This GSEB Class 6 Science Notes Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન covers all the important topics and concepts as mentioned in the chapter.
પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Class 6 GSEB Notes
→ જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત (Luminous) પદાર્થો કહે છે. સૂર્ય, તારા, ટૉર્ચ, વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી વગેરે પ્રકાશિત પદાર્થો (પ્રકાશનાં ઉદ્ગમસ્થાનો કે સ્ત્રોતો) છે.
→ પ્રકાશના સ્રોતો બે પ્રકારના છે?
- પ્રકાશના કુદરતી સ્ત્રોતો ઉદા., સૂર્ય, તારા, આગિયો.
- પ્રકાશના કૃત્રિમ સોતો ઉદા., વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી.
→ ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે, પરંતુ તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી, સૂર્યનો પ્રકાશ તેના પર પડવાથી તે પ્રકાશિત બને છે. આમ, ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને પ્રકાશનો સ્રોત કહેવાય નહિ.
→ પ્રકાશ દેખાતો નથી, પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતાં તે વસ્તુ દેખાય છે.
→ પારદર્શક (Transparent) પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. ઉદા., હવા, પાણી, કાચ.
→ અપારદર્શક (Opaque) પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે. ઉદા, દીવાલ, લોખંડ, પૂંઠું.
→ પારભાસક (Translucent) પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ (થોડો) પસાર થઈ શકે છે તેને પારભાસક પદાર્થ કહે છે. ઉદા., દૂધિયો કાચ, ડહોળું પાણી.
→ પ્રકાશિત પદાર્થનો પ્રકાશ કોઈ વસ્તુ પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે વસ્તુ આપણને દેખાય છે. આમ, વસ્તુ દેખાય તે માટે વસ્તુ પર પ્રકાશ પડવો જરૂરી છે.
→ જ્યારે પ્રકાશનાં કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે પડછાયો રચાય છે.
→ પડછાયો જોવા માટે પ્રકાશ, અપારદર્શક પદાર્થ અને પડદો હોવા જરૂરી છે. પડછાયો હંમેશાં પડદા પર મેળવી શકાય છે.
→ કોઈ વસ્તુનો પડછાયો તે વસ્તુ જેવા જ આકારનો હોય તેવું હંમેશાં ન બને. પ્રકાશના માર્ગમાં રૂપિયાનો સિક્કો પહોળી બાજુ સામે રહે તેમ મૂકો તો તેનું પ્રતિબિંબ ગોળ મળે. પરંતુ સિક્કાની ધાર સામે રહે તેમ મૂકો તો પડછાયો ગોળ મળે નહિ. વળી સિક્કાને ફેરવતા જશો તેમ તેના પડછાયાનો આકાર બદલાતો જશે.
→ પડછાયાને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ બને છે.
→ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આને લીધે જ પડછાયો પડે છે.
→ પિનહૉલ કેમેરા એક સાદું સાધન છે. જે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.” તે સિદ્ધાંત પર કાર્ય કરે છે.
→ અરીસા પ્રકાશનું પરાવર્તન કરે છે. અરીસા એ લીસી અને ચળકતી સપાટી ધરાવે છે. પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થાય ત્યારે અરીસાની સપાટી કિરણને પાછું ફેકે છે. આમ, પ્રકાશના કિરણની પાછા ફરવાની દિશા બદલવાની) ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે.
→ નવી સ્ટીલની થાળી અને એકદમ લીસો આરસપહાણ અરીસા જેવું જ કાર્ય કરે છે.
→ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચતું અને વસ્તુના કદ જેવડું જ મળે છે.