GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Lekhan Kaushalya Vichar Vistar વિચારવિસ્તાર Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Lekhan Kaushalya Vichar Vistar

Std 11 Gujarati Lekhan Kaushalya Vichar Vistar Questions and Answers

‘વિચારવિસ્તાર એટલે આપેલી કાવ્યપંક્તિઓ કે સૂત્રમાં રહેલા ગૂઢ વિચારને સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવવો.

વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

1. વિચારવિસ્તાર સામાન્ય રીતે ત્રણ રીતે કરવામાં આવે છે?
શરૂઆતઃ મુખ્ય વિચાર (રહસ્ય, મર્મ કે ધ્વનિ) એક-બે પંક્તિઓમાં દર્શાવવો.
મધ્યઃ આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું.
અંતઃ છેલ્લે વિધાનનું તાત્પર્ય લખવું અર્થાત્ તેના પરથી ફલિત થતો અર્થ લખવો જોઈએ.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

2. વિચારવિસ્તારમાં આવતાં વાક્યો પરસ્પર સુસંકલિત હોવાં જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ.

૩. વિચારવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ તથા સરળ અને પ્રચલિત શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. યોગ્ય લાગે તો રૂઢિપ્રયોગો પણ વાપરી શકાય. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.

4. વિચારવિસ્તાર કર્યા પછી તેને એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ.

નીચેની પ્રત્યેક પંક્તિનો આશરે 100 (એકસો) શબ્દોમાં વિચારવિસ્તાર કરોઃ

પ્રશ્ન 1.
નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન
ઉત્તરઃ
આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે; પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી.

વિદ્યાર્થી હોય, તેણે પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ.

વળી, સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તો પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

નિષ્ફળતા મળવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્ત્વ નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છેઃ Not failure, but low aim is a crime.

પ્રશ્ન 2.
જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી
ઉત્તર :
પ્રેમનું બંધન સર્વશ્રેષ્ઠ બંધન છે.

જગતને જીતવા માટે અનેક ઉપાયો છે. કોઈ લાલચ બતાવી જીતવા પ્રયત્ન કરે છે, કોઈ ભય બતાવી જીતવા પ્રયત્ન કરે છે. આ બધા પ્રયત્નો અધૂરા છે, તેનાથી કદાચ જીત મેળવી શકાય, પણ તે કાયમી રહેતી નથી. વળી તેમાં મીઠાશ પણ રહેતી નથી. સ્નેહનું બંધન તોડી ન શકાય તેવું બંધન છે.

વળી તેમાં મીઠાશ પણ હોય છે. સ્નેહની કડીથી આપણે દુશ્મનને મિત્ર બનાવી શકીએ છીએ; હિંસક પશુને પણ આપણે વશ કરી શકીએ છીએ.

સ્નેહના બંધને શ્રીકૃષ્ણ દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદૂરની ભાજી ખાધી. સ્નેહના બંધને શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ બન્યા.

આપણે સ્નેહના શસ્ત્ર વડે સૌનાં દિલ જીતવા પ્રયત્ન કરવો જોઈએ.

પ્રશ્ન 3.
શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.
ઉત્તર :
કોઈ આપણી સાથે વેર રાખે તો આપણે તેની સાથે વેરભાવ રાખીએ તેથી વેર(દુશ્મનાવટ)નો અંત આવતો નથી, પરંતુ વેરભાવ વધતો જ જાય છે. કોઈ આપણી સાથે પાપ કરે, તો તેની સાથે પાપ કરવાથી પાપનો નાશ થતો નથી, પાપ વધતાં જ જાય છે. મૈત્રીભાવ એ જ એક સનાતન ઔષધ છે જેનાથી સર્વ દુઃખો દૂર થાય છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

રોજિંદા જીવનમાં આપણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. કોઈ આપણી સાથે દુશ્મનની જેમ વર્તે, કોઈ આપણને છેતરી જાય, કોઈ આપણી નિંદા કરે તો આપણે તેની સામે તે પ્રકારનો વ્યવહાર કરીએ તો તેનો અંત આવે જ નહીં.

આવા સમયે આપણે તેમની સાથે મૈત્રીભાવ રાખીને વ્યવહાર કરીશું તો જરૂર તેમના દિલને જીતી શકીશું. ભગવાન ઈસુએ એમને વધસ્તંભ પર ચડાવનાર માટે પણ ક્ષમાભાવ, મૈત્રીભાવ રાખ્યો હતો.

અવેરે શમે વેર, ન શમે વેર વેરથી.

પ્રશ્ન 4.
મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈક જિંદગીમાં.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ કહે છે કે મને અનેક નિષ્ફળતાઓ મળી, પરંતુ તેથી જ હું જિંદગીમાં સફળ થયો.

કરોળિયો ગુફામાં જાળ બનાવતાં અનેક વાર પડી જાય છે, પરંતુ તે પોતાના પ્રયત્નો સતત ચાલુ જ રાખે છે અને છેવટે જાળ બનાવવામાં સફળ થાય છે.

એક વાર નિષ્ફળતા મળવાથી પ્રયત્ન છોડી દેનાર ક્યારેય જીવનમાં ? સફળતા મેળવી શકતો નથી. સફળતા માટેની શરત એક જ છે : હતાશ થયા વિના નિષ્ફળતાનાં કારણો શોધીને સતત પ્રયત્નો કરતાં રહેવું.

આજે આપણે અવનવી વિજ્ઞાનની શોધોની સુવિધા મેળવી રહ્યા છીએ તેમાં અનેક લોકોના સતત પ્રયત્નો રહેલા છે.

અંગ્રેજીમાં કહ્યું છે : Failure is the pillar to success.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

પ્રશ્ન 5.
મળે છે કષ્ટ લીધા વિણ, જગતમાં ઉન્નતિ કોને?
વિહંગો પાંખ વીંઝે છે, પ્રથમ નિજ ઉડ્ડયન માટે.
ઉત્તર :
આ જગતમાં કષ્ટ લીધા વિના ઉન્નતિ કોને મળે છે? પોતાની પહેલી ઉડ્ડયન માટે પંખીઓને પોતાની પાંખ વીંઝવી પડે છે. પ્રયત્નના થાળમાં ભાગ્યભોજન ભળે છે. પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીએ રાતદિવસ ઉજાગરા કરીને અભ્યાસ કરવો પડે છે.

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પંખીઓ કષ્ટ વેઠીને પહેલું ઉડ્ડયન કરતાં હશે ત્યારે તેઓને કેવો આનંદ આવતો હશે! દરિયાનાં અનેક તોફાનોને સહન કરીને કોલંબસ જ્યારે સફળ થયો ત્યારે તેને કેવો આનંદ થયો હશે !

સિદ્ધિ મેળવવાનો રસ્તો સરળ નથી. એ રસ્તામાં આવતાં વિદ્ગો, તકલીફ વેઠીને પાર કરી શકે તે જ સિદ્ધિને શિખરે પહોંચી શકે છે. આપણે ઉન્નતિ માટે કષ્ટ સહન કરીએ.

પ્રશ્ન 6.
હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં;
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.
ઉત્તર :
જગતમાંથી પાપોને દૂર કરવાનો ઉત્તમ માર્ગ આ પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યો છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

માણસમાં પાપ અને પુણ્યની વૃત્તિ સ્વાભાવિક રીતે રહેલી ; છે. તેથી આ પૃથ્વી પર આદિકાળથી પાપનું આચરણ થતું રહ્યું છે. પાપીઓને હણવાથી જગતમાંથી પાપ ઓછું થશે નહિ, પરંતુ બમણું થશે. પાપીઓને દંડવા માત્રથી પાપોનો સમૂળગો નાશ થતો નથી.

પાપીઓની પાપ કરવાની વૃત્તિ સામે અડગ દિલના ગુપ્ત બળથી લડવું જોઈએ. એમ કરવાથી પાપીઓની પાપ કરવાની વૃત્તિ જતી રહેશે. આ ગુપ્ત બળ કયું? હૃદયની નિર્મળ સ્નેહવૃત્તિ એ ગુપ્ત બળ છે. સ્નેહથી પાપીઓમાં રહેલી પાપવૃત્તિને રચનાત્મક દિશામાં વાળી શકાય છે.

પાપીઓને ધિક્કારો નહિ, તેઓને વિશ્વાસમાં લઈ તેઓને પાપ કરતાં રોકો.

પ્રશ્ન 7.
અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો;
એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાગે પાંગળો.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે, કારણ કે અંધજન પાસે માત્ર એક અંગ અર્થાત્ દષ્ટિ જ હોતી નથી. જ્યારે અજ્ઞાની પાસે બધાં અંગો હોવા છતાં પોતાના અજ્ઞાનને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે.

આંધળા માણસને અંધાપા સિવાયની કોઈ લાચારી નથી હોતી. તેનું દુઃખ આંખો પૂરતું મર્યાદિત હોય છે. આથી ઘણા અંધજનો જુદાં જુદાં ક્ષેત્રોમાં કુશળતા મેળવીને આનંદપૂર્વક જીવન જીવે છે.

સાહિત્ય, સંગીત કે હસ્તકલામાં નિપુણતા મેળવીને તેઓ ખૂબ સારી રીતે પોતાનો જીવનનિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. આમ છતાં તેમનાં અનુપમ કાવ્યોને આજે પણ લોકો

યાદ કરે છે. અંધ વ્યક્તિ તો રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે જ્યારે 2 અજ્ઞાની વ્યક્તિ ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે ૨ ખોડ ધરાવે છે, જ્યારે અજ્ઞાનીનાં બધાં જ અંગો પાંગળાં હોય છે.

આમ, કવિ કહે છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન 3 કરવો જોઈએ.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

પ્રશ્ન 8.
વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન,
ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા 3 અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને જરૂર હોય ત્યારે આપણા ઉપયોગમાં આવતાં નથી.
વિદ્યા માનવીને મુશ્કેલીઓમાંથી સાચો રાહ દેખાડે છે; પરંતુ 5 મુશ્કેલી આવે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોમાં પાનાં ઉથલાવવા ૨ ન બેસાય. વિદ્યા તો આપણી કોઠાસૂઝમાં ઊતરેલી હોવી જોઈએ. એ રીતે આપણું ધન આપણે પારકા પાસે મૂક્યું હોય, પણ મુશ્કેલી 3 વખતે કામ ન આવે તો એ ધન શા કામનું? તેથી આપણું ધન આપણી 3 પાસે જ રાખવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે અને છતે પૈસે દુઃખી થવાનો વારો ન આવે.

પ્રશ્ન 9.
પૂજે જનો સો ઊગતા રવિને.
ઉત્તરઃ
સૂર્યપૂજા એ આપણી સંસ્કૃતિનું મહત્ત્વનું પાસું છે. બધા 3 લોકો સવારે સૂર્યની પૂજા કરે છે, પણ સંધ્યા ટાણે આથમતા સૂર્યનો કોઈ ભાવ પૂછતું નથી. આપણા રોજિંદા જીવનમાં પણ આવો જ ક્રમ જોવા મળે છે.

જેની પાસે અસાધારણ સત્તા કે સંપત્તિ હોય છે, તેની આસપાસ અસંખ્ય લોકો ટોળે વળે છે. કોઈ વ્યક્તિ સજ્જન, સગુણી કે વિદ્વાન હોય, પણ તેની પાસે સત્તા કે સંપત્તિ ન હોય તો તેનો કોઈ ભાવ પૂછતું નથી.

પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ શક્તિશાળી વ્યક્તિની ખુશામત કરવાની વૃત્તિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

જ્યાંથી મધ મળી શકે ત્યાં મધમાખીઓ એકઠી થાય છે. એવી 3 જ રીતે જેની પાસેથી લાભ મેળવી શકાય તેમ હોય, એવી વ્યક્તિની આસપાસ અસંખ્ય લોકો ભમ્યા કરે છે. એ જ વ્યક્તિ જો પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિ ગુમાવી બેસે તો તેની આસપાસ એકઠા થતા લોકો તેને છોડીને ચાલ્યા જાય છે.

GSEB Class 11 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર

સો સ્વાર્થના જ સગા છે. (10) ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, ન તે મનોરથોથી, સૂતેલા સિંહના મોંમાં પશુઓ આવી પડતાં નથી. ઉત્તરઃ આ પંક્તિઓમાં કવિ કહે છે કે મહેનત કરવાથી જ કોઈ પણ કાર્યમાં સફળતા મળે છે, મનોરથ સેવવાથી નહિ.

તે માટે સિંહનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સિંહ જંગલનો રાજા કહેવાય 3 છે, છતાં પશુઓ એના મોંમાં આવી પડતાં નથી, સિંહે જાતે શિકાર કરવા જવું પડે છે.

કોઈ મહાન કાર્ય માટેનો સંકલ્પ કરવા માત્રથી તેમાં સિદ્ધિ મળતી નથી. વિદ્યાર્થી પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનો સંકલ્પ કરે તે સારું 3 છે, પણ જો તે નિયમિત સતત અભ્યાસ ન કરે, સમય વેડફે તો તેને 3 ધાર્યું પરિણામ ન મળે. તે માટે જાત ઘસી કાઢવી પડે.

પરિશ્રમના થાળમાં જ મનોરથનું ભોજન ભળી જાય છે.

Leave a Comment

Your email address will not be published.