Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
મગધ સામ્રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કોણે કરી હતી?
A. ચંદ્રગુપ્ત પહેલાએ
B. કુમારગુપ્ત
C. સમુદ્રગુપ્ત
D. શ્રીગુપ્ત
ઉત્તર:
D. શ્રીગુપ્ત
પ્રશ્ન 2.
કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલિપુત્રની રાજગાદીએ બેઠો?
A. ઈ. સ. 330માં
B. ઈ. સ. 319માં
C. ઈ. સ. 335માં
D. ઈ. સ. 340માં
ઉત્તર:
B. ઈ. સ. 319માં
પ્રશ્ન 3.
ચંદ્રગુપ્ત પહેલાનાં લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં?
A. કુમારીદેવી સાથે
B. માયાદેવી સાથે
C. કુમારદેવી સાથે
D. રાજદેવી સાથે
ઉત્તર:
C. કુમારદેવી સાથે
પ્રશ્ન 4.
કયા રાજાએ ગુપ્તસંવત શરૂ કર્યો હતો?
A. નરસિંહગુપ્ત
B. સમુદ્રગુપ્ત
C. ચંદ્રગુપ્ત પહેલાએ
D. પુરગુપ્ત
ઉત્તર:
C. ચંદ્રગુપ્ત પહેલાએ
પ્રશ્ન 5.
સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે?
A. પ્રયાગરાજના
B. દિલ્લીના
C. ઉજ્જૈનના
D. જૂનાગઢના
ઉત્તર:
A. પ્રયાગરાજના
પ્રશ્ન 6.
ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીતપ્રેમી હતો?
A. કુમારગુપ્ત
B. વિક્રમાદિત્ય
C. સમુદ્રગુપ્ત
D. સ્કંદગુપ્ત
ઉત્તર:
C. સમુદ્રગુપ્ત
પ્રશ્ન 7.
ગુપ્તવંશના ક્યા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું?
A. ચંદ્રગુપ્ત બીજાએ
B. સમુદ્રગુપ્ત
C. ચંદ્રગુપ્ત પહેલાએ
D. ભાનુગુપ્ત
ઉત્તર:
B. સમુદ્રગુપ્ત
પ્રશ્ન 8.
ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કયો રાજા હતો?
A. બુદ્ધગુપ્ત
B. સમુદ્રગુપ્ત
C. કુમારગુપ્ત
D. સ્કંદગુપ્ત
ઉત્તર:
B. સમુદ્રગુપ્ત
પ્રશ્ન 9.
સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો?
A. ચંદ્રગુપ્ત પહેલો
B. ચંદ્રગુપ્ત બીજો
C. સ્કંદગુપ્ત
D. કુમારગુપ્ત
ઉત્તર:
B. ચંદ્રગુપ્ત બીજો
પ્રશ્ન 10.
ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો?
A. સમુદ્રગુપ્ત
B. ચંદ્રગુપ્ત પહેલો
C. ચંદ્રગુપ્ત બીજો
D. કુમારગુપ્ત
ઉત્તર:
C. ચંદ્રગુપ્ત બીજો
પ્રશ્ન 11.
કયો ગુપ્ત શાસક ‘વિક્રમાદિત્ય’ પણ કહેવાયો હતો?
A. સમુદ્રગુપ્ત
B. ચંદ્રગુપ્ત બીજો
C. ચંદ્રગુપ્ત પ્રથમ
D. શ્રીગુપ્ત
ઉત્તર:
B. ચંદ્રગુપ્ત બીજો
પ્રશ્ન 12.
ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા?
A. મહર્ષિચરક
B. વરાહમિહિર
C. અશ્વઘોષ
D. ધવંતરિ
ઉત્તર:
D. ધવંતરિ
પ્રશ્ન 13.
ચંદ્રગુપ્ત બીજાએ પાટલિપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી?
A. તક્ષશિલા
B. નાલંદા
C. ઉજ્જૈન
D. મહરોલી
ઉત્તર:
C. ઉજ્જૈન
પ્રશ્ન 14.
ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું?
A. કુમારગુપ્ત પહેલો
B. સ્કંદગુપ્ત
C. શ્રીગુપ્ત
D. રામગુપ્ત
ઉત્તર:
A. કુમારગુપ્ત પહેલો
પ્રશ્ન 15.
અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી?
A. ચંદ્રગુપ્ત બીજાના
B. કુમારગુપ્તના
C. સમુદ્રગુપ્તના
D. શ્રીગુપ્તના
ઉત્તર:
B. કુમારગુપ્તના
પ્રશ્ન 16.
ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો?
A. યુઅન ગ્વાંગ
B. ઇત્સિંગ
C. ફાહિયાન
D. સેલ્યુકસ
ઉત્તર:
C. ફાહિયાન
પ્રશ્ન 17.
ક્યો યુગ ભારતીય સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ’ હતો?
A. કુષાણયુગ
B. મૌર્યયુગ
C. ચોલયુગ
D. ગુપ્તયુગ
ઉત્તર:
D. ગુપ્તયુગ
પ્રશ્ન 18.
ક્યા કવિને ભારતના ‘શેક્સપિયર’ કહેવામાં આવે છે?
A. કાલિદાસને
B. ભવભૂતિને
C. બાણને
D. માઘને
ઉત્તર:
A. કાલિદાસને
પ્રશ્ન 19.
શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી?
A. બ્રહ્મગુપ્ત
B. આર્યભટ્ટે
C. ચરકે
D. ભાસ્કરાચાર્યે
ઉત્તર:
B. આર્યભટ્ટે
પ્રશ્ન 20.
પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા?
A. વરાહમિહિર
B. આર્યભટ્ટ
C. ભાસ્કરાચાર્ય
D. બૌદ્ધાયન
ઉત્તર:
A. વરાહમિહિર
પ્રશ્ન 21.
વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો?
A. બ્રહ્માંડસંહિતા
B. ખગોળસંહિતા
C. બૃહત્સંહિતા
D. જ્યોતિષસંહિતા
ઉત્તર:
C. બૃહત્સંહિતા
પ્રશ્ન 22.
ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું?
A. ‘પત્રક’
B. ‘પ્રાંત’
C. ‘ગ્રામ’
D. ‘વિષય’
ઉત્તર:
D. ‘વિષય’
પ્રશ્ન 23.
ગુપ્તયુગમાં પ્રાંતના વડા તરીકે કોને મૂકવામાં આવતા?
A. સેનાપતિને
B. સમ્રાટને
C. રાજકુમારને
D. નગરશ્રેષ્ઠોને
ઉત્તર:
C. રાજકુમારને
પ્રશ્ન 24.
ગુપ્તયુગના રાજાઓ ખેતીના કુલ ઉત્પાદનનો કયો ભાગ કર તરીકે લેતા?
A. ચોથો
B. પાંચમો
C. છઠ્ઠો
D. ત્રીજો
ઉત્તર:
C. છઠ્ઠો
પ્રશ્ન 25.
વામ્ભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે?
A. ‘બૃહત્સંહિતા’
B. ‘અષ્ટાંગહૃદયસંહિતા’
C. ‘બુદ્ધસંહિતા’
D. ‘આયુર્વેદકોષ’
ઉત્તર:
B. ‘અષ્ટાંગહૃદયસંહિતા’
પ્રશ્ન 26.
હર્ષવર્ધનના સમયમાં ક્યા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા?
A. ફાહિયાન
B. યુઆન વાંગ
C. મૅગેનિસ
D. ઇન્સિંગ
ઉત્તર:
B. યુઆન વાંગ
પ્રશ્ન 27.
‘દક્ષિણપથના સ્વામી’નું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું?
A. હર્ષવર્ધને
B. પુલકેશી બીજાએ
C. સમુદ્રગુપ્ત
D. કુમારગુપ્ત પહેલાએ
ઉત્તર:
B. પુલકેશી બીજાએ
પ્રશ્ન 28.
પુલકેશી બીજાએ પોતાનો રાજદૂત મોકલી ક્યા દેશના શહેનશાહને મિત્ર બનાવ્યો હતો?
A. ઈરાનના
B. ઇરાકના
C. ગાંધારના
D. જાપાનના
ઉત્તર:
A. ઈરાનના
પ્રશ્ન 29.
‘કાદંબરી’ ગ્રંથના કર્તા શોધો.
A. કાલિદાસ
B. ભવભૂતિ
C. માઘ
D. બાણભટ્ટ
ઉત્તર:
D. બાણભટ્ટ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ગુપ્તવંશની સ્થાપના ……………………. કરી હતી.
ઉત્તર:
શ્રીગુપ્ત
2. ઘટોત્કચ ગુપ્તના અનુગામી ……………………. હતા.
ઉત્તર:
ચંદ્રગુપ્ત પ્રથમ
૩. ચંદ્રગુપ્ત પહેલા પછી તેનો પુત્ર ………………………… મગધની રાજગાદીએ બેઠો હતો.
ઉત્તર:
સમુદ્રગુપ્ત
4. સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તિ રાજકવિ ……………………..રચી હતી.
ઉત્તર:
હરિષણે
5. સમુદ્રગુપ્ત દક્ષિણ ભારતના લગભગ …………………………….. જેટલા રાજાઓને હરાવ્યા હતા.
ઉત્તર:
12
6. સમુદ્રગુપ્ત પડાવેલા સિક્કાઓમાં તેને ………………………… વગાડતો દર્શાવવામાં આવ્યો છે.
ઉત્તર:
વીણા
7. ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ………………………… તરીકે ઓળખાતું હતું.
ઉત્તર:
ચંભતીર્થ
8. સમ્રાટ સમુદ્રગુપ્ત …………………….. યજ્ઞ કર્યો હતો.
ઉત્તર:
અશ્વમેધ
9. વિક્રમાદિત્યે ગુજરાતના વિજયની યાદમાં ‘……………………….. ‘નું બિરુદ ધારણ કર્યું હતું.
ઉત્તર:
શકારિ
10. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજ્યનો ……………………………. વેપાર ખૂબ વધ્યો હતો.
ઉત્તર:
દરિયાઈ
11. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ………………………… ભારતની યાત્રાએ આવ્યો હતો.
ઉત્તર:
ફાહિયાન
12. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ……………………. ધર્મ હતો.
ઉત્તર:
વૈષ્ણવ
13. અમરસિંહે ……………………… નામનો ગ્રંથ રચ્યો હતો.
ઉત્તર:
અમરકોષ
14. ભારતીય ઇતિહાસમાં …………………….. યુગને સુવર્ણયુગ કહેવામાં આવે છે.
ઉત્તર:
ગુપ્ત
15. ચંદ્રગુપ્ત બીજાએ …………………….. માં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા.
ઉત્તર:
પાટલિપુત્ર
16. ગુપ્ત સમ્રાટો ………………………. ધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપતા.
ઉત્તર:
વૈષ્ણવ
17. ગુપ્તયુગમાં દક્ષિણ ભારતમાં શેવ સંતો ……………………….. કહેવાતા.
ઉત્તર:
નામનાર
18. ગુપ્તયુગમાં વૈષ્ણવ સંતો ……………………… કહેવાતા.
ઉત્તર:
આલ્વાર
19. સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ …………………………….. ને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે.
ઉત્તર:
કાલિદાસ
20. દિલ્લી પાસે આવેલા મહરોલીના અને હજી સુધી …………………………….. કાટ લાગ્યો નથી.
ઉત્તર:
લોહસ્તંભ
21. ………………………. યુગ એ મંદિર સ્થાપત્યોનો યુગ હતો.
ઉત્તર:
ગુપ્ત
22. ગુજરાતમાં આવેલું …………………………. મંદિર ઈંટેરી મંદિરમાંનું એક છે.
ઉત્તર:
ગોપ, નચના કોઠારનું પાર્વતી
23. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ………………………… હતા.
ઉત્તર:
હર્ષવર્ધન
24. દખ્ખણમાં ………………………. સૌથી શક્તિશાળી રાજા હતો.
ઉત્તર:
પુલકેશી બીજો
25. ભગવાન બુદ્ધની જાતકકથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને ……………………………… નામનું નાટક લખ્યું હતું.
ઉત્તર:
નાગાનંદ
26. પુલકેશી બીજાએ કોંકણના મોયને હરાવી ……………………… નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું.
ઉત્તર:
‘દક્ષિણપથના સ્વામી’
27. કાંજીવરમમાં કાંચીના પલ્લવોએ બંધાવેલું ……………………….. મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું.
ઉત્તર:
કૈલાશનાથ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ઈસુની ત્રીજી સદીમાં મગધમાં ગુપ્તવંશની સ્થાપના થઈ હતી.
ઉત્તરઃ
ખરું
2. ઘટોત્કચ ગુપ્તને ગુપ્તવંશનો સ્થાપક માનવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
3. ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો.
ઉત્તરઃ
ખોટું
4. કુમારદેવી લિચ્છવી જાતિની કન્યા હતી.
ઉત્તરઃ
ખરું
5. ગુપ્તસંવતની શરૂઆત થવાથી હિંદમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની છે.
ઉત્તરઃ
ખરું
6. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને ‘કવિરાજ’નું બિરુદ મળ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
7. ગુપ્તયુગમાં ધીકતાં બંદરોના કારણે પ્રાદેશિક વેપાર ખૂબ વધ્યો હતો.
ઉત્તરઃ
ખોટું
8. સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો.
ઉત્તરઃ
ખોટું
9. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ ‘દેવદત્ત’ હતું.
ઉત્તરઃ
ખોટું
10. ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું. આ
ઉત્તર:
ખોટું
11. ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી મૅગેનિસ આવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું
12. ગુપ્ત શાસનમાં રાજ્યના દસ્તાવેજો સાચવવા પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી.
ઉત્તરઃ
ખરું
13. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ મહારાજાધિરાજ અને પરમ ભાગવત જેવાં બિરુદો ધરાવતા હતા.
ઉત્તરઃ
ખરું
14. ગુપ્તયુગમાં બૌદ્ધધર્મના મહાયાન અને લઘુયાન એમ બે પંથ વિકસ્યા હતા.
ઉત્તરઃ
ખોટું
15. હર્ષવર્ધનના પિતાનું નામ રાજ્યવર્ધન હતું.
ઉત્તરઃ
ખોટું
16. વલભીના મૈત્રક રાજા ધ્રુવસેન હર્ષવર્ધનના જમાઈ હતા.
ઉત્તરઃ
ખરું
17. પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી.
ઉત્તરઃ
ખોટું
18. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ (વર્તમાન નામ) | વિભાગ ‘બ’ (પ્રાચીન નામ) |
(1) અલાહાબાદ (પ્રયાગરાજ) | (1) ભૃગુકચ્છ |
(2) અયોધ્યા | (2) અણહિલવાડ પાટણ |
(3) ભરૂચ | (3) સ્થંભતીર્થ |
(4) ખંભાત | (4) પ્રયાગરાજ |
(5) સાકેત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (વર્તમાન નામ) | વિભાગ ‘બ’ (પ્રાચીન નામ) |
(1) અલાહાબાદ (પ્રયાગરાજ) | (4) પ્રયાગરાજ |
(2) અયોધ્યા | (5) સાકેત |
(3) ભરૂચ | (1) ભૃગુકચ્છ |
(4) ખંભાત | (3) સ્થંભતીર્થ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ચંદ્રગુપ્ત પહેલો | (1) ‘શકારિ’નું બિરુદ |
(2) સમુદ્રગુપ્ત | (2) પ્રખર ગણિતશાસ્ત્રી |
(3) ચંદ્રગુપ્ત બીજો | (3) ‘મહારાજાધિરાજ’નું બિરુદ |
(4) આર્યભટ્ટ | (4) મહાન વૈજ્ઞાનિક |
(5) ‘કવિરાજ’નું બિરુદ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ચંદ્રગુપ્ત પહેલો | (3) ‘મહારાજાધિરાજ’નું બિરુદ |
(2) સમુદ્રગુપ્ત | (5) ‘કવિરાજ’નું બિરુદ |
(3) ચંદ્રગુપ્ત બીજો | (1) ‘શકારિ’નું બિરુદ |
(4) આર્યભટ્ટ | (2) પ્રખર ગણિતશાસ્ત્રી |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના શ્રીગુપ્ત કરી.
પ્રશ્ન 2.
ચંદ્રગુપ્ત પહેલાનાં લગ્ન કોની સાથે થયાં હતાં?
ઉત્તર:
ચંદ્રગુપ્ત પહેલાનાં લગ્ન લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે થયાં હતાં.
પ્રશ્ન 3.
ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું હતું?
ઉત્તર:
ચંદ્રગુપ્ત પહેલાએ ‘મહારાજાધિરાજ’નું બિરુદ ધારણ કર્યું હતું.
પ્રશ્ન 4.
ગુપ્તસંવતની શરૂઆત કોણે કરાવી હતી?
ઉત્તર:
ગુપ્તસંવતની શરૂઆત ચંદ્રગુપ્ત પહેલાએ કરાવી હતી.
પ્રશ્ન 5.
ગુપ્તસંવતનો સ્વીકાર કોણે કર્યો હતો?
ઉત્તર:
સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ ગુપ્તસંવતનો સ્વીકાર કર્યો હતો.
પ્રશ્ન 6.
ગુપ્તસંવત શરૂ થતાં શું શક્ય બન્યું?
ઉત્તર:
ગુપ્તસંવત શરૂ થતાં ભારતના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.
પ્રશ્ન 7.
અલાહાબાદ(પ્રયાગરાજ)ના સ્તંભલેખમાં કઈ બાબતનો ઉલ્લેખ છે?
ઉત્તર:
અલાહાબાદ(પ્રયાગરાજ)ના સ્તંભલેખ(પ્રયાગ-પ્રશસ્તિ)માં સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓનો ઉલ્લેખ છે.
પ્રશ્ન 8.
દક્ષિણના રાજાઓને હરાવી સમુદ્રગુપ્ત તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
ઉત્તર:
દક્ષિણના બાર જેટલા રાજાઓને હરાવી સમુદ્રગુપ્ત તેમને ખાલસા કરવાને બદલે ખંડિયા રાજા તરીકે પુનઃ સ્થાપિત કર્યા.
પ્રશ્ન 9.
સમુદ્રગુપ્તના સમયની માહિતી ક્યાંથી મળે છે?
ઉત્તર:
સમુદ્રગુપ્તના સમયની માહિતી અલાહાબાદ (પ્રયાગરાજ) શહેરના પ્રસિદ્ધ સ્તંભલેખ પરથી અને તેના સિક્કાઓમાંથી મળે છે.
પ્રશ્ન 10.
રાજગાદી પર આવ્યા પછી સમુદ્રગુપ્ત પોતાની કારકિર્દીની શરૂઆત કઈ રીતે કરી?
ઉત્તર:
રાજગાદી પર આવ્યા પછી સમુદ્રગુપ્ત પોતાની કારકિર્દીની શરૂઆત અનેક ઝડપી વિજયો મેળવીને કરી.
પ્રશ્ન 11.
સમુદ્રગુપ્ત ‘કવિરાજ’નું બિરુદ કેવી રીતે મેળવ્યું હતું?
ઉત્તર:
અનેક કાવ્યોની રચના કરીને સમુદ્રગુપ્ત ‘કવિરાજ’નું બિરુદ મેળવ્યું હતું.
પ્રશ્ન 12.
સમુદ્રગુપ્ત સંગીતપ્રેમી હતો એમ શાથી કહી શકાય?
ઉત્તર:
સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ પરથી કહી શકાય કે સમુદ્રગુપ્ત સંગીતપ્રેમી હતો.
પ્રશ્ન 13.
ગુપ્ત સમ્રાટોમાં કયા સમ્રાટ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો?
ઉત્તર:
ગુપ્ત સમ્રાટોમાં સમ્રાટ સમુદ્રગુપ્ત અશ્વમેધ યજ્ઞ કર્યો હતો.
પ્રશ્ન 14.
ચંદ્રગુપ્ત બીજો બીજા કયા નામથી ઓળખાય છે?
ઉત્તર:
ચંદ્રગુપ્ત બીજો ‘વિક્રમાદિત્ય’ના નામથી ઓળખાય છે.
પ્રશ્ન 15.
‘શકારિ’નું બિરુદ કોણે ધારણ કર્યું હતું? કેવી રીતે?
ઉત્તર:
સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ‘શકારિ’નું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા શકક્ષત્રપ વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. એ વિજયની યાદમાં તેણે ‘શકારિ’નું બિરુદ ધારણ કર્યું હતું.
પ્રશ્ન 16.
ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્રકિનારે કયાં બંદરો હતાં?
ઉત્તર:
ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્રકિનારે ભૃગુકચ્છ (ભરૂચ) અને થંભતીર્થ (ખંભાત) આ બે બંદરો હતાં.
પ્રશ્ન 17.
ગુપ્તયુગ ‘સુવર્ણયુગ’ શાથી બન્યો હતો?
ઉત્તર:
સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે ગુપ્તયુગ ‘સુવર્ણયુગ’ બન્યો હતો.
પ્રશ્ન 18.
ગુપ્ત સમયમાં ભારતનાં મુખ્ય બંદરો કયાં હતાં?
ઉત્તરઃ
ગુપ્ત સમયમાં ભારતના પશ્ચિમ કિનારે ખંભાત, ભરૂચ (ભૃગુકચ્છ), સોપારા અને કલ્યાણ તથા પૂર્વ કિનારે તામ્રલિપ્તિ (બંગાળ) મુખ્ય બંદરો હતાં.
પ્રશ્ન 19.
કુમારગુપ્ત પહેલાને કઈ બે બાબતો માટે યાદ કરવામાં આવે છે?
ઉત્તરઃ
કુમારગુપ્ત પહેલાને આ બે બાબતો માટે યાદ કરવામાં આવે છે પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના અને અર્જતાની કેટલીક ગુફાઓનું નિર્માણ.
પ્રશ્ન 20.
સ્કંદગુપ્ત કોણ હતો?
ઉત્તર:
સ્કંદગુપ્ત ગુપ્તવંશના શાસક કુમારગુપ્ત પહેલાનો પુત્ર હતો.
પ્રશ્ન 21.
ગુખ શાસનતંત્રના કેટલા અને કયા કયા વહીવટી વિભાગો પાડવામાં આવ્યા હતા?
ઉત્તર:
ગુપ્ત શાસનતંત્રના ત્રણ વહીવટી વિભાગો પાડવામાં આવ્યા હતા:
- કેન્દ્રીય,
- પ્રાંતીય અને
- સ્થાનિક
પ્રશ્ન 22.
ગુખ શાસનતંત્રના પ્રાંતમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવતું?
ઉત્તર:
ગુપ્ત શાસનતંત્રના પ્રાંતમાં કુમારામાત્ય અને આયુક્ત મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
પ્રશ્ન 23.
ગુખ શાસનતંત્રમાં ગામનો વહીવટ કોણ કરતું હતું?
ઉત્તર:
ગુપ્ત શાસનતંત્રમાં ગામનો વહીવટ ગામના વડીલો, ગામના મુખી અને વયસ્ક ગ્રામજનોના પ્રતિનિધિઓની બનેલી સમિતિ કરતી હતી.
પ્રશ્ન 24.
ગુખ શાસનમાં કઈ કઈ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે?
ઉત્તરઃ
ગુપ્ત શાસનમાં વાર્ષિક, ત્રિ-વાર્ષિક અને પંચવાર્ષિક આ ત્રણ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે.
પ્રશ્ન 25.
ગુપ્તયુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત-નિકાસ થતી હતી?
ઉત્તરઃ
ગુપ્તયુગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાં વગેરેની નિકાસ થતી હતી; જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી.
પ્રશ્ન 26.
ગુખ શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો?
ઉત્તરઃ
ગુપ્ત શાસનમાં વૈષ્ણવધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શૈવધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મનો વિકાસ થયો હતો.
પ્રશ્ન 27.
ગુપ્તયુગમાં કોની કોની પૂજા પ્રચલિત થઈ હતી?
ઉત્તરઃ
ગુપ્તયુગમાં મહિષાસુર મર્દિની (દુર્ગા), સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઈ હતી.
પ્રશ્ન 28.
આર્યભટ્ટ ગણિતમાં કઈ શોધ કરી હતી?
ઉત્તરઃ
આર્યભટ્ટ ગણિતમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી.
પ્રશ્ન 29.
વરાહમિહિરનો કયો ગ્રંથ ખૂબ ખ્યાતિ પામ્યો છે?
ઉત્તરઃ
વરાહમિહિરનો બૃહત્સંહિતા’ નામનો ગ્રંથ ખૂબ ખ્યાતિ પામ્યો છે.
પ્રશ્ન 30.
ગુપ્તયુગે ધાતુવિદ્યામાં મેળવેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો કયો છે?
ઉત્તર:
દિલ્લી પાસેનો મહરોલીનો લોહસ્તંભ ગુપ્તયુગે ધાતુવિદ્યામાં મેળવેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો છે.
પ્રશ્ન 31.
દિલ્લી પાસેના મેહરોલીના લોહસ્તંભની વિશેષતા શી છે?
ઉત્તરઃ
દિલ્લી પાસેના મેહરોલીના લોહસ્તંભની વિશેષતા એ છે કે, 1600 વર્ષ થયાં હોવા છતાં તેને કાટ લાગ્યો નથી.
પ્રશ્ન 32.
કયો રાજા કાર્તિકેયનો ભક્ત હતો?
ઉત્તર:
કુમારગુપ્ત પહેલો કાર્તિકેયનો ભક્ત હતો.
પ્રશ્ન 33.
હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું?
ઉત્તરઃ
હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું.
પ્રશ્ન 34.
હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ કોણે કર્યું હતું?
ઉત્તરઃ
હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ ગૌડ રાજવી શશાંક અને માલવરાજે કર્યું હતું.
પ્રશ્ન 35.
હર્ષવર્ધનના સમયમાં ધર્મપરિષદ ક્યાં યોજાઈ હતી? એમાં શાની ગોષ્ઠી થઈ હતી?
ઉત્તરઃ
હર્ષવર્ધનના સમયમાં કનોજમાં યુએન શ્વાંગના અધ્યક્ષપદે ધર્મપરિષદ યોજાઈ હતી. એમાં મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે ગોષ્ઠી થઈ હતી.
પ્રશ્ન 36.
હર્ષવર્ધને કયાં કયાં નાટકોની રચના કરી હતી?
ઉત્તરઃ
હર્ષવર્ધને ‘પ્રિયદર્શિકા’ ‘રત્નાવલી’ અને ‘નાગાનંદ’ નામનાં નાટકોની રચના કરી હતી.
પ્રશ્ન 37.
‘દક્ષિણપથના સ્વામી’નું બિરુદ કોણે ધારણ કર્યું હતું? કેવી રીતે?
ઉત્તરઃ
પુલકેશી બીજાએ ‘દક્ષિણપથના સ્વામી’નું બિરુદ ધારણ કર્યું હતું. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌયને પરાજિત કરી આ બિરુદ ધારણ કર્યું હતું.
પ્રશ્ન 38.
પુલકેશી બીજાના સમયમાં ભારતમાં બીજાં ક્યાં રાજ્યો હતાં?
ઉત્તરઃ
પુલકેશી બીજાના સમયમાં ભારતમાં કાંચીમાં પલ્લવોનું, રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહારોનું, વલભીમાં મૈત્રકોનું, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરોનું અને કશ્મીરમાં કર્કોટકોનું રાજ્ય હતું.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
ગુપ્તયુગને ભારતીય સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ’ શા માટે કહેવામાં આવે છે? અથવા કારણો આપોઃ ગુપ્તયુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો.
ઉત્તર:
ગુપ્તયુગમાં રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હતો. લોકો સુખી અને સમૃદ્ધ હતા. આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થયા હતા. લલિતકલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો. અનેક વૈજ્ઞાનિક શોધો આ યુગમાં થઈ હતી. ભારતમાં આ સમયે . મંદિર સ્થાપત્યોની શરૂઆત થઈ હતી. આમ, ગુપ્તયુગમાં દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો. તેથી એ યુગને ભારતીય સંસ્કૃતિનો ‘સુવર્ણયુગ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
ગુપ્તયુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી?
ઉત્તર:
ગુપ્તયુગમાં હિંદુધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલ્યાં હતાં. રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃસંકલન થયું હતું. શ્રીમદ્ ભગવદ્ગીતા ખૂબ મહત્ત્વનો ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવધર્મ રાજ્યધર્મ હતો, પરંતુ જૈનધર્મ અને બૌદ્ધધર્મનો પણ વિકાસ થયો હતો. આ સમયે બૌદ્ધધર્મના મહાયાન અને હીનયાન એ બે પંથ વિકસ્યા હતા. આમ, ગુપ્તયુગની ધાર્મિક સ્થિતિ પ્રશંસનીય હતી.
પ્રશ્ન 3.
ગુપ્તયુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ શી હતી?
ઉત્તર:
ગુપ્તયુગ દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા. આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની ક્રાંતિકારી શોધ કરી હતી. મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે ‘બૃહત્સંહિતા’ નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. વાભટ્ટ નામના વૈદકશાસ્ત્રીએ આયુર્વેદિક ક્ષેત્રે ‘અષ્ટાંગહૃદયસંહિતા’ નામનો ગ્રંથ લખ્યો હતો. દિલ્લી પાસે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ઊભો કરાવેલો મેહરોલીનો લોહસ્તંભ ગુપ્તયુગની રસાયણશાસ્ત્રની ધાતુવિદ્યાની અજોડ સિદ્ધિનો નમૂનો છે. અનેક વર્ષ થયા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી.
પ્રશ્ન 4.
હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજ્યારોહણ કર્યું હતું?
ઉત્તર:
હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનનું રાજ્ય થાણેશ્વર હતું. બહેન રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌડ રાજવી શશાંક અને માધવરાજે રાજ્યશ્રીનું અપહરણ કર્યું. હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધન બહેન રાજ્યશ્રીને બચાવવા જતાં યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા. એક બાજુ બહેનને બચાવવાની હતી અને બીજી બાજુ પિતા અને ભાઈના અવસાન પછી રાજ્યગાદી સંભાળવાની હતી. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં હર્ષવર્ધને રાજ્યારોહણ કર્યું હતું.
પ્રશ્ન 5.
સાંસ્કૃતિક ક્ષેત્રે હર્ષવર્ધનનું પ્રદાન જણાવો.
ઉત્તરઃ
સાંસ્કૃતિક ક્ષેત્રે હર્ષવર્ધનનું પ્રદાન મહત્ત્વપૂર્ણ હતું. તેણે રાજ્યમાં બધા જ ધર્મોના વિકાસ માટે સ્વતંત્ર વાતાવરણ ઊભું કર્યું હતું. હર્ષવર્ધન સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના સમયમાં કનોજમાં યુઅન વાંગના અધ્યક્ષપદે ધર્મપરિષદ યોજવામાં આવી હતી. હર્ષના સમયમાં સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો લખાયા હતા. તે કવિઓનું સમ્માન કરતો હતો. બાણભટ્ટ, કવિ જયસેન અને મયૂર ભટ્ટ હર્ષવર્ધનના સમયના ઉચ્ચ કોટિના સાહિત્યકારો હતા. હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની યાત્રી યુઅન ક્વાંગે હર્ષના સાંસ્કૃતિક પ્રદાનની પ્રશંસા કરી છે. હર્ષ પોતે પણ ઉચ્ચ કોટિનો સાહિત્યકાર હતો. ઈ
નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપો:
પ્રશ્ન 1.
સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો.
ઉત્તરઃ
સમુદ્રગુપ્ત ખૂબ જ ઓછા સમયમાં ઝડપી વિજયો છે કરીને ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યોથી માંડીને છેક છે અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી પોતાની એકચક્રી સત્તા હું સ્થાપી હતી. આ ઉપરાંત, તેણે દક્ષિણ ભારતનાં લગભગ 12 રાજ્યો જીત્યાં હતાં. આ ઉપરથી કહી શકાય કે, સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતા.
પ્રશ્ન 2.
સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીતપ્રેમી હતો.
ઉત્તરઃ
સમુદ્રગુપ્ત અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટિના છે સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. તે હંમેશાં વિદ્વાનોની અને વિદ્વાનો તેની મિત્રતા ઇચ્છતા હતા. તેણે અનેક કાવ્યોની રચના કરીને ‘કવિરાજ’નું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો. સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે તે સંગીતપ્રેમી હતો.
પ્રશ્ન 3.
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) પરાક્રમી અને વિદ્યાપ્રેમી હતો.
ઉત્તરઃ
ચંદ્રગુપ્ત બીજાએ મહાન વિજય મેળવ્યા હતા. તેણે પશ્ચિમ ભારતના શકોને હરાવી ‘શકારિ’નું બિરુદ ધારણ કર્યું હતું. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે પરાક્રમી રાજા હતો. સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, રાજવેદ્ય ધવંતરિ, વૈતાલ ભટ્ટ, અમરસિંહ વગેરે પ્રસિદ્ધ વિદ્વાનો તેના રાજદરબારને શોભાવતા હતા. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. તે ઉપરથી કહી શકાય કે, તે વિદ્યાપ્રેમી હતો.
પ્રશ્ન 4.
ગુપ્ત રાજાઓ અઢળક સંપત્તિના માલિક બન્યા હતા.
ઉત્તરઃ
ગુપ્ત શાસનમાં ભારતમાં શાસનની સ્થિરતા હતી. દરિયાકિનારે ધીકતાં બંદરોનો વિકાસ થયો હતો. પરિણામે વિશ્વના દેશો સાથે દરિયાઈ વેપાર ખૂબ વધ્યો હતો. દેશમાં સાહસિક વેપારીઓને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સારી એવી કમાણી થતી હતી. દેશમાં ખેતીના પુષ્કળ પ્રમાણમાં પાક થતા હતા. આ બધી જ બાબતોના કારણે ગુપ્ત શાસનમાં રાજ્યનો ખજાનો ભરાયેલો રહેતો હતો. પરિણામે ગુપ્ત રાજાઓ અઢળક સંપત્તિના માલિક બન્યા હતા.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
ગુપ્તયુગની રાજકીય સિદ્ધિઓ
ઉત્તર:
ગુપ્તયુગની મુખ્ય રાજકીય સિદ્ધિઓ:
- સમગ્ર ભારતમાં મગધનું એકચક્રી શાસન સ્થપાયું હતું.
- દક્ષિણ ભારતનાં રાજ્યો પર ગુપ્તયુગના શાસકોની સત્તા સ્થપાઈ હતી.
- ગુપ્તયુગના શાસકોએ દેશમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા માટે શાસનતંત્રની શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવી હતી.
- રાજ્યવહીવટમાં સમ્રાટો કેન્દ્રસ્થાને હતા. દેશના વહીવટની સરળતા માટે શાસનતંત્રને વિવિધ ખાતાંમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક ખાતા માટે સ્વતંત્ર મંત્રી અને અધિકારીઓ નીમવામાં આવ્યા હતા.
- નગરો અને રાજધાની પાટલિપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા હતી.
- રાજ્યમાં આર્થિક સધ્ધરતા ખૂબ સારી હતી.
- રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધોનો વિકાસ થયો હતો.
પ્રશ્ન 2.
ચંદ્રગુપ્ત પહેલો
ઉત્તર:
ઈ. સ. 319માં ચંદ્રગુપ્ત પહેલો મગધ સામ્રાજ્યની રાજધાની પાટલિપુત્રની રાજગાદીએ બેઠો. તેણે વૈશાલી ગણરાજ્યની લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતાં. તેણે લિચ્છવીઓની મદદથી મગધ રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ચંદ્રગુપ્ત પહેલાએ મગધ પાસેના પ્રયાગરાજ (અલાહાબાદ) અને સાકેત (અયોધ્યા) જીતી લઈ, મગધનો વિસ્તાર કર્યો હતો. તેણે ‘મહારાજાધિરાજ’નું બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠા દર્શાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ‘ગુપ્તસંવત’ શરૂ કરાવ્યો હતો.
પ્રશ્ન 3.
સમ્રાટ સમુદ્રગુપ્ત
ઉત્તરઃ
સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો. તેના સમયની માહિતી અલાહાબાદના પ્રસિદ્ધ સ્તંભલેખ (પ્રયાગ-પ્રશસ્તિ) પરથી મળે છે. ગાદી પર આવ્યા પછી સમુદ્રગુપ્ત ઝડપી વિજયોની પરંપરાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે ખૂબ ઓછા સમયમાં ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી સત્તા જમાવી હતી. તેણે દક્ષિણ ભારતના 12 જેટલા રાજાઓને હરાવીને તેમને ખંડિયા રાજાઓ બનાવ્યા હતા. તેણે રાજ્યવહીવટ માટે રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરી હતી.
સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર્ય નોંધપાત્ર હતાં. અનેક કાવ્યો રચીને તેણે ‘કવિરાજ’નું બિરુદ મેળવ્યું હતું. પોતાના વિજયોની યાદગીરીમાં તેણે ‘અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. એ પ્રસંગની યાદમાં તેણે સોનાના સિક્કા પડાવ્યા હતા. એ સિક્કાઓમાં તેને વીણા વગાડતો દર્શાવ્યો છે. તે તેનો સંગીતપ્રેમ દર્શાવે છે. સમ્રાટ સમુદ્રગુપ્ત વિદ્વાનોને રાજ્યાશ્રય આપી તેમની પાસે ઉચ્ચ કોટિની રચનાઓ કરાવી હતી. તેણે હિંદુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતરિવાજોને સ્વીકાર્યા હતા. આમ, પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમ્રાટ સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તે ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક હતો. તે, ખરેખર, એક મહાન રાજા હતો.
પ્રશ્ન 4.
સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
ઉત્તરઃ
સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની રાજગાદી પર બેઠો. તેણે વિજય મેળવીને વારસામાં મળેલા વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની સરહદે આવેલા શક ક્ષત્રપ રાજ્ય પર વિજય મેળવી શકારિ’નું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ‘વિક્રમાદિત્ય’ પણ કહેવાયો. તેણે વિક્રમ સંવત શરૂ કર્યો હતો. તેણે શક ક્ષત્રપોના શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી તેમની સહાયથી પોતાનું સૈન્યબળ વધાર્યું હતું. શક રાજ્ય પર સત્તા મળતાં ગુજરાતના સમુદ્રકિનારે આવેલાં ભરૂચ અને ખંભાત બંદરો તેના તાબામાં આવ્યાં. પરિણામે વિદેશ વ્યાપાર કરીને ગુપ્ત રાજાઓએ પુષ્કળ ધન મેળવ્યું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્યવહીવટ અને સમૃદ્ધિનાં વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હતો, છતાં તે અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો. તેણે મગધની રાજધાની પાટલિપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા.
સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ અનેક સાંસ્કૃતિક સિદ્ધિઓ મેળવી હતી. તેથી તેનો શાસનકાળ ગુપ્તયુગનો ‘સુવર્ણયુગ’ કહેવાયો. ચંદ્રગુપ્ત બીજાએ અનેક કવિઓ અને વિદ્વાનોને રાજ્યાશ્રય આપ્યો હતો. તેનો દરબાર સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, રાજવેદ્ય ધન્વતરિ, વૈતાલ ભટ્ટ, અમરકોષના રચયિતા અમરસિંહ જેવાં નવ રત્નોથી શોભતો હતો. તેણે ઉજ્જૈનને મગધ સામ્રાજ્યની બીજા રાજધાની બનાવી હતી. ચંદ્રગુપ્ત બીજો મંત્રીઓની સલાહ અને મદદથી રાજ્યવહીવટ કરતો. તેણે વહીવટની સરળતા માટે સામ્રાજ્યને જુદા જુદા એકમોમાં વહેંચ્યું હતું.
ઈ. સ. 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું. તેનો શાસનકાળ ભારતના ઇતિહાસમાં અનેક રીતે પ્રસિદ્ધ બન્યો હતો.
પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પેજ નંબર – 35 પર આપેલા ગુપ્તશાસિત ભારતના નકશાના આધારે ભારતના રેખાંકિત નકશામાં ગુપ્ત સમયનાં નગરો દર્શાવો.
2. ગુપ્ત સમયના પ્રભાવશાળી શાસકોના જીવન આધારિત પ્રસંગો શોધીને વર્ગખંડ, પ્રાર્થનાસભામાં રજૂ કરો તેમજ નોંધપોથીમાં નોંધો.
૩. ઈન્ટરનેટના માધ્યમથી ગુપ્તકાલીન સિક્કાઓની માહિતી મેળવીને તેની કલર પ્રિન્ટ કરાવીને ‘સિક્કા સંગ્રહપોથી’ બનાવો.
4. ગુપ્ત સમયનાં બંદરોની તુલના વર્તમાન સમયનાં બંદરો સાથે કરો. જરૂર જણાય ત્યાં વર્ગશિક્ષકની મદદ લો.
5. ચીની યાત્રી ફાહિયાન અને યુઅન ક્વાંગ વિશે વધુ માહિતી મેળવો.
પ્રોજેક્ટઃ વર્તમાન સમયની વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) સાથે ગુપ્તયુગની નાલંદા વિદ્યાપીઠની શૈક્ષણિક વ્યવસ્થાની તુલના કરો.
(1) બંનેમાં શિક્ષણની શાખાઓ કઈ કઈ છે?
(2) વિદ્યાપીઠ અને વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી)નું સંચાલન માટે અનુદાન ક્યાંથી આવે છે?
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું?
A. ભૃગુકચ્છ
B. સ્થંભતીર્થ
C. લાટ
D. સ્તંભભરૂચ
ઉત્તર:
A. ભૃગુકચ્છ
પ્રશ્ન 2.
નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રીઓમાં થતો નથી?
A. ફાહિયાન
B. મૅગેનિસ
C. યુઅન શ્વાંગ
D. ઇન્સિંગ
ઉત્તર:
B. મૅગેનિસ
પ્રશ્ન 3.
ગુપ્તયુગના મહાન સાહિત્યકારોમાં કોનો સમાવેશ થતો નથી?
A. કવિ માઘ
B. સ્કંધસ્વામી
C. હરિસ્વામી
D. આર્યસૂર
ઉત્તર:
A. કવિ માઘ
પ્રશ્ન 4.
ગુપ્તકાળની પ્રયાગ-પ્રશસ્તિ કોણે રચી હતી?
A. દંડીએ
B. ભારવિએ
C. રાજકવિ હરિપેણે
D. કાલિદાસે
ઉત્તર:
C. રાજકવિ હરિપેણે
પ્રશ્ન 5.
ગુપ્ત શાસનતંત્રમાં પ્રાંત સાથે નીચેનામાંથી કઈ બાબત જોડાયેલ નથી?
A. પ્રાંતને ભક્તિ કહેવામાં આવતું.
B. પ્રાંતને જનપદ કહેવામાં આવતું.
C. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો.
D. જિલ્લાને “વિષય’ કહેવામાં આવતો.
ઉત્તર:
B. પ્રાંતને જનપદ કહેવામાં આવતું.
પ્રશ્ન 6.
ગુપ્ત સમયમાં રસાયણશાસ્ત્રનો નોંધપાત્ર વિકાસ થયો હતો તેનું ઉત્તમ ઉદાહરણ કયું છે?
A. મેહરોલીનો લોહસ્તંભ
B. ગુપ્તકાલીન સિક્કાઓ
C. વરાહમિહિરનું સંશોધન
D. પ્રયાગરાજનો સ્તંભલેખ
ઉત્તર:
A. મેહરોલીનો લોહસ્તંભ
પ્રશ્ન 7.
હર્ષવર્ધનરચિત નાટકોમાં કયા નાટકનો સમાવેશ થતો નથી?
A. રત્નાવલી
B. પ્રિયદર્શિકા
C. રઘુવંશ
D. નાગાનંદ
ઉત્તર:
C. રઘુવંશ
પ્રશ્ન 8.
ગુપ્તયુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલ છે?
A. ગુજરાતમાં
B. ઉત્તર પ્રદેશમાં
C. મધ્ય પ્રદેશમાં
D. બિહારમાં
ઉત્તર:
C. મધ્ય પ્રદેશમાં
પ્રશ્ન 9.
નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી હતી?
A. અસમમાં
B. બિહારમાં
C. ઉત્તર પ્રદેશમાં
D. હરિયાણામાં
ઉત્તર:
B. બિહારમાં
પ્રશ્ન 10.
હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું?
A. ગંગા
B. ગોદાવરી
C. ચંબલ
D. નર્મદા
ઉત્તર:
D. નર્મદા
પ્રશ્ન 11.
ગુપ્તયુગના શાસકોને પ્રથમથી છેલ્લા ક્રમમાં ગોઠવો.
A. ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત
B. સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત
C. સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો
D. ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત
ઉત્તર:
A. ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત