This GSEB Class 6 Maths Notes Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ covers all the important topics and concepts as mentioned in the chapter.
ગુણોત્તર અને પ્રમાણ Class 6 GSEB Notes
→ ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે.
→ એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામા ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય.
→ ગુણોત્તર માટે બંને માપના એકમ સરખા હોવા જોઈએ.
→ ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ.
→ ગુણોત્તરને સ્વરૂપે કે “અંશ છેદી સ્વરૂપે દર્શાવાય છે.
→ ગુણોત્તરનું પદ હંમેશાં અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય છે.
→ ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી.
→ ગુણોત્તર દર્શાવતી વખતે હંમેશાં પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખાય.
→ જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય, તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય.
- 1 પેન્સિલ અને 6 પેન્સિલનો ગુણોત્તર = \(\frac{1}{6}\) = 1
- 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર = \(\frac{2}{12}=\frac{1}{6}\) = 1: 6
- આમ, 4, 6, 2, 12 પ્રમાણમાં છે. ટૂંકમાં 1: 6:2: 12 લખાય.
→ પ્રમાણમાં કુલ ચાર પદ હોય છે.
→ પ્રમાણમાં પહેલું અને છેલ્લું પદ અંતિમ પદો જ્યારે બીજું અને ત્રીજું પદ મધ્યમ પદો છે.
→ પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. એટલે કે બે અંતિમ પદોનો ગુણાકાર = બે મધ્યમ પદોનો ગુણાકાર
ઉપરના ઉદાહરણમાં જુઓ : 1 × 12 = 12 અને 6 × 2 = 12
→ વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી જરૂરી વસ્તુઓની કિંમત શોધવાની રીતને એકમ પદ્ધતિ (Unitary Method) કહે છે.