GSEB Class 7 Maths Notes Chapter 7 ત્રિકોણની એકરૂપતા

This GSEB Class 7 Maths Notes Chapter 7 ત્રિકોણની એકરૂપતા covers all the important topics and concepts as mentioned in the chapter.

ત્રિકોણની એકરૂપતા Class 7 GSEB Notes

→ જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય, તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે.

→ જો બે ખૂણાઓનાં માપ સરખાં હોય, તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે.

→ આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓને એકરૂપ હોય, તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. (બાબાબા પૂર્વધારણા)

→ આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને વચ્ચેના ખૂણાને એકરૂપ હોય, તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. (બાખૂબા પૂર્વધારણા)

GSEB Class 7 Maths Notes Chapter 7 ત્રિકોણની એકરૂપતા

→ આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય, તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. (ખૂબાબૂ પૂર્વધારણા)

→ આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણનાં અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય, તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. (કાકબા પૂર્વધારણા)

→ બે ત્રિકોણો માટે ખૂબૃખૂ એકરૂપતાની શરત નથી.

Leave a Comment

Your email address will not be published.