Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 16 સ્થાનિક સરકાર Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 16 સ્થાનિક સરકાર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ કયું છે?
A. જિલ્લા પંચાયત
B. તાલુકા પંચાયત
C. ગ્રામપંચાયત
D. સરકાર
ઉત્તર:
C. ગ્રામપંચાયત
પ્રશ્ન 2.
ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે?
A. પાંચ
B. ચાર
C. ત્રણ
D. બે
ઉત્તર:
C. ત્રણ
પ્રશ્ન ૩.
કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે?
A. 500થી 25,000
B. 400થી 28,000
C. 500થી 26,000
D. 500થી 40,000
ઉત્તર:
A. 500થી 25,000
પ્રશ્ન 4.
ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો – હોય છે?
A. 9
B. 8
C. 6
D. 5
ઉત્તર:
B. 8
પ્રશ્ન 5.
ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
A. 10
B. 12
C. 15
D. 16
ઉત્તર:
D. 16
પ્રશ્ન 6.
ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
A. દર 5 વર્ષે
B. દર 7 વર્ષે
C. દર ૩ વર્ષે
D. દર 10 વર્ષે
ઉત્તર:
A. દર 5 વર્ષે
પ્રશ્ન 7.
ગ્રામપંચાયતના વડાને શું કહે છે?
A. ગ્રામપંચ
B. સભાપ્રમુખ
C. સરપંચ
D. સભાપતિ
ઉત્તર:
C. સરપંચ
પ્રશ્ન 8.
ગ્રામપંચાયતમાં કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે?
A. ગ્રામસચિવની
B. તલાટી-કમ-મંત્રીની
C. ઉપસરપંચની
D. સરપંચની
ઉત્તર:
D. સરપંચની
પ્રશ્ન 9.
ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
A. ચીફ ઑફિસર
B. તલાટી-કમ-મંત્રી
C. કમિશનર
D. સરપંચ
ઉત્તર:
B. તલાટી-કમ-મંત્રી
પ્રશ્ન 10.
ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે?
A. લોકસભાની
B. લોકઅદાલતની
C. ગ્રામસભાની
D. ન્યાયસમિતિની
ઉત્તર:
C. ગ્રામસભાની
પ્રશ્ન 11.
ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?
A. એક વખત
B. ચાર વખત
C. બે વખત
D. ત્રણ વખત
ઉત્તર:
C. બે વખત
પ્રશ્ન 12.
ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?
A. ગામની વડીલ વ્યક્તિ
B. ઉપસરપંચ
C. મામલતદાર
D. સરપંચ
ઉત્તર:
D. સરપંચ
પ્રશ્ન 13.
તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
A. 16
B. 21
C. 18
D. 20
ઉત્તર:
A. 16
પ્રશ્ન 14.
તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
A. 20
B. 25
C. 32
D. 15
ઉત્તર:
C. 32
પ્રશ્ન 15.
તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?
A. 30 %
B. 50 %
C. 33 %
D. 40 %
ઉત્તર:
B. 50 %
પ્રશ્ન 16.
તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
A. તાલુકા પ્રમુખ
B. તાલુકા વિકાસ અધિકારી
C. તાલુકા ઉપપ્રમુખ
D. ચીફ ઑફિસર
ઉત્તર:
B. તાલુકા વિકાસ અધિકારી
પ્રશ્ન 17.
સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે?
A. જિલ્લા પંચાયત
B. તાલુકા પંચાયત
C. ગ્રામપંચાયત
D. રાજ્ય સરકાર
ઉત્તર:
A. જિલ્લા પંચાયત
પ્રશ્ન 18.
ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે?
A. કેન્દ્ર સરકાર
B. રાજ્ય સરકાર,
C. જિલ્લા પંચાયત
D. ગ્રામસભા
ઉત્તર:
C. જિલ્લા પંચાયત
પ્રશ્ન 19.
જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
A. 40
B. 45
C. 50
D. 52
ઉત્તર:
D. 52
પ્રશ્ન 20.
જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
A. 32
B. 21
C. 41
D. 35
ઉત્તર:
A. 32
પ્રશ્ન 21.
જિલ્લા પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?
A. જિલ્લા વહીવટી અધિકારી
B. જિલ્લા પ્રમુખ
C. જિલ્લા વિકાસ અધિકારી
D. જિલ્લા કમિશનર
ઉત્તર:
C. જિલ્લા વિકાસ અધિકારી
પ્રશ્ન 22.
પંચાયતીરાજની ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
A. 5
B. 6
C. 4
D. 7
ઉત્તર:
A. 5
પ્રશ્ન 23.
જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે?
A. જિલ્લાસભા
B. સામાજિક ન્યાયસમિતિ
C. લોકઅદાલત
D. સામાજિક ન્યાયપંચાયત
ઉત્તર:
B. સામાજિક ન્યાયસમિતિ
પ્રશ્ન 24.
નગરપાલિકાના એક વૉર્ડમાં કેટલા સભ્યો હોય છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
C. 4
પ્રશ્ન 25.
સામાન્ય રીતે કેટલી વસ્તીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે?
A. 10,000 થી વધુ
B. 15,000 થી વધુ
C. 20,000 થી વધુ
D. 25,000 થી વધુ
ઉત્તર:
D. 25,000 થી વધુ
પ્રશ્ન 26.
નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
A. 28
B. 25
C. 20
D. 15
ઉત્તર:
A. 28
પ્રશ્ન 27.
નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
A. ચીફ ઑફિસર
B. મેયર
C. નગરસેવક
D. પ્રમુખ
ઉત્તર:
D. પ્રમુખ
પ્રશ્ન 28.
નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?
A. ચીફ ઑફિસર
B. પ્રમુખ
C. કમિશનર
D. મેયર
ઉત્તર:
A. ચીફ ઑફિસર
પ્રશ્ન 29.
નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે?
A. જિલ્લા પંચાયત
B. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો
C. રાજ્ય સરકાર
D. જિલ્લા વિકાસ અધિકારી
ઉત્તર:
C. રાજ્ય સરકાર
પ્રશ્ન 30.
નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે?
A. બે વર્ષનો
B. અઢી વર્ષનો
C. ત્રણ વર્ષનો
D. પાંચ વર્ષનો
ઉત્તર:
B. અઢી વર્ષનો
પ્રશ્ન 31.
મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
A. પ્રમુખ
B. શાસનાધિકારી
C. મેયર
D. કમિશનર
ઉત્તરઃ
C. મેયર
પ્રશ્ન 32.
મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
A. અઢી વર્ષે
B. પાંચ વર્ષે
C. દર વર્ષે
D. સાડા ત્રણ વર્ષે
ઉત્તરઃ
A. અઢી વર્ષે
પ્રશ્ન ૩૩.
મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?
A. મેયર
B. મ્યુનિસિપલ કમિશનર
C. ચીફ ઓફિસર
D. મ્યુનિસિપલ ઑફિસર
ઉત્તરઃ
D. મ્યુનિસિપલ ઑફિસર
પ્રશ્ન 34.
મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે?
A. મેયર
B. મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો
C. મહાનગરપાલિકાની કારોબારી સમિતિ
D. રાજ્ય સરકાર
ઉત્તરઃ
D. રાજ્ય સરકાર
પ્રશ્ન 35.
મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે?
A. આરોગ્ય સમિતિ.
B. શિક્ષણ સમિતિ
C. કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ).
D. નાણાં સમિતિ
ઉત્તરઃ
C. કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ).
પ્રશ્ન 36.
મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વૉર્ડ બનાવવામાં આવે છે?
A. 75,000ની વસ્તીએ
B. 2 લાખની વસ્તીએ
C. 50,000ની વસ્તીએ
D. 1 લાખની વસ્તીએ
ઉત્તરઃ
A. 75,000ની વસ્તીએ
પ્રશ્ન 37.
સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે?
A. મુખ્યમંત્રી
B. જિલ્લા વિકાસ અધિકારી
C. મામલતદાર
D. કલેક્ટર
ઉત્તરઃ
D. કલેક્ટર
પ્રશ્ન 38.
તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે?
A. તાલુકા વિકાસ અધિકારી
B. મામલતદાર
C. કમિશનર
D. ચીફ ઑફિસર
ઉત્તરઃ
B. મામલતદાર
પ્રશ્ન 39.
મામલતદાર સરેરાશ કેટલાં ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે?
A. 40 કે તેથી વધુ ગામોના ‘
B. 25 કે તેથી વધુ ગામોના
C. 50 કે તેથી વધુ ગામોના
D. 45 કે તેથી વધુ ગામોના
ઉત્તરઃ
C. 50 કે તેથી વધુ ગામોના
પ્રશ્ન 40.
તકરાર (વિવાદ) નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?
A. ગ્રામઅદાલત
B. લોકઅદાલત
C. સામાજિક ન્યાય સમિતિ
D. ગ્રામસભા
ઉત્તરઃ
B. લોકઅદાલત
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી છે જગ્યાઓ પૂરોઃ
1. સ્થાનિક સ્વરાજ્યના પાયાના એકમ તરીકે ………………………………….. ની રચના કરવામાં આવી છે.
ઉત્તર:
ગ્રામપંચાયત
2. ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું ………………………………. સ્તરનું છે.
ઉત્તર:
ત્રણ
૩. …………………………………. એ સ્થાનિક કક્ષાએ સ્વશાસન ચલાવવા માટેની ખૂબ મહત્ત્વની પદ્ધતિ છે.
ઉત્તર:
પંચાયતીરાજ
4. ગ્રામપંચાયતના વડાને ……………………………….. કહે છે.
ઉત્તર:
સરપંચ
5. ગ્રામપંચાયતના ……………………………………… અને ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે.
ઉત્તર:
સરપંચ
6. ગ્રામપંચાયતનો વહીવટ કરવા માટે સરકાર ………………………………. ને નીમે છે.
ઉત્તર:
તલાટી-કમ-મંત્રી
7. ગ્રામપંચાયતના કાર્યાલયને ‘………………………………………’ પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
ગ્રામસચિવાલય
8. ……………………….. ગ્રામપંચાયતનો વહીવટ સંભાળે છે.
ઉત્તર:
તલાટી-કમ-મંત્રી
9. ગ્રામસભા એ ગામની ……………………… જેવી છે.
ઉત્તર:
ધારાસભા
10. ગ્રામપંચાયતના ……………………………………….. ગ્રામસભાના અધ્યક્ષ હોય છે.
ઉત્તર:
સરપંચ
11. સ્થાનિક સરકારમાં બીજું સ્તર ……………………….. પંચાયત છે.
ઉત્તરઃ
તાલુકા પંચાયત
12. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની ……………………….. પ્રમાણે થાય છે.
ઉત્તરઃ
વસ્તી
13. તાલુકા પંચાયતના વહીવટી વડા ‘………………………….’ ના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
તાલુકા વિકાસ અધિકારી
14. …………………………………. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (Budget) તૈયાર કરે છે.
ઉત્તરઃ
તાલુકા વિકાસ અધિકારી
15. સ્થાનિક સરકારનું ……………………….. સ્તર જિલ્લા પંચાયત છે.
ઉત્તરઃ
ત્રીજું
16. ……………………………… પંચાયતીરાજમાં જિલ્લા પંચાયત સૌથી ઉપરનું કે સ્તર છે.
ઉત્તરઃ
ત્રિ-સ્તરીય
17. જિલ્લા પંચાયતની મુદત ………………………. વર્ષની હોય છે.
ઉત્તરઃ
પાંચ
18. જિલ્લા પંચાયતના વહીવટી વડાને ……………………………… કહે છે.
ઉત્તરઃ
જિલ્લા વિકાસ અધિકારી
19. જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક ………………………………… કરે છે.
ઉત્તરઃ
રાજ્ય સરકાર
20. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ સામાજિક ન્યાય સમિતિ ……………………………… સભ્યોની બનેલી હોય છે.
ઉત્તરઃ
પાંચ
21. એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અને પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ……………………………….. હોય છે.
ઉત્તરઃ
નગરપાલિકા, મહાનગરપાલિકા
22. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી ………………………………… હોય છે.
ઉત્તરઃ
28
23. નગરપાલિકાના વડાને ……………………… કહે છે.
ઉત્તરઃ
પ્રમુખ
24 નગરપાલિકાના વહીવટી વડાને ………………………… કહે છે.
ઉત્તરઃ
ચીફ ઓફિસર
25. મહાનગરપાલિકાના વડાને ……………………………. કહે છે.
ઉત્તરઃ
મેયર
26. મહાનગરપાલિકાના વહીવટી વડાને ……………………………… કહે છે.
ઉત્તરઃ
મ્યુનિસિપલ કમિશનર
27. ……………………………….. ના વડા મેયર કહેવાય છે.
ઉત્તરઃ
મહાનગરપાલિકા
28. મહાનગરપાલિકામાં ……………………………….. ની ચૂંટણી દર અઢી વર્ષે થાય છે.
ઉત્તરઃ
મેયર
29. …………………………. સમિતિ મહાનગરપાલિકાની સૌથી વધારે મહત્ત્વની સમિતિ છે.
ઉત્તરઃ
કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ)
30. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ……………………………. % મહિલા અનામત સભ્યો હોય છે.
ઉત્તરઃ
50
31. ……………………………… જિલ્લાના વડા ગણાય છે.
ઉત્તરઃ
કલેક્ટર
32. પંચાયતીરાજમાં ………………………………… ની ભૂમિકા મહત્ત્વની છે.
ઉત્તરઃ
જિલ્લા કલેક્ટર
33. …………………………………. તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.
ઉત્તરઃ
મામલતદાર
34. મામલતદાર તાલુકાના ……………………….. વડા છે.
ઉત્તરઃ
મહેસૂલી
35. …………………………….. એ તકરાર (વિવાદ) નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઉત્તરઃ
લોકઅદાલત
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
ગામના સરપંચને ગ્રામપંચાયતના સભ્યો ચૂંટે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
તલાટી-કમ-મંત્રી તાલુકા પંચાયતના વહીવટી અધિકારી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન ૩.
જિલ્લા પંચાયત ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 4.
આપણો દેશ કેન્દ્ર સરકાર ચલાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 5.
પંચાયતીરાજમાં સૌથી મહત્ત્વનું એકમ તાલુકા પંચાયત છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 6.
ગ્રામપંચાયતના કાર્યાલયને ગ્રામસચિવાલય’ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
ગ્રામસભા એ ગામની પંચાયત જેવી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 8.
તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 9.
તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે 33 % બેઠકો અનામત રાખવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક રાજ્ય સરકાર કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 11.
જિલ્લાના વિસ્તારના આધારે જિલ્લા પંચાયતની બેઠકો નક્કી થાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
જિલ્લા પંચાયતની ઓછામાં ઓછી સભ્યસંખ્યા 52 હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 13.
જિલ્લા પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 14.
સામાજિક તકરાર સમિતિ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 15.
નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 16.
નગરપાલિકાના ચીફ ઑફિસર નગરપાલિકાના અધ્યક્ષનું પદ સંભાળે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 17.
ચીફ ઑફિસરની નિમણૂક રાજ્ય સરકાર કરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 18.
નગરપાલિકા નગરજનોને બગીચા, પુસ્તકાલય વગેરેની સગવડો પૂરી પાડે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 19.
મેયર મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 20.
પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકાની સૌથી વધારે છે મહત્ત્વની સમિતિ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 21.
કલેક્ટર તરીકેના ઉમેદવારની પસંદગી ભરતી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 22.
કલેક્ટર જિલ્લા પોલીસ ઑફિસર તરીકેની પણ કામગીરી કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 23.
કલેક્ટર જિલ્લા આયોજન સમિતિના સચિવ હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 24.
મામલતદારની પસંદગી રાજ્ય સરકાર કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 25.
લોકઅદાલતમાં નાણાં અને સમયનો દુર્વ્યય થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 26.
લોકઅદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડો :
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સરપંચ | (1) જિલ્લા પંચાયત |
(2) તલાટી-કમ-મંત્રી | 2) મહાનગરપાલિકા |
(3) તાલુકા વિકાસ | (3) ગ્રામપંચાયતના અધિકારી વહીવટી અધિકારી |
(4) જિલ્લા વિકાસ | (4) ગ્રામપંચાયતના વડા અધિકારી |
(5) તાલુકા પંચાયત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સરપંચ | (4) ગ્રામપંચાયતના વડા અધિકારી |
(2) તલાટી-કમ-મંત્રી | (3) ગ્રામપંચાયતના અધિકારી વહીવટી અધિકારી |
(3) તાલુકા વિકાસ | (5) તાલુકા પંચાયત |
(4) જિલ્લા વિકાસ | (1) જિલ્લા પંચાયત |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નગરપાલિકાના વડા | (1) મ્યુનિસિપલ કમિશનર |
(2) નગરપાલિકાના | (2) મેયર વહીવટી વડા |
(3) પ્રમુખ | (3) મહાનગરપાલિકાના |
(4) મહાનગરપતિ વડા | (4) મહાનગરપાલિકાના |
(5) ચીફ ઑફિસર વહીવટી વડા |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) નગરપાલિકાના વડા | (3) મહાનગરપાલિકાના |
(2) નગરપાલિકાના | (5) ચીફ ઑફિસર વહીવટી વડા |
(3) પ્રમુખ | (2) મેયર વહીવટી વડા |
(4) મહાનગરપતિ વડા | (1) મ્યુનિસિપલ કમિશનર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
પ્રશ્ન 1.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ’ કોને કહે છે?
ઉત્તર:
સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ’ કહે છે.
પ્રશ્ન 2.
ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (સરકારી કઈ કઈ છે?
ઉત્તર:
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (સરકાર) છે.
પ્રશ્ન 3.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (સરકાર) કઈ – કઈ છે?
ઉત્તર:
નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (સરકાર) છે.
પ્રશ્ન 4.
ગ્રામપંચાયતની સભ્યસંખ્યા કેટલી હોય છે?
ઉત્તર:
ગ્રામપંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 8 અને વધુમાં વધુ 16 હોય છે.
પ્રશ્ન 5.
‘સરપંચ’ કોને કહે છે?
ઉત્તર:
ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે.
પ્રશ્ન 6.
સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે?
ઉત્તર:
ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરીને સરપંચની ચૂંટણી કરે છે.
પ્રશ્ન 7.
તલાટી-કમ-મંત્રી શું કામ કરે છે?
ઉત્તર:
તલાટી-કમ-મંત્રી ગ્રામપંચાયતનું દફતર [કામકાજના પત્રો, ચોપડા વગેરેનો સંગ્રહ (રેકર્ડ)] સંભાળે છે. તે ગ્રામપંચાયતની કાર્યવાહીના અહેવાલો અને પત્રકો તૈયાર કરે છે તેમજ તે અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કરે છે.
પ્રશ્ન 8.
ગ્રામસચિવાલય કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
ગ્રામપંચાયતના કાર્યાલયને ‘ગ્રામસચિવાલય’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 9.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ કયો છે?
ઉત્તરઃ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ ગ્રામપંચાયત છે.
પ્રશ્ન 10.
ગ્રામસભાનું આયોજન વર્ષમાં કેટલી વખત કરવામાં આવે છે?
ઉત્તર:
ગ્રામસભાનું આયોજન વર્ષમાં ઓછામાં ઓછું બે વખત કરવું ફરજિયાત છે.
પ્રશ્ન 11.
તાલુકા પંચાયતની સભ્યસંખ્યા કેટલી હોય છે?
ઉત્તર:
તાલુકા પંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે.
પ્રશ્ન 12.
તાલુકા પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ સધિદારી(T.D.O. – Taluka Development Officer)l નામે ઓળખાય છે.
પ્રશ્ન 13.
તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે.
પ્રશ્ન 14.
તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (Budget) કોણ – તૈયાર કરે છે?
ઉત્તરઃ
તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (Budget) તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે.
પ્રશ્ન 15.
જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા કેટલી હોય છે?
ઉત્તર:
જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 32. અને વધુમાં વધુ 52 હોય છે.
પ્રશ્ન 16.
જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે?
ઉત્તર:
જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ), શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે.
પ્રશ્ન 17.
જિલ્લા પંચાયતનાં કાર્યો કોણ સંભાળે છે?
ઉત્તરઃ
જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શાસનાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજકલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતનાં કાર્યો સંભાળે છે.
પ્રશ્ન 18.
સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કઈ કઈ સંસ્થાઓ 3 કરે છે?
ઉત્તર:
સામાજિક ન્યાય સમિતિ અને લોકઅદાલતો સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કરે છે.
પ્રશ્ન 19.
નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
નગરપાલિકાના વડા પ્રમુખના નામે ઓળખાય છે.
પ્રશ્ન 20.
નગરપાલિકાનો સઘળો વહીવટ કોના નામે થાય છે?
ઉત્તરઃ
નગરપાલિકાનો સઘળો વહીવટ નગરપાલિકાના પ્રમુખના નામે થાય છે.
પ્રશ્ન 21.
નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ‘ચીફ : ઑફિસર’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 22.
‘મેયર’ (નગરપતિ) કોને કહે છે?
ઉત્તરઃ
મહાનગરપાલિકાના વડાને મેયર’ (નગરપતિ) કહે છે.
પ્રશ્ન 23.
મેયર(નગરપતિ)ની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તરઃ
મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી બહુમતીથી મેયર(નગરપતિ)ની ચૂંટણી કરે છે.
પ્રશ્ન 24.
મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? તેમની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર:
મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ‘મ્યુનિસિપલ કમિશનરના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે.
પ્રશ્ન 25.
મહાનગરપાલિકાની સમિતિઓમાં કઈ સમિતિ સૌથી વધારે મહત્ત્વની છે?
ઉત્તરઃ
મહાનગરપાલિકાની સમિતિઓમાં કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) સૌથી વધારે મહત્ત્વની છે.
પ્રશ્ન 26.
સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે? તે અન્ય કયા હોદ્દાઓ ધરાવે છે?
ઉત્તરઃ
કલેક્ટર સમગ્ર જિલ્લાના વડા ગણાય છે. તે જિલ્લા ન્યાયાધીશ (District Magistrate) અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેના અન્ય હોદ્દાઓ ધરાવે છે.
પ્રશ્ન 27.
ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?
ઉત્તરઃ
કલેક્ટર ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે.
પ્રશ્ન 28.
તાલુકા કક્ષાના વહીવટી અધિકારી કોણ છે? તેમની ૬ પસંદગી કેવી રીતે થાય છે?
ઉત્તર:
મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેમની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ (ગુજરાતમાં જી.પી.એસ.સી.) દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે.
પ્રશ્ન 29.
લોકઅદાલતોની સ્થાપના શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:
ઓછી આવક ધરાવતા સમાજના ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવે છે.
પ્રશ્ન 30.
લોકઅદાલતમાં કઈ રીતે ન્યાય મળે છે?
ઉત્તર:
લોકઅદાલતમાં સ્થળ પર જ ઝડપી, બિનખર્ચાળ, બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે.
પ્રશ્ન 31.
ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોકઅદાલતોની કાયમી સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલ છે?
ઉત્તર:
ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોકઅદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
પંચાયતીરાજનાં ત્રણ સ્તરો જણાવો.
અથવા
પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે? તે સ્તરો કયા કયા છે?
ઉત્તર:
પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છે. પંચાયતીરાજના ત્રણ સ્તરો નીચે પ્રમાણે છે :
- ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત
- તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત
- જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત
પ્રશ્ન 2.
સરકારના વિકાસનું માળખું સમજાવો.
ઉત્તર:
બાજુના ચિત્રમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રે ગ્રામપંચાયતના પાયા પર બધી જ સરકારો ટકેલી છે. ગ્રામપંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે. જિલ્લા પંચાયત ઉપર રાજ્ય સરકાર છે, જે રાજ્યનો વહીવટ સંભાળે છે. રાજ્ય સરકારની ઉપર કેન્દ્ર સરકાર છે, જે દેશનો વહીવટ સંભાળે છે. આમ, આ માળખાના પાયામાં તો ગ્રામપંચાયત જ છે.
સરકારનું વિકાસ માળખું ગ્રામપંચાયત પંચાયતીરાજનો સૌથી મહત્ત્વનો એકમ છે.
પ્રશ્ન 3.
ગ્રામપંચાયતનો વહીવટ કેવી રીતે થાય છે?
ઉત્તર:
ગ્રામપંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તરફથી ‘તલાટી-કમ-મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે ગામમાંથી કરવેરા ઉઘરાવે છે. તે ગ્રામપંચાયતની કાર્યવાહીના અહેવાલો અને પત્રકો તૈયાર કરે છે તેમજ અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કરે છે. તે ગ્રામપંચાયતનાં સૂચનોનો અમલ કરે છે.
પ્રશ્ન 4.
ગ્રામપંચાયતની આવકનાં સાધનો જણાવો.
ઉત્તર:
ગ્રામપંચાયતની આવકનાં સાધનો :
- મિલકતવેરો, પાણીવેરો, દુકાનવેરો, સફાઈવેરો, દીવાબત્તીવેરો વગેરે વેરાઓ;
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન (ગ્રાન્ટ);
- તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી મળતી મદદ;
- ગામલોકો તરફથી દાન તરીકે મળતી રકમો (સ્વૈચ્છિક ગામફાળો) અને
- છાણ, ખાતર અને સૂકાં વૃક્ષોનાં વેચાણથી થતી આવક.
પ્રશ્ન 5.
તાલુકા પંચાયતનો વહીવટ કેવી રીતે થાય છે?
ઉત્તર:
તાલુકા પંચાયતનો વહીવટ કરવા માટે રાજ્ય – સરકાર તરફથી તાલુકા વિકાસ અધિકારી (T.D.O. – Taluka Development Officer)ની નિમણૂક કરવામાં આવે છે. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (Budget) તૈયાર કરે છે. તે તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ અને અંકુશ રાખે છે.
પ્રશ્ન 6.
જિલ્લા પંચાયતનો વહીવટ કેવી રીતે થાય છે?
ઉત્તર:
જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર ‘જિલ્લા વિકાસ અધિકારી (D.D.0. – District Development Officer)ની નિમણૂક કરે છે. જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન કરી તેમનો અમલ કરાવે છે. તે જિલ્લા પંચાયત અને તેની વિવિધ સમિતિઓની બેઠકોના કામકાજની નોંધ રાખે છે અને તેમણે લીધેલા નિર્ણયોનો અમલ કરાવે છે. તે તાલુકા પંચાયતો અને ગ્રામપંચાયતો પર દેખરેખ રાખે છે અને તેમને માર્ગદર્શન આપે છે. આ રીતે જિલ્લા પંચાયતનો વહીવટ થાય છે.
પ્રશ્ન 7.
નગરપાલિકાનો વહીવટ કેવી રીતે થાય છે?
ઉત્તર:
નગરપાલિકાનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર ચીફ ઑફિસરની નિમણૂક કરે છે. નગરપાલિકાનો વહીવટ કરવા માટે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. તેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે સમિતિઓ મુખ્ય છે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબની અન્ય સમિતિઓ પણ બનાવવામાં આવે છે.
પ્રશ્ન 8.
મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે થાય છે?
ઉત્તર:
મહાનગરપાલિકાનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરે છે. મહાનગરપાલિકાનો વહીવટ કરવા માટે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ રચવામાં આવે છે. તેમાં કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) સૌથી મહત્ત્વની સમિતિ છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ગ્રામપંચાયતની રચના કેવી રીતે થાય છે?
ઉત્તર:
ગ્રામપંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ છે. સામાન્ય રીતે 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતાં ગામોમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે. તેની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. ગ્રામપંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 હોય છે. આખા ગામને વૉડ(મતવિભાગોમાં વહેંચવામાં આવે છે. ગામના મતદારો દરેક વૉર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે. સરપંચની ચૂંટણી ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે. ગ્રામપંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. આ રીતે ગ્રામપંચાયતની રચના થાય છે.
પ્રશ્ન 2.
તાલુકા પંચાયતની રચના કેવી રીતે થાય છે?
ઉત્તર:
તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે. તેમાં 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. તાલુકા પંચાયતની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. સામાન્ય રીતે તાલુકા પંચાયતની કુલ સભ્યસંખ્યા પ્રમાણે તાલુકાના વિભાગો પાડવામાં આવે છે. દરેક વિભાગના નોંધાયેલા મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં ચૂંટાયેલા સભ્યો બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. આ રીતે તાલુકા પંચાયતની રચના થાય છે.
પ્રશ્ન 3.
તાલુકા પંચાયતનાં કાર્યો જણાવો.
ઉત્તર:
તાલુકા પંચાયતનાં કાર્યો:
- સમગ્ર તાલુકામાં સ્વાથ્ય અને આરોગ્યવિષયક સેવાઓ પૂરી પાડવી.
- રોગચાળાને નિયંત્રણમાં લેવા ઝડપી પગલાં ભરવાં.
- ગામડાંને તાલુકા મથક સાથે જોડતા રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી.
- પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને તેમનું સંચાલન કરવું.
- તાલુકા કક્ષાએ કૃષિ-સુધારણા માટે યોજનાઓ બનાવવી.
- મહિલા-કલ્યાણ તથા યુવા પ્રવૃત્તિઓના વિકાસ માટે આર્થિક મદદ પૂરી પાડવી.
- પૂર, ભૂકંપ, આગ, અકસ્માત વગેરેના આકસ્મિક સંજોગોમાં મદદ કરવી.
પ્રશ્ન 4.
જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
જિલ્લા પંચાયતની બેઠકો જિલ્લાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. તેમાં 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. જિલ્લા પંચાયતની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતની કુલ સભ્યસંખ્યા પ્રમાણે જિલ્લાના વિભાગો પાડવામાં આવે છે. દરેક વિભાગના નોંધાયેલા મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાયસમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. આ રીતે જિલ્લા પંચાયતની રચના થાય છે.
પ્રશ્ન 5.
નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. તેમાં 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. નગરપાલિકાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. નગરપાલિકાની ચૂંટણી માટે વસ્તીના ધોરણે નગરના વૉર્ડ (મતવિભાગ) પાડવામાં આવે છે. દરેક વૉર્ડમાંથી 4 સભ્યો ચૂંટવામાં આવે છે. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પ્રથમ બેઠકમાં પોતાનામાંથી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને બહુમતીથી ચૂંટે છે. પ્રમુખની સમયમર્યાદા અઢી વર્ષની હોય છે. પ્રમુખ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળે છે.
પ્રશ્ન 6.
નગરપાલિકાનાં કાર્યો જણાવો.
ઉત્તર:
નગરપાલિકાનાં મુખ્ય કાર્યો આ પ્રમાણે છે:
- લોકોને 3 પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું.
- સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી.
- નગરમાં પાકા રસ્તાઓ તૈયાર કરવા, સમરાવવા અને સ્વચ્છ રાખવા તથા તેમને નિભાવવા.
- ગંદા પાણીના નિકાલ માટે ગટરયોજનાની વ્યવસ્થા કરવી.
- જન્મ-મરણ અને લગ્નની નોંધ રાખવી.
- પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો.
- અગ્નિશામક તંત્ર ઊભું કરવું.
- નગરમાં અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવી.
- શહેરમાં બાગબગીચા, પુસ્તકાલયો અને ટાઉનહૉલ (સભાગૃહ) બનાવવા અને તેમની સારસંભાળ રાખવી.
- જાહેર શૌચાલય અને પેશાબખાનાની વ્યવસ્થા કરવી અને તેમને સ્વચ્છ રાખવાં.
- સ્મશાનગૃહોની સગવડ કરવી અને તેમનો નિભાવ કરવો.
પ્રશ્ન 7.
મહાનગરપાલિકાની રચના કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે પાંચ લાખ કે તેથી વધારે વસ્તીવાળાં મોટાં શહેરોમાં મહાનગરપાલિકા હોય છે. તે મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે પણ ઓળખાય છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 75,000ની વસ્તી દીઠ એક વૉર્ડ (મતવિભાગ) બનાવવામાં આવે છે. દરેક વૉર્ડદીઠ 4 સભ્યો ચૂંટવાના હોય છે. મહાનગરપાલિકાની કુલ બેઠકોમાંથી 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દર અઢી વર્ષે પોતાનામાંથી એક સભ્યને “મેયર’ તરીકે ચૂંટે છે. મેયર મહાનગરપાલિકાના વડા છે. તે મહાનગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળે છે. આ રીતે મહાનગરપાલિકાની રચના થાય છે.
ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
ગ્રામસભા
ઉત્તરઃ
પંચાયતના કાયદા મુજબ નક્કી થયેલાં કામો કરવા માટે દરેક ગામમાં ગ્રામસભા હોય છે. ગ્રામપંચાયતની ચૂંટણી પછી અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક યોજાય છે. ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામસભાના સભ્યો હોય છે. તેઓ ગ્રામસભામાં હાજર રહી મત આપી શકે છે તેમજ કોઈ કે પણ દરખાસ્ત કરી શકે છે. ગ્રામસભા ગામડાની ધારાસભા જ છે. ગ્રામસભાની સામાન્ય સભા વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ફરજિયાત મળવી જોઈએ. ગામના સરપંચ ગ્રામસભાના અધ્યક્ષ હોય છે. ગ્રામસભાની બેઠકોમાં ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે.
ગ્રામસભામાં ગ્રામપંચાયતે કરવાના વિકાસનાં કામોનો છે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, ગામના પ્રશ્નો જેવા કે, ગામના રસ્તાઓ, પીવાનું સ્વચ્છ પાણી, ગ્રામસફાઈ, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વગેરેની પણ ચર્ચા કરવામાં આવે છે. ગ્રામસભાનો ઉદેશ સિદ્ધ કરવા માટે દરેક ગ્રામજને ગ્રામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગ્રામપંચાયતનો પારદર્શક વહીવટ કરવા માટે ગ્રામસભામાં ગામના પ્રશ્નો અને વિકાસનાં કામોની ચર્ચા કરવી જોઈએ.
પ્રશ્ન 2.
કલેક્ટર
ઉત્તરઃ
કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. તે જિલ્લા ન્યાયાધીશ (District Magistrate) અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ પણ બજાવે છે. કલેક્ટર તરીકેના ઉમેદવારની પસંદગી (U.P.S.C. – Union Public Service Commission) દ્વારા કે બઢતીથી થાય છે. પંચાયતીરાજમાં કલેક્ટર નીચે દર્શાવેલાં કામો કરે છે:
- તે જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવે છે.
- તે જિલ્લામાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તેની તકેદારી રાખે છે.
- તે પોતાના હસ્તકનાં તમામ વિભાગીય કામોનું સંકલન અને સંચાલન કરે છે.
- તે જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે.
- તે ગ્રામપંચાયતની સભ્યસંખ્યા નક્કી કરે છે.
- તે ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે.
- તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ; સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. – ખરેખર, પંચાયતીરાજમાં કલેક્ટરની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.
પ્રશ્ન 3.
મામલતદાર
ઉત્તરઃ
મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. મામલતદારની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ (ગુજરાતમાં G.PS.C.) દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. તે સરેરાશ 50 કે તેથી વધારે ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. તાલુકા ન્યાયાધીશ (Executive Magistrate) તરીકે તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર . કરાવવી તેમજ ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવાં, મધ્યાહ્ન ભોજન યોજનાનું સંચાલન અને . નિયંત્રણ કરવું, કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કરવી વગેરે કાર્યો મામલતદાર કરે છે.
પ્રશ્ન 4.
લોકઅદાલત
ઉત્તરઃ
આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોકઅદાલતો સ્થાપવામાં આવે છે. લોકઅદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર અને કોઈની ન જીત” એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ લોકઅદાલતમાં કરવામાં આવે છે. તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો ? નથી. લોકઅદાલતમાં બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે. લોકઅદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતાં વિવાદનો અંત આવે છે. બંને પક્ષકારોને ન્યાય મળતાં નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાતના જિલ્લાઓમાં ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા કાયમી લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવી ડે છે. કાયમી લોકઅદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ કોર્ટ ફી ભરવાની હોતી નથી.
પ્રવૃત્તિઓ
1. તમારા ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રીની મુલાકાત લો અને તેમની પાસેથી નીચે દર્શાવેલી માહિતી એકઠી કરોઃ
- ગામની વસ્તી અને ગામનાં સ્ત્રી-પુરુષ મતદારોની સંખ્યા.
- ગામમાં ચૂંટણી માટે કુલ કેટલા વૉર્ડ છે? કેટલા સભ્યો છે? મહિલા સભ્યોની યાદી બનાવો.
- ગ્રામપંચાયત દ્વારા કરેલા ગામના વિકાસકાર્યોની યાદી.
2. તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં જઈ તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી(TD.O.)નાં નામ મેળવો.
3. તાલુકા પંચાયતના સભ્ય સાથે તાલુકા પંચાયતની રચના અને તેની કામગીરીની ચર્ચા કરો.
4. તમારા જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીમાં જઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી(D.D.0)નાં નામ મેળવો.
5. તમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યનું નામ મેળવો.
6. શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત લો અને નગરપાલિકાના પ્રમુખે શી કામગીરી કરવાની હોય
7. તમે નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય તો તમારા વૉર્ડના સભ્યોનાં નામ લખો.
8. ગુજરાત રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાની યાદી તૈયાર કરો.
9. તમારા વિસ્તારની કે નજીકની મહાનગરપાલિકાની વેબસાઇટની મુલાકાત લો. તેમાં નાગરિકોની સુવિધા માટે કઈ કઈ કામગીરી ઑનલાઇન થાય છે તેની માહિતી મેળવો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો :
પ્રશ્ન 1.
નાગરિકને મત આપવાનો હક કેટલાં વર્ષની ઉંમરે મળે છે?
A. 15
B. 16
C. 17
D. 18
ઉત્તર:
D. 18
પ્રશ્ન 2.
તમારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે છે?
A. ગ્રામપંચાયત
B. તાલુકા પંચાયત
C. જિલ્લા પંચાયત
D. મહાનગરપાલિકા
ઉત્તર:
A. ગ્રામપંચાયત
પ્રશ્ન ૩.
તમારા શહેરમાં ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી, તો કોણ મદદરૂપ થશે?
A. ગ્રામસભા
B. ગ્રામપંચાયત
C. નગરપાલિકા
D. નગરપંચાયત
ઉત્તર:
C. નગરપાલિકા
પ્રશ્ન 4.
જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે?
A. જિલ્લાસભા સમક્ષ
B. સામાજિક ન્યાય સમિતિ સમક્ષ
C. લોકઅદાલત સમક્ષ
D. સામાજિક ન્યાયપંચાયત સમક્ષ
ઉત્તર:
B. સામાજિક ન્યાય સમિતિ સમક્ષ
પ્રશ્ન 5.
લોકઅદાલતની કામગીરીમાં કોણ જોડાય છે?
A. નિવૃત્ત ન્યાયાધીશ
B. અભિનેતા
C. સાહિત્યકાર
D. શાળાના આચાર્ય
ઉત્તર:
A. નિવૃત્ત ન્યાયાધીશ
પ્રશ્ન 6.
એકથી વધુ તાલુકાઓ મળી શાની રચના થાય છે?
A. તાલુકાસંઘની
B. રાજ્યની
C. શહેરની
D. જિલ્લાની
ઉત્તર:
D. જિલ્લાની
પ્રશ્ન 7.
પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે?
A. ગ્રામસમિતિ અને સામાજિક ન્યાય સમિતિ
B. સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ
C. કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિ
D. સામાજિક ન્યાયસમિતિ અને આરોગ્ય સમિતિ
ઉત્તર:
D. સામાજિક ન્યાયસમિતિ અને આરોગ્ય સમિતિ
પ્રશ્ન 8.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે?
A. 10 %
B. 20 %
C. 40 %
D. 50 %
ઉત્તર:
D. 50 %
પ્રશ્ન 9.
બંધબેસતાં જોડકાં જોડો :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગ્રામપંચાયત | (1) ચીફ ઑફિસર |
(2) જિલ્લા પંચાયત | (2) તાલુકા વિકાસ અધિકારી (T.D.D.) |
(3) નગરપાલિકા | (3) તલાટી-કમ-મંત્રી |
(4) તાલુકા પંચાયત | (4) મ્યુનિસિપલ કમિશનર |
(5) જિલ્લા વિકાસ અધિકારી (D.D.D.) |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગ્રામપંચાયત | (3) તલાટી-કમ-મંત્રી |
(2) જિલ્લા પંચાયત | (5) જિલ્લા વિકાસ અધિકારી (D.D.D.) |
(3) નગરપાલિકા | (1) ચીફ ઑફિસર |
(4) તાલુકા પંચાયત | (2) તાલુકા વિકાસ અધિકારી (T.D.D.) |
પ્રશ્ન 10.
લોકઅદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે?
A. બંને પક્ષકારોને ઘણો ખર્ચ કરવો પડે છે.
B. બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે.
C. બંને પક્ષકારોએ કોર્ટમાં હાજર રહેવું પડે છે.
D. સમયનો બગાડ થાય છે.
ઉત્તર:
B. બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે.