GSEB Class 6 Science Notes Chapter 10 ગતિ અને અંતરનું માપન

This GSEB Class 6 Science Notes Chapter 10 ગતિ અને અંતરનું માપન covers all the important topics and concepts as mentioned in the chapter.

ગતિ અને અંતરનું માપન Class 6 GSEB Notes

→ પ્રાચીન સમયમાં લોકો પાસે વાહનવ્યવહારનાં સાધનો ન હતાં. આથી તેઓ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા. ત્યારપછી જળમાગમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો.

→ પૈડાંની શોધ બાદ વાહનવ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યા.

→ વરાળયંત્રની શોધ સાથે પરિવહન માટેનાં નવાં સાધનોની શોધ શરૂ થઈ. વરાળયંત્ર દ્વારા ચાલતી આગગાડીનો વિકાસ થયો. ત્યારબાદ સ્વચાલિત વાહન (ઑટોમોબાઇલ) આવ્યા. મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. ઓગણીસમી સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ થયો.

GSEB Class 6 Science Notes Chapter 10 ગતિ અને અંતરનું માપન

→ ઇલેક્ટ્રિક ટ્રેન, મોનોરેલ (એક જ પાટા પર ચાલતી ટ્રેન), સુપરસોનિક વિમાનો અને અંતરિક્ષયાન વીસમી સદીના યોગદાન છે.

→ પ્રાચીન સમયમાં લોકો પગલાંની લંબાઈ, હાથની લંબાઈ, વેંતની લંબાઈ, આંગળીની જાડાઈ વગેરેનો ઉપયોગ માપનના એકમ તરીકે કરતાં હતા. પરંતુ તેનાથી સાચું માપન થતું નહિ. આથી સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા ઊભી થઈ.

→ હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી(SI યુનિટ)નો ઉપયોગ કરીએ છીએ. તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત છે.

→ લંબાઈનો SI એકમ મીટર (m) છે. મીટરથી નાના એકમો સેન્ટિમીટર (cm) અને મિલીમીટર (mm) છે.

  • 1 મીટર = 100 સેન્ટિમીટર અને 1 સેન્ટિમીટર = 10 મિલીમીટર
  • તેથી 1 મીટર = 1000 મિલીમીટર થાય.
  • તેને ટૂંકમાં, 1 m = 100 cm અને 1 cm = 10 mm
  • તેથી 1 m = 1000 mm થાય તેમ લખાય.
  • લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. 1 km = 1000 m

→ લંબાઈ માપતી વખતે તેની સાચી રીત જાણવી આવશ્યક છે.

→ વક્રરેખાની લંબાઈ માપવા દોરીનો ઉપયોગ કરવામાં આવે છે.

→ સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ (Motion) કહે છે.

→ ગતિના મુખ્ય પ્રકાર આ પ્રમાણે છેઃ

  • સુરેખ ગતિ (Linear motion)
  • વક્રગતિ
  • વર્તુળાકાર ગતિ (Circular motion)
  • આવર્ત olla (Periodic motion)

Leave a Comment

Your email address will not be published.