Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 14 વિવિધતામાં એકતા Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 14 વિવિધતામાં એકતા
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે?
A. વિચિત્રતાઓના
B. વિષમતાઓના
C. વિવિધતાઓના
D. વિશિષ્ટતાઓના
ઉત્તર:
C. વિવિધતાઓના
પ્રશ્ન 2.
પંજાબના લોકો કયો ધર્મ પાળે છે?
A. બૌદ્ધ
B. જરથોસ્તી (પારસી)
C. યહૂદી
D. શીખ
ઉત્તર:
D. શીખ
પ્રશ્ન ૩.
આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?
A. તેલુગુ
B. કન્નડ
C. તમિલ
D. મલયાલમ
ઉત્તર:
A. તેલુગુ
પ્રશ્ન 4.
કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?
A. મલયાલમ
B. તમિલ
C. કન્નડ
D. તેલુગુ
ઉત્તર:
C. કન્નડ
પ્રશ્ન 5.
તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?
A. કન્નડ
B. તમિલ
C. મલયાલમ
D. તેલુગુ
ઉત્તર:
B. તમિલ
પ્રશ્ન 6.
કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે?
A. તમિલ
B. મલયાલમ
C. કન્નડ
D. તેલુગુ
ઉત્તર:
B. મલયાલમ
પ્રશ્ન 7.
ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
A. કૂચીપૂડી
B. ભરતનાટ્યમ્
C. કથક
D. કથકલી
ઉત્તર:
C. કથક
પ્રશ્ન 8.
કેરલનું જાણીતું નૃત્ય કયું છે?
A. કથકલી
B. કથક
C. કૂચીપૂડી
D. ભરતનાટ્યમ્
ઉત્તર:
A. કથકલી
પ્રશ્ન 9.
તમિલનાડુનું જાણીતું નૃત્ય કર્યું છે?
A. ભરતનાટ્યમ્
B. કૂચીપૂડી
C. કથક
D. કથકલી
ઉત્તર:
A. ભરતનાટ્યમ્
પ્રશ્ન 10.
અસમનું જાણીતું નૃત્ય કયું છે?
A. ઓડિસી
B. બિહુ
C. કથકલી
D. ઘુમ્મર
ઉત્તર:
B. બિહુ
પ્રશ્ન 11.
ઘુમર ક્યા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે?
A. ગુજરાત
B. રાજસ્થાન
C. મધ્ય પ્રદેશ
D. કેરલ
ઉત્તર:
B. રાજસ્થાન
પ્રશ્ન 12.
જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.આ વિધાન કોણે કહ્યું છે?
A. જવાહરલાલ નેહરુએ
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદે
C. ડૉ. રાધાકૃષ્ણને
D. ડૉ. ભીમરાવ આંબેડકરે
ઉત્તર:
C. ડૉ. રાધાકૃષ્ણને
પ્રશ્ન 13.
સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
A. બંધારણીય ઇલાજના
B. સ્વતંત્રતાના
C. ધાર્મિક સ્વાતંત્ર્યતાના
D. સમાનતાના
ઉત્તર:
D. સમાનતાના
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ………………………………….. ના કારણે જ ભારત એક ઉપખંડ બન્યો છે.
ઉત્તર:
વિવિધતાઓ
2. ઓડિશાના લોકો ………………………………. ભાષા બોલે છે.
ઉત્તર:
ઉડિયા
3. મહારાષ્ટ્રમાં ……………………………….. નો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ગણેશચતુર્થી
4. પારસી લોકો …………………………….. નો તહેવાર ઊજવે છે.
ઉત્તર:
પતેતી
5. …………………………………. ના લોકો વૈશાખીનો તહેવાર ઊજવે છે.
ઉત્તર:
પંજાબ
6. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય તહેવાર …………………………………. છે.
ઉત્તર:
હોળી
7. ……………………………….. રાજસ્થાનના લોકોનું જાણીતું નૃત્ય છે.
ઉત્તર:
ઘુમ્મર
8. ……………………………….. મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે.
ઉત્તર:
લાવણી
9. ……………………………….. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે.
ઉત્તર:
ભારતીય સંસ્કૃતિ
10. …………………………………… એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે.
ઉત્તર:
વિવિધતામાં એકતા
11. ભારતે ………………………………. ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
ઉત્તર:
વસુધૈવ ટુમ્બકમ્
12. ધર્મની દષ્ટિએ ભારત …………………………….. દેશ છે.
ઉત્તર:
બિનસાંપ્રદાયિક
13. ભારતના લોકો …………………………. ની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
ઉત્તર:
સહઅસ્તિત્વ
14. પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત ………………………………… હતી.
ઉત્તર:
વર્ણવ્યવસ્થા
15. બંધારણે આપેલા …………………………….. ના અધિકાર (હક) દ્વારા સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થયાં છે.
ઉત્તર:
સમાનતા
16. અનેક સ્વતંત્રતાઓ મળવાથી સમાજમાંથી …………………………………. નામશેષ થઈ રહ્યા છે.
ઉત્તર:
ભેદભાવો
17. દેશમાં છોકરીઓમાં ……………………………………. નું પ્રમાણ નીચું હોવાથી તેઓ સામાજિક કુરિવાજોનો ભોગ બને છે.
ઉત્તર:
સાક્ષરતા
18. સમાજમાં પુત્ર-જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ …………………………… હત્યાનો ભોગ બને છે.
ઉત્તર:
સ્ત્રી-ભૂણ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
આપણા દેશમાં ચાર ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન ૩.
કોંકણી ભાષા મહારાષ્ટ્રની એક ભાષા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
ભરતનાટ્યમ્ નૃત્ય કેરલનું જાણીતું નૃત્ય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
ભારતના લોકો અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન હોવા છતાં તેમનામાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
વિવિધતામાં એક્તા આપણા દેશની આગવી વિશિષ્ટતા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
અવનીન્દ્રનાથ ટાગોરરચિત રાષ્ટ્રગીતમાં ભારતીય એકતાની અભિવ્યક્તિ થયેલી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
આજે પણ ભારતીય સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 13.
મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદાથી – માધ્યમિક શિક્ષણની તકો મળવા લાગી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 14.
આજે મોટા ભાગનાં કુટુંબોમાં સ્ત્રીઓ કુટુંબવિષયક નિર્ણયો . લેવાની સત્તા ભોગવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 15.
વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું નોંધપાત્ર પ્રમાણ સ્ત્રી-પુરુષનો ભેદભાવ સ્પષ્ટ કરે છે.
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં રચોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ (ભાષાઓ) | વિભાગ ‘બ’ (રાજ્યો) |
(1) પંજાબી | (1) તમિલનાડુ |
(2) ઉડિયા | (2) ગુજરાત |
(3) ગુજરાતી | (3) કર્ણાટક |
(4) તમિલ | (4) ઓડિશા |
(5) પંજાબ |
ઉત્તર:
વિભાગ ‘અ’ (ભાષાઓ) | વિભાગ ‘બ’ (રાજ્યો) |
(1) પંજાબી | (5) પંજાબ |
(2) ઉડિયા | (4) ઓડિશા |
(3) ગુજરાતી | (2) ગુજરાત |
(4) તમિલ | (1) તમિલનાડુ |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ (ધર્મો) | વિભાગ ‘બ’ (લોકો) |
(1) ઇસ્લામ | (1) પારસીઓ |
(2) શીખ | (2) દિદ્ધસો |
(3) જરથોસ્તી (પારસી) | (3) મુસલમાનો |
(4) હિન્દુ | (4) જૈનો |
(5) પંજાબીઓ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (ધર્મો) | વિભાગ ‘બ’ (લોકો) |
(1) ઇસ્લામ | (3) મુસલમાનો |
(2) શીખ | (5) પંજાબીઓ |
(3) જરથોસ્તી (પારસી) | (1) પારસીઓ |
(4) હિન્દુ | (2) દિદ્ધસો |
પ્રશ્ન 3.
વિભાગ ‘અ’ (તહેવારો) | વિભાગ ‘બ’ (રાજ્યો) |
(1) ગણેશચતુર્થી | (1) પશ્ચિમ બંગાળ |
(2) અષાઢી બીજ | (2) મહારાષ્ટ્ર |
(3) ઓણમ | (3) પંજાબ |
(4) વૈશાખી | (4) ઓડિશા |
(5) કેરલ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (તહેવારો) | વિભાગ ‘બ’ (રાજ્યો) |
(1) ગણેશચતુર્થી | (2) મહારાષ્ટ્ર |
(2) અષાઢી બીજ | (4) ઓડિશા |
(3) ઓણમ | (5) કેરલ |
(4) વૈશાખી | (3) પંજાબ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારતના લોકોમાં કઈ કઈ બાબતોમાં ભિન્નતાઓ છે?
ઉત્તર:
ભારતના લોકોમાં ધર્મ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણીકરણી, રીતરિવાજ, તહેવારો, રહેઠાણ, માન્યતાઓ વગેરેમાં ભિન્નતાઓ છે.
પ્રશ્ન 2.
આપણા દેશના લોકો કયા કયા તહેવારો ઊજવે છે?
ઉત્તરઃ
આપણા દેશના લોકો દિવાળી, મકરસંક્રાંતિ, હોળી, રે દશેરા, શિવરાત્રી, ગણેશચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, હું મહોરમ, બુદ્ધજયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી હૈ વગેરે તહેવારો ઊજવે છે.
પ્રશ્ન 3.
આપણા દેશમાં કયાં કયાં નૃત્યો જાણીતાં છે?
ઉત્તર:
આપણા દેશમાં આ નૃત્યો જાણીતાં છે: રાસ-ગરબા (ગુજરાત), ભાંગડા (પંજાબ), કથક (ઉત્તર પ્રદેશ), કૂચીપૂડી (આંધ્ર પ્રદેશ), કથકલી (કેરલ), ભરતનાટ્યમ્ (તમિલનાડુ), બિહુ (અસમ), ઓડિસી (ઓડિશા), ઘુમ્મર (રાજસ્થાન), લાવણી (મહારાષ્ટ્ર) વગેરે નૃત્યો જાણીતાં છે.
પ્રશ્ન 4.
ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે?
ઉત્તર:
વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે.
પ્રશ્ન 5.
ડૉ. રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે?
ઉત્તર:
ડૉ. રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે આ પ્રમાણે કહ્યું છે: ‘જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.’
પ્રશ્ન 6.
આઝાદીની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં?
ઉત્તર:
આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં.
પ્રશ્ન 7.
ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન શાથી કરી શક્યો છે?
ઉત્તર:
ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે.
પ્રશ્ન 8.
ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે?
ઉત્તરઃ
ભારતે ‘વસુધેવ કુટુમ્'(સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.)ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
પ્રશ્ન 9.
ભારતે ધર્મની બાબતમાં શેનો પ્રસાર વિશ્વમાં કર્યો છે?
ઉત્તર:
ભારતે ધર્મની બાબતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મસમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે.
પ્રશ્ન 10.
ભારતના લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે?
ઉત્તર:
ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
પ્રશ્ન 11.
આપણા દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે?
ઉત્તરઃ
આપણા દેશમાં અમીર-ગરીબ, છોકરા-છોકરી, સાક્ષર3 નિરક્ષર, શહેરી-ગ્રામીણ તેમજ જ્ઞાતિ આધારિત ભેદભાવ વગેરે ભેદભાવો જોવા મળે છે.
પ્રશ્ન 12.
ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ શાથી ઉદ્ભવ્યા હતા?
ઉત્તર:
પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી. તેમાં કેટલાક સમુદાયો સામાજિક અને આર્થિક રીતે પછાત રહી ગયા હતા. આથી ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા.
પ્રશ્ન 13.
ભારતમાંથી અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે?
ઉત્તરઃ
સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર (હક) આપ્યો છે. પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે.
પ્રશ્ન 14.
સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો શાથી મળવા લાગી છે?
ઉત્તરઃ
સરકારે 6થી 14 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર (હક) આપતો કાયદો અમલમાં મૂક્યો છે. તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે.
પ્રશ્ન 15.
સરકાર કઈ કઈ પાયાની સુવિધાઓ પૂરી પાડે છે? શા માટે?
ઉત્તરઃ
સરકાર લોકોના સામુદાયિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ વગેરે પાયાની સુવિધાઓ પૂરી પાડે છે.
પ્રશ્ન 16.
કયા કારણે આઝાદી પછીનાં વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે?
ઉત્તર:
લોકો પોતાના ધર્મનું પાલન કરી શકે છે, પોતપોતાની ભાષા બોલી શકે છે અને પોતાના તહેવારો ઊજવી શકે છે. – આ બધી સ્વતંત્રતાઓ મળવાથી આઝાદી પછીનાં વર્ષોમાં ભેદભાવો 3 નામશેષ થઈ રહ્યા છે.
પ્રશ્ન 17.
ભારતીય સમાજમાં છોકરીઓ સાથે કઈ કઈ બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે?
ઉત્તર:
ભારતીય સમાજમાં છોકરીઓ સાથે આરોગ્ય, આર્થિક અધિકારો, રમતગમત, અભ્યાસ, હરવું-ફરવું, વિચાર અને વ્યવહાર વગેરે બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.
પ્રશ્ન 18.
ભારતમાં સ્ત્રીઓને કયા કયા કુરિવાજોનો ભોગ બનવું પડે છે? શા માટે?
ઉત્તર:
ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.
પ્રશ્ન 19.
સ્ત્રીઓ સ્ત્રી-ભૂણ હત્યાનો ભોગ સાથી બને છે?
ઉત્તર:
ભારતીય સમાજમાં પુત્ર-જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી સ્ત્રીઓ સ્ત્રી-ભૂણ હત્યાનો ભોગ બને છે.
પ્રશ્ન 20.
તમે તમારા વર્ગનાં બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પડો છો? તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં ભિન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા છે?
ઉત્તરઃ
હું મારા વર્ગના બાળકોથી રૂપ, રંગ, શોખ, રસ-રુચિ વગેરે બાબતોમાં જુદો પડું છું. મારા વર્ગના વિદ્યાર્થીઓ મારાથી ઘણી બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ મારા મિત્રો બન્યા છે, કારણ કે ભાષા, પહેરવેશ, • ખોરાક, તહેવાર, રહેણીકરણી, રીતરિવાજ વગેરે બાબતોમાં અમે બધા સમાન છીએ.
પ્રશ્ન 21.
રવીન્દ્રનાથ ટાગોરરચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ; ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું ? સમજાવે છે તેનું વર્ણન કરો.
ઉત્તરઃ
આપણા ભારત દેશનું રાષ્ટ્રગીત ભારતીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની સ્પષ્ટતા કરે છે. બધા ભારતીયો રાષ્ટ્રીય તહેવારોના દિવસોએ ધ્વજવંદન કરતી વખતે રાષ્ટ્રગીતનું ગાન કરે છે. આપણા દેશના બધા જ પ્રદેશોમાં પૂરા માનસમ્માનની સાથે મધુર અવાજે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ બાબત જ સ્પષ્ટ કરે છે કે આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે.
પ્રવૃત્તિઓ
પ્રશ્ન 1. ભારતના નકશામાંથી અસમ અને કેરલ રાજ્યનું સ્થાન શોધી કાઢો. આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિઓ ત્યાંના નિવાસીઓનાં ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી અસર કરે છે? શિક્ષકની મદદથી તેની યાદી બનાવો.
પ્રશ્ન 2. કેલેન્ડરની મદદથી તહેવારોની યાદી બનાવો.
પ્રશ્ન 4.
નીચે કેટલાંક નૃત્યનાં નામ આપેલાં છે. તે નૃત્યમાં કયા રાજ્યના લોકો રસ ધરાવે છે તે આપેલી ખાલી જગ્યામાં લખો
(1) કથકલી – કેરલ
(2) ઘુમ્મર – રાજસ્થાન
(3) રાસ-ગરબા – ગુજરાત
(4) ભાંગડા – પંજાબ
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોંધપોથીમાં લખો
(1) આપણા દેશમાં વિવિધતા ન હોત તો શું થાત?
(2) શું આજે રાષ્ટ્રીય એકતાની જરૂર છે? શા માટે?
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો :
પ્રશ્ન 1.
ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?
A. છ
B. સાત
C. આઠ
D. નવ
ઉત્તર:
C. આઠ
પ્રશ્ન 2.
ભારતનું રાષ્ટ્રગાન ‘વંદે ……………………. માતરમ્…………………………….. ‘ના રચયિતા કોણ છે?
A. ઓમકારનાથ ઠાકુર
B. રવીન્દ્રનાથ ટાગોર
C. સુભાષચંદ્ર બોઝ
D. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ઉત્તર:
D. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
પ્રશ્ન ૩.
સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે?
A. વિવિધતા
B. ભેદભાવ
C. અસમાનતા
D. જરૂરિયાતો
ઉત્તર:
B. ભેદભાવ
પ્રશ્ન 4.
સામાન્ય રીતે જોવા મળે છે કે ગ્રામીણ લોકો..
A. ગંદા, અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ હોય છે.
B. ગંદા, અજ્ઞાની અને ચાલાક હોય છે.
C. ગંદા, અજ્ઞાની અને સ્વાર્થી હોય છે.
D. ગંદા, અજ્ઞાની અને આળસુ હોય છે.
ઉત્તર:
A. ગંદા, અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ હોય છે.
પ્રશ્ન 5.
‘તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે. આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે?
A. છોકરાઓ સાથે
B. છોકરીઓ સાથે
C. પરણિત મહિલાઓ સાથે
D. પુરુષો સાથે
ઉત્તર:
C. પરણિત મહિલાઓ સાથે
પ્રશ્ન 6.
જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને કર્યું કામ કરવાની છૂટ ન હતી?
A. ઊંચી જ્ઞાતિના લોકોના ઘરમાં પ્રવેશ કરવાની
B. ગામના કૂવેથી પાણી ભરવાની
C. ગામનાં મંદિરોમાં જવાની
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 7.
કબીરસિહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે?
A. હિન્દુ
B. મુસ્લિમ
C. શીખ
D. જૈન
ઉત્તર:
C. શીખ
પ્રશ્ન 8.
હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું.
A. રસગુલ્લા
B. જલેબી
C. ઈંડા
D. મોહનથાળ
ઉત્તર:
A. રસગુલ્લા
પ્રશ્ન 9.
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે?
A. દિવાળીના દિવસે
B. હોળીના દિવસે
C. અષાઢી બીજના દિવસે
D. અખાત્રીજના દિવસે
ઉત્તર:
C. અષાઢી બીજના દિવસે
પ્રશ્ન 10.
જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે?
A. રાસ-ગરબા
B. કૂચીપૂડી
C. ભરતનાટ્યમ્
D. ઘુમ્મર
ઉત્તર:
D. ઘુમ્મર
પ્રશ્ન 11.
તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે?
A. ગુજરાતી
B. કન્નડ
C. હિન્દી
D. અંગ્રેજી
ઉત્તર:
C. હિન્દી