GSEB Class 7 Science Notes Chapter 13 ગતિ અને સમય

This GSEB Class 7 Science Notes Chapter 13 ગતિ અને સમય covers all the important topics and concepts as mentioned in the chapter.

ગતિ અને સમય Class 7 GSEB Notes

→ નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધુ અંતર કાપે તે સૌથી ઝડપી વાહન કહેવાય.

→ નિશ્ચિત અંતર કાપવા માટે જે વાહન ઓછામાં ઓછો સમય લે તે વાહન સૌથી ઝડપી ગણાય.

→ ઝડપ (Speed): પદાર્થો એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. કાપેલું કુલ અંતર
ટૂંકમાં, ઝડપ = \(\frac{\text { કાપેલું કુલ અંતર }}{\text { તે માટે લાગતો કુલ સમય }}\)
આમ, આપેલ પદાર્થો ચોક્કસ અંતર કાપવા માટે લીધેલો સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે.

GSEB Class 7 Science Notes Chapter 13 ગતિ અને સમય

→ નિયમિત ગતિ (Uniform motion) સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ’ કહે છે.

→ અનિયમિત ગતિ (Non-Uniform motion): જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને “અનિયમિત ગતિ’ કહે છે.

→ આવર્તગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ “સાદું લોલક’ (Simple Pendulum) છે.

→ સાદા લોલકમાં ધાતુના ગોળાને લોલકનો બૉબ (Bot) કહે છે.

→ લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ (Time period) કહે છે. લોલકનો દરેક દોલન (Oscillation) માટે આવર્તકાળ લગભગ સરખો હોય છે.

→ ઘડિયાળ સમય માપવાનું સાધન છે.

→ લંબાઈનો (અથવા અંતરનો) મૂળભૂત એકમ “મીટર’ છે. સમયનો મૂળભૂત એકમ “સેકન્ડ’ છે. તેથી ઝડપનો એકમ મીટર / સેકન્ડ થાય.

→ મીટર / સેકન્ડને વંચાયઃ મીટર પ્રતિ સેકન્ડ

→ મીટર માટેની સંજ્ઞા m અને સેકન્ડ માટેની સંજ્ઞા ‘s છે. તેથી ઝડપનો એકમ મીટર / સેકન્ડને m7s વડે દર્શાવાય.

→ વાહનોની ઝડપ માપવાનો એકમ કિમી / કલાક અથવા km/h છે. બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય છે. દા. ત., 50 km

→ વાહનોમાં ઝડપ માપવા “સ્પીડોમિટર’ (Speedometer) અને કાપેલું અંતર માપવા “ડોમિટર’ (Odometer) સાધન વપરાય છે.

→ 1 માઈક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો દસ લાખમો ભાગ

→ 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ

→ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓમાં માપવામાં આવે છે.

GSEB Class 7 Science Notes Chapter 13 ગતિ અને સમય

→ અંતર-સમયનો આલેખ દોરવા, X-અક્ષ (\(\overrightarrow{\mathrm{OX}}\)) પર સમય અને Y-અક્ષ (\(\overrightarrow{\mathrm{OY}}\)) પર અંતર લેવામાં આવે છે. તેમાં તેને ઊગમબિંદુ 0, 0) કહે છે.

→ કાર અચળ ઝડપે ગતિ કરતી હોય, તો આલેખ સુરેખા હોય છે.

→ આલેખ દોરતી વખતે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યને ધ્યાનમાં લેવાં જરૂરી છે.

→ આલેખના મહત્તમ ભાગનો ઉપયોગ થાય તેમ સ્કેલમાપ પસંદ કરવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published.