GSEB Class 7 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી

This GSEB Class 7 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી covers all the important topics and concepts as mentioned in the chapter.

રેસાથી કાપડ સુધી Class 7 GSEB Notes

→ ઊન (Wool) અને રેશમ (Silk) પ્રાણિજ રેસાઓ છે.

→ ઊન આપણને ઘેટાં, બકરાં, યાક અને ઊંટના વાળમાંથી પ્રાપ્ત થાય છે. ઘેટાંની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ જ ધરાવે છે. સુંવાળા વાળ ધરાવતાં ઘેટાંઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન’ (Selecting breeding) કહે છે.

→ તિબેટ અને લડાખ જેવા પ્રદેશોમાં યાક પ્રાણીનું ઊન પ્રચલિત છે. જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી પ્રદેશમાં જોવા મળતી અંગોરા બકરીમાંથી અંગોરા ઊન મળે છે. કશમીરી બકરીઓ વડે મળતું સુંવાળું ઊન પશ્મિના શાલ બનાવવામાં વપરાય છે. દક્ષિણ અમેરિકાના લામા” અને “અલ્પાકા” પ્રાણીઓ ઊન આપે છે.

→ ઘેટાંઓની ભારતીય પ્રજાતિઓ લોહી, રામપુર બુશાયર, નાલી, બાખરવાલ, મારવાડી અને પાટનવાડી છે.

GSEB Class 7 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી

→ રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયાનાં છ સોપાન છેઃ

  • કાતરણી (Shearing)
  • ઘસવાની પ્રક્રિયા (Scouring)
  • વર્ગીકરણ ક્રિયા (Sorting)
  • ફરી ઘસવાની પ્રક્રિયા અને સૂકવણી (Drying)
  • રંગવાની પ્રક્રિયા (Dying)
  • કાંતવાની ક્રિયા (Spinning)

→ રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને “સેરીકલ્ચર’ (Sericulture) કહે છે.

→ રેશમના કીડાની ચાર અવસ્થાઓ છેઃ

  • ઈંડું
  • ડિઝ્મ (ઈયળ)
  • પ્યુપા
  • રેશમનું પતંગિયું

→ રેશમની ઈયળ શેતૂરના વૃક્ષ પર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. જેને કોશિત અવસ્થા પૃપા’ (Pupa) કહે છે. તે પોતાની આસપાસ જાળું રચે છે. ત્યારબાદ તે પોતાના માથાને ધુણાવે છે અને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. આ દરમિયાન તે પ્રોટીનના બનેલા તાંતણાઓનો સાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે.

→ રેશમના તારનો ઉપયોગ રેશમનાં વસ્ત્રો બનાવવા માટે થાય છે.

GSEB Class 7 Science Notes Chapter 3 રેસાથી કાપડ સુધી

→ રેશમના કીડાના ઘણા પ્રકારો છે. તે મુજબ રેશમના તારના ગુણધર્મો જુદા જુદા હોય છે. ટશર સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્ક, એરી સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી મેળવેલા રેશમના તાર વડે બને છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો (Mulberry Silkmoth છે. રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિપ્રાચીન વ્યવસાય છે. વ્યાપારી ધોરણે ભારતમાં બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન થાય છે.

→ રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો હતો. સેંકડો વર્ષો સુધી તેને ગુપ્ત રાખવામાં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published.