This GSEB Class 10 Social Science Notes Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી covers all the important topics and concepts as mentioned in the chapter.
આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી Class 10 GSEB Notes
→ આજનું ભારત વસ્તીવધારો, ફુગાવો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, ભાવવધારો, ભૂખમરો, ભ્રચાર, આતંકવાદ વગેરે ગંભીર અને જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
→ ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO World Health Organisation)ના નિયામક ખ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો.
→ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન-પરિવહન વગેરે પાછળ ધતા ખર્ચ તેમજ ખાવક મુજબ તથા કલરીને આધારે જીવનધોરણની નક્કી કરેલ સપાટીને “ગરીબીરેખા’ કહે છે.
→ ગરીબીરેખાથી નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીતો છે :
- કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે અને
- કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે (કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્યસંખ્યા).
→ નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદન પ્રાથમિક જીવનજરૂરિયાતો લઘુતમ બજારભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું તે.
→ સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલ વહેંચીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ તુલનાત્મક) ગરીબી કહે છે.
→ વિશ્વબેન્કે આંતરરાષ્ટ્રીય ધોરણે તુલના થઈ શકે એ માટે 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 190 s (યુ.એસ.એ. ડૉલર) નક્કી કરી હતી.
→ UNDP-2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈ. સ. 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 % હતું, તે પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 25,7 % અને શહેરી વિસ્તારમાં 13.7 % ગરીબીનું પ્રમાણ હતું. છે. ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ (38, 93 %) છે; જ્યારે સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય ગોવા (5.09 %) છે.
→ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 16.63 % છે.
→ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે મુખ્યત્વે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો વગેરે ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે,
→ ભારતમાં શહેરી ક્ષેત્રે મુખ્યત્વે કામચલાઉ મજૂરો, બેરોજગાર દૈનિક શ્રમિકો, ઘરનોકરો, રિક્ષાચાલકો, ચા-નાસ્તાની લારી-ગલ્લા કે હોટલ-ઢાબા પર કે ઑટોમૅરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિલુકો વગેરે ગરીબીરેખા નીચે જીવન જીવી રહ્યા છે.
→ હાલની ભારત સરકારે “ગ્રામોદયથી ભારતઉદય’ના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારનો મૂળ વિચારે અમલમાં મૂક્યો છે.
→ આર્થિક લાભોનું વિસ્તરણ ન થતાં ભારતમાં ધનિક વર્ગ વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બન્યા છે.
→ ભારત સરકારે ગરીબોની જીવનજરૂરિયાતની વપરાશી વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ “વાજબી ભાવની દુકાનો” (FPSS) દ્વારા નિયત જગ્યામાં રાહતદરે પૂરી પાડીને ગરીબોના જીવનધોરણને ઊંચું લાવવા જોગવાઈ કરી છે.
→ ગરીબીનિર્મુલન યોજના અન્વયે ભારત સરકારે કૃષિક્ષેત્રે આ લાભદાયક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે :
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
- પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
- રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને
- ઈ-નામ્ યોજના.
→ ભારત સરકારે રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવા – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (MGNREGA- મનરેગા) અમલમાં મૂકી છે.
→ ઍરો બિઝનેસ પૉલિસી 2018 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.
→ જે વ્યક્તિની ઉંમર 15થી 60 વર્ષની હોય અને રોજગારીની શોધમાં હોય તથા વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતી હોય છતાં પૂરતા સમયનું કામ મેળવી શકતી ન હોય તે વ્યક્તિને બેરોજગાર” કે “બેકાર’ કહેવાય.
→ ભારતીય અર્થતંત્રમાં ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન કે છૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી વગેરે વિવિધ સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે,
→ ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં 118 મિલિયન લોકો બેરોજગાર હતા. તેમાં 12 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા.
→ લેબર બ્યુરોના સર્વે મુજબ ઈ. સ. 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 6.4 % અને ગુજરાતમાં દર હજારે 12 વ્યક્તિઓનો એટલે કે 1.2 % હતો.
→ ભારતમાં સિક્કિમ, કેરલ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ‘ જમ્મુ-કશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે છે.
→ બેરોજગારીની સમસ્યા એ આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે.
→ ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા બેરોજગારોને તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલના વિકાસ માટે મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા” અને “ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો અમલમાં મુક્યા છે.
→ નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગસાહસિકોને ‘સ્યટ-અપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સસ્તી લોનની મદદ આપવામાં આવે છે.
→ રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધ કરતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ-અકુશળ યુવાનોને કામ આપવા માગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે.
→ રોજગાર વિનિમય કેન્દ્ર રોજગાર, કારકિર્દી જેવાં મૅગેઝિનો પ્રસિદ્ધ કરે છે.
→ વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું પરસ્પર આદાન-પ્રદાન કરે છે, તેને “વિશ્વ-શ્રમબજાર’ કહે છે.
→ શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ મેળવવા માટે તેમજ વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં દેશના બુદ્ધિધનનું બહિર્ગમન બ્રેઇન ડ્રેઇન’ (Brain Drain) એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું સ્થળાંતર છે.