Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 9 આપણું ઘર પૃથ્વી Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 9 આપણું ઘર પૃથ્વી
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?
A. 24 લાખ ગણો
B. 12 લાખ ગણો
C. 13 લાખ ગણી
D. 18 લાખ ગણો
ઉત્તરઃ
C. 13 લાખ ગણી
પ્રશ્ન 2.
સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?
A. 32 ગણું
B. 28 ગણું
C. 24 ગણું
D. 12 ગણું
ઉત્તરઃ
B. 28 ગણું
પ્રશ્ન ૩.
સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?
A. સવા આઠ મિનિટનો
B. દસ મિનિટનો
C. પાંચ મિનિટનો
D. સાડા બાર મિનિટનો
ઉત્તરઃ
A. સવા આઠ મિનિટનો
પ્રશ્ન 4.
સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
A. નાઈટ્રોજનનું
B. ઑક્સિજનનું
C. કાર્બન ડાયૉક્સાઇડનું
D. હાઇડ્રોજનનું
ઉત્તરઃ
D. હાઇડ્રોજનનું
પ્રશ્ન 5.
સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?
A. આઠ
B. સાત
C. પંદર
D. વીસ
ઉત્તરઃ
A. આઠ
પ્રશ્ન 6.
સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
A. શનિ
B. મંગળ
C. શુક્ર
D. બુધ
ઉત્તરઃ
C. શુક્ર
પ્રશ્ન 7.
શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?
A. બુધ
B. ગુરુ
C. શનિ
D. પૃથ્વી
ઉત્તરઃ
D. પૃથ્વી
પ્રશ્ન 8.
પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે?
A. શુક્ર
B. મંગળ
C. શનિ
D. યુરેનસ
ઉત્તરઃ
B. મંગળ
પ્રશ્ન 9.
સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?
A. ગુરુ
B. પૃથ્વી
C. બુધ
D. શુક્ર
ઉત્તરઃ
A. ગુરુ
પ્રશ્ન 10.
ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
A. 48
B. 52
C. 79
D. 68
ઉત્તરઃ
C. 79
પ્રશ્ન 11.
ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?
A. શુક્ર
B. મંગળ
C. શનિ
D. બુધ
ઉત્તર:
C. શનિ
પ્રશ્ન 12.
યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી?
A. ઈ. સ. 1835માં
B. ઈ. સ. 1781માં
C. ઈ. સ. 1745માં
D. ઈ. સ. 1802માં
ઉત્તર:
B. ઈ. સ. 1781માં
પ્રશ્ન 13.
નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?
A. ગુરુ
B. શનિ
C. મંગળ
D. યુરેનસ
ઉત્તર:
D. યુરેનસ
પ્રશ્ન 14.
સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?
A. શુક્ર પર
B. પૃથ્વી પર
C. ગુરુ પર
D. મંગળ પર
ઉત્તર:
B. પૃથ્વી પર
પ્રશ્ન 15.
સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?
A. 40 કિગ્રા જેટલું
B. 52 કિગ્રા જેટલું
C. 15 કિગ્રા જેટલું
D. 60 કિગ્રા જેટલું
ઉત્તર:
A. 40 કિગ્રા જેટલું
પ્રશ્ન 16.
નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?
A. 12
B. 22
C. 18
D. 27
ઉત્તર:
D. 27
પ્રશ્ન 17.
ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
A. દક્ષિણ
B. ઉત્તર
C. પશ્ચિમ
D. પૂર્વ
ઉત્તર:
B. ઉત્તર
પ્રશ્ન 18.
કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
A. 360
B. 180
C. 181
D. 90
ઉત્તર:
C. 181
પ્રશ્ન 19.
કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
A. 360
B. 180
C. 280
D. 120
ઉત્તર:
A. 360
પ્રશ્ન 20.
કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?
A. બે
B. ચાર
C. પાંચ
D. ત્રણ
ઉત્તર:
D. ત્રણ
પ્રશ્ન 21.
પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?
A. 1820
B. 1175
C. 1670
D. 1240
ઉત્તર:
C. 1670
પ્રશ્ન 22.
નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?
A. સૂર્ય
B. ચંદ્ર
C. પૃથ્વી
D. શુક્ર
ઉત્તર:
A. સૂર્ય
પ્રશ્ન 23.
ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?
A. શુક્ર તરફથી
B. પૃથ્વી તરફથી
C. ગુરુ તરફથી
D. સૂર્ય તરફથી
ઉત્તર:
D. સૂર્ય તરફથી
પ્રશ્ન 24.
22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?
A. મકરવૃત્ત તરફ
B. વિષુવવૃત્ત તરફ
C. ઉત્તર ધ્રુવવૃત્ત તરફ
D. કર્કવૃત્ત તરફ
ઉત્તર:
B. વિષુવવૃત્ત તરફ
પ્રશ્ન 25.
લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?
A. ત્રણ
B. પાંચ
C. ચાર
D. બે
ઉત્તર:
C. ચાર
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. સૂર્ય …………………………… તારામંડળનો સ્વયંપ્રકાશિત તારો છે.
ઉત્તરઃ
મંદાકિની
2. ………………………. પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે.
ઉત્તરઃ
સૂર્ય
૩. પૃથ્વી સૂર્યથી …………………………… કરોડ કિમી દૂર છે.
ઉત્તરઃ
15
4. ………………………. સૂર્યથી ઘણો નજીકનો ગ્રહ છે.
ઉત્તરઃ
બુધ
5. પૃથ્વી પોતાની ધરી પર ………………………….. કલાકમાં એક આંટો પૂરી કરે છે.
ઉત્તરઃ
24
6. પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ……………………… દિવસમાં એક આંટો પૂરો કરે છે.
ઉત્તરઃ
365
7. ……………………….. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે.
ઉત્તરઃ
ચંદ્ર
8. ચંદ્રને ……………………. પ્રકાશિત કરે છે.
ઉત્તરઃ
સૂર્ય
9. વૈજ્ઞાનિકો ………………………….. ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ઉત્તરઃ
મંગળ
10. ………………………… ગ્રહ નીલા (લીલા) રંગનાં તેજસ્વી વલયોથી સુંદર લાગે છે.
ઉત્તરઃ
શનિ
11. યુરેનસ ગ્રહની શોધ …………………………. નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી.
ઉત્તરઃ
વિલિયમ હર્ષલ
12. મહારાષ્ટ્રનું ………………………….. સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે.
ઉત્તરઃ
કોયના
13. પૃથ્વી ………………………… જેવી ગોળ છે.
ઉત્તરઃ
નારંગી
14. ધ્રુવનો તારો …………………………… તારકના ઝૂમખાની મદદથી શોધી શકાય છે.
ઉત્તરઃ
સપ્તર્ષિ
15. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ‘……………………….’ કહેવાય છે.
ઉત્તરઃ
અક્ષાંશવૃત્તો
16. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ ‘………………………….’ કહેવાય છે.
ઉત્તરઃ
રેખાંશવૃત્તો
17. ………………………… પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
ઉત્તરઃ
વિષુવવૃત્ત
18. ………………………… સિસ્ટમ દ્વારા અક્ષાંશ-રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે.
ઉત્તરઃ
ગ્લોબલ પોઝિશનિંગ
19. ઇંગ્લેન્ડમાં લંડન શહેરના પ્રિનિચ પરા પરથી પસાર થતા 0° રેખાંશવૃત્તને ‘…………………………’ કહે છે.
ઉત્તરઃ
ગ્રિનિચ રેખા
20. 180° રેખાંશવૃત્તને ‘…………………………..’ કહે છે.
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
21. …………………… રેખા ઓળંગતાં તારીખ અને વાર બદલાય છે.
ઉત્તરઃ
આંતરરાષ્ટ્રીય દિનાંતર
22. પૃથ્વીના ………………………… ને કારણે ઋતુઓ અને રાત-દિવસ લાંબા-ટૂંકાં થાય છે.
ઉત્તરઃ
ધરીનમન
23. 14 જાન્યુઆરીએ સૂર્ય ………………………… રાશિમાં પ્રવેશ કરે છે.
ઉત્તરઃ
મકર
24. ઉત્તર ગોળાર્ધમાં ‘………………………………’ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે.
ઉત્તરઃ
21 જૂન
25. ……………………….. પૃથ્વીની આસપાસ ફરે છે.
ઉત્તરઃ
ચંદ્ર
26. સૂર્યગ્રહણ ………………………… થાય છે.
ઉત્તરઃ
અમાસે
27. …………………………… પૂનમની રાત્રિએ જ થાય છે.
ઉત્તર:
ચંદ્રગ્રહણ
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. હાઈડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
ખોટું
2. શનિ એ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે.
ઉત્તર:
ખરું
૩. પૃથ્વી એ સૌરપરિવારનો આંતરિક ગ્રહ છે.
ઉત્તર:
ખરું
4. મંગળ એ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે.
ઉત્તર:
ખરું
5. ગુરુ એ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે.
ઉત્તર:
ખોટું
6. શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે.
ઉત્તર:
ખરું
7. વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
8. ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં જ દેખાય છે.
ઉત્તર:
ખોટું
9. સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે પડે છે.
ઉત્તર:
ખરું
10. ગ્રિનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે.
ઉત્તર:
ખોટું
11. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઍલૅન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે.
ઉત્તર:
ખોટું
12. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકીચૂકી છે.
ઉત્તર:
ખરું
13. પૃથ્વી પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે.
ઉત્તર:
ખોટું
14. પૃથ્વીની દૈનિક ગતિને લીધે જ દિવસ અને રાત્રિ થાય છે.
ઉત્તર:
ખરું
15. 21 જૂને મકરવૃત્ત પર અને 22 ડિસેમ્બરે કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર સીધાં પડે છે.
ઉત્તર:
ખોટું
16. ચંદ્ર પરપ્રકાશિત છે.
ઉત્તર:
ખરું
17. ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે.
ઉત્તર:
ખોટું
18. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં રચોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બુધ | (1) સૌથી મોટો ગ્રહ |
(2) શુક્ર | (2) પાઘડિયો ગ્રહ |
(3) ગુરુ | (3) સૂર્યની સૌથી નજીકનો ગ્રહ |
(4) શનિ | (4) પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ |
(5) સૌથી વધુ ચમકતો ગ્રહ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બુધ | (3) સૂર્યની સૌથી નજીકનો ગ્રહ |
(2) શુક્ર | (5) સૌથી વધુ ચમકતો ગ્રહ |
(3) ગુરુ | (1) સૌથી મોટો ગ્રહ |
(4) શનિ | (2) પાઘડિયો ગ્રહ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) 0° અક્ષાંશવૃત્ત | (1) કર્કવૃત્ત |
(2) 23.5° ઉત્તર અક્ષાંશવૃત્ત | (2) ગ્રિનિચ રેખા |
(3) 23.5° દક્ષિણ અક્ષાંશવૃત્ત | (3) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા |
(4) 0° રેખાંશવૃત્ત | (4) વિષુવવૃત્ત |
(5) મકરવૃત્ત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) 0° અક્ષાંશવૃત્ત | (4) વિષુવવૃત્ત |
(2) 23.5° ઉત્તર અક્ષાંશવૃત્ત | (1) કર્કવૃત્ત |
(3) 23.5° દક્ષિણ અક્ષાંશવૃત્ત | (5) મકરવૃત્ત |
(4) 0° રેખાંશવૃત્ત | (2) ગ્રિનિચ રેખા |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સજીવોનો પાલક | (1) ધ્રુવનો તારો |
(2) ઉલ્કા પડવાથી બનેલું સરોવર | (2) પૃથ્વીની વાર્ષિક ગતિ |
(3) દિવસ અને રાત્રિ થાય છે. | (3) કોયના |
(4) પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. | (4) સૂર્ય |
(5) પૃથ્વીની દૈનિક ગતિ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સજીવોનો પાલક | (4) સૂર્ય |
(2) ઉલ્કા પડવાથી બનેલું સરોવર | (3) કોયના |
(3) દિવસ અને રાત્રિ થાય છે. | (5) પૃથ્વીની દૈનિક ગતિ |
(4) પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. | (1) ધ્રુવનો તારો |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
સોરપરિવાર(સૌરમંડળ)માં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
સૌપરિવાર(સૌરમંડળીમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 2.
સીરવાળાઓ કોને કહે છે?
ઉત્તર:
સૂર્યની સપાટી પર અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી (લપકારા મારતી) પ્રચંડ અગ્નિજ્વાળાઓને ‘સોરજ્વાળાઓ’ કહે છે.
પ્રશ્ન 3.
સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
ઉત્તર:
સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે.
પ્રશ્ન 4.
પ્રકાશ અને ગરમી શેનાથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 5.
સૂર્ય આપણને – પૃથ્વીને શું આપે છે?
ઉત્તર:
સૂર્ય આપણને – પૃથ્વીને પ્રકાશ અને ગરમી આપે છે.
પ્રશ્ન 6.
સૂર્યને ‘સજીવોના પાલક’ તરીકે શાથી ઓળખવામાં આવે છે?
ઉત્તર
પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું જીવન (અસ્તિત્વ) સૂર્યની ઊર્જાશક્તિ પર આધારિત છે. આથી સૂર્યને ‘સજીવોના પાલક’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 7.
સૌરપરિવારના આઠ ગ્રહોનાં નામ જણાવો.
ઉત્તર:
સોરપરિવારના આઠ ગ્રહોનાં નામ આ પ્રમાણે છે:
- બુધ
- શુક્ર
- પૃથ્વી
- મંગળ
- ગુરુ
- શનિ
- યુરેનસ અને
- નૈય્યન
પ્રશ્ન 8.
કયા ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે?
ઉત્તરઃ
ગુરુ, શનિ, યુરેનસ અને નૈય્યન ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 9.
કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે? શાથી?
ઉત્તર:
શુક્રનો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે, કારણ કે તેનાં કદ અને વજન લગભગ પૃથ્વી જેટલાં છે.
પ્રશ્ન 10.
કયા ગ્રહોને એકેય ઉપગ્રહ નથી?
ઉત્તર:
બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી.
પ્રશ્ન 11.
કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે?
ઉત્તર:
મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે.
પ્રશ્ન 12.
ચંદ્રની સપાટી પર ખૂબ મોટા (વિશાળ) ખાડા શાથી પડી ગયા છે?
ઉત્તરઃ
ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા જ રહે છે. તેથી તેની સપાટી પર ખૂબ મોટા (વિશાળ) ખાડા પડી ગયા છે.
પ્રશ્ન 13.
શનિને ‘પાઘડિયો ગ્રહ’ શાથી કહે છે?
ઉત્તરઃ
શનિની આસપાસ વીંટી આકારનાં નીલ (લીલા) રંગનાં ત્રણ તેજસ્વી વલયો આવેલાં છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવાં લાગતાં હોવાથી શનિને ‘પાઘડિયો ગ્રહ’ પણ કહે છે.
પ્રશ્ન 14.
યુરેનસ ગ્રહની શોધ કોણે કરી? ક્યારે કરી?
ઉત્તરઃ
ઈ. સ. 1781માં વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી.
પ્રશ્ન 15.
પૃથ્વી પરથી આપણને બુધનો ગ્રહ ક્યારે દેખાય છે?
ઉત્તરઃ
પૃથ્વી પરથી આપણને બુધનો ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે.
પ્રશ્ન 16.
ચંદ્ર પર જીવન નથી. શા માટે?
ઉત્તર:
ચંદ્ર પર પાણી અને વાતાવરણ નથી. તેથી ત્યાં જીવન નથી.
પ્રશ્ન 17.
બધા ગ્રહો સૂર્યની આસપાસ શાથી ફરે છે?
ઉત્તરઃ
સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે જ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.
પ્રશ્ન 18.
ક્યા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ-પરિવર્તન થતું જોવા મળે છે?
ઉત્તરઃ
નૈય્યન ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ-પરિવર્તન થતું જોવા મળે છે.
પ્રશ્ન 19.
ઉલ્કા કોને કહે છે?
ઉત્તરઃ
અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાને કે ગ્રહોના નાના ભાગોને ‘ઉલ્કા’ કહે છે.
પ્રશ્ન 20.
ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય છે?
ઉત્તર:
ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝૂમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે.
પ્રશ્ન 21.
ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી શાથી જોઈ શકાતો નથી?
ઉત્તર:
ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી.
પ્રશ્ન 22.
અક્ષાંશ એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો ‘અક્ષાંશ’ કહેવાય છે.
પ્રશ્ન 23.
અક્ષવૃત્ત કોને કહેવાય?
ઉત્તરઃ
પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખાં કોણીય અંતરે મળેલાં સ્થળોને જોડનારું પૂર્વ-પશ્ચિમ સળંગ વર્તુળને ‘અક્ષવૃત્ત’ કહેવાય.
પ્રશ્ન 24.
રેખાંશ એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ, તો તે રેખાથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી (જે પૃથ્વીની ધરીને અડકે છે.) સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બનાવે તેટલો તે સ્થળનો રેખાંશ’ કહેવાય છે.
પ્રશ્ન 25.
રેખાવૃત્ત કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખાં કોણાત્મક અંતરે આવેલાં સ્થળોને જોડનારી ઉત્તર-દક્ષિણ સળંગ રેખાને ‘રેખાવૃત્ત’ (અર્ધવર્તુળ) કહે છે.
પ્રશ્ન 26.
પૃથ્વીનો ક્યો ભાગ ઉત્તર ગોળાર્ધ અને ક્યાં ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે?
ઉત્તરઃ
0° વિષુવવૃત્તથી ઉત્તર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે.
પ્રશ્ન 27.
વિષુવવૃત્તની સમજ આપો. ?
ઉત્તર:
વિષુવવૃત્ત 0° અક્ષાંશ પર આવેલું સૌથી મોટું અક્ષાંશવૃત્ત છે. તે પૃથ્વીના ગોળાને બે સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કલ્પિત રેખા છે.
પ્રશ્ન 28.
કર્કવૃત્ત અને મકરવૃત્ત કોને કહે છે?
ઉત્તર:
વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° ઉત્તર અક્ષાંશરેખાને કર્કવૃત્ત’ છે અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° દક્ષિણ અક્ષાંશરેખાને ‘મકરવૃત્ત’ કહે છે.
પ્રશ્ન 29.
ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત કોને કહે છે?
ઉત્તરઃ
વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° ઉત્તર અક્ષાંશરેખાને ‘ઉત્તર ધ્રુવવૃત્ત’ (Artic Circle) અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5° દક્ષિણ અક્ષાંશરેખાને ‘દક્ષિણ ધ્રુવવૃત્ત’ (Antarctic Circle) કહે છે.
પ્રશ્ન 30.
અયન એટલે શું?
ઉત્તરઃ
વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને ‘અયન’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 31.
પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ પરિભ્રમણ(ધરીભ્રમણ)ગતિને ‘દેનિક ગતિ’ કહે છે.
પ્રશ્ન 32.
પૃથ્વીની વાર્ષિક ગતિ કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે. પૃથ્વીની આ પરિક્રમણ(કક્ષાભ્રમણ) ગતિને વાર્ષિક ગતિ’ કહે છે.
પ્રશ્ન 33.
કક્ષા એટલે શું?
ઉત્તર:
પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એ માર્ગને પૃથ્વીની કક્ષા’ (Orbit) કહેવામાં આવે છે.
પ્રશ્ન 34.
દિવસ-રાત લાંબા-ટૂંકાં કેમ થાય છે?
ઉત્તર:
પૃથ્વી પોતાની ધરી પર 23.5° અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીના આ ધરીનમનને કારણે દિવસ-રાત લાંબા-ટૂંકાં થાય છે.
પ્રશ્ન 35.
સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર બરાબર સીધાં ક્યારે પડે છે?
ઉત્તર:
સૂર્યનાં સીધાં કિરણો 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત્ત પર બરાબર સીધાં પડે છે.
પ્રશ્ન 36.
ઉનાળો અને શિયાળો કોને કહેવાય?
ઉત્તર:
વર્ષના જે સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી વધારે અનુભવાય તે સમયગાળાને ઉનાળો’ કહેવાય અને જે સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી ઓછી અનુભવાય તે સમયગાળાને ‘શિયાળો’ કહેવાય.
પ્રશ્ન 37.
પૃથ્વી પર ઋતુઓ કેટલી છે? કઈ કઈ?
ઉત્તર:
પૃથ્વી પર મુખ્ય બે ઋતુઓ છેઃ
- ઉનાળો અને
- શિયાળો.
ઉત્તર: 38.
દક્ષિણાયન કોને કહે છે?
ઉત્તર:
22 જૂનથી સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ – વિષુવવૃત્ત તરફ – પડવાનું શરૂ થાય છે, તેને ‘દક્ષિણાયન’ કહે છે.
ઉત્તર: 39.
આકાશમાં કેટલાં નક્ષત્રો આવેલાં છે? જાણીતાં નક્ષત્રોનાં નામ આપો.
ઉત્તર:
આકાશમાં કુલ 27 નક્ષત્રો આવેલાં છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્ર, સ્વાતિ વગેરે જાણીતાં નક્ષત્રો છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
ગ્રિનિચ (Greenwitch Mean Time – GMT) રેખાની માહિતી આપો.
ઉત્તર:
ઇંગ્લેન્ડના લંડન શહેરના પ્રિનિચ પરા પરથી પસાર થતા 0° રેખાંશવૃત્તને “ટ્રિનિચ રેખા’ કહે છે. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રિનિચ રેખા અથવા 0° રેખાંશવૃત્ત ‘મુખ્ય રેખાંશવૃત્ત’ના નામે પણ ઓળખાય છે.
પ્રશ્ન 2.
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની માહિતી આપો.
ઉત્તરઃ
180° રેખાંશવૃત્તને ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા’ કહે છે. 180° રેખાંશવૃત્ત માત્ર એક જ છે. આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ આગળ કરવાં પડે છે. એ જ રીતે આ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ ઓછાં કરવાં પડે છે. આમ, 180° રેખાંશવૃત્ત ઓળંગતાં તારીખ અને વાર બદલાય છે.
પ્રશ્ન 3.
પરિભ્રમણ (Rotation) (ધરીભ્રમણ) એટલે શું?
ઉત્તર:
પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર (આંટો). પૂર્ણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ’ કે ‘ધરીભ્રમણ’ કહે છે. આ ચક્ર (આંટો) પૂર્ણ કરતાં પૃથ્વીને 24 કલાક (એક દિવસ) થાય છે. તેથી પૃથ્વીની આ ગતિને દેનિક ગતિ પણ 3 કહેવામાં આવે છે.
પ્રશ્ન 4.
પરિક્રમણ (Revolution) (કક્ષાભ્રમણ) એટલે શું?
ઉત્તર:
પૃથ્વી પોતાની ધરી પર ફરતાં ફરતાં સૂર્યની આસપાસ પરિક્રમા (પ્રદક્ષિણા) કરે છે. પૃથ્વીની આ ગતિને ‘પરિક્રમણ’ કે ‘કક્ષાભ્રમણ’ કહે છે. સૂર્યની એક પરિક્રમા (પ્રદક્ષિણા) પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક (એક વર્ષ) લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
સૂર્ય (Sun)
અથવા
સૂર્યનો પરિચય આપો. અથવા સૂર્ય વિશે માહિતી આપો.
ઉત્તર:
સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. તે ધગધગતા વાયુઓનો એક વિરાટ તેજસ્વી અગ્નિગોળો છે. કદમાં તે પૃથ્વી કરતાં આશરે 18 લાખ ગણો મોટો છે. તેની ગુરુત્વાકર્ષણશક્તિ પૃથ્વી કરતાં 28 ગણી છે. સૂર્ય પૃથ્વીથી આશરે 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતાં માત્ર સવા આઠ મિનિટનો સમય લાગે છે. સૂર્ય 25 દિવસમાં પોતાની ધરી પર એક આંટો પૂરો કરે છે. સૂર્યની સપાટી હંમેશાં અસ્થિર અને અશાંત રહે છે. તેની સપાટી ઉપર અનેક કિમી લાંબી અને વિશાળ કદ ધરાવતી અગ્નિજ્વાળાઓ પ્રજ્વલિત થાય (લપકારા મારતી) છે. તેમને સૌરજ્વાળાઓ કહે છે.
સૂર્યનું આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. ખૂબ જ ઊંચા તાપમાનને લીધે હાઇડ્રોજન વાયુનું હિલિયમ વાયુમાં રૂપાંતર થવાથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેને ‘ઊર્જા’ કે ‘સૌરઊર્જા’ કહેવામાં આવે છે. સૂર્યની ઊર્જા પ્રકાશનાં કિરણોરૂપે પૃથ્વી પર આવે છે. પૃથ્વી પરની તમામ જીવસૃષ્ટિ સૂર્યની ઊર્જાને લીધે જ ટકી રહી છે. તેથી સૂર્યને ‘સજીવોના પાલક’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 2.
પૃથ્વી (Earth) અથવા પૃથ્વીનો પરિચય આપો.
ઉત્તર:
પૃથ્વી સીરપરિવારના 9 ગ્રહોમાંનો એક ગ્રહ છે. તે સૂર્ય કરતાં 13 લાખ ગણી નાની અને સૂર્યથી લગભગ 15 કરોડ કિમી દૂર છે. સૌરપરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે.
પૃથ્વી, શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે આવેલી છે. તે સંપૂર્ણ ગોળ નથી. તે નારંગી જેવી ગોળ છે. તે વિષુવવૃત્ત આગળ થોડી ઊપસેલી છે અને ધુવો આગળ થોડી ચપટી છે. પૃથ્વી પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે. તે પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે દિવસ-રાત થાય છે. પૃથ્વી આશરે 365 દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે, જેને લીધે ઋતુઓ થાય છે. પૃથ્વીની સપાટીની ચારેબાજુએ આશરે આઠ સો કિમીની ઊંચાઈ સુધી વાયુમંડળ વિસ્તરેલું છે. તેમાં સજીવોને જીવવા માટે જરૂરી વાયુઓ આવેલા છે. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે.
પ્રશ્ન 3.
પૃથ્વીના ઉપગ્રહ તરીકે ચંદ્ર (Moon)
ઉત્તર:
ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની સૌથી નજીક છે. ચંદ્રને પૃથ્વીની આસપાસ અને પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતાં આશરે 29.5 દિવસ લાગે છે. તેનો પરિક્રમણ અને
પરિભ્રમણ સમય સરખો હોવાથી તેની એક જ બાજુ પૃથ્વી તરફ રહે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્રની સપાટી પર દિવસે તાપમાન વધારે હોય છે અને રાત્રે ઓછું થઈ જાય છે. ચંદ્રની સપાટી પર અનેક જ્વાળામુખીઓ છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી ત્યાં વજનમાં દરેક વસ્તુ હલકી લાગે છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થયા કરે છે, તેથી તેની સપાટી પર મોટા ખાડા પડી ગયા છે. જલાવરણ અને વાતાવરણના અભાવે ચંદ્ર પર કોઈ પ્રકારનું જીવન નથી.
[21 જુલાઈ, 1969ના રોજ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો.]
પ્રશ્ન 4.
ઉલ્કા (Meteors)
અથવા
ઉલ્કા વિશે માહિતી આપો.
ઉત્તર:
ઉલ્કા આકાશમાં રાત્રે જોવા મળે છે. પથ્થરના, ધાતુના અથવા બંનેના મિશ્રણના ટુકડાને ‘ઉલ્કા’ કહે છે. તે અવકાશમાં ખૂબ વેગથી ભ્રમણ કરે છે. ઉલ્કા ક્યારેક પૃથ્વીની નજીક આવે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી તરફ પ્રચંડ વેગથી ખેંચાઈ આવે છે. તે આશરે 50થી 80 કિમી જેટલી દૂર રહે છે ત્યારે વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઊઠે છે. તે વખતે આકાશમાં જોરદાર તેજ-લિસોટો દેખાય છે, જેને આપણે ‘તારો ખર્યો’ એમ કહીએ છીએ. કોઈ વાર ઉલ્કા સંપૂર્ણ સળગી જતી નથી ત્યારે તે પૃથ્વી પર વેગથી પછડાય છે અને વિશાળ ઊંડા ખાડા પાડે છે. આ ક્રિયાને ‘ઉલ્કાપાત’ કહે છે. એ ખાડાઓમાં પાણી ભરાતાં સરોવરો બને છે. મહારાષ્ટ્રમાં કોયના સરોવર આ રીતે રચાયું હોવાનું મનાય છે.
પ્રશ્ન 5.
સૂર્યગ્રહણ
ઉત્તર:
ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. વળી, તે પૃથ્વીની ખૂબ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને ‘સૂર્યગ્રહણ’ કહેવામાં આવે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી.
નીચેના ગ્રહો વિશે ટૂંકમાં માહિતી આપોઃ
(1) બુધ (Mercury): તે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે પીળાશ પડતા રંગનો દેખાય છે. તે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે. બુધ પર વાતાવરણ નથી. તેને એક પણ ઉપગ્રહ નથી.
(2) શુક્ર (Venus): તે બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે. તે સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જ દેખાતો હોવાથી તેને પ્રાતઃકાળ કે સાયંકાળનો તારો કહે છે. તેનાં કદ અને વજન પૃથ્વી જેવાં જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ! શુક્રને એકેય ઉપગ્રહ નથી.
(3) મંગળ (Mars): તે પૃથ્વી અને ગુરુ વચ્ચે આવેલો છે. તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. આ ગ્રહ પરનું વાતાવરણ ખૂબ પાતળું છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મંગળને બે ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળના ગ્રહ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
(4) ગુરુ (Jupiter): સોરપરિવારના બધા ગ્રહોમાં તે સૌથી મોટો છે. તે પીળાશ પડતો સફેદ ગ્રહ છે. તે સૂર્યથી વધારે અંતરે આવેલો છે. તેથી તે ખૂબ ઠંડો હશે એવું અનુમાન થાય છે. દૂરબીનથી જોતાં ગુરુનો આકાર પૂનમના ચંદ્ર જેવો ગોળ અને તેની સપાટી રાતાં ટપકાંવાળી રંગબેરંગી લાગે છે. ગુરુનો ગ્રહ હંમેશાં ક્ષિતિજ ઉપર હોય છે. આ ભીમકાય ગ્રહને કુલ 79 ઉપગ્રહો છે.
(5) શનિ (Saturn): તે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. ગુરુ પછીનો સોરપરિવારનો મોટો ગ્રહ છે. તે નીલ વર્ણનો છે. તેની આસપાસ વીંટી આકારનાં ત્રણ તેજસ્વી વલયો છે. એ વલયો શનિનું વિશિષ્ટ આકર્ષણ છે. શનિ સૂર્યથી ખૂબ . દૂર હોવાથી તેની સપાટી પરનું તાપમાન ઓછું છે. શનિને કુલ 62થી વધુ ઉપગ્રહો છે.
(6) યુરેનસ (Uranus) તે સૂર્યથી ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે. યુરેનસની શોધ ઈ. સ. 1781માં વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી. તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે.
(7) નૈય્યન (Neptune): તે નલા (લીલા) રંગનો ખૂબ રે જ ઠંડો ગ્રહ છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ તુ-પરિવર્તન થતું જોવા મળે છે. (તેને 8 ઉપગ્રહો છે. ઈ. સ. 1846માં ગેલ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી.)
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:
પ્રશ્ન 1.
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકીચૂકી કેમ દોરવામાં આવી છે?
ઉત્તરઃ
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પૅસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે. એ ટાપુઓનો કેટલોક ભાગ 180° રેખાંશવૃત્તની પૂર્વમાં અને કેટલોક ભાગ પશ્ચિમમાં છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા બીર પસાર થાય. તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો ભેગી થઈ જાય. તેથી સમયનો ગોટાળો થાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા ટાપુઓની જમીનને બાજુ પર રાખી રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે.
પ્રશ્ન 2.
પૃથ્વી પર દિવસ-રાત કેવી રીતે થાય છે?
ઉત્તર:
‘પૃથ્વી ગોળ છે. તેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં રહે છે. જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાં દિવસ અને જે ભાગ તેનાથી વિરુદ્ધ બાજુએ હોય ત્યાં રાત હોય છે. (નીચેની આકૃતિ જુઓ.) પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેથી જુદા જુદા ભાગો વારાફરતી સૂર્યની સામે આવે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યથી વિરુદ્ધ દિશામાં જાય છે. જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય તે ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે. આ રીતે પૃથ્વી પર દિવસ-રાત થાય છે.
પ્રશ્ન 3.
દિવસ-રાત લાંબા-ટૂંકાં શાથી થાય છે?
અથવા
દિવસ-રાતની લંબાઈમાં તફાવત શાથી થાય છે?
અથવા
ભૌગોલિક કારણ આપોઃ દિવસ-રાત લાંબાં-ટૂંકાં થાય છે.
ઉત્તર:
પૃથ્વી પોતાની ધરીને 66.5ને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલો હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે. તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. નીચેની આકૃતિમાં ઉત્તર ગોળાર્ધ સૂર્ય સામે નમેલો છે. સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્ત પર
પડે છે. તેથી ત્યાં દિવસ લાંબો છે અને રાત ટૂંકી છે. એનાથી ઊલટું, જ્યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. અહીં મકરવૃત્ત પર દિવસ ટૂંકો અને રાત લાંબી છે. આમ, પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરતી હોવાથી દિવસ-રાત લાંબા-ટૂંકાં થાય છે.
પ્રશ્ન 4.
ઋતુચક્રનો ખ્યાલ આપો.
અથવા
પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે તે આકૃતિ દોરીને સમજાવો.
ઉત્તરઃ
પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી પૃથ્વીના બંને ગોળાર્યો વારાફરતી સૂર્યની સામે આવે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે. સીધાં કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસની લંબાઈ પણ વધુ હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે. ત્રાંસાં કિરણોમાંથી ઓછી ગરમી મળે છે. રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે. આમ, ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. આમ, પૃથ્વી પર ઋતુચક્ર ચાલ્યા કરે છે.
પ્રશ્ન 5.
એક વર્તુળ દોરી તેમાં અક્ષાંશવૃત્તો દોરો.
ઉત્તર:
અક્ષાંશવૃત્તોઃ
પ્રશ્ન 6.
એક વર્તુળ દોરી તેમાં રેખાંશવૃત્તો દોરો.
ઉત્તર:
રેખાંશવૃત્તોઃ
પ્રશ્ન 7.
એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશવૃત્તો દર્શાવો.
ઉત્તર:
પ્રવૃત્તિઓ
1. તમારી નોટબુકમાં તમને ગમે તે તરફ સૂર્ય દોરો. ત્યાંથી શરૂ કરીને સૂર્યમંડળ બનાવો. સૂર્યમંડળના બધા ગ્રહોનાં નામ લખો.
2. તમારી નોટબુકમાં એક વર્તુળ દોરી તેમાં 23.5° ઉત્તર અક્ષાંશ, 23.5° દક્ષિણ અક્ષાંશ અને 0° અક્ષાંશ નામનિર્દેશ સાથે દર્શાવો.
3. તમારી નોટબુકમાં પૃથ્વીનો ગોળો દોરો અને તેમાં 23.5° ઉત્તર અક્ષાંશ (કર્કવૃત્ત) અને 23.5° દક્ષિણ અક્ષાંશ (મકરવૃત્ત) દોરો. હવે, પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશવૃત્તો કયા કયા દેશોમાંથી પસાર થાય છે તે લખો.
4. પાઠ્યપુસ્તકના પાના નં. 54 પર આપેલી ‘લાંબા-ટૂંકાં રાતદિવસ’ની આકૃતિનો અભ્યાસ કરી, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો.
1. 22 ડિસેમ્બરે દિવસ અને રાત્રિની લંબાઈની સ્થિતિ શું હશે? 2. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરની વિશેષતા શી છે? .
5. પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય ત્યારે નીચેના દેશોમાં કઈ ઋતુ હશે તે શોધીને લખો.
(1) અમેરિકા: …………………
(2) ઑસ્ટ્રેલિયા: ……………..
(3) શ્રીલંકા: …………………..
(4) ઇંગ્લેન્ડ: ………………….
(5) ભૂટાન: …………………
(6) બ્રાઝિલ: ………………..
6. આપના શિક્ષકની મદદથી લીપવર્ષની ગણતરી કેવી રીતે થાય છે તે વિગતો જાણો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?
A. તારા
B. નક્ષત્રો
C. સૂર્ય
D. ચંદ્ર
ઉત્તર:
C. સૂર્ય
પ્રશ્ન 2.
એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?
A. 4 મિનિટ
B. 16 મિનિટ
C. 1 કલાક
D. 24 કલાક
ઉત્તર:
A. 4 મિનિટ
પ્રશ્ન 3.
આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?
A. અમૃતસર
B. કોલકાતા
C. ગાંધીનગર
D. પ્રયાગરાજ (અલાહાબાદ)
ઉત્તર:
D. પ્રયાગરાજ (અલાહાબાદ)
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો ખંડ શીત કટિબંધમાં આવેલો છે?
A. યુરોપ
B. ઍન્ટાર્કટિકા
C. એશિયા
D. આફ્રિકા
ઉત્તર:
B. ઍન્ટાર્કટિકા
પ્રશ્ન 5.
પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?
A. પશ્ચિમથી પૂર્વ
B. પૂર્વથી પશ્ચિમ
C. ઉત્તરથી દક્ષિણ
D. દક્ષિણથી ઉત્તર
ઉત્તર:
A. પશ્ચિમથી પૂર્વ
પ્રશ્ન 6.
ચાલતી ટ્રેનની બારીમાંથી બહાર જુઓ તો વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે, કારણ કે …….
A. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.
B. પૃથ્વી ચંદ્રની આસપાસ ફરે છે.
C. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
D. આપેલ પૈકી એક પણ નહિ.
ઉત્તર:
D. આપેલ પૈકી એક પણ નહિ.
પ્રશ્ન 7.
નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?
A. ગ્રહો અને ઉપગ્રહોનો
B. ઉલ્કાઓનો
C. ધૂમકેતુઓનો
D. આપેલ તમામનો
ઉત્તર:
D. આપેલ તમામનો
પ્રશ્ન 8.
ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.
A. બુધ – સૂર્યની સૌથી નજીકનો ગ્રહ
B. શુક્ર – સૌથી ચમકતો ગ્રહ
C. મંગળ – વાદળી રંગનો ચમકતો ગ્રહ
D. ગુરુ – સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ
ઉત્તર:
C. મંગળ – વાદળી રંગનો ચમકતો ગ્રહ
પ્રશ્ન 9.
પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે……
A. સફરજન જેવી છે.
B. નારંગી જેવી છે.
C. ઈંડાકાર છે.
D. B અને C
ઉત્તર:
D. B અને C
પ્રશ્ન 10.
અક્ષાંશ-રેખાંશ વિશે નીચે આપેલ વિધાનોમાંથી કર્યું વિધાન ખોટું છે?
A. પૃથ્વીના ગોળા ઉપર આવેલી આડી રેખા એટલે અક્ષાંશ.
B. પૃથ્વીના ગોળા ઉપર આવેલી ઊભી રેખા એટલે રેખાંશ.
C. 0° રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે અને તેને ઓળંગતાં તારીખ-વાર બદલાય છે.
D. 0° રેખાંશવૃત્ત ઇંગ્લેન્ડના ગ્રિનિચ શહેર પરથી પસાર
થાય છે.
ઉત્તર:
C. 0° રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે અને તેને ઓળંગતાં તારીખ-વાર બદલાય છે.
પ્રશ્ન 11.
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતાં કયાં વિધાનો યોગ્ય જણાય છે?
A. 180° રેખાંશવૃત્ત.
B. આ રેખા ઓળંગતાં તારીખ અને વાર બદલાય છે.
C. તે પૅસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને તે વાંકીચૂકી છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 12.
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?
A. સૂર્યગ્રહણ – સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર
B. ચંદ્રગ્રહણ – ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી
C. સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે થાય છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ