GSEB Class 11 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Rudhiprayog રૂઢિપ્રયોગ Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Rudhiprayog

Std 11 Gujarati Vyakaran Rudhiprayog Questions and Answers

રૂઢિપ્રયોગ સ્વાધ્યાય

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોમાંથી રૂઢિપ્રયોગ ઓળખાવી તેનો અર્થ લખોઃ

(1) કુંતીના પુત્રોના જીવ તાળવે તોળાઈ રહ્યા છે.
ઉત્તરઃ
જીવ તાળવે તોળાવવો – જીવ જોખમમાં મુકાવો

CGSEB Class 11 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(2) આ બુઢા આદમીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝુલાવ્યો છે.
ઉત્તરઃ
સ્નેહને ઝૂલે ઝુલાવવું-સ્નેહ, પ્રેમથી પાલન કરવું

(3) તેઓ પાણીના મૂલે જમીનને વેચી દે છે.
ઉત્તરઃ
પાણીના મૂલે – ખૂબ સસ્તામાં

(4) છોકરાને ભાઈબાપા કરીને તેમણે ભણવા શહેરમાં મૂક્યો.
ઉત્તરઃ
ભાઈબાપા કરવા – વિનંતી કરવી

(5) પહેલાં બંને મિત્રો હતા, પણ હવે તેમને બારમો ચંદ્રમા છે.
ઉત્તરઃ
બારમો ચંદ્રમા હોવો – દુશ્મનાવટ હોવી

(6) હે ભગવાન! મારું નાક ન કપાય તેનું ધ્યાન રાખજો.
ઉત્તરઃ
નાક કપાવું – આબરૂ જવી

CGSEB Class 11 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(7) બે પૈસા પાસે હોય એટલે ઢોલકી બજાવવાવાળાની ક્યાં તાણ છે?
ઉત્તરઃ
બે પૈસા પાસે હોવા – શ્રીમંત હોવું, મિલકત હોવી

(8) ઘડીના છઠ્ઠા ભાગમાં તો આખુંય ખેતર પાણી પાણી થઈ ગયું.
ઉત્તરઃ
ઘડીના છઠ્ઠા ભાગમાં – ટૂંક સમયમાં

(9) અરે આ જમીન ચોખ્ખી કરવામાં તો તેણે પોતાનો કસ કાઢી લીધો.
ઉત્તરઃ
કસ કાઢી લેવો – ખૂબ મજૂરી કરાવવી

પ્રશ્ન 2.
નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો:

(1) કાગનો વાઘ કરવો-સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપવું
વાક્ય કચરો નાખવા જેવી બાબતમાં બે પાડોશીઓએ કાગનો વાઘ કર્યો, છેવટે મામલો પોલીસ-સ્ટેશને પહોંચ્યો.

(2) આંખ ઊઘડવી – ભાન થવું, સમજાવું
વાક્યઃ પરીક્ષાનું નબળું પરિણામ આવ્યું ત્યારે જ નેહાની આંખ ઊઘડી.

CGSEB Class 11 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(3) પેટમાં ફાળ પડવી – ચિંતા થવી
વાક્યઃ અડધી રાત્રે ફોન રણકતાં પેટમાં ફાળ પડી.

(4) માથું ખાવું- હેરાન કરવું
વાક્ય પ્રીતિ નવો મોબાઇલ લાવી આપવા પપ્પાનું માથું ખાય છે.

(5) આબરૂના કાંકરા કરવા – ફજેતી થવી, બેઆબરૂ થવું
વાક્ય : મનોજભાઈએ ચોરી કરીને આબરૂના કાંકરા કર્યા.

(6) એકના બે ન થવું-પોતાની વાતમાં મક્કમ રહેવું
વાક્યઃ બધાંએ એને ખૂબ સમજાવી, પરંતુ સોનલ એકની બે ન થઈ ને એણે વાણિજ્ય પ્રવાહમાં જ પ્રવેશ લીધો.

(7) આસમાન તૂટી પડવું – અતિશય દુ:ખ આવી પડવું
વાક્ય કમાઉ દીકરાનું આકસ્મિક અવસાન થતાં કુટુંબ પર આભ તૂટી પડ્યું.

(8) ઊતારી પાડવું – અપમાન કરવું
વાક્યઃ તમારી આ વાતવાતમાં ઊતારી પાડવાની ટેવ સારી નથી.

CGSEB Class 11 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

(9) ગળે વાત ઊતરવી – સમજાવું
વાક્યઃ મેં એને સમાધાન કરી લેવા ખૂબ સમજાવ્યો, પરંતુ તેને ગળે મારી વાત ન ઊતરી.

(10) પાણી વલોવવું – ફોગટ ફાંફાં મારવાં
વાક્યઃ ભલાજીએ પૈસા ઉછીના લેવા માટે આમતેમ પાણી વલોવ્યું, પણ તેમને કોઈએ પૈસા ઉછીના આપ્યા નહીં.

(11) છાણે વીંછી ચડાવવો – ઉશ્કેરવું, ચડાવવું
વાક્ય પ્રમોદભાઈનો સ્વભાવ જ છાણે વીંછી ચડાવવાનો છે, તે સમાધાન થવા દેશે નહીં.

પ્રશ્ન ૩.
તમારા પાઠ્યપુસ્તકમાંથી રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો હોય તેવાં પાંચ વાક્યો તારવીને લખોઃ
ઉત્તરઃ

  • તેના હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો.
  • ઇચ્છાશંકરે ઘણી લીલીસૂકી જોઈ હતી.
  • કોણ જાણે શું છે તે કાપડની વાતમાં જ એમનું મોટું ચડી જાય છે.
  • અને હવે એ દિવસે અંગરાજ બનાવી તમારી આંખ ઠારનારને જ હું તજી દઉં એવું તમે કહેવા આવ્યાં છો?
  • લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા!

CGSEB Class 11 Gujarati Vyakaran રૂઢિપ્રયોગ

નોંધઃ દરેક પાઠ-કાવ્યના “વ્યાકરણ’માં “રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પ્રશ્ન આપવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published.