Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 15 આપણી આસપાસની હવા Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 15 આપણી આસપાસની હવા
(A) હેતુલક્ષી પ્રશ્નો
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધુ અસરકારક છે?
A. ચાળવું
B. ગાળવું
C. ઊપરવું
D. વીણવું
ઉત્તરઃ
C. ઊપરવું
પ્રશ્ન 2.
ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે?
A. મંદિરની ધજા ફરકે છે.
B. ઝાડનાં પાંદડાં હાલે છે.
C. ફરકડી ફરે છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
હવા શું છે?
A. તત્ત્વ
B. મિશ્રણ
C. સંયોજન
D. વરાળ
ઉત્તરઃ
B. મિશ્રણ
પ્રશ્ન 4.
હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલામા ભાગનું છે?
A. \(\frac{2}{3}\)
B. \(\frac{3}{5}\)
C. \(\frac{4}{5}\)
D. \(\frac{1}{2}\)
ઉત્તરઃ
C. \(\frac{4}{5}\)
પ્રશ્ન 5.
હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે?
A. હિમ
B ધુમાડો
C. ભેજ
D. ઝાકળ
ઉત્તરઃ
C. ભેજ
પ્રશ્ન 6.
પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે?
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઈડ
C. નાઇટ્રોજન
D. હાઇડ્રોજન
ઉત્તરઃ
A. ઑક્સિજન
પ્રશ્ન 7.
હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે?
A. પેરાશૂટ
B. ગ્લાઈડર
C. હોવરક્રાફટ
D. પવનચક્કી
ઉત્તરઃ
B. ગ્લાઈડર
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
હવામાં ………………………….. ની હાજરી કુદરતમાં જલચક્રને ચલાવવામાં ઉપયોગી છે.
ઉત્તર:
પાણીની વરાળ
પ્રશ્ન 2.
હવામાં ઑક્સિજન વાયુનું પ્રમાણ ………………. % છે.
ઉત્તર:
21
પ્રશ્ન 3.
હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ …………………. % છે.
ઉત્તર:
78
પ્રશ્ન 4.
દરેક સજીવનું જીવન ટકાવી રાખવા શ્વસનમાં હવામાનો ……………………… વાયુ જરૂરી છે.
ઉત્તર:
ઑક્સિજન
પ્રશ્ન 5.
હવાનું હરતું- ફરતું સ્વરૂપ એટલે …………………….
ઉત્તર:
પવન
પ્રશ્ન 6.
…………………….. દરમિયાન પવન પ્રચંડ વેગથી ફૂંકાય છે.
ઉત્તર:
વાવાઝોડા
પ્રશ્ન 7.
વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન ………………… વાયુનું ઉત્પાદન કરે છે.
ઉત્તર:
ઑક્સિજન
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે ઈ જાય છે?
ઉત્તર:
ઑક્સિજન
પ્રશ્ન 2.
હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે?
ઉત્તર:
નાઈટ્રોજન
પ્રશ્ન 3.
હવામાં ઑક્સિજનનું પ્રમાણ કેટલામા ભાગ જેટલું છે?
ઉત્તર:
\(\frac{1}{5}\)
પ્રશ્ન 4.
કાચના પ્યાલામાં બરફ મૂકતાં પ્યાલાની બહારની સપાટી ઝાંખી બને છે. આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે?
ઉત્તર:
પાણીની વરાળ
પ્રશ્ન 5.
હવાના મુખ્ય બે ઘટકો જણાવો.
ઉત્તર:
નાઇટ્રોજન અને ઑક્સિજન
પ્રશ્ન 6.
હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? :
ઉત્તર:
0.04 %
પ્રશ્ન 7.
લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ ક્રિયાને શું કહે છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ
4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને હવામાન કહે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
પર્વતારોહણ કરનારા પોતાની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલા સિલિન્ડર લઈ જાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 3.
હવાને જોઈ શકાતી નથી.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 4.
હવા સંયોજન છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
હવા જગ્યા રોકતી નથી.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 7.
મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઑક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 9.
આપણે હંમેશાં મો વડે શ્વાસ લેવો જોઈએ.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
વનસ્પતિ શ્વસનમાં જેટલા પ્રમાણમાં ઑક્સિજન લે છે તે કરતાં વધુ પ્રમાણમાં ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં મુક્ત કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 11.
કાચના પ્યાલાને ઊંધો કરતાં તેમાંની હવા બહાર નીકળી જાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
પ્રાણીઓ વનસ્પતિ વિના જીવી શકે નહિ.
ઉત્તરઃ
ખરું
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
હવામાં કયા પ્રકારના ઘન રજકણો છે?
ઉત્તરઃ
હવામાં ઘન રજકણો સ્વરૂપે ધૂળના રજકણો, ફૂલોની પરાગરજ અને ધુમાડો હોય છે.
પ્રશ્ન 2.
હવામાં નાઈટ્રોજન વાયુ અને ઑક્સિજન વાયુનું કુલ પ્રમાણ કેટલા ટકા છે?
ઉત્તરઃ
હવામાં નાઈટ્રોજન વાયુ અને ઑક્સિજન વાયુનું કુલ પ્રમાણ 99 %) જેટલું છે.
પ્રશ્ન 3.
આપણે ઉચ્છવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ?
ઉત્તરઃ
આપણે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર કાઢીએ છીએ.
પ્રશ્ન 4.
વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે?
ઉત્તર:
વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે હોય છે.
પ્રશ્ન 5.
ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડુબાડી ત્રાંસો કરતાં શું થાય?
ઉત્તરઃ
ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડુબાડી ત્રાંસો કરતાં હવા પરપોટારૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાતું જાય છે.
પ્રશ્ન 6.
સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે?
ઉત્તરઃ
સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે.
પ્રશ્ન 7.
ફ્રીજમાંથી લીધેલું ઠંડું પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતાં શું થાય છે?
ઉત્તરઃ
ફ્રીજમાંથી લીધેલું ઠંડું પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતાં પ્યાલાની બહારની સપાટી પ્રથમ ઝાંખી પડે છે અને પછી તેના પર પાણીનાં ટીપાં બાઝે છે.
પ્રશ્ન 8.
હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ બને છે?
ઉત્તરઃ
હોડીના સઢમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે.
પ્રશ્ન 9.
પવન શાના ફેલાવામાં મદદ કરે છે?
ઉત્તર:
પવન ઘણાં ખરાં બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવામાં મદદ કરે છે.
પ્રશ્ન 10.
આગ લાગી હોય તે સમયે સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાની સલાહ શા માટે આપવામાં આવે છે?
ઉત્તરઃ
સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાથી આગને મળતો હવાનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેથી આગ બુઝાઈ જાય છે.
પ્રશ્ન 11.
સૂકાં પાંદડાં અને પાકના નકામા કચરાને શા માટે સળગાવવો જોઈએ નહિ?
ઉત્તરઃ
સૂકાં પાંદડાં અને પાકના નકામા કચરાને સળગાવવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ
- વાતાવરણ
- પવન
- ભેજ
ઉત્તરઃ
- વાતાવરણઃ પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
- પવનઃ ગતિમાન હવાને પવન કહે છે.
- ભેજઃ હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન શા માટે માસ્ક પહેરે છે?
ઉત્તરઃ
ભીડભાડવાળી જગ્યાએ ચાર રસ્તા પર વાહનોની અવરજવર ખૂબ જ હોય છે. વાહનો હવામાં ધુમાડા કાઢે છે. આથી આવા સ્થળે ધુમાડાનું અને ઊડતી ધૂળનાં રજકણોનું પ્રમાણ હવામાં વધારે હોય છે. પોલીસમૅનને ચાર રસ્તા પર લાંબો સમય આવી પ્રદૂષિત હવામાં અને વાહનોના ધુમાડાની વચ્ચે ટ્રાફિકનું સંચાલન કરવાનું હોય છે. આથી તેના શ્વસનમાં પ્રદૂષિત હવા જવાને કારણે સ્વાથ્ય બગડવાની સંભાવના રહેલી છે. તેથી ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન માસ્ક પહેરે છે.
પ્રશ્ન 2.
પવન એટલે શું? આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ
ગતિમાન હવાને પવન કહે છે. આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓ નીચે મુજબ છે :
- વૃક્ષોનાં પાંદડાં હલતાં દેખાય છે.
- મંદિરની ધજા લહેરાય છે.
- સૂકવેલાં કપડાં દોરી પર ઝૂલે છે.
- માથાના વાળ વિખરાઈ જાય છે. આ
પ્રશ્ન 3.
ફુલાવેલો ફુગ્ગો દીવાસળીની પેટીમાં કેમ સમાતો નથી?
ઉત્તરઃ
ફુલાવ્યા વગરનો જ્ઞો ઓછી જગ્યા રોકે છે. આથી તે દીવાસળીની પેટીમાં સમાઈ શકે છે. જ્યારે તે ફગ્ગાને ફલાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રમાણમાં ઘણી હવા ભરાય છે. આથી ફુલાવેલો ફુગ્ગો વધુ જગ્યા રોકે છે. તેથી ફુલાવેલો ફુગ્ગો દીવાસળીની પેટીમાં સમાતો નથી.
પ્રશ્ન 4.
પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસો રાખી ડુબાડતાં પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. આમ થવાનું કારણ જણાવો.
ઉત્તરઃ
ખાલી પ્યાલામાં હવા રહેલી છે. પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને ઊંધો ડુબાડતાં હવા બહાર નીકળી શકતી નથી. તે પ્યાલાને ત્રાંસો કરતાં તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે. આથી પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે.
પ્રશ્ન 5.
બહારની સપાટી ચક્યકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતાં પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે?
ઉત્તરઃ
પ્યાલામાં બરફનો ટુકડો મૂકતાં પ્યાલાની બહારની સપાટીને સ્પર્શતી આજુબાજુની હવા ઠંડી પડે છે. આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે. હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતાં તેનું ઘનીભવન થઈ પાણીનાં બિંદુઓ રૂપે પ્યાલાની બહારની સપાટી પર બાઝે છે. આ કારણે પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી દેખાય છે.
પ્રશ્ન 6.
હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો.
ઉત્તરઃ
હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચેનાં કાર્યોમાં થાય છે:
- સાઈકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન અને ગાડાંનાં પૈડાંમાં હવા ભરવામાં આવે છે.
- કપડાં સૂકાય છે, તે પણ હવાને આભારી છે.
- બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવામાં મદદ કરે છે.
- સઢવાળી હોડી, ગ્લાઈડર અને પેરાશૂટને ગતિ કરાવવામાં મદદ કરે છે.
- પક્ષીઓના અને વિમાનના ઉદ્દયન માટે હવા જરૂરી છે.
પ્રશ્ન 7.
હવાના બે ગુણધર્મો જણાવો.
ઉત્તર:
હવાના બે ગુણધર્મો:
- હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે.
- હવા જગ્યા રોકે છે. વિધારામાં
- હવાને દળ હોય છે.
પ્રશ્ન 8.
પવનચક્કીના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
પવનચક્કીના ઉપયોગો નીચે મુજબ છે :
- ટ્યૂબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે
- અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે
- વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન કરવા માટે.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે.
ઉત્તરઃ
ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઑક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. આથી ઊંચા પર્વતો પર જતાં પર્વતારોહકો પોતાની સાથે ઑક્સિજનના સિલિન્ડર લઈ જાય છે.
પ્રશ્ન 2.
શિયાળામાં વહેલી સવારે પાંદડાં પર પાણીનાં ટીપાં જોવા મળે છે.
ઉત્તરઃ
- શિયાળામાં દિવસ દરમિયાન પાણીનું સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય છે.
- આ વરાળ શિયાળાની રાત્રે ઠંડી પડે છે અને પાંદડાં જેવી ઠંડી વસ્તુને સ્પર્શતાં તેનું ઘનીભવન થઈ પાણીનાં ટીપાંરૂપે તેના પર જામે છે. આ કારણે શિયાળામાં વહેલી સવારે પાંદડાં પર પાણીનાં ટીપાં જોવા મળે છે.
પ્રશ્ન 3.
આપણે હંમેશાં નાક વડે શ્વાસ લેવો જોઈએ.
ઉત્તરઃ
નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ (ચીકણો) પદાર્થ આવેલા છે. આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંનાં ધૂળનાં રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેખ પદાર્થને લીધે ગળાઈને જાય છે. તેથી આવી અશુદ્ધિઓ શ્વસનતંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતરત્વચા પરથી હવા પસાર થતાં ગરમ ર થઈને જાય છે. આથી આપણે હંમેશાં નાક વડે શ્વાસ લેવો જોઈએ.
પ્રશ્ન 4.
કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે.
ઉત્તરઃ
કારખાનામાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે છે. ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેતા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતાં અટકે છે. આથી, આપણું અને અન્ય સજીવોનું આરોગ્ય જોખમાતું નથી. તેથી કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે.
પ્રશ્ન 5.
હવા મિશ્રણ છે.
ઉત્તરઃ
હવાના બંધારણમાં નાઈટ્રોજન વાયુ, ઑક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલાં છે. હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી – રાખે છે. વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું હોય છે. આ મિશ્રણના ગુણધર્મો છે. હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે.
3. જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) ઑક્સિજન | (a) પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગી |
(2) નાઇટ્રોજન | (b) જલચક્રમાં ઉપયોગી |
(3) કાર્બન ડાયોક્સાઈડ | (c) શ્વસનમાં ઉપયોગી |
(4) પાણીની વરાળ | (d) હવામાં સૌથી વધુ પ્રમાણ |
(e) પવનચક્કી ચલાવવા ઉપયોગી |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b).
પ્રશ્ન 2.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) પવનની દિશા બતાવતું સાધન | (a) ગ્લાઈડર |
(2) નુકસાનકારક ધુમાડાને આપણાથી દૂર રાખવા | (b) પર્વતારોહકો |
(3) ઑક્સિજનના સિલિન્ડર સાથે રાખે | (c) વેધરકૉક |
(4) હવામાં સરકતું એન્જિન વગરનું વિમાન | (d) લાંબી ચીમની |
(e) પવનચક્કી |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (b), (4) → (a).
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર આપો? વનસ્પતિ અને પ્રાણીઓનું એકબીજા પરનું આંતર અવલંબન સમજાવો.
ઉત્તરઃ
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધી કે આડકતરો આધાર રાખે છે. આમ, પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે. પ્રાણીઓ શ્વસનક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ખોરાક બનાવવા માટે ઉપયોગી બને છે.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ આ ઑક્સિજન શ્વસનક્રિયામાં ઉપયોગમાં લે છે અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આ કાર્બન ડાયૉક્સાઈડ વાયુ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઉપયોગમાં લે છે. આમ, વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની અને પ્રાણીઓ શ્વસનની ક્રિયા કરે છે અને કુદરતમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડ વાયુઓનું સંતુલન જાળવે છે. વનસ્પતિ વિના પ્રાણીઓ જીવી શકે નહિ અને પ્રાણીઓ વિના વનસ્પતિ જીવી શકે નહિ. તેથી વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર અવલંબિત છે.
પ્રશ્ન 2.
નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરોઃ
(1) હવા જગ્યા રોકે છે તે દર્શાવવું. સાધન-સામગ્રી સાંકડા મોંવાળી કાચની બૉટલ, કાચનું પાત્ર, પાણી.
પદ્ધતિઃ
- એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો.
- સાંકડા મોંવાળી કાચની બૉટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. બૉટલમાં પાણી દાખલ થાય છે કે નહિ તે જુઓ.
- હવે બૉટલને પાણીમાં સહેજ ત્રાંસી કરો. તમારું અવલોકન નોંધો.
અવલોકનઃ
શરૂઆતમાં ઊંધી રાખેલી બૉટલમાં પાણી દાખલ થતું નથી. બૉટલને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બૉટલમાં પાણી દાખલ થતું જાય છે.
નિર્ણયઃ
હવા જગ્યા રોકે છે.
(2) હવામાં ઑક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરવું.
અથવા
દહન માટે હવામાંનો ઑક્સિજન વાયુ જરૂરી છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ સરખા કદની બે નાની મીણબત્તી, ટેબલ, કાચનો પ્યાલો.
પદ્ધતિ:
- બે સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવો.
- બંને મીણબત્તી સળગાવો.
- એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકો. બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો.
- બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો.
- શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે કોઈ એક ઓલવાઈ જાય છે?
અવલોકન :
કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ જાય છે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે.
આમ થવાનું કારણ :
મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકવાથી પ્યાલામાં રહેલી હવામાં જેટલો ઑક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગતી રહી. પછી તે ઓલવાઈ ગઈ.
નિર્ણયઃ
હવામાં ઑક્સિજન વાયુ રહેલો છે.
(3) જમીનની માટીમાં હવા હોય છે તે દર્શાવવું.
સાધન-સામગ્ર: ખેતરની માટીનું સૂકું હેઠું, કાચનો પ્યાલો, પાણી.
પદ્ધતિઃ
- ખેતરમાંથી માટીનાં બે-ત્રણ નાનાં ઢેફાં લાવી તેને સુકવો.
- કાચના પ્યાલામાં માટીનાં સૂકાં ઢેફાં મૂકો.
- પછી પ્યાલામાંનાં ઢેફાં પર ધીમેથી ઢેફાં ડૂબે તેટલું પાણી રેડો.
- થોડી વાર પછી પ્યાલામાંના માટીનાં ઢેફાં અને પાણીનું અવલોકન કરો.
અવલોકનઃ
માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે.
નિર્ણયઃ
જમીનની માટીમાં હવા રહેલી છે.
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો કમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
કયો વાયુ સળગતી મીણબત્તીના સળગવામાં મદદરૂપ થતો નથી?
A. હવા
B. ઑક્સિજન
C. નાઇટ્રોજન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
C. નાઇટ્રોજન
પ્રશ્ન 2.
રમણ અને આરતી બંને સાંકડા મોંવાળી કાચની બૉટલ લઈ શિરોલંબ ઊંધી પકડી પાણી ભરેલા પાત્રમાં અડધી બૉટલ ડૂબાડે છે. રમણ બૉટલને સહેજ ત્રાંસી કરે છે, જ્યારે આરતી તે જ સ્થિતિમાં રાખે છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે?
A. રમણની બૉટલમાં પાણી ભરાવું શરૂ થશે.
B. આરતીની બૉટલમાં પાણી ભરાશે નહિ.
C. રમણની બૉટલમાંથી હવાના પરપોટા નીકળતા જણાશે.
D. આરતીની બૉટલમાંથી હવાના પરપોટા નીકળતા દેખાશે નહિ.
ઉત્તરઃ
A. રમણની બૉટલમાં પાણી ભરાવું શરૂ થશે.
પ્રશ્ન 3.
સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો પાડતાં ક્યારે મીણબત્તી હોલવાઈ જાય?
A. પ્યાલામાંની હવા પૂરેપૂરી વપરાઈ જાય ત્યારે
B. પ્યાલામાંની હવામાંનો નાઇટ્રોજન પૂરો વપરાઈ જાય ત્યારે
C. પ્યાલામાંની હવામાંનો ઑક્સિજન પૂરો વપરાઈ જાય ત્યારે
D. પ્યાલામાંની મીણબત્તી પૂરી વપરાઈ જાય ત્યારે
ઉત્તરઃ
C. પ્યાલામાંની હવામાંનો ઑક્સિજન પૂરો વપરાઈ જાય ત્યારે
પ્રશ્ન 4.
પવનચક્કી વિશે શું સાચું નથી?
A. પવનચક્કી મોટા પ્રમાણમાં પવન આપે છે.
B. પવનચક્કી પવનની ગતિને લીધે ફરે છે.
C. પવનચક્કી વડે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે.
D. પવનચક્કી વડે અનાજ દળવાની ઘંટી ચલાવી શકાય છે.
ઉત્તરઃ
A. પવનચક્કી મોટા પ્રમાણમાં પવન આપે છે.
પ્રશ્ન 5.
નીચે હવા વિશે છ વિધાન આપેલાં છેઃ
(i) હવા જગ્યા રોકતી નથી.
(ii) હવાને કોઈ રંગ નથી.
(iii) હવા પારદર્શક છે.
(iv) હવા દળ ધરાવે છે.
(v) હવા મિશ્રણ નથી.
(vi) હવામાં ઑક્સિજનનું પ્રમાણ સૌથી વધુ છે.
ઉપરનાં છ વિધાનો પૈકી કયાં સાચાં છે?
A. (i), (iii), (iv)
B. (ii), (iii), (iv)
C. (i), (ii), (vi)
D. (ii), (iv), (vi)
ઉત્તરઃ
B. (ii), (iii), (iv)