GSEB Class 6 Science Notes Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

This GSEB Class 6 Science Notes Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન covers all the important topics and concepts as mentioned in the chapter.

સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Class 6 GSEB Notes

→ ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો (ટેવ) કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે, તેને અનુકૂલન (Adaptation) કહે છે.

→ વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતાં હોય, તેને તેનું નિવાસસ્થાન (Habitat) કહે છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા.

→ નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છેઃ (1) ભૂ-નિવાસ (2) જલીય નિવાસસ્થાન ભૂ-નિવાસમાં જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે. જલીય નિવાસસ્થાનમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર, કળણ (દલદલ) વગેરેનો સમાવેશ થાય છે.

→ નિવાસસ્થાનના ઘટકો બે પ્રકારના છેઃ (1) જૈવિક ઘટકો (2) અજૈવિક ઘટકો જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય છે.

→ અજૈવિક ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસ માટે અગત્યનાં છે.

GSEB Class 6 Science Notes Chapter 9 સજીવો - લક્ષણો અને નિવાસસ્થાન

→ ઊંટ, સાપ, ઉંદર જેવા રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી રણમાં રહી શકે છે.

→ રણમાં ઊગતી થોર જેવી વનસ્પતિ ઓછાં અને નાનાં પર્ણો, પોંનું કંટકમાં રૂપાંતર, ઊંડાં મૂળ વગેરે અનુકૂલનો મેળવી રણપ્રદેશમાં ટકી શકે છે.

→ પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના, ડાળીઓ ઢળતી અને પાંદડાં સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. પર્વતીય વિસ્તારમાં રહેતા હિમ ચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રુંવાટી હોવાથી ઠંડીથી તેનો બચાવ થાય છે.

→ ઘાસના મેદાનના વિસ્તારોમાં રહેતા હરણને શિકારી પ્રાણીથી બચવા માટે દોડવાની ઝડપ મહત્ત્વની બને છે.

→ જલીય નિવાસસ્થાનોમાં વસતા પ્રાણીઓને પોતાની જાતને પાણીમાં રહી જીવન ટકાવી રાખવું મહત્ત્વનું છે. જલીય વનસ્પતિઓમાં મૂળ બહુ ઊંડાં જતાં નથી. પર્ણો મોટાં, પર્ણો પર ચીકણો સાવ થાય, પોલો પર્ણદંડ વગેરે જેવા લક્ષણોથી અનુકૂલિત હોય છે.

→ સજીવો શ્વસન કરે છે, ખોરાક લે છે, હલનચલન કરે છે, વૃદ્ધિ પામે છે, પ્રજનન કરે છે, પ્રતિચાર દર્શાવે છે, જેવા લક્ષણો ધરાવે છે.

→ ઉત્તેજના (Stimulus) આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે.

→ ઉત્સર્જન (Excretion): સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.

→ પ્રજનન (Reproduction) સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, તેને પ્રજનન કહે છે.

→ વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે, પરંતુ બીજ વિના પણ પ્રજનન થતું જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published.