GSEB Class 6 Science Notes Chapter 6 આપણી આસપાસ થતાં ફેરફારો

This GSEB Class 6 Science Notes Chapter 6 આપણી આસપાસ થતાં ફેરફારો covers all the important topics and concepts as mentioned in the chapter.

આપણી આસપાસ થતાં ફેરફારો Class 6 GSEB Notes

→ આપણી આસપાસ ઘણા ફેરફાર થતા જોઈએ છીએ.

→ આ ફેરફારો પૈકી કેટલાક આપમેળે થતા હોય છે, તો કેટલાક માનવ દ્વારા થતા હોય છે.

→ કેટલાક ફેરફારો ઉલટાવી શકાય તેવા (Reversible) હોય છે, તો કેટલાક ઉલટાવી ન શકાય તેવા (Irreversible) હોય છે.

GSEB Class 6 Science Notes Chapter 6 આપણી આસપાસ થતાં ફેરફારો

→ ઉલટાવી શકાય તેવો ફેરફાર Reversible change): જે ફેરફારને ઉલટાવી મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે.

→ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર (Ireversible change): જે ફેરફાર થયા બાદ મૂળ પદાર્થ પાછો મેળવી શકાય નહિ તેને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે.

→ કેટલાક ફેરફારોમાં પદાર્થની ભૌતિક સ્થિતિ, કદ કે આકાર બદલાય છે, પરંતુ પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. આવા ફેરફારોને ભૌતિક ફેરફારો કહે છે.

→ કેટલાક ફેરફારોમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાય છે અને નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે. આવા ફેરફારોને રાસાયણિક ફેરફારો કહે છે.

→ ફેરફારોમાં જોવા મળતી સમાનતાને આધારે તેનાં જૂથ બનાવવામાં આવે છે.

→ કોઈ એક ફેરફાર એક કરતાં વધુ જૂથમાં વર્ગીકૃત કરી શકાય.

Leave a Comment

Your email address will not be published.