2. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન

6. કર્ણાટક 1. સ્મારકસમૂહ, પટ્ટદકલ

2. હમ્પી સ્મારકસમૂહ

7. તમિલનાડુ 1. સ્મારકસમૂહ, મહાબલિપુરમ્

2. બૃહદેશ્વર મંદિર, થંજાવુર

8. દિલ્લી 1. કુતુબમિનાર સંકુલ

2. હુમાયુનો મકબરો

9. અસમ 1. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

2. માનસ વન્યજીવન અભયારણ્ય

10. ઉત્તરાખંડ * નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
11. ઓડિશા * સૂર્યમંદિર, કોણાર્ક
12. રાજસ્થાન * કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
13. બિહાર * મહાબોધિ મંદિર સંકુલ, બોધિગયા
14. ગોવા * જૂના ગોવાનાં દેવળો અને કોન્વેન્ટ

પરિશિષ્ટ 2
ભારતઃ રાષ્ટ્રીય વારસાનાં સ્થળો
GSEB Class 10 Social Science Important Questions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો 13

Leave a Comment

Your email address will not be published.