This GSEB Class 6 Science Notes Chapter 8 શરીરનું હલનચલન covers all the important topics and concepts as mentioned in the chapter.
શરીરનું હલનચલન Class 6 GSEB Notes
→ ચાલવું, દોડવું, ઊડવું, છલાંગ મારવી, કૂદવું, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે.
→ અસ્થિઓ (હાડકાં – Bones) સખત હોય છે. તે વળી શકતાં નથી. કાસ્થિ (કૂર્ચા | કોમલાસ્થિ – Cartilage) હાડકાં જેટલા સખત નથી. તે જરા નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. નાક અને કાનની બૂટનો ઉપરનો ભાગ (કર્ણપલ્લવ) કાસ્થિના બનેલા છે. આ ઉપરાંત હાડકાંના સાંધા આગળ કાસ્થિ આવેલાં છે.
→ બે કે તેથી વધુ હાડકાં જ્યાં મળે છે, તે જગ્યાએ સાંધા (Joints) હોય છે. સાંધાને લીધે આપણા શરીરના ભાગોને વાળી શકીએ છીએ.
→ આપણા શરીરમાં જુદાં જુદાં પ્રકારના સાંધા આવેલા છેઃ
- ખલ-દસ્તા સાંધો (કંદૂક – ખલ્લિકા સાંધો) (Ball and Socket joint) દા. ત., ખભા આગળનો સાંધો.
- ઊખળી સાંધો (Pivotal joint) દા. ત., ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો.
- મિજાગરા સાંધો (Hinge joint) દા. ત., કોણી આગળનો સાંધો.
- અચલ સાંધો (Fixed joint) દા. ત., ખોપરીના અસ્થિઓ વચ્ચેનો સાંધો.
→ શરીરનાં બધાં હાડકાંઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે તેને શરીરનું કંકાલ (Skeleton) કહે છે.
→ કંકાલ હાડકાંઓ, સાંધાઓ અને કાસ્થિઓનું બનેલું છે.
→ શરીરનાં કેટલાંક અંગોમાં આવેલ હાડકાં અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ખ્યાલ ઍક્સ-રે ચિત્ર દ્વારા આવે છે.
→ કંકાલનાં હાડકાં
- હાથમાં ઉપરના ભાગના, નીચેના ભાગના, કાંડાના, પંજાના અને આંગળીઓનાં હાડકાં જુદી જુદી સંખ્યામાં છે. પગમાં પણ આવાં હાડકાં આવેલાં છે.
- પાંસળી પિંજર(છાતીનું પિંજર – Rib-cage)માં એક છાતીનું હાડકું અને 12 જોડ પાંસળીઓનો સમાવેશ થાય છે. તે હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે.
- કરોડસ્તંભ(મેરુદડ)(Backbone) મણકા જેવા નાનાં નાનાં 33 હાડકાંઓની બનેલી રચના છે, જેને કશેકા કહે છે. કરોડસ્તંભ સ્થિતિસ્થાપક હોવાથી આપણે વાંકા વળી શકીએ છીએ. તે કરોડરજ્જુનું રક્ષણ કરે છે.
- સ્કંધાસ્થિ (Shoulder bone) એ ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે તેને અંધાસ્થિ (Shoulder bone) કહે છે.
- આ નિતંબ આગળ આવેલી પેટી જેવી સંરચના છે, જેને નિતંબાસ્થિ (શ્રોણી અસ્થિ – Pelvic bone) કહે છે. તે જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે.
- ખોપરીનાં હાડકાં અચલ સાંધાથી જોડાયેલાં છે. તેમાં ફક્ત નીચલા જડબાનું હાડકું હલનચલન કરે છે. ખોપરીનાં હાડકાં મગજનું રક્ષણ કરે છે.
- ગતિ માટે હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે.
→ પ્રાણીઓની ચાલ (Gait of Animals) :
- અળસિયાં(Earthworm)ના શરીરમાં હાડકાં હોતાં નથી, પરંતુ તેમાં સ્નાયુઓ આવેલાં છે. તે શરીરને સંકુચિત કરી અને પછી ફેલાવી ધીમે ધીમે ચાલી શકે છે.
- ગોકળગાય(Snail)ની પીઠ પર ગોળ રચના છે તેને કવચ કહે છે. તે તેનું બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાંનું બનેલું હોતું નથી. કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના અને શીર્ષ બહાર આવે છે. આ જાડી સંરચના તેના પગ છે. તે મજબૂત સ્નાયુના બનેલા છે. તેની મદદથી તે ચાલે છે.
- વંદો (Cockroach) જમીન પર ચાલે છે, દીવાલ પર ચડે છે અને હવામાં ઊડે છે. તેને ત્રણ જોડ પગ અને બે જોડ પાંખ હોય છે.’
- પક્ષીઓ (Birds) પાંખ વડે હવામાં ઊડે છે અને ભૂમિ પર પગ વડે ચાલે છે. પક્ષીને અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે.
- માછલી (Fish) પાણીમાં તરે છે. તેનો આકાર હોડી જેવો હોય છે, જે તેને તરવામાં મદદરૂપ થાય છે. તેને મીનપક્ષો હોય છે. શરીર ધારારેખીય (Streamlined) હોય છે.
- સાપ(Snake)નો કરોડસ્તંભ લાંબો હોય છે. તેને પગ હોતાં નથી. તેના સ્નાયુઓની મદદથી તે વલય બનાવી ગતિ કરે છે. તેથી તે સીધી રેખામાં ગતિ કરી શકતો નથી.
- સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે. યોગથી હાડકાં અને શરીરના સ્નાયુઓ મજબૂત બને છે. હૃદય, ફેફસાં જેવાં અંગો ક્રિયાશીલ બને છે.