GSEB Class 7 Social Science Notes Chapter 2 દિલ્લી સલ્તનત

This GSEB Class 7 Social Science Notes Chapter 2 દિલ્લી સલ્તનત covers all the important topics and concepts as mentioned in the chapter.

દિલ્લી સલ્તનત Class 7 GSEB Notes

→ બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્લી વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું.

→ તેરમી સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ. ઈ. સ. 1206થી ઈ. સ. 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર શાસન કરનારને સુલતાન અને તેમના શાસનકાળને દિલ્લી સલ્તનત કહેવામાં આવે છે.

→ આ સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી હતીઃ ગુલામવંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ અને લોદીવંશ. •ગુલામ વંશ (ઈ. સ. 1206થી ઈ. સ. 1290)

→ ઈ. સ. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં વિજય મેળવી શિહાબુદ્દીન ઘોરીએ દિલ્લીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. તેના મૃત્યુ બાદ તેનો ગુલામ કુતુબુદ્દીન ઐબક ઈ. સ. 1906માં દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો. ઈ. સ. 1910માં પોલો રમતાં ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન મૃત્યુ પામ્યો.

→ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જમાઈ ઇસ્તુત્મિશ ગાદીએ આવ્યો. ઇસ્તુત્મિશ સલ્તનતસત્તાને સર્વોપરી બનાવવા ચહલગાન’ (ચારગાન)ની સ્થાપના કરી. તે 40 તુર્ક અમીરોનું દળ હતું. ઇસ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્લી કર્યું.

→ ઇસ્તુત્મિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતાં તેણે પોતાની કાબેલ પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી.

GSEB Class 7 Social Science Notes Chapter 2 દિલ્લી સલ્તનત

→ ઇસ્તુત્મિશના અવસાન બાદ રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. તે દિલ્હીની ગાદીએ આવનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મીન્હાજ-એ-સીરાજે નોંધ્યું હતું કે – “રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં, એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી.” અમીરોની સત્તાલાલસા અને વિદ્રોહના કારણે રઝિયાના શાસનનો અંત આવ્યો.

→ અમીરોએ ઇસ્તુત્મિશના પુત્ર નાસીરુદ્દીનને દિલ્લીની ગાદીએ બેસાડ્યો હતો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થયું હતું.

→ ગુલામ વંશનો છેલ્લો શાસક ગ્યાસુદ્દીન બલ્બન હતો. તેણે ચેહલગાન’ દળને વિખેરી નાખી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તે પોતે સારો શાસક, સાહિત્ય અને કલાનો પોષક હતો. બલ્બનના 22 વર્ષના શાસન બાદ દિલ્લી સલ્તનત પર ખલજીવંશની સ્થાપના થઈ. ખલજીવંશઃ (ઈ. સ. 1290થી ઈ. સ. 1320)

→ જલાલુદીન ખલજીથી ખલજીવંશની શરૂઆત થઈ. તેણે છ વર્ષ શાસન કર્યું. તેના શાસન બાદ અલાઉદ્દીન ખલજી દિલ્લીની ગાદીએ આવ્યો.

→ અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને દિલ્લી સલ્તનતનો વિસ્તાર વધાર્યો હતો.

→ અલાઉદ્દીન ખલજીએ સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે “દાગ’ અને “ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તેણે ભાવનિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા. ખલજીવંશના અંત પછી દિલ્હીની ગાદી પર ગિયાસુદીન તુગલક આવ્યો. તેણે દિલ્હીની ગાદી ઉપર તુગલકવંશની સ્થાપના કરી હતી. તુગલકવંશ (ઈ. સ. 1320થી ઈ. સ. 1414)

→ તુગલકવંશમાં મુહમ્મદ-બિન-તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો. તેણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જે તરંગી યોજનાઓ’ તરીકે ઇતિહાસમાં સ્થાન પામી છે. એ યોજનાઓમાં રાજધાનીનું દિલ્લીથી દોલતાબાદ સ્થળાંતર અને પ્રતીકમુદ્રા પ્રયોગ મુખ્ય હતી. આ યોજનાઓમાં વ્યાવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનપૂર્વકના અમલીકરણનો અભાવ હતો. તેથી એ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી.

→ મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.

→ મુહમ્મદ બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજશાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ઈ. સ. 139899માં તૈમુર લંગે ફિરોજશાહના અવસાન બાદ દિલ્લી પર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. સૈયદવંશ (ઈ. સ. 1414થી ઈ. સ. 1451)

GSEB Class 7 Social Science Notes Chapter 2 દિલ્લી સલ્તનત

→ તુગલકવંશના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર ખિજખોએ સૈયદવંશની સ્થાપના કરી હતી.

→ લોદી વંશઃ (ઈ. સ. 145 થી ઈ. સ. 1526)

→ બહલોલ લોદીએ દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોદી દિલ્લી સલ્તનત શાસનનો પ્રથમ અફઘાન શાસક હતો.

→ ઇબ્રાહીમ લોદી લોદીવંશનો અંતિમ સુલતાન હતો. ઈ. સ. 1526માં તેનો બાબર સામે પાણીપતના યુદ્ધમાં પરાજય થયો અને સલ્તનતયુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ.

→ દિલ્લી સલ્તનતની રાજ્યવ્યવસ્થા તેરમી સદીમાં શરૂ થયેલ દિલ્લી સલ્તનતનું શાસન ભારતમાં શાસનવ્યવસ્થાની દષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્લી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો.

→ દિલ્લી સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ હતો. રાજ્ય વહીવટમાં મદદ માટે મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો.

→ સલ્તનતની શાસનવ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી.

→ કેન્દ્રીય શાસનઃ સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. તેમાં પ્રધાનમંત્રી મુખ્ય હતો, જે વજીર તરીકે ઓળખાતો. મંત્રીમંડળમાં સેનાવિભાગ, ધર્મવિભાગ, વિદેશ વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો હતો.

→ પ્રાંતીય શાસનઃ સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યો હતો. તેને ઇન્તા કહેવામાં આવતું. દક્તાનો વડો ઇત્તેદાર કે મુક્તિ કહેવાતો. તે ન્યાયતંત્રનો વડો હતો. ઇત્તેદારનું કાર્ય જમીનમહેસૂલ એકત્ર કરવાનું અને જરૂર પડે તો સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું.

→ સ્થાનિક શાસનઃ પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યો હતો, જે “શિક” અને “પરગણું કહેવામાં આવતા. ગ્રામીણ વહીવટમાં ગામનો મુખી કે મુકાદમ અને પટવારી(સરપંચ અને તલાટી)ની નિમણૂક થતી.

→ દિલ્લી સલ્તનતની સ્થાપના પછી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીનાં સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ.

→ કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ’ નામની મસ્જિદ અને અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્લીમાં કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. તેના સમયમાં તેનો એક માળ બંધાયો હતો. કુતુબમિનારનું અધૂરું

કાર્ય ઇન્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. ઇસ્તુત્મિશના સમયમાં હોજ-એશમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ જેવી ઇમારતો બની હતી.

→ અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજા (પ્રવેશદ્વાર), સીરી નામનો કિલ્લો અને હોજ-એ-ખાસ જેવાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.

→ તુગલક શાસનમાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ, જહાંપનાહ જેવાં નગરોની સ્થાપના થઈ હતી.

GSEB Class 7 Social Science Notes Chapter 2 દિલ્લી સલ્તનત

→ સૈયદવંશ અને લોદી વંશમાં બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.

→ તૈમૂર લંગના આક્રમણ પછી વણસેલી પરિસ્થિતિના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. તેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે.

→ હરિહરરાય અને હુક્કારાય નામના બે ભાઈઓએ ઈ. સ. 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. હરિહરરાય અને બુક્કારાયના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું.

→ હરિહરરાય અને હુક્કારાય સંગમવંશના હતા. તેમના પછી વિજયનગરમાં સાલવવંશ, તુલવવંશ અને અરવિંડુવંશે શાસન કર્યું હતું. સાલવવંશના શાસન પછી તુલવવંશની સ્થાપના થઈ હતી.

→ કૃષ્ણદેવરાય તુલવવંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું હતું, છતાં તેણે વહીવટીતંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું.

→ કૃષ્ણદેવરાયે કૂવા, તળાવો, નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી. અયોગ્ય વેરાઓ નાબૂદ કરીને પ્રજાના પ્રેમ મેળવ્યો હતો.. તેણે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું.

→ કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી, તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા, જેના કારણે તે “આંધ્રના ભોજ’ તરીકે ઓળખાયા.

→ કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા. તેથી મુસ્લિમ રાજ્યોના સંઘ સામેના તાલીકોટાના યુદ્ધમાં તેમનો ઈ. સ. 1565માં પરાજય થયો.

→ તુગલકવંશના સમયમાં દખ્ખણમાં ઈ. સ. 1947માં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. તેણે અલાઉદીન બહમનશાહ એવું નામ ધારણ કર્યું હતું. બહમની સામ્રાજ્યમાં અહમદશાહ અને મુહમ્મદશાહ ત્રીજા જેવા નોંધપાત્ર સુલતાનો થયા હતા. તેમાં મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી.

→ મહમૂદ ગવાં મુહમ્મદશાહ ત્રીજાનો વજીર હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરીને રાજ્યને મજબૂત બનાવ્યું હતું. મહમૂદશાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસીમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. પરિણામે બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવાં પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું.

→ દિલ્લી સલ્તનતની શરૂઆત ઈ. સ. 1906માં કુતુબુદ્દીન ઐબકે કરી હતી. 320 વર્ષ પછી ઈ. સ. 1526માં ઇબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો.

Leave a Comment

Your email address will not be published.