GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ

This GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter.

સંમિતિ Class 7 GSEB Notes

→ નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે. તેઓને 1થી વધુ સંમિતિની રેખાઓ હોય છે.

→ જો કોઈક રેખા દ્વારા આકતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધબેસતા આવે, તો તે આકૃતિને રેખિક સંમિતિ છે એમ કહેવાય.

→ દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રેખિક સમિતિ ધરાવે છે.

→ સમબાજુ ત્રિકોણને 3 સંમિતિની રેખા હોય છે.

→ ચોરસને 4 સંમિતિની રેખા હોય છે.

→ લંબચોરસને 2 સંમિતિની રેખા હોય છે.

GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ

→ નિયમિત ષટ્કોણને 6 સંમિતિની રેખા હોય છે.

→ અરીસામાં મળતું પ્રતિબિંબ સંમિતિ ધરાવે છે પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે.

→ જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય.

→ જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણકોણ કહેવાય.

→ \(\frac{1}{4}\) પરિભ્રમણ એટલે 90°, \(\frac{1}{2}\) પરિભ્રમણ એટલે 180° અને 1 પરિભ્રમણ એટલે 360°.

→ એક પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાંના જેવી જ દેખાય, તો આ વસ્તુમાં પરિભ્રમણીય સંમિતતા છે.

→ કોઈ પણ આકૃતિને 360°નું પરિભ્રમણ કરાવતાં પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સમિતિની કક્ષા કહેવાય.

Leave a Comment

Your email address will not be published.