Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 2 આહારના ઘટકો Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 2 આહારના ઘટકો
વિશેષ પ્રોત્તર (A) હેતુલક્ષી પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયા આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવિષ્ટ નથી?
A. કાર્બોદિત
B. ચરબી
C. પાચક રેસા
D. પ્રોટીન
ઉત્તરઃ
પાચક રેસા
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો આહારનો ઘટક (પોષક દ્રવ્યો નથી?
A. પ્રોટીન
B. ચરબી
C. કાર્બોદિત
D. પાણી
ઉત્તરઃ
પાણી
પ્રશ્ન 3.
ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે?
A. કૉપર સલ્લેટનું દ્રાવણ
B. કૉસ્ટિક સોડાનું દ્રાવણ
C. આયોડિનનું દ્રાવણ
D. સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ
ઉત્તરઃ
આયોડિનનું દ્રાવણ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા આહારમાંથી કાબોદિત વધુ પ્રમાણમાં મળે છે?
A. દાળ
B. ભાત
C. શાકભાજી
D. ફળ
ઉત્તરઃ
ભાત
પ્રશ્ન 5.
તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે?
A. કાબોદિત
B. પ્રોટીન
C. ચરબી
D. વિટામિન
ઉત્તરઃ
ચરબી
પ્રશ્ન 6.
કોને સંપૂર્ણ આહાર કહે છે?
A. ધાન્ય
B. કઠોળ
C. ફળો
D. દૂધ
ઉત્તરઃ
દૂધ
પ્રશ્ન 7.
શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે?
A. કાપ્યા પછી ધોવાથી
B. ધોયા પછી કાપવાથી
C. છાલ કાઢી નાખવાથી
D. કાપીને પાણીમાં રાખી મૂકવાથી
ઉત્તરઃ
ધોયા પછી કાપવાથી
પ્રશ્ન 8.
નબળી આંખની દષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું કયા વિટામિનની ઊણપથી થાય છે?
A. વિટામિન A
B. વિટામિન B
C. વિટામિન C
D. વિટામિન D
ઉત્તરઃ
વિટામિન A
પ્રશ્ન 9.
વિટામિન Bની ઊણપથી કયો રોગ થાય છે?
A. સ્કર્વી
B. સુકતાન
C. બેરીબેરી
D. ગૉઈટર
ઉત્તરઃ
બેરીબેરી
પ્રશ્ન 10.
કયા વિટામિનની ઊણપથી દાંતના પેઢાંમાંથી રુધિર નીકળે છે?
A. વિટામિન A
B. વિટામિન B
C. વિટામિન C
D. વિટામિન D
ઉત્તરઃ
વિટામિન C
પ્રશ્ન 11.
ક્યા વિટામિનની ઊણપથી હાડકાં પોચા અને વાંકાં થઈ જાય છે?
A. વિટામિન A
B. વિટામિન B
C. વિટામિન C
D. વિટામિન D
ઉત્તરઃ
વિટામિન D
પ્રશ્ન 12.
આયોડિનની ઊણપથી થતો રોગ કયો છે?
A. સ્કર્વી
B. ગૉઇટર
C. સુકતાન
D. એનીમિયા
ઉત્તરઃ
ગૉઇટર
પ્રશ્ન 13.
હાડકાંના બંધારણ માટે ક્યો ખનીજ ક્ષાર જરૂરી છે?
A. આયર્ન
B. કૅલ્શિયમ
C. આયોડિન
D. સોડિયમ
ઉત્તરઃ
કૅલ્શિયમ
પ્રશ્ન 14.
સુકતાન શાને લગતો રોગ છે?
A. આંખ
B. દાંત
C. સ્નાયુ
D. હાડકાં
ઉત્તરઃ
હાડકાં
પ્રશ્ન 15.
એનીમિયા શાની ઊણપથી થતો રોગ છે?
A. આયર્ન
B. કૅલ્શિયમ
C. આયોડિન
D. ફૉસ્ફરસ
ઉત્તરઃ
આયર્ન
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં નાખતાં તે ……. રંગનો બને છે.
ઉત્તરઃ
ભૂરો-કાળો
પ્રશ્ન 2.
આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને ……… અને …….. એમ બે સ્વરૂપે મળે છે.
ઉત્તરઃ
સ્ટાર્ચ, શર્કરા
પ્રશ્ન 3.
આહારનો ……. ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે.
ઉત્તરઃ
ચરબી
પ્રશ્ન 4.
………… યુક્ત ખોરાકને “શરીરવર્ધક ખોરાક પણ કહે છે.
ઉત્તરઃ
પ્રોટીન
પ્રશ્ન 5.
………. શરીરને રોગોથી રક્ષણ આપે છે.
ઉત્તરઃ
વિટામિનો
પ્રશ્ન 6.
આમળામાં વિટામિન ………… હોય છે.
ઉત્તરઃ
C
પ્રશ્ન 7.
ચોખા એ ……… સમૃદ્ધ ખોરાક છે.
ઉત્તરઃ
કાર્બોદિત
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે?
ઉત્તરઃ
પ્રોટીન
પ્રશ્ન 2.
સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
વિટામિન D
પ્રશ્ન 3.
દૂધમાં કયું વિટામિન હોતું નથી?
ઉત્તરઃ
વિટામિન C
પ્રશ્ન 4.
ખાટાં ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે?
ઉત્તરઃ
વિટામિન C
પ્રશ્ન 5.
સુકતાન કયા વિટામિનની ઊણપથી થતો રોગ છે?
ઉત્તરઃ
વિટામિન D
પ્રશ્ન 6.
ગૉઇટર કયા ખનીજ ક્ષારની ઊણપથી થતો રોગ છે?
ઉત્તરઃ
આયોડિન
પ્રશ્ન 7.
નબળા સ્નાયુઓ કયા રોગનું લક્ષણ છે?
ઉત્તરઃ
બેરીબેરી
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
આહારનો મુખ્ય ઘટક (પોષક દ્રવ્ય) વિટામિનને ગણવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
વિટામિન Dની ઊણપથી થતો રોગ સ્નાયુની નબળાઈનો છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
વિટામિન A આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ખાટાં ફળોમાં વિટામિન B રહેલું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
પાચક રેસા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
ઈડલી અને ઢોકળાં આથવણવાળો ખોરાક છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન C નષ્ટ થઈ જાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
રતાંધળાપણું એ ખનીજ ક્ષારની ઊણપથી થતો રોગ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
મેદસ્વિતા ત્રુટિજન્ય રોગ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
એનીમિયા એ આયોડિનની ઊણપથી થતો રોગ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ક્યા પોષક દ્રવ્યોયુક્ત ખોરાકને ઊર્જા આપનાર ખોરાક કહે છે?
ઉત્તરઃ
ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ‘ઊર્જા આપનાર ખોરાક કહે છે.
પ્રશ્ન 2.
આહારના મુખ્ય પોષક દ્રવ્યો (ઘટકો) કયા ક્યા છે?
ઉત્તરઃ
આહારના મુખ્ય પોષક દ્રવ્યો (ઘટકો) કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષારો છે.
પ્રશ્ન 3.
કૉપર સલ્લેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે?
ઉત્તર:
કૉપર સલ્લેટનું દ્રાવણ વાદળી (ભૂરા) રંગનું હોય છે.
પ્રશ્ન 4.
ખાદ્ય પદાર્થમાં રહેલા આહારના કયા પોષક દ્રવ્યોના પરીક્ષણ કરવા સરળ છે?
ઉત્તરઃ
ખાદ્ય પદાર્થમાં રહેલા આહારના પોષક દ્રવ્યો કાર્બોદિત (સ્ટાર્ચ), ચરબી અને પ્રોટીનના પરીક્ષણ કરવા સરળ છે.
પ્રશ્ન 5.
સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે?
ઉત્તરઃ
સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો-કાળો રંગ આપે છે.
પ્રશ્ન 6.
પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થમાં કૉપર સલ્ફટના દ્રાવણનાં બે ટીપાં તથા કૉસ્ટિક સોડાના દ્રાવણનાં દસ ટીપાં નાખવાથી કયો રંગ આપે છે?
ઉત્તર:
પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થમાં કૉપર સલ્ફટના દ્રાવણનાં બે ટીપાં તથા કૉસ્ટિક સોડાના દ્રાવણનાં દસ ટીપાં નાખવાથી દ્રાવણનો રંગ જાંબલી થાય છે.
પ્રશ્ન 7.
આહારમાં કયા પોષક દ્રવ્યો(ઘટકો)ની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે?
ઉત્તરઃ
આહારમાં વિટામિનો અને ખનીજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે.
પ્રશ્ન 8.
આપણા શરીરને જરૂરી પાચક રેસા (રૂષાંશ) કયા પદાર્થોમાંથી મળી રહે છે?
ઉત્તરઃ
આપણા શરીરને જરૂરી પાચક રેસા (ફક્ષાંશ) અનાજ, દાળ, તાજાં ફળો અને શાકભાજીમાંથી મળી રહે છે.
પ્રશ્ન 9.
જો કોઈ બાળક આહારમાં પર્યાપ્ત પ્રોટીન લાંબા સમય સુધી ન લે તો શું થાય?
ઉત્તરઃ
જો કોઈ બાળક આહારમાં પર્યાપ્ત પ્રોટીન લાંબા સમય સુધી ન લે તો તેની વૃદ્ધિ અટકી જાય છે, પેટ ગાગર જેવું, ચહેરો ફૂલેલો, વાળનો રંગ ફિક્કો પડે અને ચામડી કરચલીવાળી જણાય. [આ રોગ(ખામી)ને ક્વોશિયોરકોર કહે છે.]
પ્રશ્ન 10.
જો કોઈ બાળક આહારમાં પ્રોટીન અને કાર્બોદિત લાંબા સમય સુધી પૂરતા પ્રમાણમાં ન લે તો શું થાય?
ઉત્તર:
જો કોઈ બાળક આહારમાં પ્રોટીન અને કાર્બોદિત લાંબા સમય સુધી પૂરતા પ્રમાણમાં ન લે તો તે દૂબળું અને અશક્ત જણાય છે અને ચાલવામાં પણ મુશ્કેલી અનુભવે છે.
પ્રશ્ન 11.
સમતોલ આહાર એટલે શું?
ઉત્તરઃ
જે આહારમાં ખોરાકના બધાં જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલાં હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે.
પ્રશ્ન 12.
ત્રુટિજન્ય રોગ એટલે શું?
ઉત્તરઃ
આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઊણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ચોખામાં સ્ટાર્ચ રહેલો છે તે તમે કેવી રીતે સાબિત કરશો?
ઉત્તરઃ
થોડી માત્રામાં ચોખા લઈ તેનો ભૂકો કરો. તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટને સફેદ ટાઇલ્સ પર મૂકી ડ્રૉપરની મદદથી તેના પર આયોડિનના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં મૂકો. આમ, કરતાં આયોડિનનો પીળો રંગ ભૂરા-કાળા રંગનો થશે.
આ પરથી ચોખામાં સ્ટાર્ચ રહેલો છે તે સાબિત થાય છે.
પ્રશ્ન 2.
ચણાના લોટમાં પ્રોટીન ઘટક રહેલો છે તે તમે કેવી રીતે સાબિત કરશો?
ઉત્તર:
કસનળીમાં થોડી માત્રામાં ચણાનો લોટ લો. તેમાં થોડું પાણી નાખી બરાબર હલાવો. તેમાં ડ્રૉપરની મદદથી કૉપર સલ્ફટના દ્રાવણનાં બે ટીપાં અને કૉસ્ટિક સોડાના દ્રાવણનાં દસ ટીપાં નાખો. આ મિશ્રણને બરાબર હલાવો અને થોડો સમય કસનળીને સ્ટેન્ડમાં મૂકી રાખો.
થોડી વાર પછી જોતાં પ્રવાહી મિશ્રણ જાંબલી રંગનું બને છે. જાંબલી રંગ ચણામાં પ્રોટીનની હાજરી સૂચવે છે.
આ પરથી ચણાના લોટમાં પ્રોટીન ઘટક રહેલો છે તે સાબિત થાય છે.
પ્રશ્ન ૩.
મગફળીમાં ચરબી ઘટક રહેલો છે તે તમે કેવી રીતે સાબિત કરશો?
ઉત્તરઃ
મગફળીની એક સિંગ લો. તેને કાગળમાં લપેટી તેને પથ્થર વડે ભાંગો.
કાગળને ખોલીને તેનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતાં કાગળમાં તેલનો ડાઘ દેખાશે. પ્રકાશ તરફ કાગળ રાખી ખાત્રી કરો.
આ પરથી મગફળીમાં ચરબી ઘટક રહેલો છે તે સાબિત થાય છે.
પ્રશ્ન 4.
કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે?
અથવા
કાર્બોદિતના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી; બટાટા અને શક્કરિયાં જેવાં કંદમૂળમાંથી, શેરડી, ગોળ, મધ જેવાં ગળ્યા પદાર્થોમાંથી તથા ચીકુ, કેળાં, સફરજન જેવાં ગળ્યાં ફળોમાંથી કાબોદિત મળે છે.
પ્રશ્ન 5.
ચરબીના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
ચરબીના સ્ત્રોતઃ મગફળી, તલ, કોપરું, તેલ જેવા વનસ્પતિજ તેલી પદાર્થો; કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા તેમજ દૂધ, દૂધની બનાવટો, ઘી, ઈંડાં, માંસ અને માછલી જેવા પ્રાણિજ પદાર્થો.
પ્રશ્ન 6.
પ્રોટીનના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
પ્રોટીનના સ્ત્રોતઃ મગ, તુવેર, અડદ, ચોળા, વાલ, વટાણા, ચણા, સોયાબિન, રાજમા જેવાં કઠોળ;
દૂધ, માખણ, પનીર, ઈંડાં, માંસ, માછલી જેવા પ્રાણિજ પદાર્થો.
પ્રશ્ન 7.
ચરબીની અગત્ય જણાવો.
ઉત્તરઃ
ચરબીની અગત્યઃ
- તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે.
- વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે. તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવામાં તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે.
- તે વિટામિન A, D, E અને K જેવાં ચરબીદ્રાવ્ય વિટામિનોના અભિશોષણ માટે જરૂરી છે.
પ્રશ્ન 8.
વિટામિનોની અગત્ય જણાવો.
ઉત્તર:
વિટામિનોની અગત્યઃ
- તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમ, તે શરીરને રોગોથી રક્ષણ આપે છે.
- તે આંખ, સ્નાયુઓ, પેઢા, દાંત અને હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- તે આપણને નીરોગી અને તંદુરસ્ત રાખે છે.
પ્રશ્ન 9.
વિટામિન Aના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તરઃ
વિટામિન Aના સ્ત્રોત દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, ગાજર, કોબીજ, કેરી, પાલક અને લીલાં પાંદડાવાળા શાકભાજી.
વિટામિન Aની અગત્ય તે આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે.
પ્રશ્ન 10.
વિટામિન Bના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તર:
વિટામિન Bના સ્ત્રોતઃ દૂધ, માંસ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, આખાં ધાન્ય, ટામેટાં, મગફળી અને ફણગાવેલાં કઠોળ.
વિટામિન Bની અગત્ય
- ચેતાતંત્ર અને પાચનક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી છે.
- કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે.
પ્રશ્ન 11.
વિટામિન Cના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તરઃ
વિટામિન Cના સ્ત્રોતઃ આમળાં, લીંબુ, મોસંબી, નારંગી, ટામેટાં જેવાં ખાટાં ફળો. વિટામિન ની અગત્યઃ
- રોગપ્રતિકારક શક્તિ માટે,
- દાંતનાં પેઢાંના તંદુરસ્ત વિકાસ માટે.
પ્રશ્ન 12.
વિટામિન Dના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તર:
વિટામિન Dના સ્ત્રોતઃ દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી અને સૂર્યપ્રકાશ.
વિટામિન Dની અગત્યઃ હાડકાંની યોગ્ય વૃદ્ધિ માટે.
પ્રશ્ન 13.
ખનીજ ક્ષારોના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તરઃ
ખનીજ ક્ષારોના સ્રોતઃ દૂધ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ફળો, ધાન્યો, કઠોળ, માંસ, ઈંડાં, ગોળ, સૂકો મેવો અને મીઠું.
ખનીજ ક્ષારોની અગત્યઃ
- શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે
- હાડકાં, દાંત અને રુધિરના બંધારણ માટે.
પ્રશ્ન 14.
પાચક રેસાના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
ઉત્તર:
પાચક રેસાના સ્ત્રોતઃ અનાજ, દાળ, શાકભાજી, ફળો અને બટાટા.
અગત્યઃ તે નહિ પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે. આથી કબજિયાત થતી નથી.
પ્રશ્ન 15.
આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો.
ઉત્તર:
પાણીની અગત્યઃ
- તે શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનમાં જરૂરી છે.
- તે શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
પ્રશ્ન 16.
ખોરાક રાંધતી વખતે તેનાં પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
ઉત્તરઃ
ખોરાક રાંધતી વખતે તેનાં પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
- ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવાં ન જોઈએ.
- શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ.
- પૉલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ. લોટમાંથી થુલું કાઢી નાખવું ન જોઈએ.
- રાંધવામાં જરૂરી પાણી લેવું. વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે, તો ઓસામણ (વધારાનું પાણી) કાઢી લેવું પડે છે. આથી પોષક તત્ત્વો ગુમાવાય છે.
- ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો :
પ્રશ્ન 1.
ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે.
ઉત્તરઃ
- ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને ઠંડી સામે ટકવા માટે શરીરમાં વધારે ઊર્જાની જરૂર રહે છે.
- ચરબી તેટલા જ જથ્થાના કાર્બોદિત પદાર્થ કરતાં બમણી કે તેથી વધારે ઊર્જા આપે છે.
- આમ, ચરબીવાળા પદાર્થો આહારમાં લેવાથી વધુ ઊર્જા મળતી હોવાથી ઠંડા પ્રદેશના લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે.
પ્રશ્ન 2.
નાનાં બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ.
ઉત્તરઃ
- નાનાં બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે.
- વળી, બાળકના છે. શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાનાં બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ.
પ્રશ્ન 3.
ગર્ભવતી (સગભા સ્ત્રીઓને પ્રોટીનયુક્ત આહાર વધુ આપવો જોઈએ.
ઉત્તરઃ
- ગર્ભવતી (સગભાં) સ્ત્રીના ઉદરમાં વિકસતા ગર્ભમાં વિવિધ પેશીઓ અને અંગોના નિર્માણ માટે પ્રોટીનની જરૂર પડે છે.
- ગર્ભના રુધિરના વિવિધ ઘટકોના નિર્માણ માટે પણ પ્રોટીન જરૂરી છે.
- ગર્ભવિકાસ માટે આ જરૂરિયાતો પૂરી પાડવા ગર્ભવતી સ્ત્રીઓને પ્રોટીનયુક્ત આહાર વધુ આપવો જોઈએ.
પ્રશ્ન 4.
બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવાં દેવાં જોઈએ.
ઉત્તરઃ
- બાળકનાં શરીરમાં હાડકાંની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન D ખૂબ જરૂરી છે.
- આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી મળે છે.
- સૂર્યનાં કિરણો ચામડી પર પડતાં ચામડીમાં વિટામિન D ઉત્પન્ન થાય છે.
- વિટામિન D મળવાથી બાળકને સુકતાનનો રોગ થતો નથી. તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવાં દેવાં જોઈએ.
પ્રશ્ન 5.
આહારમાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી લેવાં જોઈએ.
ઉત્તરઃ
- લીલાં પાંદડાંવાળાં શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનીજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે.
- ઉપરાંત લીલાં પાંદડાંવાળાં શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી લેવાં જોઈએ.
પ્રશ્ન 6.
આપણે સમતોલ આહાર લેવો જોઈએ.
ઉત્તરઃ
- સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે.
- સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ, – વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે.
- સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાથ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકાર થઈ શકે છે. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ.
પ્રશ્ન 7.
કેવળ દૂધ પર રહેતાં બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ.
ઉત્તરઃ
- દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનીજ ક્ષારો અને ઘણાખરાં વિટામિન હોય છે.
- દૂધમાં વિટામિન C હોતું નથી.
- આથી કેવળ દૂધ પર રહેતાં બાળકોને વિટામિન Cની ઊણપ રહે છે.
- મોસંબીના રસમાં વિટામિન C સારા પ્રમાણમાં હોય છે. તેથી કેવળ દૂધ પર રહેતાં બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ.
પ્રશ્ન 8.
દૂધ સંપૂર્ણ આહાર છે.
ઉત્તરઃ
- દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનીજ ક્ષારો અને વિટામિન હોય છે.
- આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો (ઘટકો) હોય છે.
- ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો (ઘટકો) મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે.
પ્રશ્ન ૩.
તફાવત આપોઃ
(1) કાર્બોદિત અને ચરબી
(2) વિટામિન C અને વિટામિન D
(૩) વિટામિનો અને ખનીજ ક્ષારો
ઉત્તર:
(1) કાર્બોદિત |
ચરબી |
1. તે ઘઉં, બાજરી, ચોખા જેવાં ધાન્યોમાંથી અને ગોળ, ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે. | 1. તે દૂધ, માખણ, ઈંડાં, માંસ, ઘી તેમજ મગફળી, ખાદ્યતેલ જેવા તૈલી પદાર્થોમાંથી મળે છે. |
2. તે ચરબી કરતાં પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે. | 2. તે કાબોદિત કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. |
(2) વિટામિન C |
વિટામિન D |
1. તે ખાટાં ફળોમાંથી મળી રહે છે. | 1. તે દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ અને સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે. |
2. તેની ઊણપથી સ્કર્વીનો રોગ થાય છે. | 2. તેની ઊણપથી સુકતાનનો રોગ થાય છે. |
(૩) વિટામિન |
ખનીજ ક્ષારો |
1. તે શરીરને રોગોથી રક્ષણ આપે છે. | 1. તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. |
2. તે આંખ, હાડકાં, દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. | 2. તે હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ઉપયોગી છે. |
પ્રશ્ન 4.
જોડકાં જોડોઃ
વિભાગ A(વિટામિનનો પ્રકાર) |
વિભાગ “B” (ત્રુટિથી થતા રોગો) |
(1) વિટામિન A | (a) સ્કર્વી |
(2) વિટામિન B | (b) રતાંધળાપણું |
(3) વિટામિન C | (c) સુકતાન |
(4) વિટામિન D | (d) બેરીબેરી |
(e) ગોઇટર |
ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).
(2)
વિભાગ A (ઘટક) |
વિભાગ “B’ (સ્ત્રોત) |
(1) કાર્બોદિત | (a) કઠોળ |
(2) ચરબી | (b) ધાન્યો |
(3) પ્રોટીન | (c) શાકભાજી અને ફળો |
(4) વિટામિન | (d) તૈલી પદાર્થો |
ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).
(C) વિસ્તૃત પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો:
પ્રશ્ન 1.
ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો.
ઉત્તરઃ
ખોરાક રાંધવાથી થતા ફાયદા નીચે મુજબ છે :
- ખોરાક રાંધવાથી પોચો બને છે. આથી તેને સહેલાઈથી ચાવી શકાય છે.
- ખોરાક રાંધવાથી સુપાચ્ય બને છે. આથી રાંધેલો ખોરાક લેવાથી સહેલાઈથી પચે છે.
- ખોરાક રાંધવામાં મસાલા ઉમેરવામાં આવે છે. તેથી ખોરાક સ્વાદિષ્ટ બને છે. આથી ખાવાની રુચિ જાગે છે અને પાચક રસો વધુ પ્રમાણમાં ઝરે છે.
- ખોરાક રાંધીને નવી વાનગીઓ બનાવી શકાય છે. આથી ખોરાકમાં વિવિધતા રહે છે.
- ખોરાક રાંધવાથી ખાદ્ય પદાર્થોમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે. વળી ગરમ અને તાજો ખોરાક ખાઈ શકાય છે.
પ્રશ્ન 2.
આહારના પોષક દ્રવ્યો (ઘટકો)નાં નામ આપી, દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો.
ઉત્તરઃ
આહારના પાંચ પોષક દ્રવ્યો (ઘટકો) છેઃ
- કાર્બોદિત
- ચરબી
- પ્રોટીન
- વિટામિન
- ખનીજ ક્ષાર
આહારના દરેક પોષક દ્રવ્યનું કાર્ય નીચે મુજબ છે:
- કાર્બોદિતઃ કાર્બોદિત પદાર્થ ઊર્જાનું મુખ્ય સ્ત્રોત છે. તે કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ પૂરી પાડે છે.
- ચરબીઃ કાબોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ આપે છે. ચરબી શરીરમાં શક્તિ(ઊર્જા)સંચય માટે ઉપયોગી છે.
- પ્રોટીનઃ નવા કોષો અને પેશીઓના સર્જનમાં ઉપયોગી છે. આમ, , પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો પૂરો પાડે છે.
- વિટામિનઃ શરીરની તંદુરસ્તીની જાળવણી માટે જરૂરી છે. શરીરને રોગોથી રક્ષણ આપે છે. વળી તે આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે.
- ખનીજ ક્ષારઃ શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા હાડકાં, રુધિર અને દાંતના બંધારણ માટે જરૂરી છે.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ વિટામિનો અને તેની અગત્ય
ઉત્તરઃ
વિટામિનોઃ આપણા શરીરને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. વિટામિનો ઘણા બધા પ્રકારના છે. તેમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન D મુખ્ય છે. આ ઉપરાંત વિટામિન E અને વિટામિન K છે. વિટામિનના સમૂહને વિટામિન B કૉપ્લેક્ષ કહે છે.
વિટામિન B અને વિટામિન C પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને જલદ્રાવ્ય વિટામિનો કહેવાય છે. વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેમને ચરબી-દ્રાવ્ય વિટામિનો કહેવાય છે. વિટામિનોના મુખ્ય સ્ત્રોત લીલાં શાકભાજી અને ફળો છે. આ ઉપરાંત દૂધ, ઈંડાં, માંસ અને માછલીમાંથી પણ વિટામિનો મળી રહે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન Dનું સંશ્લેષણ કરે છે.
વિટામિનોની અગત્યઃ
- વિટામિન A આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે.
- વિટામિન B ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્ય માટે ઉપયોગી છે.
- વિટામિન C રોગો સામે સામનો કરવાની રોગપ્રતિકારક શક્તિ આપે છે. તે છે. દાંત અને પેઢાંની સ્વસ્થ સ્થિતિ માટે ઉપયોગી છે.
- વિટામિન D હાડકાંની અને દાંતની મજબૂતાઈ માટે અગત્યનું છે. આમ, વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે તથા નીરોગી અને તંદુરસ્ત રાખે છે. વિટામિન આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે?
A. કૉપર સલ્ફટના દ્રાવણનો
B. કૉસ્ટિક સોડાના દ્રાવણનો
C. આયોડિનના દ્રાવણનો
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
D. આપેલ પૈકી એક પણ નહિ
પ્રશ્ન 2.
આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે?
A. કાર્બોદિત અને પ્રોટીન
B. કાબોદિત અને ચરબી
C. ચરબી અને પ્રોટીન
D. વિટામિન અને ખનીજ ક્ષારો
ઉત્તરઃ
B. કાબોદિત અને ચરબી
પ્રશ્ન ૩.
સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ રીત સાચી છે?
A. માત્ર કાબોદિત અને ચરબી પૂરતા પ્રમાણમાં લેવાં જોઈએ.
B. ખોરાકનાં બધાં જ પોષક દ્રવ્યો લેવાં જોઈએ.
C. ખોરાકનાં બધાં જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવાં જોઈએ.
D. આપેલ પૈકી એક પણ નહિ.
ઉત્તરઃ
C. ખોરાકનાં બધાં જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવાં જોઈએ.
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી?
A. ગૉઇટર
B. બેરીબેરી
C. એનીમિયા
D. ન્યુમોનિયા
ઉત્તરઃ
D. ન્યુમોનિયા
પ્રશ્ન 5.
આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે?
A. કાર્બોદિત
B. ચરબી
C. પ્રોટીન
D. વિટામિનો
ઉત્તરઃ
C. પ્રોટીન
પ્રશ્ન 6.
એક વ્યક્તિને થયેલ રોગમાં ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી ગઈ છે, તો તેને કયો રોગ થયો હોવો જોઈએ?
A. એનીમિયા
B. સુક્તાન
C. સ્કર્વી
D. ગૉઇટર
ઉત્તરઃ
D. ગૉઇટર