GSEB Class 7 Social Science Notes Chapter 16 રાજ્ય સરકાર

This GSEB Class 7 Social Science Notes Chapter 16 રાજ્ય સરકાર covers all the important topics and concepts as mentioned in the chapter.

રાજ્ય સરકાર Class 7 GSEB Notes

→ રાજ્યના મૂળભૂત હેતુઓ આ છે :

  • કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી.
  • રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું.

→ રાજ્ય સરકારનાં મુખ્ય ત્રણ અંગો છે :

  • ધારાસભા
  • કારોબારી અને
  • ન્યાયતંત્ર.

GSEB Class 7 Social Science Notes Chapter 16 રાજ્ય સરકાર

→ સરકારનાં અંગોની કામગીરી આ પ્રમાણે છેઃ

  • ધારાસભા – વિધાનસભા – કાયદાઓ ઘડે છે.
  • કારોબારી એ કાયદાઓનો અમલ કરાવે છે.
  • ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કરે છે.

→ સરકાર સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે.

→ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.

→ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

→ ભારતમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે “સંઘ સરકાર’ કહે છે. તે સમગ્ર દેશનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાની સરકારને રાજ્ય સરકાર’ કહે છે. તે રાજ્યનો વહીવટ કરે છે.

→ રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાનપરિષદ’ કહે છે. ભારતનાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાનપરિષદ છે.

→ વિધાનપરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોનાં મંડળો ચૂંટે છે.

→ વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાનપરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે.

→ ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. વિધાનસભામાં

→ સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500 હોય છે. ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો 182 છે.

→ ગુજરાતની વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. વિધાનસભાના સભ્યોને વિધાનસભ્યો કે ધારાસભ્યો કહે છે. તેમની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. ધારાસભ્યને અંગ્રેજીમાં M.L.A.(મેમ્બર ઑફ લેજિસ્લેટિવ એસેમ્બલી)ના નામે ઓળખવામાં આવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 16 રાજ્ય સરકાર

→ વિધાનસભામાં જે પક્ષના સભ્યો બહુમતી ધરાવતા હોય અથવા જે પક્ષને વિધાનસભાના બહુમતી સભ્યોનો ટેકો હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે.

→ કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં રાજ્યમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય, ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં “રાષ્ટ્રપ્રમુખ’ શાસન લાદે છે.

→સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ(ત્રણ તબક્કાઓ)માંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતાં (સહી થતાં) ખરડો કાયદો બને છે.

→ વિધાનસભાના સરળ સંચાલન માટે વિધાનસભ્યો પોતાનામાંથી એક સભ્યને અધ્યક્ષ (સ્પીકર) અને ઉપાધ્યક્ષ(નાયબ સ્પીકર)ને ચૂંટી કાઢે છે.

→ રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર, મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે. મંત્રીમંડળને “રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને “વહીવટી કારોબારી” કહેવામાં આવે છે.

→ રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે. 35 કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે.

→ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે.

→ વિધાનસભામાં અધ્યક્ષ(સ્પીકર)ના માધ્યમથી પ્રશ્નો પુછાય છે.

→ રાજ્યમાં રાખ્રમુખશાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે.

→ રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છેઃ

  • કૅબિનેટ કક્ષાના મંત્રીઓ
  • રાજ્ય કક્ષાના મંત્રીઓ અને
  • નાયબ કક્ષાના મંત્રીઓ.

→કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે :

  • સંઘયાદી
  • રાજ્યયાદી અને
  • સંયુક્ત યાદી.

→ ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે, 1960માં થઈ હતી. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક પામ્રમુખ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે.

→ વડી અદાલત નઝીરી અદાલત (Court of Records). તરીકેની ફરજો બજાવે છે.

→ ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે. જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ ગણાય છે.

→ આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા(સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા. રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ તંદુરસ્ત માનવસંસાધન પર આધારિત છે.

→ નાગરિકોને ખાનગી સ્વાથ્ય સેવાઓ, ખાનગી દવાખાનાં, ખાનગી હૉસ્પિટલ તેમજ તાલીમી અને સરકાર માન્ય ખાનગી ડૉક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 16 રાજ્ય સરકાર

→ રાજ્ય સરકાર ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમો ચલાવે છે. રાજ્ય સરકાર મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે.

→ ખિલખિલાટ ડ્રૉપબૅક યોજના મુજબ સરકારી હૉસ્પિટલમાંથી પ્રસૂતિ પછી માતા અને નવજાત શિશુને તેમના ઘેર પહોંચાડવા માટે “ખિલખિલાટ વાહનની નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે.

→ મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજનાનાં ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોનો તેમજ વાર્ષિક આવક ર4 લાખ કે તેથી ઓછી હોય તેવાં કુટુંબ(મહત્તમ 5 સભ્યો)ના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ આયુષ્યમાન ભારત યોજના – 2018નું બીજું નામ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના છે. આયુષ્યમાન ભારત યોજના એ ભારત સરકારની સ્વાથ્ય યોજના છે.

→ આયુષ્યમાન ભારત યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા (બી.પી.એલ. કાર્ડ ધારકો પ્રત્યેક કુટુંબને રૂપિયા પાંચ લાખ સુધીનો કૅશલેશ સ્વાથ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. આયુષ્યમાન ભારત યોજનાની બે મહત્ત્વની બાબતો આ છે :

  • રાષ્ટ્રીય સ્વાથ્ય સુરક્ષા યોજના અને
  • કલ્યાણ કેન્દ્ર.

Leave a Comment

Your email address will not be published.