This GSEB Class 7 Science Notes Chapter 5 ઍસિડ, બેઇઝ અને ક્ષાર covers all the important topics and concepts as mentioned in the chapter.
ઍસિડ, બેઇઝ અને ક્ષાર Class 7 GSEB Notes
→ દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, આમલી, વિનેગર વગેરે ખાટા પદાર્થો છે. તે કુદરતી ઍસિડ છે. તે કાર્બનિક પદાર્થો છે.
→ બેકિંગ સોડા (ખાવાનો સોડા), ધોવાનો સોડા, સાબુ, કળીચૂનો, ભીંજવેલો ચૂનો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ (કૉસ્ટિક સોડા) વગેરે બેઝિક પદાર્થો છે. તે સાબુ જેવા ચીકણા પદાર્થો છે.
→ હળદર, લિટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કુદરતી સૂચક છે. ફિનોથેલીન, મિથાઇલ ઑરેન્જ એ રાસાયણિક સૂચકો (Indicators) છે.
→ ઍસિડ (Acids) સ્વાદે ખાટા હોય છે. તે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે : છે. હાઇડ્રોક્લોરિક ઍસિડ, સફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ જલદ : – ઍસિડ છે. (તેમનો સીધો સ્પર્શ કરવો નહિ.) તે પ્રયોગશાળામાં વપરાતા ઍસિડ છે.
→ બેઇઝ (Bases) સ્વાદે તૂરા અને સ્પર્શે ચીકણા હોય છે. તે લાલ લિટમસપત્રને ભૂરું (વાદળી) બનાવે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પૉટેશિયમ હાઈડ્રોક્સાઈડ જલદ બેઇઝ છે. (તેમનો સીધો સ્પર્શ કરવો નહિ.) તે પ્રયોગશાળામાં વપરાતા બેઇઝ છે.
→ ઍસિડ અને બેઇઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર (Salt) અને પાણી ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ (Neutralisation) કહે છે.
ઍસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
→ ઍસિડિટીના ઉપચાર માટે, કીડીના ડંખથી રાહત મેળવવાના ઉપાય માટે, ઍસિડિક કે બેઝિક જમીનની માવજત માટે તથા કારખાનાંના ઍસિડિક કચરાની ટ્રિટમેન્ટમાં તટસ્થીકરણની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.